2 ULB કેમ કે જે ન્યાય પ્રમાણે તમે ન્યાય કરો તે પ્રમાણે તમારો ન્યાય થશે. જે માપથી તમે માપી આપો છો, તે જ પ્રમાણે તમને માપી અપાશે. BSB BSB: For with the same judgment you pronounce, you will be judged, and with the measure you use, it will be measured to you.
3 ULB તું તારા ભાઈની આંખમાંનું ફોતરાં ધ્યાનમાં લે છે, અને તારી પોતાની આંખમાંનો ભારોટીયો કેમ જોતો નથી? BSB BSB: Why do you look at the speck in your brother’s eye but fail to notice the beam in your own eye?
4 ULB અથવા તું તારા ભાઈને કેવી રીતે કહી શકે કે ‘મને તારી આંખમાંથી ફોતરું કાઢવા દે’; પણ જો, તારી પોતાની જ આંખમાં ભારોટીયો છે? BSB BSB: How can you say to your brother, ‘Let me take the speck out of your eye,’ while there is still a beam in your own eye?
5 ULB ઓ ઢોંગી! પ્રથમ તું પોતાની જ આંખમાંથી ભારોટીયો કાઢ, ત્યાર પછી તને તારા ભાઈની આંખમાંથી ફોતરું કાઢવાને સારી રીતે દેખાશે. BSB BSB: You hypocrite! First take the beam out of your own eye, and then you will see clearly to remove the speck from your brother’s eye.
6 ULB જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો, તમારાં મોતી ભૂંડોની આગળ ન ફેંકો; એમ ન થાય કે તેઓ તે પોતાના પગ તળે છૂંદે અને તમને ફાડી નાખે. BSB BSB: Do not give dogs what is holy; do not throw your pearls before swine. If you do, they may trample them under their feet, and then turn and tear you to pieces.
7 ULB માગો તો તમને અપાશે; શોધો, તો તમને જડશે; ખટખટાવો, તો તમારે સારુ ઉઘાડાશે. BSB BSB: Ask, and it will be given to you; seek, and you will find; knock, and the door will be opened to you.
8 ULB કેમ કે જે દરેક માગે છે તેઓ પામે છે; જે શોધે છે તેઓને જડે છે; અને જે કોઈ ખટખટાવે છે, તેઓને માટે દરવાજા ઉઘાડવામાં આવશે. BSB BSB: For everyone who asks receives; he who seeks finds; and to him who knocks, the door will be opened.
9 ULB તમારામાં એવી કઈ વ્યક્તિ છે કે, જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે, તો તે તેને પથ્થર આપશે? BSB BSB: Which of you, if his son asks for bread, will give him a stone?
10 ULB અથવા જો માછલી માગે, તો તે તેને સાપ આપશે? BSB BSB: Or if he asks for a fish, will give him a snake?
11 ULB માટે જો તમે ખરાબ હોવા છતાં, જો પોતાના બાળકોને સારાં વાનાં આપવા જાણો છો, તો તમારા સ્વર્ગમાંના પિતાની પાસે જેઓ માગે છે તેઓને કેટલી વિશેષે કરીને સારાં વાનાં આપશે? BSB BSB: So if you who are evil know how to give good gifts to your children, how much more will your Father in heaven give good things to those who ask Him!
12 ULB માટે જે કંઈ તમે ઇચ્છો છો કે બીજા લોકો તમારા પ્રત્યે કરે, તેવું તમે પણ તેઓ પ્રત્યે કરો; કેમ કે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોની વાતોનો સાર તે છે. BSB BSB: In everything, then, do to others as you would have them do to you. For this is the essence of the Law and the Prophets.
13 ULB તમે સાંકડે બારણેથી અંદર પ્રવેશો; કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે, તેનું બારણું પહોળું છે અને ઘણાં તેમાં થઈને પ્રવેશે છે. BSB BSB: Enter through the narrow gate. For wide is the gate and broad is the way that leads to destruction, and many enter through it.
