1 ULB ખોટાં ત્રાજવાં યહોવાહને કંટાળારૂપ છે, પણ સાચા વજનથી તેમને આનંદ થાય છે. BSB BSB: Dishonest scales are an abomination to the LORD, but an accurate weight is His delight.
2 ULB અહંકાર આવે છે ત્યારે અપમાન પણ આવે છે, પણ નમ્ર જનો પાસે ડહાપણ હોય છે. BSB BSB: When pride comes, disgrace follows, but with humility comes wisdom.
3 ULB પ્રામાણિક માણસની વિશ્વાનીયતા તેને દોરે છે, પણ ધુતારા પોતાના દુષ્ટ ઇરાદાઓથી નાશ પામશે. BSB BSB: The integrity of the upright guides them, but the perversity of the faithless destroys them.
4 ULB કોપને દિવસે દ્રવ્ય કંઈ કામ આવતું નથી, પણ નેકી મોતથી ઉગારે છે. BSB BSB: Riches are worthless in the day of wrath, but righteousness brings deliverance from death.
5 ULB પ્રામાણિક માણસની નેકી તેનો માર્ગ સ્થિર કરે છે, પણ દુષ્ટ માણસ પોતાની જ દુષ્ટતાથી પાયમાલ થશે. BSB BSB: The righteousness of the blameless directs their path, but the wicked fall by their own wickedness.
6 ULB પ્રામાણિક માણસની નેકી, ઈશ્વરને પસંદ છે તેથી તે બચી જશે, પરંતુ કપટ કરનારા તેઓની પોતાની યોજનાઓમાં ફસાય છે. BSB BSB: The righteousness of the upright delivers them, but the faithless are trapped by their own desires.
7 ULB દુષ્ટ માણસની અપેક્ષા તેના મૃત્યુ સમયે નાશ પામે છે, અને અન્યાયીની આશા પણ નાશ પામે છે. BSB BSB: When the wicked man dies, his hope perishes, and the hope of his strength vanishes.
8 ULB સદાચારીને સંકટમાંથી ઉગારી લેવામાં આવે છે અને તેને બદલે દુષ્ટો તેમાં ફસાય છે. BSB BSB: The righteous man is delivered from trouble; in his place the wicked man goes in.
9 ULB દુષ્ટ માણસ પોતાની વાણીથી પોતાના પડોશીઓનો નાશ કરે છે, પરંતુ ન્યાયી તેના ડહાપણ વડે બીજાઓને ઉગારે છે. BSB BSB: With his mouth the ungodly man destroys his neighbor, but through knowledge the righteous are rescued.
10 ULB ન્યાયી વ્યક્તિની સફળતામાં આખું નગર હર્ષ કરે છે; અને દુષ્ટોનો નાશ થાય છે ત્યારે હર્ષના નાદ સંભળાય છે. BSB BSB: When the righteous thrive, the city rejoices, and when the wicked perish, there are shouts of joy.
11 ULB સદાચારીના આશીર્વાદથી નગરની ઉન્નતિ થાય છે, પણ દુરાચારીની વાણીથી તેનો નાશ થાય છે. BSB BSB: By the blessing of the upright a city is built up, but by the mouth of the wicked it is torn down.
12 ULB પોતાના પડોશીનો તુચ્છકાર કરનાર અજ્ઞાની છે, પણ બુદ્ધિમાન માણસ શાંત રહે છે. BSB BSB: Whoever shows contempt for his neighbor lacks judgment, but a man of understanding remains silent.
13 ULB ચાડી કરનાર માણસ છૂપી વાત બહાર પાડી દે છે, પણ વિશ્વાસુ વ્યક્તિ એ વાતને ગુપ્ત રાખે છે. BSB BSB: A gossip reveals a secret, but a trustworthy person keeps a confidence.
14 ULB જ્યાં આગેવાન અજ્ઞાન હોય, ત્યાં લોકો નાશ પામે છે, પણ જ્યાં પુષ્કળ સલાહકારો હોય ત્યાં સલામતી છે. BSB BSB: For lack of guidance, a nation falls, but with many counselors comes deliverance.
15 ULB પારકાના જામીન થનારને વેઠવું પડે છે, જે જામીનગીરી લેવાનું ટાળે છે તે સુરક્ષિત છે. BSB BSB: He who puts up security for a stranger will surely suffer, but the one who hates indebtedness is secure.
