1 ULB યહોવાહની સ્તુતિ કરો, કેમ કે આપણા ઈશ્વરનાં સ્તુતિગીતો ગાવાં એ સારું તથા મનોરંજક છે, સ્તુતિ કરવી એ ઘટતું છે. BSB BSB: Hallelujah! How good it is to sing praises to our God, how pleasant and lovely to praise Him!
2 ULB યહોવાહ યરુશાલેમને ફરી બાંધે છે; તે ઇઝરાયલનાં વિખેરાઈ ગયેલા લોકોને પાછા એકઠાં કરે છે. BSB BSB: The LORD builds up Jerusalem; He gathers the exiles of Israel.
3 ULB હૃદયભંગ થયેલાઓને તે સાજા કરે છે અને તે તેઓના ઘા રુઝવે છે. BSB BSB: He heals the brokenhearted and binds up their wounds.
4 ULB તે તારાઓની ગણતરી કરે છે; તે તેઓને નામ આપીને બોલાવે છે. BSB BSB: He determines the number of the stars; He calls them each by name.
5 ULB આપણા પ્રભુ કેવા મહાન છે અને ઘણા પરાક્રમી છે; તેમના ડહાપણની કોઈ સીમા નથી. BSB BSB: Great is our Lord, and mighty in power; His understanding has no limit.
6 ULB યહોવાહ નમ્રજનોને ઊંચાં કરે છે; તે દુષ્ટોને જમીનદોસ્ત કરી નાખે છે. BSB BSB: The LORD sustains the humble, but casts the wicked to the ground.
7 ULB યહોવાહનો આભાર માનતાં માનતાં ગાઓ; વીણા સાથે આપણા ઈશ્વરનાં સ્તોત્ર ગાઓ. BSB BSB: Sing to the LORD with thanksgiving; make music on the harp to our God,
8 ULB તે આકાશને વાદળોથી ઢાંકે છે અને પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે, તે પહાડો પર ઘાસ ઉગાડે છે. BSB BSB: who covers the sky with clouds, who prepares rain for the earth, who makes grass to grow on the hills.
9 ULB પશુઓને તેમ જ પોકાર કરતાં કાગડાનાં બચ્ચાંને પણ તે ખોરાક આપે છે. BSB BSB: He provides food for the animals, and for the young ravens when they call.
10 ULB તે ઘોડાના બળથી પ્રસન્ન થતા નથી; તે માણસના પગના જોરથી પણ ખુશ થતા નથી. BSB BSB: He does not delight in the strength of the horse; He takes no pleasure in the legs of a man.
11 ULB જેઓ તેમનો ભય રાખે છે અને તેમની કૃપાની આશા રાખે છે, તેમના પર યહોવાહ ખુશ રહે છે. BSB BSB: The LORD is pleased with those who fear Him, who hope in His loving devotion.
12 ULB હે યરુશાલેમ, યહોવાહની સ્તુતિ કર; હે સિયોન, તારા ઈશ્વરની સ્તુતિ કર. BSB BSB: Exalt the LORD, O Jerusalem; praise your God, O Zion!
13 ULB કારણ કે તેમણે તારાં દ્વારોની ભૂંગળો મજબૂત કરી છે; તેમણે તારામાં તારાં સંતાનોને આશીર્વાદિત કર્યાં છે. BSB BSB: For He strengthens the bars of your gates and blesses the children within you.
14 ULB તે તારી સરહદમાં શાંતિ સ્થાપે છે; સારા ઘઉંથી તે તારા કોઠારોને ભરપૂર કરે છે. BSB BSB: He makes peace at your borders; He fills you with the finest wheat.
15 ULB તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે; તેમની આજ્ઞા બહુ ઝડપથી દોડે છે. BSB BSB: He sends forth His command to the earth; His word runs swiftly.
16 ULB તે ઊનના જેવો બરફ મોકલે છે; તે હવામાંથી રાખ જેવા કરાની વૃષ્ટિ કરે છે. BSB BSB: He spreads the snow like wool; He scatters the frost like ashes;
17 ULB રોટલીના કટકા જેવા કરા વરસાવે છે; તેની ટાઢ આગળ કોણ ઊભું રહી શકે? BSB BSB: He casts forth His hail like pebbles. Who can withstand His icy blast?
18 ULB તે પોતાની આજ્ઞા મોકલીને તેમને ઓગળાવે છે; તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે અને પાણીઓ વહેતાં થાય છે. BSB BSB: He sends forth His word and melts them; He unleashes His winds, and the waters flow.
19 ULB તેમણે યાકૂબને તેમનાં વચનો પ્રગટ કર્યાં, તેમણે તેમના વિધિઓ અને નિયમો ઇઝરાયલને પણ પ્રગટ કર્યા. BSB BSB: He declares His word to Jacob, His statutes and judgments to Israel.
20 ULB અન્ય કોઈ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યું નથી; તેઓએ તેમનાં ન્યાયવચનો જાણ્યાં નથી. યહોવાહની સ્તુતિ થાઓ. BSB BSB: He has done this for no other nation; they do not know His judgments. Hallelujah!
Select verses for actions: Enter goes to them and Escape comes back.