1 ULB તે પ્રસંગે યરુશાલેમથી ફરોશીઓ તથા શાસ્ત્રીઓએ ઈસુની પાસે આવીને કહ્યું કે, BSB BSB: Then some Pharisees and scribes came to Jesus from Jerusalem and asked,
2 ULB “તમારા શિષ્યો વડીલોના રિવાજોનું ઉલ્લંઘન કેમ કરે છે? કેમ કે તેઓ હાથ ધોયા વગર ભોજન કરે છે.” BSB BSB: “Why do Your disciples break the tradition of the elders? They do not wash their hands before they eat.”
3 ULB પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “તમે તમારા રિવાજોથી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો?” BSB BSB: Jesus replied, “And why do you break the command of God for the sake of your tradition?
4 ULB કેમ કે ઈશ્વરે કહ્યું છે કે, ‘તમે તમારા માતાપિતાનું સન્માન કરો’ અને ‘જે કોઈ પોતાના માતાપિતાની નિંદા કરે તે નિશ્ચે માર્યો જાય.’ BSB BSB: For God said, ‘Honor your father and mother’ and ‘Anyone who curses his father or mother must be put to death.’
5 ULB પણ તમે કહો છો કે, ‘જે કોઈ પોતાના માતાપિતાને કહેશે કે, “જે વડે મારાથી તમને લાભ થયો હોત તે ઈશ્વરને અર્પિત છે,’” BSB BSB: But you say that if anyone says to his father or mother, ‘Whatever you would have received from me is a gift devoted to God,’
6 ULB તો તેઓ ભલે પોતાના માતાપિતાનું સન્માન ન કરે; એમ તમે તમારા રિવાજથી ઈશ્વરની આજ્ઞાને રદ કરી છે. BSB BSB: he need not honor his father or mother with it. Thus you nullify the word of God for the sake of your tradition.
7 ULB ઓ ઢોંગીઓ, યશાયા પ્રબોધકે તમારા સંબંધી ઠીક જ કહ્યું છે કે, BSB BSB: You hypocrites! Isaiah prophesied correctly about you:
9 ULB તેઓની ભક્તિ નિરર્થક છે, કેમ કે તેઓ પોતાના સિદ્ધાંત પ્રમાણે માણસોની આજ્ઞાઓ શીખવે છે.’” BSB BSB: They worship Me in vain; they teach as doctrine the precepts of men.’”
10 ULB પછી ઈસુએ લોકોને પાસે બોલાવીને કહ્યું કે, “સાંભળો અને સમજો. BSB BSB: Jesus called the crowd to Him and said, “Listen and understand.
11 ULB મુખમાં જે જાય છે તે માણસને ભ્રષ્ટ કરતું નથી, પણ મુખમાંથી જે નીકળે છે તે જ માણસને ભ્રષ્ટ કરે છે.” BSB BSB: A man is not defiled by what enters his mouth, but by what comes out of it.”
12 ULB ત્યારે ઈસુના શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું કે, “આ વાત સાંભળીને ફરોશીઓ નારાજ છે, એ શું તમે જાણો છો?” BSB BSB: Then the disciples came to Him and said, “Are You aware that the Pharisees were offended when they heard this?”
13 ULB પણ ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, ‘જે રોપા મારા સ્વર્ગીય પિતાએ રોપ્યા નથી, તે દરેક ઉખેડી નંખાશે. BSB BSB: But Jesus replied, “Every plant that My heavenly Father has not planted will be pulled up by its roots.
14 ULB તેઓને રહેવા દો, તેઓ અંધ માર્ગદર્શકો છે; અને જો અંધવ્યક્તિ બીજી અંધવ્યક્તિને દોરે તો તેઓ બન્ને ખાડામાં પડશે. BSB BSB: Disregard them! They are blind guides. If a blind man leads a blind man, both will fall into a pit.”
15 ULB ત્યારે પિતરે ઈસુને જવાબ આપતાં કહ્યું કે, “આ દ્રષ્ટાંતનો અર્થ અમને કહો.” BSB BSB: Peter said to Him, “Explain this parable to us.”
16 ULB ઈસુએ કહ્યું કે, “શું હજી સુધી તમે પણ અણસમજુ છો? BSB BSB: “Do you still not understand?” Jesus asked.
17 ULB શું તમે હજી નથી સમજતા કે મુખમાં જે કંઈ ભોજન લઈએ છીએ, તે પેટમાં જાય છે તેનો બિનઉપયોગી કચરો નીકળી જાય છે? BSB BSB: “Do you not yet realize that whatever enters the mouth goes into the stomach and then is eliminated?
18 ULB પણ મુખમાંથી જે બાબતો નીકળે છે, તે મનમાંથી આવે છે, અને તે માણસને ભ્રષ્ટ કરે છે. BSB BSB: But the things that come out of the mouth come from the heart, and these things defile a man.
19 ULB કેમ કે દુષ્ટ કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જાતીય ભ્રષ્ટતા, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ, તથા દુર્ભાષણો હૃદયમાંથી નીકળે છે. BSB BSB: For out of the heart come evil thoughts, murder, adultery, sexual immorality, theft, false testimony, and slander.
