1 ULB ઈસુએ ફરીથી તેઓને દ્રષ્ટાંતોમાં કહ્યું કે, BSB BSB: Once again, Jesus spoke to them in parables:
2 ULB “સ્વર્ગનું રાજ્ય એક રાજાના જેવું છે, જેણે પોતાના દીકરાના લગ્નનો ભોજન સમારંભ યોજ્યો. BSB BSB: “The kingdom of heaven is like a king who prepared a wedding banquet for his son.
3 ULB ભોજન માટે આમંત્રિતોને બોલાવવા તેણે પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓએ આવવા ચાહ્યું નહિ. BSB BSB: He sent his servants to call those he had invited to the banquet, but they refused to come.
4 ULB ફરી તેણે બીજા ચાકરોને મોકલીને કહ્યું કે, ‘આમંત્રિતોને કહો, “જુઓ, મેં મારું ભોજન તૈયાર કર્યું છે, મારા બળદો તથા પુષ્ટ પ્રાણીઓ કાપ્યાં છે અને સઘળી ચીજો તૈયાર છે, લગ્નમાં આવો.’” BSB BSB: Again, he sent other servants and said, ‘Tell those who have been invited that I have prepared my dinner. My oxen and fattened cattle have been killed, and everything is ready. Come to the wedding banquet.’
5 ULB પણ તેઓએ તે ગણકાર્યું નહિ; તેઓ પોતપોતાને માર્ગે ચાલ્યા ગયા, કોઈ તેના પોતાના ખેતરમાં અને કોઈ પોતાના વેપાર પર. BSB BSB: But they paid no attention and went away, one to his field, another to his business.
6 ULB બાકીનાઓએ તેના ચાકરોને પકડ્યા અને તેમનું અપમાન કરીને તેમને મારી નાખ્યા. BSB BSB: The rest seized his servants, mistreated them, and killed them.
7 ULB તેથી રાજા ગુસ્સે થયો, તેણે પોતાનું લશ્કર મોકલીને તે હત્યારાઓનો નાશ કર્યો અને તેઓનું નગર બાળી નાખ્યું. BSB BSB: The king was enraged, and he sent his troops to destroy those murderers and burn their city.
8 ULB પછી તે પોતાના ચાકરોને કહ્યું કે, ‘લગ્નનું ભોજન તૈયાર છે ખરું, પણ આમંત્રિતો યોગ્ય નહોતા. BSB BSB: Then he said to his servants, ‘The wedding banquet is ready, but those I invited were not worthy.
9 ULB એ માટે તમે રસ્તાઓનાં નાકા પર જાઓ અને જેટલાં તમને મળે તેટલાંને ભોજન સમારંભમાં બોલાવો.’ BSB BSB: Go therefore to the crossroads and invite to the banquet as many as you can find.’
10 ULB તે ચાકરોએ બહાર રસ્તાઓમાં જઈને સારાં-નરસાં જેટલાં તેઓને મળ્યા તે સર્વને એકત્ર કર્યા, એટલે મહેમાનોથી ભોજન સમારંભ ભરાઈ ગયો. BSB BSB: So the servants went out into the streets and gathered everyone they could find, both evil and good, and the wedding hall was filled with guests.
11 ULB મહેમાનોને જોવા સારુ રાજા અંદર આવ્યા, ત્યારે તેમણે ત્યાં લગ્નના વસ્ત્રો પહેર્યા વગરના એક માણસને જોયો. BSB BSB: But when the king came in to see the guests, he spotted a man who was not dressed in wedding clothes.
12 ULB ત્યારે તે તેને કહે છે કે, ‘ઓ મિત્ર, તું લગ્નનો પોશાક પહેર્યા વિના અહીં કેમ આવ્યો?’ તે ચૂપ રહ્યો. BSB BSB: ‘Friend,’ he asked, ‘how did you get in here without wedding clothes?’ But the man was speechless.
13 ULB ત્યારે રાજાએ ચાકરોને કહ્યું કે, ‘તેના હાથપગ બાંધીને તેને બહારના અંધકારમાં ફેંકી દો; ત્યાં રડવું અને દાંત પીસવું થશે.’ BSB BSB: Then the king told the servants, ‘Tie him hand and foot, and throw him into the outer darkness, where there will be weeping and gnashing of teeth.’
