1 ULB હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન અને મારા ખરા અંતઃકરણ, તેમના પવિત્ર નામને સ્તુત્ય માન. BSB BSB: Of David. Bless the LORD, O my soul; all that is within me, bless His holy name.
2 ULB હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન, અને તેમના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. BSB BSB: Bless the LORD, O my soul, and do not forget all His kind deeds—
3 ULB તે તારાં સઘળાં પાપ માફ કરે છે; અને તારા સર્વ રોગ મટાડે છે. BSB BSB: He who forgives all your iniquities and heals all your diseases,
4 ULB તે તારો જીવ નાશથી બચાવે છે; તને કૃપા તથા દયાનો મુગટ પહેરાવે છે. BSB BSB: who redeems your life from the Pit and crowns you with loving devotion and compassion,
5 ULB તે તારા જીવને ઉત્તમ વસ્તુઓથી તૃપ્ત કરે છે જેથી ગરુડની જેમ તારી જુવાની તાજી કરાય છે. BSB BSB: who satisfies you with good things, so that your youth is renewed like the eagle’s.
6 ULB યહોવાહ જે ઉચિત છે તે કરે છે, અને તે સર્વ જુલમથી લદાયેલાને માટે ન્યાયનાં કૃત્યો કરે છે. BSB BSB: The LORD executes righteousness and justice for all the oppressed.
7 ULB તેમણે પોતાના માર્ગો મૂસાને અને પોતાનાં કૃત્યો ઇઝરાયલના વંશજોને જણાવ્યાં. BSB BSB: He made known His ways to Moses, His deeds to the people of Israel.
8 ULB યહોવાહ દયાળુ તથા કરુણાળુ છે; તે ધીરજ રાખનાર છે; તે કૃપા કરવામાં મોટા છે. BSB BSB: The LORD is compassionate and gracious, slow to anger, abounding in loving devotion.
9 ULB તે હંમેશાં શિક્ષા કરશે નહિ; તે હંમેશા ગુસ્સે રહેતા નથી. BSB BSB: He will not always accuse us, nor harbor His anger forever.
10 ULB તેઓ આપણાં પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યા નથી અથવા આપણા પાપના પ્રમાણમાં તેમણે આપણને બદલો વાળ્યો નથી. BSB BSB: He has not dealt with us according to our sins or repaid us according to our iniquities.
11 ULB કારણ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે, તેમ તેમનો આદર કરનાર પર તેમની કૃપા વિશાળ છે. BSB BSB: For as high as the heavens are above the earth, so great is His loving devotion for those who fear Him.
12 ULB પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે, તેટલાં તેમણે આપણા અપરાધો આપણાથી દૂર કર્યાં છે. BSB BSB: As far as the east is from the west, so far has He removed our transgressions from us.
13 ULB જેમ પિતા પોતાનાં સંતાનો પર દયાળુ છે, તેમ યહોવાહ પોતાના ભક્તો પર દયાળુ છે. BSB BSB: As a father has compassion on his children, so the LORD has compassion on those who fear Him.
14 ULB કારણ કે તે આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળ છીએ એવું તે જાણે છે. BSB BSB: For He knows our frame; He is mindful that we are dust.
15 ULB માણસના દિવસો ઘાસ જેવા છે; ખેતરમાંના ફૂલની જેમ તે ખીલે છે. BSB BSB: As for man, his days are like grass—he blooms like a flower of the field;
16 ULB પવન તેના પર થઈને વાય છે અને તે ઊડી જાય છે અને તે ક્યાં હતું એ કોઈને માલૂમ પડતું નથી. BSB BSB: when the wind passes over, it vanishes, and its place remembers it no more.
17 ULB પણ યહોવાહની કૃપા તેમના ભક્તો પર અનાદિકાળથી તે અનંતકાળ સુધી છે. તેમનું ન્યાયીપણું તેમના વંશજોને માટે છે. BSB BSB: But from everlasting to everlasting the loving devotion of the LORD extends to those who fear Him, and His righteousness to their children’s children—
18 ULB તેઓ તેમનો કરાર માને છે અને તેમની સૂચનાઓનું પાલન કરે છે. BSB BSB: to those who keep His covenant and remember to obey His precepts.
19 ULB યહોવાહે પોતાનું રાજ્યાસન આકાશમાં સ્થાપ્યું છે અને તેમના રાજ્યની સત્તા સર્વ ઉપર છે. BSB BSB: The LORD has established His throne in heaven, and His kingdom rules over all.
20 ULB હે બળમાં પરાક્રમી, યહોવાહનું વચન પાળનારા તથા તેમની આજ્ઞાઓ પાળનારા તેમના દૂતો, તમે યહોવાહની સ્તુતિ કરો. BSB BSB: Bless the LORD, all His angels mighty in strength who carry out His word, who hearken to the voice of His command.
21 ULB હે યહોવાહનાં સર્વ સૈન્યો, તેમની ઇચ્છાને અનુસરનારા તેમના સેવકો, તમે તેમને સ્તુત્ય માનો. BSB BSB: Bless the LORD, all His hosts, you servants who do His will.
22 ULB યહોવાહના રાજ્યમાં સર્વ સ્થળોમાં તેમનાં સૌ કૃત્યો તેમને સ્તુત્ય માનો; હે મારા આત્મા, તું યહોવાહને સ્તુત્ય માન. BSB BSB: Bless the LORD, all His works in all places of His dominion. Bless the LORD, O my soul!
Select verses for actions: Enter goes to them and Escape comes back.