2 ULB જેમ યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે કે, ‘જો, હું તારી આગળ મારા સંદેશવાહકને મોકલું છું; તે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે; BSB BSB: As it is written in Isaiah the prophet: “Behold, I will send My messenger ahead of You, who will prepare Your way.”
3 ULB અરણ્યમાં પોકારનારની વાણી એવી છે કે પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો. BSB BSB: “A voice of one calling in the wilderness, ‘Prepare the way for the Lord, make straight paths for Him.’”
4 ULB એ પ્રમાણે યોહાન બાપ્તિસ્મા અરણ્યમાં પાપોની માફીને માટે પસ્તાવાનું બાપ્તિસ્મા જાહેર કરતો પ્રગટ થયો. BSB BSB: John the Baptist appeared in the wilderness, preaching a baptism of repentance for the forgiveness of sins.
5 ULB આખા યહૂદિયા દેશના તથા યરુશાલેમના રહેવાસીઓ તેમની પાસે ગયા; અને બધા પોતાનાં પાપ કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા. BSB BSB: People went out to him from all of Jerusalem and the countryside of Judea. Confessing their sins, they were baptized by him in the Jordan River.
6 ULB યોહાનનો પોશાક ઊંટના વાળનો હતો, તેની કમરે ચામડાનો પટ્ટો હતો અને તીડ તથા જંગલી મધ તેનો ખોરાક હતો. BSB BSB: John was clothed in camel’s hair, with a leather belt around his waist. His food was locusts and wild honey.
7 ULB તેણે એવું પ્રગટ કર્યું કે, મારા કરતાં જે સામર્થ્યવાન છે તે મારી પાછળ આવે છે; હું તો વાંકો વળીને તેમના ચંપલની દોરી છોડવા યોગ્ય નથી. BSB BSB: And he proclaimed: “After me will come One more powerful than I, the straps of whose sandals I am not worthy to stoop down and untie.
8 ULB હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું, પણ તે પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે.’” BSB BSB: I baptize you with water, but He will baptize you with the Holy Spirit.”
9 ULB તે દિવસોમાં એમ થયું કે, ઈસુ ગાલીલના નાસરેથથી આવ્યા અને યર્દનમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યા; BSB BSB: In those days Jesus came from Nazareth in Galilee and was baptized by John in the Jordan.
10 ULB પછી તરત પાણીમાંથી બહાર આવતાં તેમણે સ્વર્ગો ખુલ્લાં થયેલા તથા પવિત્ર આત્માને કબૂતરની જેમ પોતાના પર ઊતરતા જોયા, BSB BSB: As soon as Jesus came up out of the water, He saw the heavens breaking open and the Spirit descending on Him like a dove.
11 ULB અને સ્વર્ગોમાંથી વાણી થઈ કે, ‘તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું.’” BSB BSB: And a voice came from heaven: “You are My beloved Son; in You I am well pleased.”
12 ULB તરત આત્મા તેમને અરણ્યમાં લઈ ગયા; BSB BSB: At once the Spirit drove Jesus into the wilderness,
13 ULB અરણ્યમાં ચાળીસ દિવસ સુધી શેતાનથી તેમનું પરીક્ષણ થયું; ત્યાં જંગલી પશુઓ સાથે તેઓ હતા; અને સ્વર્ગદૂતોએ તેમની સેવા કરી. BSB BSB: and He was there for forty days, being tempted by Satan. He was with the wild animals, and the angels ministered to Him.
15 ULB ‘સમય પૂરો થયો છે, ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે; પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ કરો.’” BSB BSB: “The time is fulfilled,” He said, “and the kingdom of God is near. Repent and believe in the gospel!”
16 ULB તેમણે ગાલીલના સમુદ્રને કિનારે ચાલતાં સિમોન તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયાં; કેમ કે તેઓ માછીમાર હતા. BSB BSB: As Jesus was walking beside the Sea of Galilee, He saw Simon and his brother Andrew. They were casting a net into the sea, for they were fishermen.
17 ULB ઈસુએ તેઓને કહ્યું કે, ‘મારી પાછળ આવો અને હું તમને માણસો પકડનારા કરીશ.’” BSB BSB: “Come, follow Me,” Jesus said, “and I will make you fishers of men.”
18 ULB તરત તેઓ પોતાની જાળો પડતી મૂકીને તેમની સાથે ગયા. BSB BSB: And at once they left their nets and followed Him.
20 ULB ઈસુએ તરત જ તેઓને બોલાવ્યા; અને તેઓ પોતાના પિતા ઝબદીને મજૂરોની સાથે હોડીમાં રહેવા દઈને તેમની પાછળ ગયા. BSB BSB: Immediately Jesus called them, and they left their father Zebedee in the boat with the hired men and followed Him.
22 ULB લોકો તેમના બોધથી નવાઈ પામ્યા; કેમ કે તેમણે તેઓને શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેને અધિકાર હોય છે તેની માફક બોધ કર્યો. BSB BSB: The people were astonished at His teaching, because He taught as one who had authority, and not as the scribes.
23 ULB તે જ સમયે તેઓના સભાસ્થાનમાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો. તેણે બૂમ પાડીને કહ્યું કે, BSB BSB: Suddenly a man with an unclean spirit cried out in the synagogue:
24 ULB ‘અરે, નાસરેથના ઈસુ, અમારે અને તમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો, એ હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર.’” BSB BSB: “What do You want with us, Jesus of Nazareth? Have You come to destroy us? I know who You are—the Holy One of God!”
