1 ULB નિનવે વિષે ઈશ્વરનું વચન. નાહૂમ એલ્કોશીના સંદર્શનનું પુસ્તક. BSB BSB: This is the burden against Nineveh, the book of the vision of Nahum the Elkoshite:
2 ULB યહોવાહ આવેશી ઈશ્વર છે અને બદલો લેનાર છે; યહોવાહ બદલો લે છે અને તે કોપાયમાન થયા છે; યહોવાહ પોતાના દુશ્મનો પર વૈર વાળે છે, અને પોતાના દુશ્મનો માટે ગુસ્સો સંઘરી રાખે છે. BSB BSB: The LORD is a jealous and avenging God; the LORD is avenging and full of wrath. The LORD takes vengeance on His foes and reserves wrath for His enemies.
3 ULB યહોવાહ કોપ કરવામાં ધીમા અને સામર્થ્યમાં પરાક્રમી છે; તે ગુનેગારોને નિર્દોષ ગણનાર નથી. યહોવાહ પોતાનો માર્ગ વંટોળીયા તથા તોફાનમાં બનાવે છે, અને વાદળો તેમના ચરણોની ધૂળ સમાન છે. BSB BSB: The LORD is slow to anger and great in power; the LORD will by no means leave the guilty unpunished. His path is in the whirlwind and storm, and clouds are the dust beneath His feet.
4 ULB તે સમુદ્રને ધમકાવે છે અને તેને સૂકવી નાખે છે; તે બધી નદીઓને પણ સૂકવી દે છે. બાશાન અને કાર્મેલના લીલાછમ પ્રાંતો સુકાઈ જાય છે; લબાનોનનાં ફૂલો કરમાઈ જાય છે. BSB BSB: He rebukes the sea and dries it up; He makes all the rivers run dry. Bashan and Carmel wither, and the flower of Lebanon wilts.
5 ULB તેમની હાજરીમાં પર્વતો ધ્રૂજે છે, અને ડુંગરો ઓગળી જાય છે; તેમની હાજરીમાં પૃથ્વી, હા, દુનિયા તથા તેમાં વસતા બધા લોકો હાલી ઊઠે છે. BSB BSB: The mountains quake before Him, and the hills melt away; the earth trembles at His presence—the world and all its dwellers.
6 ULB તેમના ક્રોધ આગળ કોણ ઊભો રહી શકે? તેમના ઉગ્ર ક્રોધનો સામનો કોણ કરી શકે? તેમનો ક્રોધ અગ્નિની જેમ વ્યાપે છે, અને તેમના કોપથી ખડકો તૂટી જાય છે. BSB BSB: Who can withstand His indignation? Who can endure His burning anger? His wrath is poured out like fire; even rocks are shattered before Him.
7 ULB યહોવાહ સારા છે; સંકટના સમયમાં તે ગઢરૂપ છે; તેમના પર ભરોસો રાખનારને તે ઓળખે છે. BSB BSB: The LORD is good, a stronghold in the day of distress; He cares for those who trust in Him.
8 ULB પણ તે પ્રચંડ પૂરથી પોતાના શત્રુઓનો અંત લાવશે; તે તેઓને અંધારામાં ધકેલી દેશે. BSB BSB: But with an overwhelming flood He will make an end of Nineveh and pursue His enemies into darkness.
9 ULB શું તમે યહોવાહની વિરુદ્ધ ષડયંત્ર રચો છો? તે સંપૂર્ણપણે અંત લાવશે; બીજીવાર કશી વિપત્તિ ઊભી થશે નહિ. BSB BSB: Whatever you plot against the LORD, He will bring to an end. Affliction will not rise up a second time.
10 ULB કેમ કે તેઓના હાલ ગૂંચવાયેલા કાંટા જેવા થશે; તેઓ પોતાના મદ્યપાનથી પલળી ગયા હશે; તેઓ સંપૂર્ણપણે સૂકાઘાસની માફક નાશ થઈ જશે. BSB BSB: For they will be entangled as with thorns and consumed like the drink of a drunkard—like stubble that is fully dry.
11 ULB હે નિનવે તારામાંથી જે નીકળીને બહાર ગયો, તે યહોવાહની વિરુદ્ધ દુષ્ટ યોજના કરે છે, તે દુષ્ટતા કરવાનું પ્રોત્સાહન આપે છે. BSB BSB: From you, O Nineveh, comes forth a plotter of evil against the LORD, a counselor of wickedness.
12 ULB યહોવાહ આમ કહે છે, "જો કે તેઓ સંપૂર્ણ બળવાન તથા સંખ્યામાં ઘણાં હશે, તેમ છતાં તેઓ કપાઈ જશે; તેમના લોકો પણ રહેશે નહિ. પણ તું, યહૂદા જોકે મેં તને દુઃખી કર્યો છે, તોપણ હવે પછી હું તને દુઃખી નહિ કરું. BSB BSB: This is what the LORD says: “Though they are allied and numerous, yet they will be cut down and pass away. Though I have afflicted you, O Judah, I will afflict you no longer.
13 ULB હવે હું તારા પરથી તેની ઝૂંસરી તોડી નાખીશ; હું તારી સાંકળો તોડી નાખીશ." BSB BSB: For I will now break their yoke from your neck and tear away your shackles.”
14 ULB યહોવાહે તારા વિષે આજ્ઞા આપી છે, નિનવે, વંશજો તારું નામ ધારણ કરશે નહિ. તારા દેવોના મંદિરોમાંથી ઘડેલી મૂર્તિઓનો તથા ઢાળેલી પ્રતિમાઓનો હું નાશ કરીશ. હું તારી કબર ખોદીશ, કેમ કે તું દુષ્ટ છે. BSB BSB: The LORD has issued a command concerning you, O Nineveh: “There will be no descendants to carry on your name. I will cut off the carved image and cast idol from the house of your gods; I will prepare your grave, for you are contemptible.”
15 ULB જુઓ, સારા સમાચાર લાવનાર, શાંતિની ખબર આપનારનાં પગલાં પર્વત પર દેખાય છે; તે શાંતિના સારા સમાચાર લાવી રહ્યાં છે. હે યહૂદિયા, તારાં પર્વો પાળ, તારી માનતાઓ પૂરી કર, કેમ કે હવે પછી કોઈ દુષ્ટ તારી મધ્યે થઈને જશે નહિ; તેને સંપૂર્ણપણે કાપી નાખવામાં આવ્યો છે. BSB BSB: Look to the mountains—the feet of one who brings good news, who proclaims peace! Celebrate your feasts, O Judah; fulfill your vows. For the wicked will never again march through you; they will be utterly cut off.