1 ULB હવે બેખમીર રોટલીનું પર્વ જે પાસ્ખાપર્વ કહેવાય છે, તે પાસે આવ્યું. BSB BSB: Now the Feast of Unleavened Bread, called the Passover, was approaching,
2 ULB ઈસુને શી રીતે મારી નાખવા, તેની તજવીજ મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ કરતા હતા; કેમ કે તેઓ લોકોથી બીતા હતા. BSB BSB: and the chief priests and scribes were looking for a way to put Jesus to death, for they feared the people.
3 ULB યહૂદા જે ઇશ્કારિયોત કહેવાતો હતો, જે બાર શિષ્યોમાંનો એક હતો, તેનામાં શેતાને પ્રવેશ કર્યો. BSB BSB: Then Satan entered Judas Iscariot, who was one of the Twelve.
4 ULB તેણે જઈને મુખ્ય યાજકો તથા સરદારોના હાથમાં ઈસુને શી રીતે સ્વાધીન કરવા, તે સંબંધી તેઓની સાથે મસલત કરી. BSB BSB: And Judas went to discuss with the chief priests and temple officers how he might betray Jesus to them.
5 ULB તેથી તેઓ ખુશ થયા, અને યહૂદાને પૈસા આપવાનું વચન આપ્યું; BSB BSB: They were delighted and agreed to give him money.
6 ULB તે સહમત થયો, અને લોકો હાજર ન હોય ત્યારે ઈસુને તેઓના હાથમાં સોંપવાની તક તે શોધતો રહ્યો. BSB BSB: Judas consented, and began to look for an opportunity to betray Jesus to them in the absence of a crowd.
7 ULB બેખમીર રોટલીનો દિવસ આવ્યો કે જયારે પાસ્ખાના યજ્ઞમાં ઘેંટાઓનું બલિદાન કરવાનું હતું. BSB BSB: Then came the day of Unleavened Bread on which the Passover lamb was to be sacrificed.
8 ULB ઈસુએ પિતરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા કે, ‘જઈને આપણે સારુ પાસ્ખા તૈયાર કરો કે આપણે તે ખાઈએ.’” BSB BSB: Jesus sent Peter and John, saying, “Go and make preparations for us to eat the Passover.”
9 ULB તેઓએ ઈસુને કહ્યું કે, ‘અમે ક્યાં તૈયાર કરીએ એ વિષે તમારી શી ઇચ્છા છે?’” BSB BSB: “Where do You want us to prepare it?” they asked.
10 ULB ઈસુએ તેઓને કહ્યું કે, ‘જુઓ, તમને શહેરમાં પેસતાં પાણીનો ઘડો લઈને જતો એક પુરુષ મળશે, તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ જજો.’” BSB BSB: He answered, “When you enter the city, a man carrying a jug of water will meet you. Follow him to the house he enters,
11 ULB ઘરના માલિકને કહેજો કે,’ ઉપદેશક તને કહે છે કે, જ્યાં મારા શિષ્યોની સાથે હું પાસ્ખા ખાઉં તે ઉતારાની ઓરડી ક્યાં છે? BSB BSB: and say to the owner of that house, ‘The Teacher asks: Where is the guest room, where I may eat the Passover with My disciples?’
12 ULB તે પોતે તમને એક મોટી મેડી સુસજ્જ અને તૈયાર કરેલી બતાવશે. ત્યાં આપણે સારું પાસ્ખા તૈયાર કરો.’” BSB BSB: And he will show you a large upper room, already furnished. Make preparations there.”
13 ULB તેઓ ગયા, જેમ ઈસુએ તેઓને કહ્યું હતું તેમ તેઓને મળ્યું, અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યું. BSB BSB: So they went and found it just as Jesus had told them. And they prepared the Passover.
14 ULB વખત થયો ત્યારે તે બેઠા, તથા બાર પ્રેરિતો તેમની સાથે બેઠા. BSB BSB: When the hour had come, Jesus reclined at the table with His apostles.
