1 UDB ભાઈઓ અને બહેનો, જ્યારે હું તમારી પાસે આવ્યો, ત્યારે મેં આકર્ષક ભાષણો કર્યાં નહોતાં, કે બુદ્ધિમાનોએ કહેલી બાબતોનું મેં પુનરાવર્તન કર્યું ન હતું. મેં તમને ઈશ્વર વિષેનાં ગુપ્ત સત્યો કહ્યાં. BSB BSB: When I came to you, brothers, I did not come with eloquence or wisdom as I proclaimed to you the testimony about God.
2 UDB ઈસુ ખ્રિસ્ત અને તેમના વધસ્તંભ પરના મરણ સિવાય બીજું કંઈ પણ ન કહેવા માટે મેં નિર્ણય કર્યો હતો. BSB BSB: For I resolved to know nothing while I was with you except Jesus Christ and Him crucified.
3 UDB જ્યારે હું તમારી સાથે હતો ત્યારે હું કેટલો નિર્બળ હતો તે તમે જાણો છો. તમે જાણો છો કે મારું હૃદય ભયભીત હતું, અને તમે મને ભયથી ધ્રૂજતો જોયો. BSB BSB: I came to you in weakness and fear, and with much trembling.
4 UDB પરંતુ તમે મારો સંદેશ સાંભળ્યો, અને તમે જાણો છો કે જ્યારે હું તમારી સમક્ષ બોલ્યો ત્યારે મેં કાળજીપૂર્વક તૈયાર કરેલા ભાષણો કર્યાં નહિ. તેના બદલે, ઈશ્વરના આત્માએ તમને બતાવ્યું કે મારા દ્વારા તેમણે જે ચમત્કારો કર્યા તેના સામર્થ્યથી હું સત્ય બોલતો હતો. BSB BSB: My message and my preaching were not with persuasive words of wisdom, but with a demonstration of the Spirit’s power,
5 UDB મેં આ રીતે શીખવ્યું કે જેથી તમે માનવીય ડહાપણને લીધે નહિ પણ તેમના સામર્થ્યને લીધે ઈશ્વરમાં વિશ્વાસ કરો. BSB BSB: so that your faith would not rest on men’s wisdom, but on God’s power.
6 UDB હવે જેઓ સંપૂર્ણપણે ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓને માટે અમે બોલીએ છીએ. હવે તમારી પાસે ડહાપણ છે, અને તે ડહાપણને આ જીવનના રાજાઓ અને રાજ્યપાલો, કે જેમાંના સર્વ ટૂંક સમયમાં જતા રહેશે, તેઓની સાથે કંઈ લેવાદેવા નથી. BSB BSB: Among the mature, however, we speak a message of wisdom—but not the wisdom of this age or of the rulers of this age, who are coming to nothing.
7 UDB અમે તે ડહાપણને જાહેર કરીએ છીએ જેને ઈશ્વરે હમણાં સુધી ગુપ્ત રાખ્યું હતું; તે ડહાપણ તો એવી જ્ઞાની બાબતો છે કે જેમને ઈશ્વરે જગત ઉત્પન્ન કર્યું તે અગાઉ કરવાનો નિર્ણય કર્યો, અને તેમણે તે બાબતો કરવાનો નિર્ણય કર્યો કે જેથી તેઓ અને અન્ય સજીવો કોઇક દિવસે આપણને માન આપે. BSB BSB: No, we speak of the mysterious and hidden wisdom of God, which He destined for our glory before time began.
8 UDB ઈશ્વરની ડહાપણની યોજનાઓ વિષે આ જગત પર રાજ કરનારાઓમાંના કોઈને પણ ખબર ન હતી. જો તેઓ તે સમજ્યા હોત, તો તેઓએ ક્યારે પણ પ્રભુ, કે જેઓ ઘણા જ મહાન છે, તેમને વધસ્તંભે જડ્યા ન હોત. BSB BSB: None of the rulers of this age understood it. For if they had, they would not have crucified the Lord of glory.
