1 ULB સુલેમાનનું આ સર્વોત્તમ ગીત. BSB BSB: This is Solomon’s Song of Songs.
2 ULB તારા મુખના ચુંબનોથી તું મને ચુંબન કર, કેમ કે તારો પ્રેમ દ્રાક્ષારસથી ઉત્તમ છે. BSB BSB: Let him kiss me with the kisses of his mouth! For your love is more delightful than wine.
3 ULB તારા અત્તરની ખુશ્બો કેવી સરસ છે! તારું નામ અત્તર જેવું મહાન છે! તેથી જ બધી કુમારિકાઓ તને પ્રેમ કરે છે! BSB BSB: The fragrance of your perfume is pleasing; your name is like perfume poured out. No wonder the maidens adore you.
4 ULB મને તારી સાથે લઈ જા, આપણે જતાં રહીએ. રાજા મને પોતાના ઓરડામાં લાવ્યો છે. હું પ્રસન્ન છું; હું તારા માટે આનંદ કરું છું; મને તારા પ્રેમની ઉજવણી કરવા દે; તે દ્રાક્ષારસ કરતાં પણ વધારે સારો છે. બીજી યુવતીઓ તને પ્રેમ કરે તે વાજબી છે. BSB BSB: Take me away with you—let us hurry! May the king bring me to his chambers. We will rejoice and delight in you; we will praise your love more than wine. It is only right that they adore you.
5 ULB હું શ્યામ છું પણ સુંદર છું, હે યરુશાલેમની દીકરીઓ, કેદારના તંબુઓની માફક શ્યામ, સુલેમાનના પડદાઓની માફક સુંદર છું. BSB BSB: I am dark, yet lovely, O daughters of Jerusalem, like the tents of Kedar, like the curtains of Solomon.
6 ULB હું શ્યામ છું તેથી મારી સામે એકીટશે જોશો નહિ. કેમ કે સૂર્યએ મને બાળી નાખી છે. મારી માતાના દીકરાઓ મારા પર કોપાયમાન થયા હતા; તેઓએ મને દ્રાક્ષવાડીની રક્ષક બનાવી. પણ મારી પોતાની દ્રાક્ષવાડી મેં સંભાળી નથી. BSB BSB: Do not stare because I am dark, for the sun has gazed upon me. My mother’s sons were angry with me; they made me a keeper of the vineyards, but my own vineyard I have neglected.
7 ULB જેને મારો આત્મા પ્રેમ કરે છે તે, તું મને કહે, તું તારા ઘેટાં-બકરાંને કયાં ચરાવે છે? તેમને બપોરે ક્યાં વિસામો આપે છે? શા માટે હું તારા સાથીદારોના ટોળાંની પાછળ, ભટકનારની માફક ફરું? BSB BSB: Tell me, O one I love, where do you pasture your sheep? Where do you rest them at midday? Why should I be like a veiled woman beside the flocks of your companions?
8 ULB યુવતીઓમાં અતિ સુંદર, જો તું જાણતી ના હોય તો, મારા ટોળાંની પાછળ ચાલ, તારી બકરીના બચ્ચાંને ભરવાડોના તંબુઓ પાસે ચરાવ. BSB BSB: If you do not know, O fairest of women, follow the tracks of the flock, and graze your young goats near the tents of the shepherds.
9 ULB મારી પ્રિયતમા, ફારુનના રથોના ઘોડાઓની મધ્યેની ઘોડીની સાથે, મેં તને સરખાવી છે. BSB BSB: I compare you, my darling, to a mare among Pharaoh’s chariots.
10 ULB તારા ગાલ તારા આભૂષણોથી, તારી ગરદન રત્નથી સુંદર લાગે છે. BSB BSB: Your cheeks are beautiful with ornaments, your neck with strings of jewels.
11 ULB હું તારા માટે ચાંદી જડેલા સોનાના આભૂષણો બનાવીશ. BSB BSB: We will make you ornaments of gold, studded with beads of silver.
12 ULB જ્યારે રાજા પોતાના પલંગ પર સૂતો હતો, ત્યારે મારી જટામાસીની ખુશ્બો મહેકી રહી હતી. BSB BSB: While the king was at his table, my perfume spread its fragrance.
13 ULB મારો પ્રીતમ બોળની કોથળી જેવો મને લાગે છે જે મારા સ્તનોની વચ્ચે રાત્રી વિતાવે છે. BSB BSB: My beloved is to me a sachet of myrrh resting between my breasts.
14 ULB મારો પ્રીતમ, એન-ગેદીની દ્રાક્ષવાડીમાં, મેંદીના ફૂલના ગુચ્છો જેવો લાગે છે. BSB BSB: My beloved is to me a cluster of henna blossoms in the vineyards of En-gedi.
15 ULB જો,મારી પ્રિયતમા, તું સુંદર છે, જો, તું સુંદર છે; તારી આંખો હોલાના જેવી છે. BSB BSB: How beautiful you are, my darling! Oh, how very beautiful! Your eyes are like doves.
16 ULB જો, તું સુંદર છે મારા પ્રીતમ, તું કેવો મનોહર છે. આપણો પલંગ કૂણા છોડના જેવો છે. BSB BSB: How handsome you are, my beloved! Oh, how delightful! The soft grass is our bed.
17 ULB આપણા ઘરના મોભ એરેજ વૃક્ષની ડાળીઓ જેવા અને આપણી છતની વળીઓ દેવદાર વૃક્ષની ડાળીઓની છે. BSB BSB: The beams of our house are cedars; our rafters are fragrant firs.
Select verses for actions: Enter goes to them and Escape comes back.