16 ULB કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વરના રાજ્યમાં તે પૂરું થાય ત્યાં સુધી હું તે ફરી ખાઈશ નહિ.’” BSB BSB: For I tell you that I will not eat it again until it is fulfilled in the kingdom of God.”
17 ULB ઈસુએ પ્યાલો લઈને આભાર માની અને કહ્યું કે, ‘આ લો, અને માંહોમાંહે વહેંચો. BSB BSB: After taking the cup, He gave thanks and said, “Take this and divide it among yourselves.
18 ULB કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય આવે ત્યાં સુધી હું હવેથી દ્રાક્ષનો રસ પીનાર નથી.’” BSB BSB: For I tell you that I will not drink of the fruit of the vine from now on until the kingdom of God comes.”
19 ULB પછી ઈસુએ રોટલી લઈને આભાર માની અને ભાંગી, અને તેઓને આપીને કહ્યું કે, ‘આ મારું શરીર છે જે તમારે સારુ આપવામાં આવે છે, મારી યાદગીરીમાં આ કરો.’” BSB BSB: And He took the bread, gave thanks and broke it, and gave it to them, saying, “This is My body, given for you; do this in remembrance of Me.”
20 ULB તે પ્રમાણે ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું કે, ‘આ પ્યાલો તમારે સારુ વહેવડાવેલા મારા રક્તમાંનો નવો કરાર છે. BSB BSB: In the same way, after supper He took the cup, saying, “This cup is the new covenant in My blood, which is poured out for you.
21 ULB પણ જુઓ, જે મને પરાધીન કરે છે તેનો હાથ મારી સાથે મેજ પર છે. BSB BSB: Look! The hand of My betrayer is with Mine on the table.
22 ULB માણસનો દીકરો ઠરાવ્યાં પ્રમાણે જાય છે ખરો, પણ જે માણસથી તે પરાધીન કરાય છે તેને અફસોસ છે!’ BSB BSB: Indeed, the Son of Man will go as it has been determined, but woe to that man who betrays Him.”
23 ULB તેઓ અંદરોઅંદર પૂછપરછ કરવા લાગ્યા, કે’ આપણામાંનો કોણ આ કામ કરવાનો હશે?’” BSB BSB: Then they began to question among themselves which of them was going to do this.
24 ULB આપણામાં કોણ મોટો ગણાય તે સંબંધી પણ તેઓમાં વાદવિવાદ શરૂ થયો. BSB BSB: A dispute also arose among the disciples as to which of them should be considered the greatest.
25 ULB ઈસુએ તેઓને કહ્યું કે, ‘વિદેશીઓના રાજાઓ તેમના પર સત્તા ચલાવે છે અને જેઓ તેમના પર અધિકાર ચલાવે છે તેઓ પરોપકારી કહેવાય છે. BSB BSB: So Jesus declared, “The kings of the Gentiles lord it over them, and those in authority over them call themselves benefactors.
26 ULB પણ તમે એવા ન થાઓ; પણ તમારામાં જે મોટો હોય તેણે નાના જેવા થવું, અને જે આગેવાન હોય તેણે સેવકના જેવા થવું. BSB BSB: But you shall not be like them. Instead, the greatest among you should be like the youngest, and the one who leads like the one who serves.
27 ULB કેમ કે આ બેમાં કયો મોટો છે, જમવા બેસનાર કે સેવા કરનાર? શું જમવા બેસનાર મોટો નથી? પણ હું તમારામાં સેવા કરનારનાં જેવો છું. BSB BSB: For who is greater, the one who reclines at the table or the one who serves? Is it not the one who reclines? But I am among you as one who serves.
28 ULB પણ મારી કપરી કસોટીઓમાં મારી સાથે રહેનાર તમે થયા છો. BSB BSB: You are the ones who have stood by Me in My trials.
29 ULB જેમ મારા પિતાએ મને રાજ્ય ઠરાવી આપ્યું, તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું; BSB BSB: And I bestow on you a kingdom, just as My Father has bestowed one on Me,
30 ULB કે તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ અને પીઓ; અને તમે ઇઝરાયલનાં બાર કુળોનો ન્યાય કરતાં રાજ્યાસનો પર બિરાજો.’” BSB BSB: so that you may eat and drink at My table in My kingdom and sit on thrones, judging the twelve tribes of Israel.