14 ULB કેમ કે નિમંત્રિત ઘણાં છે, પણ પસંદ કરેલા થોડા છે.” BSB BSB: For many are called, but few are chosen.”
15 ULB ત્યાર પછી ફરોશીઓએ જઈને ઈસુને શી રીતે વાતમાં ફસાવવા, એ સંબંધી મનસૂબો કર્યો. BSB BSB: Then the Pharisees went out and conspired to trap Jesus in His words.
16 ULB પછી તેઓએ પોતાના શિષ્યોને હેરોદીઓ સહિત તેમની પાસે મોકલીને કહેવડાવ્યું કે, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તમે સાચા છો, સત્યથી ઈશ્વરનો માર્ગ શીખવો છો અને તમે કોઈની પરવા કરતા નથી, કેમ કે તમે માણસો વચ્ચે પક્ષપાત કરતા નથી. BSB BSB: They sent their disciples to Him along with the Herodians. “Teacher,” they said, “we know that You are honest and that You teach the way of God in accordance with the truth. You seek favor from no one, because You pay no attention to external appearance.
17 ULB માટે તમે શું ધારો છો? કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ, તે અમને કહો?” BSB BSB: So tell us what You think: Is it lawful to pay taxes to Caesar or not?”
18 ULB પણ ઈસુએ તેઓની દુષ્ટ ઇરાદો જાણીને કહ્યું કે, “ઓ ઢોંગીઓ, તમે મારું પરીક્ષા કેમ કરો છો? BSB BSB: But Jesus knew their evil intent and said, “You hypocrites, why are you testing Me?
19 ULB કરનું નાણું મને બતાવો.” ત્યારે તેઓ એક દીનાર તેમની પાસે લાવ્યા. BSB BSB: Show Me the coin used for the tax.” And they brought Him a denarius.
20 ULB ઈસુએ તેઓને કહ્યું કે, “આ ચિત્ર તથા લેખ કોનાં છે?” BSB BSB: “Whose image is this,” He asked, “and whose inscription?”
21 ULB તેઓએ તેમને કહ્યું કે, ‘કાઈસારનાં.’ ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, જે કાઈસારનાં તે કાઈસારને, તથા જે ઈશ્વરનાં તે ઈશ્વરને ભરી આપો. BSB BSB: “Caesar’s,” they answered. So Jesus told them, “Give to Caesar what is Caesar’s, and to God what is God’s.”
22 ULB એ સાંભળીને તેઓ આશ્ચર્ય પામ્યા, અને તેમને મૂકીને ચાલ્યા ગયા. BSB BSB: And when they heard this, they were amazed. So they left Him and went away.
24 ULB “ઓ ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે, ‘જો કોઈ પુરુષ નિઃસંતાન મરી જાય, તો તેનો ભાઈ તેની સ્ત્રીની સાથે લગ્ન કરીને પોતાના ભાઈને સારુ વંશ ઉપજાવે.’” BSB BSB: “Teacher,” they said, “Moses declared that if a man dies without having children, his brother is to marry the widow and raise up offspring for him.
25 ULB તો અમારામાં સાત ભાઈ હતા, અને પ્રથમ લગ્ન કરીને મરણ પામ્યો. તે નિઃસંતાન હોવાથી પોતાના ભાઈને સારુ પોતાની પત્ની મૂકી ગયો. BSB BSB: Now there were seven brothers among us. The first one married and died without having children. So he left his wife to his brother.
26 ULB તે પ્રમાણે બીજો તથા ત્રીજો એમ સાતેય મરણ પામ્યા. BSB BSB: The same thing happened to the second and third brothers, down to the seventh.
27 ULB સહુથી છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી. BSB BSB: And last of all, the woman died.
28 ULB એ માટે પુનરુત્થાન પામેલા પેલા સાતમાંથી તે કોની પત્ની થશે? કેમ કે તે બધા ભાઈઓની પત્ની થઈ હતી.” BSB BSB: In the resurrection, then, whose wife will she be of the seven? For all of them were married to her.”
