1 ULB એફેસસમાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે. જે પોતાના જમણાં હાથમાં સાત તારા રાખે છે અને જે સોનાની સાત દીવીની વચ્ચે ચાલે છે તે આ વાતો કહે છે, BSB BSB: “To the angel of the church in Ephesus write: These are the words of Him who holds the seven stars in His right hand and walks among the seven golden lampstands.
2 ULB તારાં કામ, તારી મહેનત તથા તારી ધીરજને હું જાણું છું, વળી એ પણ જાણું છું કે, તું દુર્જનને સહન કરી શકતો નથી, અને જેઓ પોતાને પ્રેરિત કહેવડાવે છે પણ એવા નથી, તેઓને તેં પારખી લીધા, અને તેઓ જૂઠા છે એમ તને ખબર પડી. BSB BSB: I know your deeds, your labor, and your perseverance. I know that you cannot tolerate those who are evil, and you have tested and exposed as liars those who falsely claim to be apostles.
3 ULB વળી તું ધીરજ રાખે છે, તથા મારા નામની ખાતર તેં સહન કર્યું છે, અને તું થાકી ગયો નથી. BSB BSB: Without growing weary, you have persevered and endured many things for the sake of My name.
4 ULB તોપણ તારી વિરુદ્ધ મારે આટલું છે કે, તેં તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. BSB BSB: But I have this against you: You have abandoned your first love.
5 ULB એ માટે તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવો કર તથા પ્રથમના જેવા કામ નહિ કરે તો હું તારી પાસે આવીશ, અને જો તું પસ્તાવો નહિ કરે તો તારી દીવીને તેની જગ્યાએથી હું હટાવી દઈશ. BSB BSB: Therefore, keep in mind how far you have fallen. Repent and perform the deeds you did at first. But if you do not repent, I will come to you and remove your lampstand from its place.
6 ULB પણ તારી તરફેણમાં આ તારા માટે સારી વાત છે કે તું નીકોલાયતીઓના કામ, જેઓને હું ધિક્કારું છું, તેઓને તું પણ ધિક્કારે છે. BSB BSB: But you have this to your credit: You hate the works of the Nicolaitans, which I also hate.
7 ULB પવિત્ર આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે વિજય પ્રાપ્ત કરશે તેને ઈશ્વરના પારાદૈસમાંના જીવનનાં વૃક્ષ પરનું ફળ હું ખાવાને આપીશ. BSB BSB: He who has an ear, let him hear what the Spirit says to the churches. To the one who overcomes, I will grant the right to eat from the tree of life in the Paradise of God.
8 ULB સ્મર્નામાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે. જે પ્રથમ તથા છેલ્લાં, જે મૃત્યુ પામ્યા પણ સજીવન થયા, તે આ વાતો કહે છે, BSB BSB: To the angel of the church in Smyrna write: These are the words of the First and the Last, who died and returned to life.
9 ULB હું તારી વિપત્તિ તથા તારી ગરીબી જાણું છું તોપણ તું ધનવાન છે, જે કહે છે કે, અમે યહૂદી છીએ પણ તેઓ યહૂદી નથી પણ શેતાનની સભા છે, તેઓનું દુર્ભાષણ હું જાણું છું. BSB BSB: I know your affliction and your poverty—though you are rich! And I am aware of the slander of those who falsely claim to be Jews, but are in fact a synagogue of Satan.
10 ULB તારે જે જે સહન કરવું પડશે, તેનાથી બીશ નહિ; જુઓ! તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શેતાન બંદીખાનામાં નાખવાનો છે; તમને દસ દિવસ સુધી વિપત્તિ પડશે. તું મરણ સુધી વિશ્વાસુ રહે અને હું તને જીવનનો મુગટ આપીશ. BSB BSB: Do not fear what you are about to suffer. Behold, the devil is about to throw some of you into prison to test you, and you will suffer tribulation for ten days. Be faithful even unto death, and I will give you the crown of life.
11 ULB પવિત્ર આત્મા મંડળીને જે કહે છે, તે જેને કાન છે તે સાંભળે; જે વિજય પ્રાપ્ત કરશે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહિ. BSB BSB: He who has an ear, let him hear what the Spirit says to the churches. The one who overcomes will not be harmed by the second death.
12 ULB પેર્ગામનમાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે. જેની પાસે બેધારી તીક્ષ્ણ તલવાર છે તે આ વાતો કહે છે કે, BSB BSB: To the angel of the church in Pergamum write: These are the words of the One who holds the sharp, double-edged sword.
13 ULB તું ક્યાં રહે છે તે હું જાણું છું, એટલે જ્યાં શેતાનની ગાદી છે ત્યાં. વળી તું મારા નામને વળગી રહે છે, જયારે મારા વિશ્વાસુ સાક્ષી અંતિપાસને, તમારામાં, એટલે જ્યાં શેતાન વસે છે ત્યાં, મારી નાખવામાં આવ્યો, તે દિવસોમાં પણ તેં મારા પરના વિશ્વાસનો ઇનકાર કર્યો નહિ. BSB BSB: I know where you live, where the throne of Satan sits, yet you hold fast to My name. You did not deny your faith in Me, even in the days of My faithful witness Antipas, who was killed among you where Satan dwells.
14 ULB તોપણ મારે તારી વિરુદ્ધ થોડીક વાતો છે, કેમ કે બલામના શિક્ષણને વળગી રહેનારા ત્યાં તારી પાસે છે; એણે બાલાકને ઇઝરાયલ પુત્રોની આગળ પાપ કરવા શીખવ્યું કે તેઓ મૂર્તિઓની પ્રસાદી ખાય અને વ્યભિચાર કરે. BSB BSB: But I have a few things against you, because some of you hold to the teaching of Balaam, who taught Balak to place a stumbling block before the Israelites so they would eat food sacrificed to idols and commit sexual immorality.