31 ULB ‘સિમોન, સિમોન, જો, શેતાને તમને ઘઉંની પેઠે ચાળવા સારુ કબજે લેવા માગ્યા. BSB BSB: Simon, Simon, Satan has asked to sift all of you like wheat.
32 ULB પણ મેં તારે સારુ પ્રાર્થના કરી કે, તારો વિશ્વાસ ખૂટે નહિ; અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે.’” BSB BSB: But I have prayed for you, Simon, that your faith will not fail. And when you have turned back, strengthen your brothers.”
33 ULB તેણે તેમને કહ્યું કે, ‘પ્રભુ, હું તમારી સાથે જેલમાં જવા તથા મરવા પણ તૈયાર છું.’” BSB BSB: “Lord,” said Peter, “I am ready to go with You even to prison and to death.”
34 ULB પણ ઈસુએ કહ્યું કે, ‘પિતર, હું તને કહું છું કે, આજે મરઘો બોલ્યા અગાઉ, હું તને ઓળખતો નથી, એમ કહીને તું ત્રણ વાર મારો નકાર કરશે.’” BSB BSB: But Jesus replied, “I tell you, Peter, the rooster will not crow today until you have denied three times that you know Me.”
37 ULB કેમ કે હું તમને કહું છું કે, ‘તે અપરાધીઓની સાથે ગણાયો’, એવું જે લખેલું છે તે મારા સંદર્ભે હજી પૂરું થવું જોઈએ; કારણ કે મારા સંબંધીની વાતો પૂરી થાય છે.’” BSB BSB: For I tell you that this Scripture must be fulfilled in Me: ‘And He was numbered with the transgressors.’ For what is written about Me is reaching its fulfillment.”
38 ULB તેઓએ કહ્યું કે, ‘પ્રભુ, જો બે તલવાર આ રહી;’ તેણે તેઓને કહ્યું કે, ‘એ બસ છે.’” BSB BSB: So they said, “Look, Lord, here are two swords.” “That is enough,” He answered.
39 ULB બહાર નીકળીને પોતાની રીત પ્રમાણે ઈસુ જૈતૂન પહાડ પર ગયા; શિષ્યો પણ તેમની પાછળ ગયા. BSB BSB: Jesus went out as usual to the Mount of Olives, and the disciples followed Him.
40 ULB ઈસુ તે જગ્યાએ આવ્યા, ત્યારે તેમણે તેઓને કહ્યું કે, ‘પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો.’” BSB BSB: When He came to the place, He told them, “Pray that you will not enter into temptation.”
41 ULB આશરે પથ્થર ફેંકાય તેટલે દૂર તે તેઓથી ગયા, અને ઘૂંટણ ટેકવીને તેમણે પ્રાર્થના કરતાં કહ્યું કે, BSB BSB: And He withdrew about a stone’s throw beyond them, where He knelt down and prayed,
43 ULB આકાશમાંથી ઈસુને બળ આપતો એક સ્વર્ગદૂત તેમને દેખાયો. BSB BSB: Then an angel from heaven appeared to Him and strengthened Him.
44 ULB તેમણે વેદના સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી, અને તેમનો પરસેવો જમીન પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો. BSB BSB: And in His anguish, He prayed more earnestly, and His sweat became like drops of blood falling to the ground.
45 ULB પ્રાર્થના કરીને ઊઠયા પછી ઈસુ પોતાના શિષ્યોની પાસે પાછા આવ્યા, ત્યારે તેઓને દુઃખને લીધે નિદ્રાવશ થયેલા જોયા, BSB BSB: When Jesus rose from prayer and returned to the disciples, He found them asleep, exhausted from sorrow.
