2 ULB તેઓએ કબર પરથી પથ્થર ગબડાવેલો દીઠો. BSB BSB: They found the stone rolled away from the tomb,
3 ULB તેઓ કબરમાં પ્રવેશ કર્યો પણ પ્રભુ ઈસુનું શબ તેઓને જોવા મળ્યું નહિ. BSB BSB: but when they entered, they did not find the body of the Lord Jesus.
4 ULB એમ થયું કે, એ સંબંધી તેઓ ગૂંચવણમાં પડી હતી, ત્યારે ચળકતાં વસ્ત્ર પહેરેલા બે પુરુષો તેઓને દેખાયા. BSB BSB: While they were puzzling over this, suddenly two men in radiant apparel stood beside them.
5 ULB તેઓએ ડરીને જમીન સુધી પોતાનાં માથાં નમાવ્યાં, ત્યારે તેઓએ તેઓને કહ્યું કે, ‘મૂએલાંઓમાં જીવતાંને કેમ શોધો છો? BSB BSB: As the women bowed their faces to the ground in terror, the two men asked them, “Why do you look for the living among the dead?
6 ULB તે અહીં નથી, પણ ઊઠયા છે; યાદ કરો કે તે ગાલીલમાં હતા ત્યારે તેમણે તમને શું કહ્યું હતું? BSB BSB: He is not here; He has risen! Remember how He told you while He was still in Galilee:
7 ULB પાપી માણસોના હાથમાં માણસનો દીકરો પરસ્વાધીન કરાય તથા વધસ્તંભે જડાય અને ત્રીજે દિવસે પાછા ઊઠે એ જરૂરનું છે.’” BSB BSB: ‘The Son of Man must be delivered into the hands of sinful men, and be crucified, and on the third day rise again.’”
8 ULB તેમની ઈસુની વાતો તેઓને યાદ આવી. BSB BSB: Then they remembered His words.
9 ULB કબર આગળથી પાછી આવીને તેઓએ અગિયાર શિષ્યોને તથા બીજા સર્વને એ બધી વાતો કહી. BSB BSB: And when they returned from the tomb, they reported all these things to the Eleven and to all the others.
10 ULB હવે જેઓએ આ વાત પ્રેરિતોને કહી તે મરિયમ મગ્દલાની, યોહાન્ના, યાકૂબની મા મરિયમ તથા તેમની સાથેની બીજી સ્ત્રીઓ હતી. BSB BSB: It was Mary Magdalene, Joanna, Mary the mother of James, and the other women with them who told this to the apostles.
12 ULB પણ પિતર ઊઠીને કબરે દોડી ગયો; અને નીચા વળીને અંદર જોયું તો તેણે શણના વસ્ત્રો એકલા પડેલા જોયા; અને જે થયું હતું તે સંબંધી પોતાના મનમાં તે આશ્ચર્ય પામતો પોતાને ઘરે ગયો. BSB BSB: Peter, however, got up and ran to the tomb. And after bending down and seeing only the linen cloths, he went away, wondering to himself what had happened.
14 ULB આ બધી બનેલી બીનાઓ વિષે તેઓ એકબીજાની સાથે વાત કરતા હતા. BSB BSB: They were talking with each other about everything that had happened.
15 ULB એમ થયું કે તેઓ એકબીજાની સાથે વાત કરતા તથા અંદરોઅંદર સવાલ પૂછતાં હતા, ત્યારે ઈસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલ્યા. BSB BSB: And as they talked and deliberated, Jesus Himself came up and walked along with them.
16 ULB પણ તેઓની આંખો બંધાઈ ગયેલી હોવાથી તેઓ તેમને ઓળખે શક્યા નહિ. BSB BSB: But their eyes were kept from recognizing Him.
17 ULB ઈસુએ તેઓને કહ્યું કે, “તમે ચાલતાં ચાલતાં એકબીજાની સાથે શી વાત કરો છો?” તેઓ ઉદાસ થઈને ઊભા રહ્યા. BSB BSB: He asked them, “What are you discussing so intently as you walk along?” They stood still, with sadness on their faces.
18 ULB કલિયોપાસ નામે એકે ઉત્તર આપતાં કહ્યું કે, “શું, યરુશાલેમમાં રહેનારાઓમાંનો એકલા તમે જ આ દિવસોમાં બનેલા બિનાઓ નથી જાણતા?” BSB BSB: One of them, named Cleopas, asked Him, “Are You the only visitor to Jerusalem who does not know the things that have happened there in recent days?”
19 ULB તેણે તેઓને કહ્યું કે, “કઈ બિનાઓ?” તેઓએ તેને કહ્યું કે, “ઈસુ નાઝારી, જે ઈશ્વરની આગળ તથા સઘળા લોકોની આગળ કામમાં તથા વચનમાં પરાક્રમી પ્રબોધક હતા, તે સંબંધીની બિનાઓ; BSB BSB: “What things?” He asked. “The events involving Jesus of Nazareth,” they answered. “This man was a prophet, powerful in speech and action before God and all the people.