15 ULB એ જ પ્રમાણે જેઓ એવી રીતે નીકોલાયતીઓના બોધને વળગી રહે છે તેઓ પણ તારે ત્યાં છે. BSB BSB: In the same way, some of you also hold to the teaching of the Nicolaitans.
16 ULB તેથી પસ્તાવો કર! નહિ તો હું તારી પાસે વહેલો આવીશ અને મારા મોમાંની તલવારથી હું તેઓની સાથે લડીશ. BSB BSB: Therefore repent! Otherwise I will come to you shortly and wage war against them with the sword of My mouth.
17 ULB આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે વિજય પ્રાપ્ત કરશે તેને હું ગુપ્તમાં રાખેલા માન્નામાંથી આપીશ, વળી હું તેને સફેદ પથ્થર આપીશ, તેના પર એક નવું નામ લખેલું છે, તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે નામ જાણતું નથી. BSB BSB: He who has an ear, let him hear what the Spirit says to the churches. To the one who overcomes, I will give the hidden manna. I will also give him a white stone inscribed with a new name, known only to the one who receives it.
18 ULB થુઆતૈરામાંનાં મંડળીના સ્વર્ગદૂતને લખ કે. ઈશ્વરના પુત્ર, જેમની આંખો અગ્નિની જ્વાળા જેવી છે, અને જેમનાં પગ ચળકતા પિત્તળના જેવા છે, તે આ વાતો કહે છે. BSB BSB: To the angel of the church in Thyatira write: These are the words of the Son of God, whose eyes are like a blazing fire and whose feet are like polished bronze.
19 ULB તારાં કામ, તારો પ્રેમ, તારી સેવા, તારો વિશ્વાસ તથા તારી ધીરજ હું જાણું છું, તારાં છેલ્લાં કામ પહેલાંના કરતાં અધિક છે એ પણ હું જાણું છું. BSB BSB: I know your deeds—your love, your faith, your service, your perseverance—and your latest deeds are greater than your first.
20 ULB તોપણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે ઇઝબેલ, જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે, તે સ્ત્રીને તું સહન કરે છે. તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓની પ્રસાદી ખાવાને શીખવે છે તથા ભમાવે છે. BSB BSB: But I have this against you: You tolerate that woman Jezebel, who calls herself a prophetess. By her teaching she misleads My servants to be sexually immoral and to eat food sacrificed to idols.
21 ULB તે પસ્તાવો કરે, માટે મેં તેને તક આપી; પણ તે પોતાના બદકૃત્યનો પસ્તાવો કરવા ઇચ્છતી નથી. BSB BSB: Even though I have given her time to repent of her immorality, she is unwilling.
22 ULB જુઓ, હું તેને દુઃખના પથારીમાં ફેંકી દઈશ, અને તેની સાથે મળીને જેઓ બેવફાઈ કરે છે તેઓ જો પોતાના કામનો પસ્તાવો ન કરે તો તેઓને હું મોટી વિપત્તિમાં નાખું છું. BSB BSB: Behold, I will cast her onto a bed of sickness, and those who commit adultery with her will suffer great tribulation unless they repent of her deeds.
23 ULB મરકીથી હું તેનાં છોકરાંનો સંહાર કરીશ, જેથી સર્વ વિશ્વાસી સમુદાય જાણશે કે મન તથા અંતઃકરણનો પારખનાર હું છું. તમને દરેકને હું તમારાં કામ પ્રમાણે બદલો આપીશ. BSB BSB: Then I will strike her children dead, and all the churches will know that I am the One who searches minds and hearts, and I will repay each of you according to your deeds.
24 ULB પણ તમે થુઆતૈરામાંનાં બાકીના જેટલાં તેણીનો શિક્ષણ માનતા નથી, જેઓ શેતાનના ‘ઊંડા મર્મો’ જેમ તેઓ કહે છે તેમ જાણતા નથી, તે તમોને હું આ કહું છું કે, તમારા પર હું બીજો બોજો નાખીશ નહિ; BSB BSB: But I say to the rest of you in Thyatira, who do not hold to her teaching and have not learned the so-called deep things of Satan: I will place no further burden upon you
25 ULB તોપણ તમારી પાસે જે છે, તેને હું આવું ત્યાં સુધી વળગી રહો. BSB BSB: than to hold fast to what you have until I come.
26 ULB જે જીતે છે અને અંત સુધી મારાં કામ કર્યા કરે છે, તેને હું દેશો પર અધિકાર આપીશ. BSB BSB: And to the one who overcomes and continues in My work until the end, I will give authority over the nations.
27 ULB તે લોખંડના રાજદંડથી તેઓ પર અધિકાર ચલાવશે, કુંભારના વાસણની પેઠે તેઓના ટુકડેટુકડાં થઈ જશે. BSB BSB: He will rule them with an iron scepter and shatter them like pottery—just as I have received authority from My Father.
28 ULB મારા પિતા પાસેથી જે અધિકાર મને મળ્યું છે તે હું તેઓને આપીશ; વળી હું તેને પ્રભાતનો તારો આપીશ. BSB BSB: And I will give him the morning star.
29 ULB આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. BSB BSB: He who has an ear, let him hear what the Spirit says to the churches.
Select verses for actions: Enter goes to them and Escape comes back.