46 ULB ઈસુએ તેઓને કહ્યું કે, ‘કેમ ઊંઘો છો? ઊઠીને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો.’” BSB BSB: “Why are you sleeping?” He asked. “Get up and pray so that you will not enter into temptation.”
47 ULB તે હજી બોલતા હતા એટલામાં, જુઓ, ઘણાં લોકો આવ્યા, યહૂદા નામે બાર શિષ્યોમાંનો એક તેઓની આગળ ચાલતો હતો; તે ઈસુને ચુંબન કરવા સારુ તેમની પાસે આવ્યો. BSB BSB: While He was still speaking, a crowd arrived, led by the man called Judas, one of the Twelve. He approached Jesus to kiss Him.
48 ULB પણ ઈસુએ તેને કહ્યું, ‘શું તું માણસના દીકરાને ચુંબન કરીને પરાધીન કરે છે?’” BSB BSB: But Jesus asked him, “Judas, are you betraying the Son of Man with a kiss?”
49 ULB જેઓ તેમની આસપાસ હતા તેઓએ શું થવાનું છે તે જોઈને તેમને પૂછ્યું, ‘પ્રભુ, અમે તલવાર મારીએ શું?’” BSB BSB: Those around Jesus saw what was about to happen and said, “Lord, should we strike with our swords?”
50 ULB તેઓમાંનાં એકે પ્રમુખ યાજકના ચાકરને તલવારનો ઝટકો માર્યો, અને તેનો જમણો કાન કાપી નાખ્યો. BSB BSB: And one of them struck the servant of the high priest, cutting off his right ear.
51 ULB પણ ઈસુએ કહ્યું કે, ‘હવે બસ કરો’. અને તેમણે ચાકરનાં કાનને સ્પર્શીને સાજો કર્યો. BSB BSB: But Jesus answered, “No more of this!” And He touched the man’s ear and healed him.
52 ULB જે મુખ્ય યાજકો તથા ભક્તિસ્થાનના સરદારો તથા વડીલો તેમની સામે આવ્યા હતા, તેઓને ઈસુએ કહ્યું, ‘જેમ લૂંટારાની સામે આવતા હો તેમ તલવારો તથા લાકડીઓ લઈને કેમ આવ્યા છો? BSB BSB: Then Jesus said to the chief priests, temple officers, and elders who had come for Him, “Have you come out with swords and clubs as you would against an outlaw?
53 ULB હું રોજ તમારી સાથે ભક્તિસ્થાનમાં બોધ કરતો હતો, ત્યારે તમે મને પકડ્યો નહિ; પણ હાલ તમારો અને અંધકારનાં અધિકારનો સમય છે.’” BSB BSB: Every day I was with you in the temple courts, and you did not lay a hand on Me. But this hour belongs to you and to the power of darkness.”
54 ULB તેઓ ઈસુની ધરપકડ કરીને લઈ ગયા. પ્રમુખ યાજકના ઘરમાં તેમને લાવ્યા. પણ પિતર દૂર રહીને તેમની પાછળ ચાલતો હતો. BSB BSB: Then they seized Jesus, led Him away, and took Him into the house of the high priest. And Peter followed at a distance.
55 ULB ચોકની વચમાં તાપણું સળગાવીને તેઓ તાપવા બેઠા ત્યારે પિતર તેઓની સાથે બેઠો હતો. BSB BSB: When those present had kindled a fire in the middle of the courtyard and sat down together, Peter sat down among them.
56 ULB એક દાસીએ તેને અગ્નિના પ્રકાશમાં બેઠેલો જોઈને તેની તરફ સતત જોઈ રહીને કહ્યું કે, ‘આ માણસ પણ તેમની સાથે હતો.’” BSB BSB: A servant girl saw him seated in the firelight and looked intently at him. “This man also was with Him,” she said.
57 ULB પણ પિતરે ઇનકાર કરીને કહ્યું કે, ‘બહેન, હું તેમને ઓળખતો નથી.’” BSB BSB: But Peter denied it. “Woman, I do not know Him,” he said.