20 ULB વળી કેવી રીતે મુખ્ય યાજકોએ તથા અમારા અધિકારીઓએ તેમને મૃત્યુદંડ ભોગવવા સારુ પરાધીન કર્યા, અને તેમને વધસ્તંભે જડાવ્યાં. BSB BSB: Our chief priests and rulers delivered Him up to the sentence of death, and they crucified Him.
21 ULB પણ અમે આશા રાખતા હતા કે, ઇઝરાયલને જે ઉદ્ધાર આપવાના હતા તે એ છે; વળી એ સર્વ ઉપરાંત આ બનાવ બન્યાને આજ ત્રીજો દિવસ થયો. BSB BSB: But we were hoping He was the One who would redeem Israel. And besides all this, it is the third day since these things took place.
22 ULB વળી અમારામાંની કેટલીક સ્ત્રીઓ જેઓ કબર આગળ વહેલી ગઈ હતી, તેઓએ અમને આશ્ચર્ય પમાડ્યું, BSB BSB: Furthermore, some of our women astounded us. They were at the tomb early this morning,
23 ULB એટલે તેઓએ તેમનો મૃતદેહ જોયો નહિ, ત્યારે તેઓએ આવીને કહ્યું કે, અમને સ્વર્ગદૂતોનું દર્શન પણ થયું હતું, કે જેઓએ કહ્યું કે તે જીવિત છે. BSB BSB: but they did not find His body. They came and told us they had seen a vision of angels, who said that Jesus was alive.
24 ULB અમારી સાથેના કેટલાક કબર આગળ ગયા, અને જેમ સ્ત્રીઓએ કહ્યું હતું તેમ જ તેઓને જોવા મળ્યું; પણ તેમને તેઓએ જોયા નહિ.” BSB BSB: Then some of our companions went to the tomb and found it just as the women had described. But Him they did not see.”
26 ULB શું ખ્રિસ્તે એ બધું સહેવું અને પોતાના મહિમામાં પેસવું જોઈતું નહોતું?” BSB BSB: Was it not necessary for the Christ to suffer these things and then to enter His glory?”
27 ULB મૂસાના નિયમશાસ્ત્રથી તથા સઘળા પ્રબોધકોથી માંડીને તેમણે બધા પવિત્રશાસ્ત્રમાંથી પોતાના સંબંધીની વાતોનો ખુલાસો કરી બતાવ્યો. BSB BSB: And beginning with Moses and all the Prophets, He explained to them what was written in all the Scriptures about Himself.
28 ULB જે ગામે તેઓ જતા હતા તેની નજીક તેઓ પહોંચ્યા, ત્યારે તેમણે જાણે કે આગળ જવાનું કર્યું. BSB BSB: As they approached the village where they were headed, He seemed to be going farther.
29 ULB તેઓએ તેમને આગ્રહ કરીને કહ્યું કે, “અમારી સાથે રહો; કેમ કે સાંજ થવા આવી છે અને દિવસ નમી ગયો છે.” અને તેઓની સાથે રહેવા સારુ તે અંદર ગયા. BSB BSB: But they pleaded with Him, “Stay with us, for it is nearly evening and the day is almost over.” So He went in to stay with them.
30 ULB એમ થયું કે, તે તેઓની સાથે જમવા બેઠા, ત્યારે તેમણે રોટલી લઈને આશીર્વાદ કર્યો, અને તેઓને આપી. BSB BSB: While He was reclining at the table with them, He took bread, spoke a blessing and broke it, and gave it to them.
31 ULB ત્યારે તેઓની આંખો ઊઘડી અને તેઓએ તેમને ઓળખ્યા; એટલામાં તેઓની દ્રષ્ટિમાંથી તે અદ્રશ્ય થઈ ગયા. BSB BSB: Then their eyes were opened and they recognized Jesus—and He disappeared from their sight.
32 ULB તેઓએ એકબીજાને કહ્યું કે, “જયારે તેઓ માર્ગમાં આપણી સાથે વાત કરતા હતા, અને પવિત્રશાસ્ત્રનો ખુલાસો આપણને કરી બતાવતા હતા, ત્યારે આપણા મન આપણામાં જ્વલંત નહોતાં થતાં શું?” BSB BSB: They asked each other, “Were not our hearts burning within us as He spoke with us on the road and opened the Scriptures to us?”
