1 ULB પછી આકાશમાં મોટું ચિહ્ન દેખાયું, એટલે સૂર્યથી વેષ્ટિત એક સ્ત્રી જોવામાં આવી. તેના પગ નીચે ચંદ્ર અને માથા પર બાર તારાનો મુગટ હતો. BSB BSB: And a great sign appeared in heaven: a woman clothed in the sun, with the moon under her feet and a crown of twelve stars on her head.
2 ULB તે ગર્ભવતી હતી. તે પ્રસવપીડા સાથે બૂમ પાડી હતી. તે જન્મ આપવાની તૈયારીમાં હતી. BSB BSB: She was pregnant and crying out in the pain and agony of giving birth.
3 ULB આકાશમાં બીજું ચિહ્ન પણ દેખાયું; જુઓ, મોટો લાલ અજગર હતો, જેને સાત માથાં ને દસ શિંગડાં હતાં; અને તેના દરેક માથા પર સાત મુગટ હતા; BSB BSB: Then another sign appeared in heaven: a huge red dragon with seven heads, ten horns, and seven royal crowns on his heads.
4 ULB તેના પૂછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર ફેંકી દીધા. જે સ્ત્રીને પ્રસવ થવાનો હતો, તેની આગળ તે અજગર ઊભો રહ્યો હતો, એ માટે કે જયારે તે જન્મ આપે ત્યારે તેના બાળકને તે ખાઈ જાય. BSB BSB: His tail swept a third of the stars from the sky, hurling them to the earth. And the dragon stood before the woman who was about to give birth, ready to devour her child as soon as she gave birth.
5 ULB ‘તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો’ જે નરબાળક હતો, તે સઘળા દેશના લોકો પર લોખંડના દંડથી રાજ કરશે. એ બાળકને ઈશ્વર પાસે તથા તેના રાજ્યાસન પાસે લઈ જવામાં આવ્યો. BSB BSB: And she gave birth to a son, a male child, who will rule all the nations with an iron scepter. And her child was caught up to God and to His throne.
6 ULB સ્ત્રી અરણ્યમાં નાસી ગઈ. ત્યાં ઈશ્વરે તેને માટે બારસો સાંઠ દિવસ સુધી તેનું પોષણ થાય એવું સ્થળ તૈયાર કરી રાખ્યું હતું. BSB BSB: And the woman fled into the wilderness, where God had prepared a place for her to be nourished for 1,260 days.
7 ULB પછી આકાશમાં યુદ્ધ મચ્યું. મીખાયેલ તથા તેના સ્વર્ગદૂતો અજગરની સાથે લડ્યા; અને અજગર તથા તેના દૂતો પણ લડ્યા; BSB BSB: Then a war broke out in heaven: Michael and his angels fought against the dragon, and the dragon and his angels fought back.
8 ULB તોપણ તે અજગર તેટલો બળવાન ન હતો. તે જીતી શક્યો નહિ અને તેને ફરી સ્વર્ગમાં સ્થાન મળ્યું નહિ. BSB BSB: But the dragon was not strong enough, and no longer was any place found in heaven for him and his angels.
9 ULB તે મોટો અજગર બહાર ફેંકી દેવાયો. એટલે તે જૂનો સાપ જે દુશ્મન તથા શેતાન કહેવાય છે, જે આખા માનવજગતને ભમાવે છે, તેને પૃથ્વી પર ફેંકી દેવાયો. અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવાયા. BSB BSB: And the great dragon was hurled down—that ancient serpent called the devil and Satan, the deceiver of the whole world. He was hurled to the earth, and his angels with him.
10 ULB ત્યારે સ્વર્ગમાંથી મોટી વાણી મેં એમ કહેતી સાંભળી કે, ‘હમણાં ઉદ્ધાર, પરાક્રમ તથા અમારા ઈશ્વરનું રાજ્ય તથા તેમના ખ્રિસ્તનો અધિકાર આવ્યાં છે; કેમ કે અમારા ભાઈઓ પર દોષ મૂકનાર, જે અમારા ઈશ્વરની આગળ રાતદિવસ તેમની વિરુદ્ધ આક્ષેપો મૂકે છે તેને નીચે ફેંકવામાં આવ્યો છે. BSB BSB: And I heard a loud voice in heaven saying: “Now have come the salvation and the power and the kingdom of our God, and the authority of His Christ. For the accuser of our brothers has been thrown down—he who accuses them day and night before our God.
11 ULB તેઓએ હલવાનના રક્તથી તથા પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છે અને છેક મરતાં સુધી તેઓએ પોતાનો જીવ વહાલો ગણ્યો નહિ. BSB BSB: They have conquered him by the blood of the Lamb and by the word of their testimony. And they did not love their lives so as to shy away from death.
12 ULB એ માટે, ઓ સ્વર્ગો તથા તેઓમાં રહેનારાંઓ, તમે આનંદ કરો! ઓ પૃથ્વી તથા સમુદ્ર તમને અફસોસ છે; કેમ કે શેતાન તમારી પાસે ઊતર્યો છે અને તે બહુ ક્રોધિત થયો છે, તે જાણે છે કે હવે તેની પાસે થોડો જ સમય બાકી છે. BSB BSB: Therefore rejoice, O heavens, and you who dwell in them! But woe to the earth and the sea; with great fury the devil has come down to you, knowing he has only a short time.”
13 ULB જયારે અજગરે જોયું કે પોતે પૃથ્વી પર ફેંકાયો છે ત્યારે જે સ્ત્રીએ નરબાળકને જન્મ આપ્યો હતો, તેને તેણે સતાવી. BSB BSB: And when the dragon saw that he had been thrown to the earth, he pursued the woman who had given birth to the male child.
14 ULB સ્ત્રીને મોટા ગરુડની બે પાંખો આપવામાં આવી, કે જેથી તે અજગરની આગળથી અરણ્યમાં પોતાના નિયત સ્થળે ઊડી જાય, ત્યાં સમય તથા સમયો તથા અડધા સમય સુધી તેનું પોષણ કરવામાં આવે. BSB BSB: But the woman was given two wings of a great eagle to fly from the presence of the serpent to her place in the wilderness, where she was nourished for a time, and times, and half a time.
15 ULB અજગરે પોતાના મોમાંથી નદીના જેવો પાણીનો પ્રવાહ તે સ્ત્રીની પાછળ વહેતો મૂક્યો કે તેના પૂરથી તે તણાઈ જાય. BSB BSB: Then from his mouth the serpent spewed water like a river to overtake the woman and sweep her away in the torrent.
16 ULB પણ પૃથ્વીએ તે સ્ત્રીને સહાય કરી. એટલે પૃથ્વી પોતાનું મોં ઉઘાડીને જે પાણીનો પ્રવાહ અજગરે પોતાના મોમાંથી વહેતો મૂક્યો હતો તેને પી ગઈ. BSB BSB: But the earth helped the woman and opened its mouth to swallow up the river that the dragon had poured from his mouth.
17 ULB ત્યારે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો. અને તેનાં બાકીનાં સંતાન એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે અને જેઓ ઈસુની સાક્ષીને વળગી રહે છે તેઓની સાથે લડવાને તે નીકળ્યો; અને તે સમુદ્રની રેતી પર ઊભો રહ્યો. BSB BSB: And the dragon was enraged at the woman and went to make war with the rest of her children, who keep the commandments of God and hold to the testimony of Jesus. And the dragon stood on the shore of the sea.
Select verses for actions: Enter goes to them and Escape comes back.