1 ULB તે દિવસે દાઉદના ઘર પર તથા યરુશાલેમના રેહવાસીઓ પર તેઓનાં પાપ અને અશુદ્ધતા માટે ઝરો ખોલવામાં આવશે. BSB BSB: “On that day a fountain will be opened to the house of David and the people of Jerusalem, to cleanse them from sin and impurity.
2 ULB સૈન્યોના યહોવાહ કહે છે કે "તે દિવસે હું દેશમાંથી મૂર્તિઓનું નામ નાબૂદ કરીશ કે ફરી તેઓને યાદ કરવામાં આવે નહિ; હું જૂઠા પ્રબોધકોને તથા અશુદ્ધ આત્માને દેશમાંથી દૂર કરીશ. BSB BSB: And on that day, declares the LORD of Hosts, I will erase the names of the idols from the land, and they will no longer be remembered. I will also remove the prophets and the spirit of impurity from the land.
3 ULB જો કોઈ માણસ ભવિષ્યવાણી કરવાનું ચાલુ રાખશે, તો તેને જન્મ આપનાર તેના માતા પિતા તેને કહેશે કે, 'તું જીવતો રહેવાનો નથી, કેમ કે, તું યહોવાહના નામથી જૂઠું બોલે છે.' તેને જન્મ આપનાર તેનાં માતાપિતા જ્યારે તે ભવિષ્યવાણી કરતો હશે ત્યારે તેને વીંધી નાખશે. BSB BSB: And if anyone still prophesies, his father and mother who bore him will say to him, ‘You shall not remain alive, because you have spoken falsely in the name of the LORD.’ When he prophesies, his father and mother who bore him will pierce him through.
4 ULB તે દિવસે એવું થશે કે દરેક પ્રબોધક ભવિષ્યવાણી કહેતી વખતે પોતાના સંદર્શનને લીધે શરમાશે, તેઓ રૂઆંવાળા વસ્ત્ર પહેરીને લોકોને ઠગશે નહિ. BSB BSB: And on that day every prophet who prophesies will be ashamed of his vision, and he will not put on a hairy cloak in order to deceive.
5 ULB કેમ કે તે કહેશે, 'હું પ્રબોધક નથી. હું જમીનમાં કામ કરનાર માણસ છું, કેમ કે જ્યારે હું જુવાન હતો ત્યારથી હું જમીનમાં કામ કરતો આવ્યો છું.' BSB BSB: He will say, ‘I am not a prophet; I work the land, for I was purchased as a servant in my youth.’
6 ULB પણ જો કોઈ તેને કહેશે કે, 'તારા હાથો પર આ ઘા શાના છે?' તો તે જવાબ આપશે કે, 'તે ઘા તો મને મારા મિત્રોના ઘરમાં પડ્યા હતા તે છે.'" BSB BSB: If someone asks him, ‘What are these wounds on your chest?’ he will answer, ‘These are the wounds I received in the house of my friends.’
7 ULB સૈન્યોના યહોવાહ કહે છે, "હે તલવાર મારા પાળક વિરુદ્ધ, તથા જે માણસ મારી પાસે ઊભો છે તેની વિરુદ્ધ જાગૃત થા. પાળકને માર, એટલે ટોળું વિખેરાઈ જશે. કેમ કે હું મારો હાથ નાનાંઓ પર ફેરવીશ. BSB BSB: Awake, O sword, against My Shepherd, against the man who is My Companion, declares the LORD of Hosts. Strike the Shepherd, and the sheep will be scattered, and I will turn My hand against the little ones.
8 ULB યહોવાહ કહે છે કે ત્યારે એવું થશે કે આખા દેશમાંના" બે ભાગ નષ્ટ પામીને નાબૂદ થશે; પણ ત્રીજો ભાગ બાકી રહેશે. BSB BSB: And in all the land, declares the LORD, two-thirds will be cut off and perish, but a third will be left in it.
9 ULB ત્રીજા ભાગને હું અગ્નિમાં નાખીશ, અને જેમ ચાંદીને શુદ્ધ કરવામાં આવે છે તેમ હું તેને શુદ્ધ કરીશ, અને જેમ સોનાને પરખવામાં આવે છે તેમ તેની પરખ કરીશ. તેઓ મારું નામ પોકારશે, હું તેઓને જણાવીશ કે, 'આ મારા લોકો છે.' તેઓમાંનો દરેક કહેશે કે, 'યહોવાહ અમારા ઈશ્વર છે.'" BSB BSB: This third I will bring through the fire; I will refine them like silver and test them like gold. They will call on My name, and I will answer them. I will say, ‘They are My people,’ and they will say, ‘The LORD is our God.’”