14 ULB જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, તેનું બારણું સાંકડું છે અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે. BSB BSB: But small is the gate and narrow the way that leads to life, and only a few find it.
15 ULB જે જૂઠાં પ્રબોધકો ઘેટાંને વેશે તમારી પાસે આવે છે, પણ અંદરથી ફાડી ખાનાર વરુના જેવા છે, તેઓ સંબંધી તમે સાવધાન રહો. BSB BSB: Beware of false prophets. They come to you in sheep’s clothing, but inwardly they are ravenous wolves.
17 ULB તેમ જ દરેક સારું ઝાડ સારાં ફળ આપે છે અને ખરાબ ઝાડ ખરાબ ફળ આપે છે. BSB BSB: Likewise, every good tree bears good fruit, but a bad tree bears bad fruit.
18 ULB સારું ઝાડ ખરાબ ફળ આપી શકતું નથી અને ખરાબ ઝાડ સારાં ફળ આપી શકતું નથી. BSB BSB: A good tree cannot bear bad fruit, and a bad tree cannot bear good fruit.
19 ULB દરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે. BSB BSB: Every tree that does not bear good fruit is cut down and thrown into the fire.
20 ULB તેથી તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો. BSB BSB: So then, by their fruit you will recognize them.
22 ULB તે દિવસે ઘણાં મને કહેશે કે, ‘પ્રભુ, પ્રભુ,’ શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નહોતો? તમારે નામે દુષ્ટાત્માઓને કાઢયાં નહોતાં? અને તમારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યા નહોતાં? BSB BSB: Many will say to Me on that day, ‘Lord, Lord, did we not prophesy in Your name, and in Your name drive out demons and perform many miracles?’
23 ULB ત્યારે હું તેઓને સ્પષ્ટ કહીશ કે, ‘મેં તમને કદી પણ ઓળખ્યા નહિ; ઓ દુષ્ટકર્મીઓ, તમે મારી પાસેથી દૂર જાઓ!’” BSB BSB: Then I will tell them plainly, ‘I never knew you; depart from Me, you workers of lawlessness!’
24 ULB એ માટે, જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને પાળે છે, તે એક ડાહ્યા માણસની જેમ છે, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું. BSB BSB: Therefore everyone who hears these words of Mine and acts on them is like a wise man who built his house on the rock.
25 ULB વરસાદ વરસ્યો, પૂર આવ્યું, વાવાઝોડાં થયાં અને તે ઘર પર સપાટા લાગ્યા; પણ તેનો પાયો ખડક પર નાખેલો હોવાથી તે પડ્યું નહિ. BSB BSB: The rain fell, the torrents raged, and the winds blew and beat against that house; yet it did not fall, because its foundation was on the rock.
26 ULB જે કોઈ મારી આ વાતો સાંભળે છે પણ પાળતો નથી, તે એક મૂર્ખ માણસની જેમ છે, જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું. BSB BSB: But everyone who hears these words of Mine and does not act on them is like a foolish man who built his house on sand.
27 ULB વરસાદ વરસ્યો, પૂર આવ્યું, વાવાઝોડાં થયાં, તે ઘર પર સપાટા લાગ્યા અને તે પડી ગયું; અને તેનો નાશ મોટો થયો. BSB BSB: The rain fell, the torrents raged, and the winds blew and beat against that house, and it fell—and great was its collapse!”
28 ULB ઈસુ એ વાતો કહી રહ્યા પછી, એમ થયું કે, લોકો તેમના ઉપદેશથી આશ્ચર્ય પામ્યા, BSB BSB: When Jesus had finished saying these things, the crowds were astonished at His teaching,
29 ULB કેમ કે શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેને અધિકાર હોય છે તેવી રીતે તે તેઓને ઉપદેશ કરતા હતા. BSB BSB: because He taught as one who had authority, and not as their scribes.