2 ULB સંતોને ઘટે તેવી રીતે તમે પ્રભુને લીધે તેનો અંગીકાર કરો, અને જે કોઈ બાબતમાં તેને તમારી મદદની જરૂર પડે તેમાં તમે તેને સહાય કરજો; કેમ કે તે પોતે મને તથા ઘણાંને પણ સહાય કરનાર થઈ છે. BSB BSB: Welcome her in the Lord in a manner worthy of the saints, and assist her with anything she may need from you. For she has been a great help to many people, including me.
3 ULB ખ્રિસ્ત ઈસુમાં મારી સાથે કામ કરનારાં પ્રિસ્કા તથા આકુલાને સલામ કહેજો; BSB BSB: Greet Prisca and Aquila, my fellow workers in Christ Jesus,
4 ULB તેઓએ મારા જીવને માટે પોતાની ગરદનો ધરી છે; તેઓનો ઉપકાર એકલો હું જ નહિ, પણ બિનયહૂદીઓમાંના સર્વ વિશ્વાસી સમુદાય પણ માને છે; BSB BSB: who have risked their lives for me. Not only I but all the churches of the Gentiles are grateful to them.
5 ULB વળી તેઓના ઘરમાં જે વિશ્વાસી સમુદાય છે તેને સલામ કહેજો. મારો વહાલો અપાઈનેતસ જે ખ્રિસ્તને સારુ આસિયાનું પ્રથમફળ છે, તેને સલામ કહેજો. BSB BSB: Greet also the church that meets at their house. Greet my beloved Epenetus, who was the first convert to Christ in the province of Asia.
6 ULB મરિયમ જેણે તમારે માટે ઘણી મહેનત કરી તેને સલામ કહેજો. BSB BSB: Greet Mary, who has worked very hard for you.
7 ULB મારા સગાં તથા મારી સાથેના બંદીવાન આન્દ્રોનિકસ તથા જુનિયાસને સલામ કહેજો. તેઓ પ્રેરિતોમાં જાણીતા છે અને મારી અગાઉ ખ્રિસ્તમાં આવ્યા હતા. BSB BSB: Greet Andronicus and Junia, my fellow countrymen and fellow prisoners. They are outstanding among the apostles, and they were in Christ before I was.
8 ULB પ્રભુમાં મારા વહાલાં આંપ્લિયાતસને સલામ કહેજો. BSB BSB: Greet Ampliatus, my beloved in the Lord.
9 ULB ખ્રિસ્તમાં અમારી સાથે કામ કરનાર ઉર્બાનસને તથા મારા વહાલાં સ્તાખુસને સલામ કહેજો. BSB BSB: Greet Urbanus, our fellow worker in Christ, and my beloved Stachys.
10 ULB ખ્રિસ્તમાં માનવંતા આપોલસને સલામ કહેજો. આરીસ્તોબુલસના ઘરનાંને સલામ કહેજો. BSB BSB: Greet Apelles, who is approved in Christ. Greet those who belong to the household of Aristobulus.
11 ULB મારા સગાં હેરોદિયાને સલામ કહેજો. નાકીસસના ઘરમાંનાં જેઓ પ્રભુમાં વિશ્વાસીઓ છે તેઓને સલામ કહેજો. BSB BSB: Greet Herodion, my fellow countryman. Greet those from the household of Narcissus who are in the Lord.
12 ULB પ્રભુને નામે પરિશ્રમ કરનારી ત્રુફેનાને તથા ત્રુફોસાને સલામ કહેજો, વહાલી પેર્સિસ જેણે પ્રભુના કામમાં ઘણી મહેનત કરી છે તેને સલામ કહેજો. BSB BSB: Greet Tryphena and Tryphosa, women who have worked hard in the Lord. Greet my beloved Persis, who has worked very hard in the Lord.
13 ULB પ્રભુમાં પસંદ કરેલા રૂફસને અને તેની તથા મારી માને સલામ કહેજો. BSB BSB: Greet Rufus, chosen in the Lord, and his mother, who has been a mother to me as well.
14 ULB આસુંક્રિતસ, ફલેગોન, હેર્મેસ, પાત્રોબાસ તથા હર્માસને અને તેઓની સાથે જે બીજા ભાઈઓ છે, તેઓને સલામ કહેજો. BSB BSB: Greet Asyncritus, Phlegon, Hermes, Patrobas, Hermas, and the brothers with them.