16 ULB સુશીલ સ્ત્રી સન્માન પ્રાપ્ત કરે છે; અને જુલમી માણસો દ્રવ્ય સાચવી રાખે છે. BSB BSB: A gracious woman attains honor, but ruthless men gain only wealth.
17 ULB દયાળુ માણસ પોતાની જાતનું હિત કરે છે, પણ ઘાતકી માણસ પોતાના દેહને દુ:ખમાં નાખે છે. BSB BSB: A kind man benefits himself, but a cruel man brings trouble on himself.
18 ULB દુષ્ટની કમાણી ઠગારી છે, પણ નીતિમત્તાનું બીજ વાવનારને સાચો હોવા બદલ વળતર મળશે. BSB BSB: The wicked man earns an empty wage, but he who sows righteousness reaps a true reward.
19 ULB જે માણસ નેકીમાં સુદ્રઢ છે તે જીવન સંપાદન કરે છે, પણ બૂરાઈ શોધનાર પોતાનું જ મોત લાવે છે. BSB BSB: Genuine righteousness leads to life, but the pursuit of evil brings death.
20 ULB વિપરીત અંતઃકરણવાળા માણસોથી યહોવાહ કંટાળે છે, પણ જેઓ નીતિમત્તાથી જીવે છે તેઓ તેમને આનંદરૂપ છે. BSB BSB: The perverse in heart are an abomination to the LORD, but the blameless in their walk are His delight.
21 ULB ખાતરી રાખજો કે દુષ્ટને સજા થયા વિના રહેશે નહિ, પણ સદાચારીઓનાં સંતાનનો બચાવ થશે. BSB BSB: Be assured that the wicked will not go unpunished, but the offspring of the righteous will escape.
22 ULB જેમ ભૂંડના નાકમાં સોનાની નથણી હોય છે તેમ વિવેકહીન સ્ત્રીની સુંદરતા છે. BSB BSB: Like a gold ring in a pig’s snout is a beautiful woman who lacks discretion.
23 ULB નેક માણસની ઇચ્છા સારી જ હોય છે, પરંતુ દુષ્ટોની ઇચ્છાઓ કોપરૂપ છે. BSB BSB: The desire of the righteous leads only to good, but the hope of the wicked brings wrath.
24 ULB એવા માણસો છે કે જેઓ વેરી નાખે છે તેમ છતાં વૃદ્ધિ પામે છે; અને કેટલાક વધુ પડતી કરકસર કરે છે તેમ છતાં તેઓ કંગાળ થાય છે. BSB BSB: One gives freely, yet gains even more; another withholds what is right, only to become poor.
25 ULB ઉદાર વ્યક્તિ આબાદ થશે, પાણી આપનાર પોતે પણ પાણી પીશે. BSB BSB: A generous soul will prosper, and he who refreshes others will himself be refreshed.
26 ULB અનાજ સંઘરી રાખનારને લોકો શાપ આપે છે, પણ વેચનાર ઉપર તેઓ આશીર્વાદ વરસાવે છે. BSB BSB: The people will curse the hoarder of grain, but blessing will crown the one who sells it.
27 ULB ખંતથી હિત શોધનારને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થશે, પણ જે અહિત કરે છે તેઓને નુકશાન થશે. BSB BSB: He who searches out good finds favor, but evil will come to him who seeks it.
28 ULB પોતાના દ્રવ્ય પર ભરોસો રાખનાર પડી જશે, પણ નેકીવાન લીલા પાનની માફક ખીલશે. BSB BSB: He who trusts in his riches will fall, but the righteous will thrive like foliage.
29 ULB જે પોતાના જ કુટુંબને દુ:ખી કરે છે, તેને પવનનો વારસો મળશે, અને મૂર્ખ માણસ જ્ઞાનીનો ચાકર બનશે. BSB BSB: He who brings trouble on his house will inherit the wind, and the fool will be servant to the wise of heart.
30 ULB નેકીવાનનું ફળ તે જીવનનું વૃક્ષ છે, પણ જે જ્ઞાની છે તે બીજા આત્માઓને બચાવે છે. BSB BSB: The fruit of the righteous is a tree of life, and he who wins souls is wise.
31 ULB નેકીવાનને પૃથ્વી પર બદલો મળશે; તો દુષ્ટ અને પાપીને પણ તેના કામ પ્રમાણે બદલો મળશે તે કેટલું ખાતરીપૂર્વક છે! BSB BSB: If the righteous receive their due on earth, how much more the ungodly and the sinner!
Select verses for actions: Enter goes to them and Escape comes back.