1 ULB યહોવાહે મૂસાને કહ્યું કે, BSB BSB: Then the LORD said to Moses,
2 ULB "તું હારુનને કહે કે જ્યારે તું દીવા સળગાવે ત્યારે દીવા દીપવૃક્ષની આગળ તેનો પ્રકાશ પાડે."' BSB BSB: “Speak to Aaron and tell him: ‘When you set up the seven lamps, they are to light the area in front of the lampstand.’”
3 ULB હારુને તે પ્રમાણે કર્યુ. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ તેણે દીપવૃક્ષની આગળ દીવા સળગાવ્યા. BSB BSB: And Aaron did so; he set up the lamps facing toward the front of the lampstand, just as the LORD had commanded Moses.
4 ULB દીપવૃક્ષ આ મુજબ બનાવવામાં આવ્યુ હતું; એટલે દીપવૃક્ષનું કામ ઘડેલા સોનાનું હતું. તેના પાયાથી તેનાં ફૂલો સુધી તે ઘડતર કામનું હતું. જે નમૂનો યહોવાહે મૂસાને બતાવ્યો હતો. તે પ્રમાણે તેણે દીપવૃક્ષ બનાવ્યું. BSB BSB: This is how the lampstand was constructed: it was made of hammered gold from its base to its blossoms, fashioned according to the pattern the LORD had shown Moses.
5 ULB પછી, યહોવાહે મૂસાને કહ્યું કે, BSB BSB: Again the LORD spoke to Moses, saying,
6 ULB "ઇઝરાયલ લોકોમાંથી લેવીઓને અલગ કરીને તેઓને શુદ્ધ કર. BSB BSB: “Take the Levites from among the Israelites and make them ceremonially clean.
7 ULB તેઓને શુદ્ધ કરવા તું આ મુજબ કર; તેઓના પર શુધ્ધિકરણના પાણીનો છંટકાવ કરવો. ત્યારબાદ તેઓ આખું શરીર મૂંડાવે અને પોતાના વસ્ત્ર ધોઈ નાખે તથા પોતાને સ્વચ્છ કરે. BSB BSB: This is what you must do to cleanse them: Sprinkle them with the water of purification. Have them shave their whole bodies and wash their clothes, and so purify themselves.
8 ULB ત્યારબાદ તેઓ એક વાછરડો તથા તેનું ખાદ્યાર્પણ એટલે તેલમિશ્રિત મેંદો લે. અને એક બીજો વાછરડો પાપાર્થાર્પણ માટે લે. BSB BSB: Then have them take a young bull with its grain offering of fine flour mixed with oil, and you are to take a second young bull for a sin offering.
9 ULB પછી બધા લેવીઓને મુલાકાતમંડપ આગળ રજૂ કર; અને ઇઝરાયલ લોકોની આખી જમાતને તું ભેગી કર. BSB BSB: Bring the Levites before the Tent of Meeting and assemble the whole congregation of Israel.
10 ULB અને તું લેવીઓને યહોવાહની સમક્ષ લાવે ત્યારે ઇઝરાયલી લોકો પોતાના હાથ લેવીઓ પર મૂકે. BSB BSB: You are to present the Levites before the LORD and have the Israelites lay their hands upon them.
11 ULB પછી લેવીઓને તું યહોવાહ સમક્ષ રજૂ કર. અને લેવીઓ પર ઇઝરાયલપુત્રો પોતાના હાથ મૂકે. BSB BSB: Aaron is to present the Levites before the LORD as a wave offering from the sons of Israel, so that they may perform the service of the LORD.
12 ULB અને લેવીઓ પોતાના હાથ વાછરડાઓનાં માથાં પર મૂકે અને લેવીઓના પ્રાયશ્ચિત અર્થે એક બળદ પાપાર્થાર્પણ તરીકે અને બીજો દહનીયાર્પણ તરીકે યહોવાહને તું ચઢાવ. BSB BSB: And the Levites are to lay their hands on the heads of the bulls, and offer to the LORD one as a sin offering and the other as a burnt offering, to make atonement for the Levites.
13 ULB પછી હારુનની સામે તથા તેના દીકરાઓ સમક્ષ તું લેવીઓને ઊભા કર અને યહોવાહને સ્તુતિના અર્પણ તરીકે ચઢાવ. BSB BSB: You are to have the Levites stand before Aaron and his sons and then present them before the LORD as a wave offering.
14 ULB આ રીતે તું ઇઝરાયલપ્રજામાંથી લેવીઓને અલગ કર, જેથી લેવીઓ મારા પોતાના થાય. BSB BSB: In this way you shall separate the Levites from the rest of the Israelites, and the Levites will belong to Me.
15 ULB અને ત્યારપછી, લેવીઓ મુલાકાતમંડપની સેવાને લગતું કામ કરવા અંદર જાય. અને તારે લેવીઓને શુદ્ધ કરીને સ્તુત્યાર્પણ તરીકે મને અર્પણ કરવા. BSB BSB: After you have cleansed them and presented them as a wave offering, they may come to serve at the Tent of Meeting.