33 ULB તે જ ઘડીએ તેઓ ઊઠીને યરુશાલેમ તરફ પાછા વળ્યા, અને અગિયાર શિષ્યો ને તથા તેઓની સાથેનાઓને એકઠા થએલાં જોયા, BSB BSB: And they got up that very hour and returned to Jerusalem. There they found the Eleven and those with them, gathered together
34 ULB કે, જેઓ કહેતાં હતા કે, ‘પ્રભુ ખરેખર ઊઠ્યાં છે, અને સિમોનને તેમનું દર્શન થયું છે.’” BSB BSB: and saying, “The Lord has indeed risen and has appeared to Simon!”
35 ULB ત્યારે તેઓએ માર્ગમાં બનેલા બનાવ તથા રોટલી ભાંગતાં તેઓએ ઈસુને કેવી રીતે ઓળખ્યા તે વિષે પણ વાત કરી. BSB BSB: Then the two told what had happened on the road, and how they had recognized Jesus in the breaking of the bread.
37 ULB પણ તેઓએ ગભરાઈને તથા ભયભીત થઈને એમ ધાર્યું કે, અમારા જોવામાં કોઈ આત્મા આવે છે. BSB BSB: But they were startled and frightened, thinking they had seen a spirit.
38 ULB તેમણે તેઓને કહ્યું કે, ‘તમે કેમ ગભરાઓ છો, અને તમારાં મનમાં શંકા કેમ થાય છે? BSB BSB: “Why are you troubled,” Jesus asked, “and why do doubts arise in your hearts?
39 ULB મારા હાથ તથા મારા પગ જુઓ, કે એ હું પોતે છું; મને હાથ અડકાડીને જુઓ; કેમ કે જેમ તમે જુઓ છે કે મને માંસ તથા હાડકાં છે તેમ આત્માને હોતા નથી.’” BSB BSB: Look at My hands and My feet. It is I Myself. Touch Me and see—for a spirit does not have flesh and bones, as you see I have.”
40 ULB એમ કહીને તેમણે પોતાના હાથ તથા પગ તેઓને બતાવ્યાં. BSB BSB: And when He had said this, He showed them His hands and feet.
41 ULB તેઓ હર્ષને લીધે હજી વિશ્વાસ કરતા નહોતા, અને દંગ થઈ ગયા હતા, ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારી પાસે કંઈ ખાવાનું છે?’” BSB BSB: While they were still in disbelief because of their joy and amazement, He asked them, “Do you have anything here to eat?”
42 ULB તેઓએ ઈસુને શેકેલી માછલીનો ટુકડો આપ્યો, BSB BSB: So they gave Him a piece of broiled fish,
43 ULB ઈસુએ તે લઈને તેઓની આગળ ખાધો. BSB BSB: and He took it and ate it in front of them.
45 ULB ત્યારે પવિત્રશાસ્ત્ર સમજવા સારુ ઈસુએ તેઓનાં મન ખોલ્યાં. BSB BSB: Then He opened their minds to understand the Scriptures.
46 ULB ઈસુએ તેઓને કહ્યું કે, ‘એમ લખ્યું છે, કે ખ્રિસ્તે દુઃખ સહન કરવું, અને ત્રીજે દિવસે મૂએલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ; BSB BSB: And He told them, “This is what is written: The Christ will suffer and rise from the dead on the third day,
47 ULB યરુશાલેમથી માંડીને સઘળી પ્રજાઓને તેમના નામમાં પસ્તાવો તથા પાપોની માફી પ્રગટ કરાવાં જોઈએ. BSB BSB: and in His name repentance and forgiveness of sins will be proclaimed to all nations, beginning in Jerusalem.
48 ULB એ વાતના સાક્ષીઓ તમે છો. BSB BSB: You are witnesses of these things.
49 ULB હું મારા પિતાનું આશાવચન તમારા પર મોકલું છું; પણ તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાઓ ત્યાં સુધી શહેરમાં રહેજો.’” BSB BSB: And behold, I am sending the promise of My Father upon you. But remain in the city until you have been clothed with power from on high.”
50 ULB બેથાનિયાની સામે તેઓને બહાર લઈ ગયા પછી તેમણે પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ આપ્યો. BSB BSB: When Jesus had led them out as far as Bethany, He lifted up His hands and blessed them.
51 ULB એમ થયું કે ઈસુ તેઓને આશીર્વાદ આપતા હતા એટલામાં તે તેઓથી છૂટા પડ્યા, અને સ્વર્ગમાં લઈ લેવાયા. BSB BSB: While He was blessing them, He left them and was carried up into heaven.
52 ULB તેમનું ભજન કરીને તેઓ બહુ આનંદ કરતા યરુશાલેમમાં પાછા વળ્યા. BSB BSB: And they worshiped Him and returned to Jerusalem with great joy,
53 ULB અને તેઓ નિત્ય ભક્તિસ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરતા હતા. BSB BSB: praising God continually in the temple.