25 ULB ઈસુએ તેને ધમકાવતાં કહ્યું કે, ‘ચૂપ રહે, અને તેનામાંથી નીકળી જા’. BSB BSB: But Jesus rebuked the spirit. “Be silent!” He said. “Come out of him!”
26 ULB અશુદ્ધ આત્મા તેને વીંઝી નાખ્યું તથા મોટી બૂમ પાડીને તેનામાંથી નીકળી ગયો. BSB BSB: At this, the unclean spirit threw the man into convulsions and came out with a loud shriek.
27 ULB બધા એવા અચરત થયા કે તેઓ અંદરોઅંદર પૂછવા લાગ્યા કે, ‘આ શું છે? આ તો નવો બોધ છે! કેમ કે અધિકારથી તેઓ અશુદ્ધ આત્માઓને પણ આજ્ઞા કરે છે અને તેઓ તેમનું માને છે.’” BSB BSB: All the people were amazed and began to ask one another, “What is this? A new teaching with authority! He commands even the unclean spirits, and they obey Him!”
28 ULB તરત તેમની કીર્તિ આખા ગાલીલ પ્રાંતમાં ફેલાઈ ગઈ. BSB BSB: And the news about Jesus spread quickly through the whole region of Galilee.
30 ULB હવે સિમોનની સાસુ તાવથી બીમાર હતી; અને તરત તેને વિષે તેઓએ ઈસુને કહ્યું. BSB BSB: Simon’s mother-in-law was sick in bed with a fever, and they promptly told Jesus about her.
31 ULB તેમણે પાસે આવીને તેનો હાથ પકડીને તેને ઉઠાડી; અને તે જ સમયે તેનો તાવ ઊતરી ગયો અને તેણીએ તેઓની સેવા કરી. BSB BSB: So He went to her, took her by the hand, and helped her up. The fever left her, and she began to serve them.
33 ULB બારણા આગળ આખું શહેર ભેગું થયું. BSB BSB: and the whole town gathered at the door.
34 ULB ઘણાં જેઓ વિવિધ પ્રકારના રોગથી પીડાતાં હતાં તેઓને તેમણે સાજાં કર્યાં; ઘણાં દુષ્ટાત્માઓને કાઢ્યાં. દુષ્ટાત્માઓ તેમને ઓળખતા હતા માટે તેમણે તેઓને બોલવા દીધાં નહિ. BSB BSB: And He healed many who were ill with various diseases and drove out many demons. But He would not allow the demons to speak, because they knew who He was.
35 ULB સવારે અજવાળું થતાં પહેલાં ઘણાં વહેલા ઊઠીને ઈસુ બહાર ગયા; અને ઉજ્જડ જગ્યાએ જઈને તેમણે ત્યાં પ્રાર્થના કરી. BSB BSB: Early in the morning, while it was still dark, Jesus got up and went out to a solitary place to pray.
36 ULB સિમોન તથા જેઓ તેમની સાથે હતા, તેઓ તેમની શોધમાં નીકળ્યા; BSB BSB: Simon and his companions went to look for Him,
37 ULB અને તેઓ તેમને મળીને કહે છે કે, ‘બધા તમને શોધે છે.’” BSB BSB: and when they found Him, they said, “Everyone is looking for You!”
38 ULB તે તેઓને કહે છે કે, ‘આપણે પાસેના ગામોમાં જઈએ કે, હું ત્યાં પણ ઉપદેશ આપું; કેમ કે એ જ માટે હું આવ્યો છું.’” BSB BSB: But Jesus answered, “Let us go on to the neighboring towns so I can preach there as well, for that is why I have come.”
39 ULB આખા ગાલીલમાં તેઓનાં સભાસ્થાનોમાં જઈને તેઓ ઉપદેશ આપતા અને દુષ્ટાત્માઓને કાઢતાં હતા. BSB BSB: So He went throughout Galilee, preaching in their synagogues and driving out demons.
41 ULB ઈસુને અનુકંપા આવી અને હાથ લાંબો કરીને તેને સ્પર્શ્યા. અને તેને કહ્યું કે, ‘મારી ઇચ્છા છે, તું શુદ્ધ થા;’ BSB BSB: Moved with compassion, Jesus reached out His hand and touched the man. “I am willing,” He said. “Be clean!”
42 ULB તે જ ઘડીએ તેનો કુષ્ઠ રોગ મટી ગયો અને તે શુદ્ધ થયો. BSB BSB: And immediately the leprosy left him, and the man was cleansed.
43 ULB તેમણે તેને સખત ચેતવણી આપીને તરત બહાર મોકલ્યો; BSB BSB: Jesus promptly sent him away with a stern warning:
44 ULB અને કહ્યું કે, ‘જોજે, કોઈને કંઈ કહેતો નહિ; પણ જઈને પોતાને યાજકને બતાવ અને મૂસાએ ફરમાવ્યા પ્રમાણે, તારા શુદ્ધિકરણને લીધે, તેઓને માટે સાક્ષી તરીકે, અર્પણ કર.’” BSB BSB: “See that you don’t tell anyone. But go, show yourself to the priest and present the offering Moses prescribed for your cleansing, as a testimony to them.”
45 ULB પણ તે ત્યાંથી જઈને એ બિના એટલી બધી પ્રગટ કરવા તથા ફેલાવવા લાગ્યો, કે ઈસુ ફરી શહેરમાં ઉઘાડી રીતે જઈ ન શક્યા, પણ બહાર ઉજ્જડ જગ્યાઓમાં રહ્યા અને ચારેબાજુથી લોકો તેમની પાસે આવ્યા. BSB BSB: But the man went out and openly began to proclaim and spread the news. Consequently, Jesus could no longer enter a town in plain view, but He stayed out in solitary places. Yet people came to Him from every quarter.