9 UDB પરંતુ શાસ્ત્ર એમ કહે છે: "જે બાબતો કોઈએ પણ જોઈ નથી, કોઈએ પણ સાંભળી નથી, અને જેની કોઈએ પણ કલ્પના કરી નથી- તેઓ એ જ છે કે જેઓને ઈશ્વરે તેમને પ્રેમ કરનારાઓ માટે તૈયાર કરી છે." BSB BSB: Rather, as it is written: “No eye has seen, no ear has heard, no heart has imagined, what God has prepared for those who love Him.”
10 UDB આ તે જ બાબતો છે જેઓને ઈશ્વરે આપણને પવિત્ર આત્મા દ્વારા બતાવી. કેમ કે પવિત્ર આત્મા સઘળું જુએ અને જાણે છે. તેઓ ઈશ્વરનાં ઊંડાં અને ગુપ્ત રહસ્યો જે માત્ર ઈશ્વર જ પોતાના વિષે જાણે છે તેઓને પણ જાણે છે. BSB BSB: But God has revealed it to us by the Spirit. The Spirit searches all things, even the deep things of God.
11 UDB માણસ જે પોતે વિચારે છે તે વિષે તેના પોતાના આત્મા સિવાય બીજું કોઈ જાણતું નથી. એમ જ ઈશ્વરની ગુપ્ત બાબતો ઈશ્વરના આત્મા સિવાય બીજું કોઈ જાણતું નથી. BSB BSB: For who among men knows the thoughts of man except his own spirit within him? So too, no one knows the thoughts of God except the Spirit of God.
12 UDB જે આત્મા ઈશ્વરે આપણને આપ્યો છે તે આ જગત તરફથી આવતો આત્મા નથી. ઈશ્વર તરફથી જે આત્મા આવે છે તેને આપણે મેળવ્યો છે. આ આત્મા ઈશ્વર આપણને જે કૃપાદાન મુક્ત રીતે આપે છે તે સમજાવવા સહાય કરે છે. BSB BSB: We have not received the spirit of the world, but the Spirit who is from God, that we may understand what God has freely given us.
13 UDB આ જગતના ડહાપણમાં શીખેલા લોકો સમજી ન શકે તેવા પાઠો અમે શીખવીએ છીએ. આ પાઠો માત્ર ઈશ્વરના આત્મા દ્વારા શીખવવામાં આવે છે. તે આત્મા આપણને આ પાઠોનો અર્થ સમજવા સહાય કરે છે. BSB BSB: And this is what we speak, not in words taught us by human wisdom, but in words taught by the Spirit, expressing spiritual truths in spiritual words.
14 UDB જે માણસ ઈશ્વરને જાણતો નથી તે આ આત્મિક પાઠો સ્વીકારી શકતો નથી. તેના માટે તેઓ મૂર્ખોના પાઠો જેવા છે. તે તેઓને સ્વીકારવા ઇચ્છે તોપણ, તે અસમર્થ છે, કારણ કે માત્ર જે લોકો પાસે ઈશ્વર તરફથી મળતું ડહાપણ હશે તેઓ જ આ બાબતો સમજી શકશે. BSB BSB: The natural man does not accept the things that come from the Spirit of God. For they are foolishness to him, and he cannot understand them, because they are spiritually discerned.
15 UDB જે ઈશ્વરને જાણે છે તે સર્વ બાબતોનું મૂલ્યાંકન કરે છે, પરંતુ ઈશ્વર પોતાના વિષેનું તેઓનું મૂલ્યાંકન સ્વીકારશે નહિ. BSB BSB: The spiritual man judges all things, but he himself is not subject to anyone’s judgment.
16 UDB જેમ આપણામાંના એક પ્રબોધકે લખ્યું છે તેમ: "કોઇપણ વ્યક્તિ માટે ઈશ્વરના મનમાં જે છે તે સર્વ જાણવું અશક્ય છે. ઈશ્વરને શીખવવા માટે કોઈ સક્ષમ નથી." પરંતુ આપણે ખ્રિસ્તના વિચારો જાણી શકીએ છીએ. BSB BSB: “For who has known the mind of the Lord, so as to instruct Him?” But we have the mind of Christ.
Select verses for actions: Enter goes to them and Escape comes back.