20 ULB માણસને જે ભ્રષ્ટ કરે છે તે એ જ છે; પણ હાથ ધોયા વગર ભોજન કરવું એ માણસને ભ્રષ્ટ કરતું નથી.” BSB BSB: These are what defile a man, but eating with unwashed hands does not defile him.”
22 ULB જુઓ, એક કનાની સ્ત્રીએ તે વિસ્તારમાંથી આવીને ઊંચે અવાજે કહ્યું કે, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો; મારી દીકરી દુષ્ટાત્માથી બહુ પીડા પામે છે.” BSB BSB: And a Canaanite woman from that region came to Him, crying out, “Lord, Son of David, have mercy on me! My daughter is miserably possessed by a demon.”
25 ULB પછી તે સ્ત્રીએ ઈસુની પાસે આવીને તેમને પગે પડીને કહ્યું કે, “ઓ પ્રભુ, મને મદદ કરો.” BSB BSB: The woman came and knelt before Him. “Lord, help me!” she said.
26 ULB તેમણે ઉત્તર આપતાં કહ્યું કે, “છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે ઉચિત નથી.” BSB BSB: But Jesus replied, “It is not right to take the children’s bread and toss it to the dogs.”
27 ULB તે સ્ત્રીએ કહ્યું કે, “ખરું, પ્રભુ, પરંતુ કૂતરાં પણ પોતાના માલિકોની મેજ પરથી જે કકડા પડે છે તે ખાય છે.” BSB BSB: “Yes, Lord,” she said, “even the dogs eat the crumbs that fall from their master’s table.”
29 ULB પછી ઈસુ ત્યાંથી નીકળીને ગાલીલના સમુદ્ર પાસે આવ્યા; અને પહાડ પર ચઢીને બેઠા. BSB BSB: Moving on from there, Jesus went along the Sea of Galilee. Then He went up on a mountain and sat down.
30 ULB ત્યારે કેટલાક પંગુઓ, અંધજનો, મૂંગાંઓ, પગે અપંગ તથા બીજાં ઘણાંઓને લોકો તેમની પાસે લઈને આવ્યા અને ઈસુના પગ પાસે તેઓને લાવ્યા અને તેમણે તેઓને સાજાંપણું આપ્યું. BSB BSB: Large crowds came to Him, bringing the lame, the blind, the crippled, the mute, and many others, and laid them at His feet, and He healed them.
31 ULB જયારે લોકોએ જોયું કે મૂંગાઓ બોલતાં થયાં છે, અપંગો સાજાં થયાં છે, પાંગળાઓ ચાલતાં થયા છે તથા અંધજનો દેખતા થયાં છે, ત્યારે તેઓએ આશ્ચર્ય પામીને ઇઝરાયલના ઈશ્વરનો મહિમા કર્યો. BSB BSB: The crowd was amazed when they saw the mute speaking, the crippled restored, the lame walking, and the blind seeing. And they glorified the God of Israel.
32 ULB ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું કે, “આ લોકો પર મને અનુકંપા આવે છે, કેમ કે ત્રણ દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે, તેઓની પાસે કંઈ ખાવા માટે નથી. તેઓને ભૂખ્યા વિદાય કરવાનું હું ઇચ્છતો નથી, એમ ન થાય કે તેઓ રસ્તામાં બેહોશ થઈ જાય.” BSB BSB: Then Jesus called His disciples to Him and said, “I have compassion for this crowd, because they have already been with Me three days and have nothing to eat. I do not want to send them away hungry, or they may faint along the way.”
33 ULB શિષ્યોએ તેમને કહ્યું કે, આટલા બધા લોકો ભોજનથી તૃપ્ત થાય તેટલું ભોજન અમે આ અરણ્યમાં ક્યાંથી લાવીએ? BSB BSB: The disciples replied, “Where in this desolate place could we find enough bread to feed such a large crowd?”
34 ULB ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “તમારી પાસે કેટલી રોટલી છે?” તેઓએ કહ્યું કે, “સાત રોટલી અને થોડીએક નાની માછલીઓ છે.” BSB BSB: “How many loaves do you have?” Jesus asked. “Seven,” they replied, “and a few small fish.”
35 ULB તેમણે લોકોને જમીન પર બેસવાની આજ્ઞા કરી. BSB BSB: And He instructed the crowd to sit down on the ground.
36 ULB તેમણે તે સાત રોટલી તથા માછલી લઈ સ્તુતિ કરીને ભાંગી અને પોતાના શિષ્યોને આપી, શિષ્યોએ લોકોને આપી. BSB BSB: Taking the seven loaves and the fish, He gave thanks and broke them. Then He gave them to the disciples, and the disciples gave them to the people.
37 ULB સઘળાં ખાઈને તૃપ્ત થયાં; પછી વધેલા કકડાની તેઓએ સાત ટોપલી ભરી. BSB BSB: They all ate and were satisfied, and the disciples picked up seven basketfuls of broken pieces that were left over.
38 ULB જેઓ જમ્યાં તેઓ સ્ત્રીઓ તથા બાળકો ઉપરાંત ચાર હજાર પુરુષ હતા. BSB BSB: A total of four thousand men were fed, besides women and children.
39 ULB લોકોને વિદાય કર્યા પછી ઈસુ હોડીમાં બેસીને મગદાનના પ્રદેશમાં આવ્યા. BSB BSB: After Jesus had dismissed the crowds, He got into the boat and went to the region of Magadan.