15 ULB ફિલોલોગસને તથા જુલિયાને, નેરીઅસને તથા તેની બહેનને અને ઓલિમ્પાસને તથા તેઓની સાથે જે સંતો છે તેઓ સર્વને સલામ કહેજો. BSB BSB: Greet Philologus and Julia, Nereus and his sister, and Olympas and all the saints with them.
16 ULB પવિત્ર ચુંબન કરીને તમે એકબીજાને સલામ કરજો. ખ્રિસ્તનાં સર્વ વિશ્વાસી સમુદાયો તમને સલામ કહે છે. BSB BSB: Greet one another with a holy kiss. All the churches of Christ send you greetings.
17 ULB હવે, હે ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, જે બોધ તમને મળ્યો છે તેથી વિરુદ્ધ જેઓ તમારામાં ફૂટ પાડે છે અને ઠોકરરૂપ થાય છે, તેઓને ધ્યાનમાં રાખીને તમે તેઓનાથી દૂર રહો. BSB BSB: Now I urge you, brothers, to watch out for those who create divisions and obstacles that are contrary to the teaching you have learned. Turn away from them.
18 ULB કેમ કે એવા માણસો આપણા પ્રભુ ખ્રિસ્તની નહિ, પણ પોતાના પેટની સેવા કરે છે; અને મીઠીમીઠી વાતો તથા ખુશામતથી ભોળા માણસોનાં મન ભમાવે છે. BSB BSB: For such people are not serving our Lord Christ, but their own appetites. By smooth talk and flattery they deceive the hearts of the naive.
19 ULB પણ તમારું આજ્ઞાપાલન સર્વ લોકોમાં જાહેર થયું છે, તેથી હું તમારા સંબંધી આનંદ પામું છું; અને મારી ઇચ્છા એવી છે કે તમે સારી બાબતો વિષે જ્ઞાની, ખોટી બાબતો વિષે ભોળા થાઓ. BSB BSB: Everyone has heard about your obedience, so I rejoice over you. But I want you to be wise about what is good and innocent about what is evil.
20 ULB શાંતિદાતા ઈશ્વર શેતાનને વહેલો તમારા પગ નીચે કચડી નંખાવશે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો. આમીન. BSB BSB: The God of peace will soon crush Satan under your feet. The grace of our Lord Jesus Christ be with you.
21 ULB મારો સાથી કામદાર તિમોથી અને મારા સગાં લુકિયસ, યાસોન તથા સોસીપાતર તમને સલામ કહે છે. BSB BSB: Timothy, my fellow worker, sends you greetings, as do Lucius, Jason, and Sosipater, my fellow countrymen.
22 ULB હું, તેર્તિયુસ પાઉલના આ પત્રનો લખનાર, પ્રભુમાં તમને સલામ લખું છું. BSB BSB: I, Tertius, who wrote down this letter, greet you in the Lord.
24 ULB આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વ પર હો. આમીન. BSB BSB: Not in the BSB
25 ULB હવે જે મર્મ આરંભથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ આ સમયમાં પ્રસિદ્ધ થયો છે અને સર્વ પ્રજાઓ વિશ્વાસને આધીન થાય, એ માટે સનાતન ઈશ્વરની આજ્ઞાથી પ્રબોધકોના લેખોમાં તેમને જણાવવાંમાં આવ્યો છે, BSB BSB: Now to Him who is able to strengthen you by my gospel and by the proclamation of Jesus Christ, according to the revelation of the mystery concealed for ages past
26 ULB તે મર્મના પ્રકટીકરણ પ્રમાણે મારી સુવાર્તા, એટલે ઈસુ ખ્રિસ્ત વિષેના ઉપદેશ પ્રમાણે તમને દૃઢ કરવાને જે શક્તિમાન છે. BSB BSB: but now revealed and made known through the writings of the prophets by the command of the eternal God, in order to lead all nations to the obedience that comes from faith—
27 ULB તે એકલા જ્ઞાની ઈશ્વરને, ઈસુ ખ્રિસ્ત દ્વારા સર્વકાળ સુધી મહિમા હો. આમીન. BSB BSB: to the only wise God be glory forever through Jesus Christ! Amen.
Select verses for actions: Enter goes to them and Escape comes back.