29 ULB ત્યારે ઈસુએ ઉત્તર આપ્યો કે, “પવિત્રશાસ્ત્ર તથા ઈશ્વરનું પરાક્રમ નહિ જાણ્યાંને લીધે તમે ભૂલ ખાઓ છો. BSB BSB: Jesus answered, “You are mistaken because you do not know the Scriptures or the power of God.
30 ULB કેમ કે પુનરુત્થાન બાદ તેઓ લગ્ન કરતા કે કરાવતાં નથી, પણ તેઓ સ્વર્ગમાંના સ્વર્ગદૂતો જેવા હોય છે. BSB BSB: In the resurrection, people will neither marry nor be given in marriage. Instead, they will be like the angels in heaven.
31 ULB પણ મરણ પામેલાંઓના પુનરુત્થાન સંબંધી, ઈશ્વરે જે તમને કહ્યું તે શું તમે નથી વાંચ્યું? BSB BSB: But concerning the resurrection of the dead, have you not read what God said to you:
33 ULB લોકો તે સાંભળીને તેમના બોધથી આશ્ચર્ય પામ્યા. BSB BSB: When the crowds heard this, they were astonished at His teaching.
34 ULB જયારે ફરોશીઓએ સાંભળ્યું કે તેમણે સદૂકીઓના મોં બંધ કર્યા ત્યારે તેઓ એકઠા થયા. BSB BSB: And when the Pharisees heard that Jesus had silenced the Sadducees, they themselves gathered together.
35 ULB તેઓમાંથી એક શાસ્ત્રીએ તેમની પરીક્ષા કરવા સારુ તેમને પૂછ્યું કે, BSB BSB: One of them, an expert in the law, tested Him with a question:
36 ULB “ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે?” BSB BSB: “Teacher, which commandment is the greatest in the Law?”
37 ULB ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી તથા તારા પૂરા મનથી પ્રેમ કર.’ BSB BSB: Jesus declared, “‘Love the Lord your God with all your heart and with all your soul and with all your mind.’
38 ULB પહેલી અને મોટી આજ્ઞા તે છે. BSB BSB: This is the first and greatest commandment.
39 ULB બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે ‘જેવો સ્વયં પર તેવો પોતાના પડોશી પર તું પ્રેમ કર.’ BSB BSB: And the second is like it: ‘Love your neighbor as yourself.’
40 ULB આ બે આજ્ઞાઓ સંપૂર્ણ નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે.” BSB BSB: All the Law and the Prophets hang on these two commandments.”
41 ULB હવે ફરોશીઓ એકઠા મળેલા હતા, ત્યારે ઈસુએ તેઓને એવું પૂછ્યું કે, BSB BSB: While the Pharisees were assembled, Jesus questioned them:
42 ULB “ખ્રિસ્ત સંબંધી તમે શું ધારો છો? તે કોનો દીકરો છે?” તેઓએ તેમને કહ્યું કે, ‘દાઉદનો.’” BSB BSB: “What do you think about the Christ? Whose son is He?” “David’s,” they answered.
43 ULB ઈસુએ તેઓને કહ્યું, “તો પવિત્ર આત્મા વડે દાઉદ તેમને પ્રભુ કેમ કહે છે?’ BSB BSB: Jesus said to them, “How then does David in the Spirit call Him ‘Lord’? For he says:
44 ULB જેમ કે, ‘પ્રભુ ઈશ્વરે મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’” BSB BSB: ‘The Lord said to my Lord, “Sit at My right hand until I put Your enemies under Your feet.”’
45 ULB હવે જો દાઉદ તેમને ‘પ્રભુ’ કહે છે, તો તે કેવી રીતે તેનો દીકરો કહેવાય?” BSB BSB: So if David calls Him ‘Lord,’ how can He be David’s son?”
46 ULB એક પણ શબ્દનો ઉત્તર કોઈ તેમને આપી શકયું નહિ, વળી તે દિવસથી કોઈએ તેમને કંઈ પૂછવાની હિંમત કરી નહિ. BSB BSB: No one was able to answer a word, and from that day on no one dared to question Him any further.