1 ULB હે યહોવાહ, મારી વિરુદ્ધ વાદ કરનારની સામે તમે વાદ કરો; મારી વિરુદ્ધ લડનારની સાથે તમે લડાઈ કરો. BSB BSB: Of David. Contend with my opponents, O LORD; fight against those who fight against me.
2 ULB નાની તથા મોટી ઢાલ સજીને મારી સહાયને માટે ઊભા થાઓ. BSB BSB: Take up Your shield and buckler; arise and come to my aid.
3 ULB જેઓ મારી પાછળ લાગેલા છે તેઓની વિરુદ્ધ તમારા ભાલાનો ઉપયોગ કરો; મારા આત્માને કહો, "હું તારો ઉદ્ધાર કરનાર છું." BSB BSB: Draw the spear and javelin against my pursuers; say to my soul: “I am your salvation.”
4 ULB જેઓ મારા જીવના તરસ્યા છે તેઓ બદનામ થાઓ. જેઓ મારું નુકસાન ઇચ્છે છે, તેઓ રઝળી પડો અને પાછા હઠો. BSB BSB: May those who seek my life be disgraced and put to shame; may those who plan to harm me be driven back and confounded.
5 ULB તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા થાય, તેઓને યહોવાહનો દૂત નસાડી મૂકો. BSB BSB: May they be like chaff in the wind, as the angel of the LORD drives them away.
6 ULB તેઓનો માર્ગ અંધકારમય અને લપસણો થાઓ, યહોવાહનો દૂત તેઓની પાછળ પડો. BSB BSB: May their path be dark and slick, as the angel of the LORD pursues.
7 ULB તેઓએ વગર કારણે મારે માટે ખાડામાં પોતાની જાળ સંતાડી રાખી છે; વિનાકારણ તેઓએ મારા જીવને માટે ખાડો ખોદ્યો છે. BSB BSB: For without cause they laid their net for me; without reason they dug a pit for my soul.
8 ULB તેઓના પર અચાનક વિપત્તિ આવી પડો. પોતાના જાળમાં તેઓ પોતે જ ફસાઈ પડો. પોતાના ખોદેલા ખાડામાં પડીને તેઓનો સંહાર થાઓ. BSB BSB: May ruin befall them by surprise; may the net they hid ensnare them; may they fall into the hazard they created.
9 ULB પણ હું યહોવાહમાં આનંદ કરીશ અને તેમના ઉદ્ધારમાં હર્ષ પામીશ. BSB BSB: Then my soul will rejoice in the LORD and exult in His salvation.
10 ULB મારા સઘળા બળથી હું કહીશ કે, "હે યહોવાહ, તમારા જેવું કોણ છે? જે દીનને તેના કરતાં વધારે બળવાનથી બચાવે છે અને દીન તથા કંગાલને લૂંટનારાથી છોડાવે છે." BSB BSB: All my bones will exclaim, “Who is like You, O LORD, who delivers the afflicted from the aggressor, the poor and needy from the robber?”
11 ULB જૂઠા સાક્ષીઓ ઊભા થાય છે; તેઓ મારા પર આરોપ મૂકે છે. BSB BSB: Hostile witnesses come forward; they make charges I know nothing about.
12 ULB તેઓ ભલાઈને બદલે મને બુરું પાછું આપે છે. જેથી હું અનાથ થઈ જાઉં છું. BSB BSB: They repay me evil for good, to the bereavement of my soul.
13 ULB પણ, જ્યારે તેઓ બીમાર હતા, ત્યારે હું ટાટ પહેરતો; હું ઉપવાસથી મારા જીવને દુઃખી કરતો અને મારી પ્રાર્થના મારા હૃદયમાં પાછી આવતી હતી. BSB BSB: Yet when they were ill, I put on sackcloth; I humbled myself with fasting, but my prayers returned unanswered.
14 ULB તે લોકો જાણે મારા ભાઈઓ અને મારા નજીકના મિત્રો હોય તેવો વર્તાવ મેં તેઓની સાથે રાખ્યો; પોતાની માતાને માટે વિલાપ કરનારની માફક હું શોકથી નમી જતો. BSB BSB: I paced about as for my friend or brother; I was bowed down with grief, like one mourning for his mother.