58 ULB થોડીવાર પછી બીજાએ તેને જોઈને કહ્યું કે, “તું પણ તેઓમાંનો છે.” પણ પિતરે કહ્યું, “અરે, ભાઈ, હું એમાંનો નથી.” BSB BSB: A short time later, someone else saw him and said, “You also are one of them.” But Peter said, “Man, I am not.”
59 ULB આશરે એક કલાક પછી બીજાએ ખાતરીથી કહ્યું કે, “ખરેખર આ માણસ પણ તેમની સાથે હતો, કેમ કે તે ગાલીલનો છે.” BSB BSB: About an hour later, another man insisted, “Certainly this man was with Him, for he too is a Galilean.”
60 ULB પણ પિતરે કહ્યું, “અરે ભાઈ, તું શું કહે છે તે હું જાણતો નથી.” અને તરત, તે બોલતો હતો એટલામાં મરઘો બોલ્યો. BSB BSB: “Man, I do not know what you are talking about,” Peter replied. And immediately, while he was still speaking, the rooster crowed.
61 ULB પ્રભુએ ફરીને પિતરની સામે જોયું. અને પિતરને પ્રભુનું વચન યાદ આવ્યું કે, “ઈસુએ તેને કહ્યું હતું કે, આજ મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.” BSB BSB: And the Lord turned and looked at Peter. Then Peter remembered the word that the Lord had spoken to him: “Before the rooster crows today, you will deny Me three times.”
62 ULB તે બહાર જઈને બહુ જ રડ્યો. BSB BSB: And he went outside and wept bitterly.
63 ULB ઈસુ જે માણસોના હવાલે હતા તેઓએ તેમની ઠેકડી ઉડાવી અને તેમને માર માર્યો. BSB BSB: The men who were holding Jesus began to mock Him and beat Him.
64 ULB તેઓએ તેમની આંખોએ પાટો બાંધીને તેને પૂછ્યું કે ‘કહી બતાવ, તને કોણે માર્યું?’” BSB BSB: They blindfolded Him and kept demanding, “Prophesy! Who hit You?”
65 ULB તેઓએ દુર્ભાષણ કરીને તેમની વિરુદ્ધ બીજું ઘણું કહ્યું. BSB BSB: And they said many other blasphemous things against Him.
66 ULB દિવસ ઊગતાં જ લોકોના વડીલોની સભા, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ ભેગા થયા; અને તેમને પોતાની ન્યાયસભામાં લઈ જઈને તેઓએ કહ્યું કે, BSB BSB: At daybreak the council of the elders of the people, both the chief priests and scribes, met together. They led Jesus into their Sanhedrin and said,
67 ULB “જો તમે ખ્રિસ્ત હો, તો અમને કહો.” પણ ઈસુએ તેઓને કહ્યું કે, “જો હું તમને કહું, તો તમે વિશ્વાસ કરવાના નથી BSB BSB: “If You are the Christ, tell us.” Jesus answered, “If I tell you, you will not believe.
68 ULB વળી જો હું પૂછીશ તો તમે મને જવાબ આપવાના નથી. BSB BSB: And if I ask you a question, you will not answer.
69 ULB પણ હવે પછી માણસનો દીકરો ઈશ્વરના પરાક્રમને જમણે હાથે બિરાજશે.” BSB BSB: But from now on the Son of Man will be seated at the right hand of the power of God.”
70 ULB લોકોએ કહ્યું, “તો શું, તમે ઈશ્વરના દીકરા છો?” તેમણે તેઓને કહ્યું કે, “તમે કહો છો તે મુજબ હું તે છું.” BSB BSB: So they all asked, “Are You then the Son of God?” He replied, “You say that I am.”
71 ULB અને તેઓએ કહ્યું કે, “હવે આપણને પુરાવાની શી જરૂર છે? કેમ કે આપણે પોતે તેમના મુખથી જ સાંભળ્યું છે.” BSB BSB: “Why do we need any more testimony?” they declared. “We have heard it for ourselves from His own lips.”