16 ULB આ મુજબ કર, કેમ કે ઇઝરાયલપ્રજામાંથી તેઓ મને સંપૂર્ણ અપાયેલા છે. ઇઝરાયલમાંથી સર્વ પ્રથમજનિતો એટલે ગર્ભ ઊઘાડનારનાં બદલે મેં લેવીઓને મારા પોતાને માટે લીધા છે. BSB BSB: For the Levites have been wholly given to Me from among the sons of Israel. I have taken them for Myself in place of all who come first from the womb, the firstborn of all the sons of Israel.
17 ULB કેમ કે ઇઝરાયલમાંથી પ્રથમજનિત માણસ તથા પશુ મારાં છે. જે દિવસે મેં મિસરના સર્વ પ્રથમજનિતનો નાશ કર્યો ત્યારે તે સર્વને મેં મારા માટે અલગ કર્યાં હતાં. BSB BSB: For every firstborn male in Israel is Mine, both man and beast. I set them apart for Myself on the day I struck down all the firstborn in the land of Egypt.
18 ULB અને ઇઝરાયલના સર્વ પ્રથમજનિતને બદલે મેં લેવીઓને લીધાં છે. BSB BSB: But I have taken the Levites in place of all the firstborn among the sons of Israel.
19 ULB ઇઝરાયલ લોકોમાંથી લેવીઓને મુલાકાતમંડપની સેવા કરવાં માટે તથા ઇઝરાયલ લોકોને પ્રાયશ્ચિત કરવા માટે મેં હારુનના તથા તેના દીકરાઓના હાથમાં સોંપ્યા છે. જેથી ઇઝરાયલ લોકો પવિત્રસ્થાનની પાસે આવે ત્યારે તેઓ મધ્યે કોઈ મરકી ન થાય." BSB BSB: And I have given the Levites as a gift to Aaron and his sons from among the Israelites, to perform the service for the Israelites at the Tent of Meeting and to make atonement on their behalf, so that no plague will come against the Israelites when they approach the sanctuary.”
20 ULB પછી મૂસા તથા હારુને તથા ઇઝરાયલ લોકોના સમગ્ર સભાએ આ મુજબ લેવીઓને કહ્યું; લેવીઓ વિષે જે સર્વ આજ્ઞા યહોવાહે મૂસાને આપી હતી તે મુજબ ઇઝરાયલના સમગ્ર સમાજે કર્યું. BSB BSB: So Moses, Aaron, and the whole congregation of Israel did with the Levites everything that the LORD had commanded Moses they should do.
21 ULB લેવીઓએ પોતાને પાપથી શુદ્ધ કર્યા અને તેઓએ પોતાનાં વસ્ત્રો ધોયાં. અને હારુને તે સૌને અર્પણ તરીકે યહોવાહની આગળ રજૂ કર્યા. અને હારુને તેઓને શુદ્ધ કરવા માટે તેઓને સારુ પ્રાયશ્ચિત કર્યું. BSB BSB: The Levites purified themselves and washed their clothes, and Aaron presented them as a wave offering before the LORD. Aaron also made atonement for them to cleanse them.
22 ULB ત્યારબાદ લેવીઓ મુલાકાતમંડપમાં હારુન અને તેના દીકરાઓના હાથ નીચે સેવા કરવા ગયા. જેમ યહોવાહે લેવીઓ અંગે જે આજ્ઞાઓ મૂસાને જણાવી હતી તેમ તેઓએ તેઓને કર્યું. BSB BSB: After that, the Levites came to perform their service at the Tent of Meeting in the presence of Aaron and his sons. Thus they did with the Levites just as the LORD had commanded Moses.
23 ULB ફરીથી, યહોવાહે મૂસાને કહ્યું કે, BSB BSB: And the LORD said to Moses,
24 ULB "લેવીઓની ફરજ આ છે. પચ્ચીસ વર્ષ કે તેથી વધુ ઉંમરના લેવીઓ મુલાકાતમંડપની અંદર જઈ સેવા શરૂ કરી શકે. BSB BSB: “This applies to the Levites: Men twenty-five years of age or older shall enter to perform the service in the work at the Tent of Meeting.
25 ULB પચાસ વર્ષની ઉંમરે તેઓ સેવામાંથી નિવૃત્ત થાય અને સેવા કરવાનું બંધ કરે. BSB BSB: But at the age of fifty, they must retire from performing the work and no longer serve.
26 ULB તેઓ મુલાકાતમંડપમાં કામ કરતા પોતાના ભાઈઓની સાથે સેવા કરે, પણ મુલાકાતમંડપની અંદર સેવા ન કરે, લેવીઓને સોંપેલી સેવા માટે આ વ્યવસ્થા વિષે તું તેઓને માહિતી આપ." BSB BSB: After that, they may assist their brothers in fulfilling their duties at the Tent of Meeting, but they themselves are not to do the work. This is how you are to assign responsibilities to the Levites.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.