15 ULB પણ જ્યારે મારી પડતી થઈ, ત્યારે તેઓ હર્ષ પામતા અને ટોળે વળતા; હું તે જાણતો નહિ, એવી રીતે તેઓ મારી વિરુદ્ધ ટોળે વળતા. BSB BSB: But when I stumbled, they assembled in glee; they gathered together against me. Assailants I did not know slandered me without ceasing.
16 ULB કોઈ પણ માન વગર તેઓએ મારી હાંસી ઉડાવી; તેઓએ મારા તરફ દાંત કચકચાવીને ગુસ્સો કર્યો. BSB BSB: Like godless jesters at a feast, they gnashed their teeth at me.
17 ULB હે પ્રભુ, ક્યાં સુધી શાંત બેસી રહી જોયા કરશો? તેઓના સંહારથી મારા જીવને તથા સિંહોથી મારા આત્માને બચાવી લો. BSB BSB: How long, O Lord, will You look on? Rescue my soul from their ravages, my precious life from these lions.
18 ULB એટલે હું ભરસભામાં તમારી આભારસ્તુતિ કરીશ; ઘણા લોકોની મધ્યે હું તમારી પ્રશંસા કરીશ. BSB BSB: Then I will give You thanks in the great assembly; I will praise You among many people.
19 ULB મારા જૂઠા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ; જેઓ વિનાકારણ મારો દ્વ્રેષ કરે છે તેઓ આંખના મિચકાર ન મારો. BSB BSB: Let not my enemies gloat over me without cause, nor those who hate me without reason wink in malice.
20 ULB કારણ કે તેઓનું બોલવું શાંતિદાયક નથી, પણ દેશમાં શાંત રહેનારાઓની વિરુદ્ધ તેઓ દગાબાજી કરે છે. BSB BSB: For they do not speak peace, but they devise deceitful schemes against those who live quietly in the land.
21 ULB તેઓ મારી વિરુદ્ધ ખુલ્લા મુખે બોલે છે; તેઓએ કહ્યું, "હા, હા, અમારી આંખોએ તે જોયું છે." BSB BSB: They gape at me and say, “Aha, aha! Our eyes have seen!”
22 ULB હે યહોવાહ, તમે તે જોયું છે, તમે ચૂપ ન રહો; હે પ્રભુ, મારાથી દૂર ન જાઓ. BSB BSB: O LORD, You have seen it; be not silent. O Lord, be not far from me.
23 ULB મારો ન્યાય કરવા માટે જાગૃત થાઓ; હે મારા ઈશ્વર અને મારા પ્રભુ, મારી દાદ સાંભળવા માટે જાગો. BSB BSB: Awake and rise to my defense, to my cause, my God and my Lord!
24 ULB હે મારા ઈશ્વર યહોવાહ, તમારા ન્યાયીપણાથી મારો ન્યાય કરો; તેઓને મારા પર આનંદ કરવા ન દો. BSB BSB: Vindicate me by Your righteousness, O LORD my God, and do not let them gloat over me.
25 ULB તેઓને પોતાના હૃદયમાં એમ કહેવા ન દો કે, "આહા, અમારે જે જોઈતું હતું, તે અમારી પાસે છે." તેઓને એમ કહેવા ન દો કે, "અમે તેને ગળી ગયા છીએ." BSB BSB: Let them not say in their hearts, “Aha, just what we wanted!” Let them not say, “We have swallowed him up!”
26 ULB મારા નુકસાનમાં આનંદ પામનારા સર્વ બદનામ થાઓ અને ઝંખવાણા પડો. મારી વિરુદ્ધ બડાઈ કરનારાઓ અપમાનિત થઈને શરમાઈ જાઓ. BSB BSB: May those who gloat in my distress be ashamed and confounded; may those who exalt themselves over me be clothed in shame and reproach.
27 ULB જેઓ મારા ન્યાયીપણામાં આનંદ કરે છે; તેઓ હર્ષ પામીને જયજયકાર કરો; તેઓ હમેશાં કહો, જે પોતાના સેવકની આબાદીમાં ખુશ રહે છે, તે યહોવાહની સ્તુતિ થાઓ. BSB BSB: May those who favor my vindication shout for joy and gladness; may they always say, “Exalted be the LORD who delights in His servant’s well-being.”
28 ULB ત્યારે હું તમારું ન્યાયીપણું પ્રગટ કરીશ અને આખો દિવસ હું તમારાં સ્તોત્ર ગાઈશ. BSB BSB: Then my tongue will proclaim Your righteousness and Your praises all day long.
Select verses for actions: Enter goes to them and Escape comes back.