1 UDB મારા ભાઈઓ અને બહેનો, જ્યારે હું તમારી સાથે હતો, ત્યારે તમે ઈશ્વર વિષેનાં અઘરાં સત્યો સાંભળવા તૈયાર ન હતા. તમે જાણે ખ્રિસ્તમાં જોડાયેલાં નાનાં બાળકો હોય તેમ હું તમારી સાથે વાત કરી શકતો હતો. BSB BSB: Brothers, I could not address you as spiritual, but as worldly—as infants in Christ.
2 UDB જેમ માતા પોતાના બાળકને દૂધ આપે તેમ જ, મેં તમને સમજવામાં સહેલી બાબતો શીખવી હતી. તમે ભારે ખોરાક પચાવવા માટે તૈયાર ન હતા. અને તમે હમણાં પણ તૈયાર નથી. BSB BSB: I gave you milk, not solid food, for you were not yet ready for solid food. In fact, you are still not ready,
3 UDB હું આ કહું છું કારણ કે તમે ખ્રિસ્તીઓ હોવા છતાં હજુ પણ અવિશ્વાસીઓની જેમ વર્તી રહ્યા છો. હું જાણું છું કે તમે તૈયાર નથી કારણ કે તમારામાંના ઘણા એકબીજાની ઈર્ષા કરે છે અને ઝઘડે છે, અને તમે જાણે હજુ પણ અવિશ્વાસીઓ હોય તેમ બાબતોનો ન્યાય કરો છો. BSB BSB: for you are still worldly. For since there is jealousy and dissension among you, are you not worldly? Are you not walking in the way of man?
4 UDB તમારામાંના કેટલાક એમ કહે છે કે મેં પાઉલે, તમને જે શીખવ્યું તેને અનુસરો છો; બીજાઓ કહે છે કે તેઓ આપોલસે જે શીખવ્યું તેને અનુસરે છે. તમે અવિશ્વાસીઓની માફક વર્તી રહ્યા છો. BSB BSB: For when one of you says, “I follow Paul,” and another, “I follow Apollos,” are you not mere men?
5 UDB તમારા જીવનોમાં ઈશ્વરે જે મહાન કાર્ય કર્યું છે તેની સરખામણીમાં આપોલસ મહત્વનો નથી. અથવા પાઉલ પણ મહત્વનો નથી. અમે બન્ને સેવકો છીએ, અને જે રીતે તેમણે અમને સોંપેલ છે તેમ અમે એક જ ઈશ્વરની સેવા કરીએ છીએ. BSB BSB: What then is Apollos? And what is Paul? They are servants through whom you believed, as the Lord has assigned to each his role.
6 UDB તમારામાં ઈશ્વરના વચનનું બીજ વાવનાર હું પ્રથમ હતો તેમ છતાં, આપોલસે નિશ્ચિત કર્યું કે તમે વિશ્વાસમાં વૃદ્ધિ પામો. પરંતુ માત્ર ઈશ્વર જ તમને આત્મિક વૃદ્ધિ આપી શકે છે. BSB BSB: I planted the seed and Apollos watered it, but God made it grow.
7 UDB મને ફરીથી કહેવા દો: અમે જેઓ બીજ વાવીએ છીએ અને તેને પાણી છાંટીએ છીએ તેઓનું કંઇ પણ મહત્વ નથી. એ તો ઈશ્વર જ છે કે જેઓ વૃદ્ધિ આપે છે. તમે તો તેમણે રોપેલા બગીચા જેવા છો. BSB BSB: So neither he who plants nor he who waters is anything, but only God, who makes things grow.
8 UDB જે રોપે છે અને જે પાણી પાય છે તે તો એકસરખું જ કાર્ય કરે છે, અને દરેક વ્યક્તિગત રીતે તેનું વેતન ઈનામ તરીકે મેળવશે. ઈનામ તે તો એ રકમ છે કે જે દરેકે કેટલી મહેનતથી કામ કર્યું છે તે માપથી તેને ચૂકવવામાં આવે છે. BSB BSB: He who plants and he who waters are one in purpose, and each will be rewarded according to his own labor.
9 UDB અમે બન્ને ઈશ્વરના છીએ અને અમે ઈશ્વર સાથે કાર્ય કરીએ છીએ. પરંતુ તમારા માટે તો, ઈશ્વર તમને પોતાના ખેતરમાં ઉછેરી રહ્યા છે. તે તો એવું છે કે જાણે તેઓ તમારા દ્વારા એક ઇમારત બનાવી રહ્યા હોય. BSB BSB: For we are God’s fellow workers; you are God’s field, God’s building.
10 UDB ઈશ્વરે મને ઉદારતાથી કૌશલ્ય આપ્યું કે જેથી હું તેમને માટે આ કાર્ય કરી શકું. મેં તમારી મધ્યે એક કુશળ બાંધનાર તરીકે ઘણી કાળજીપૂર્વક કાર્ય કર્યું. પરંતુ મેં જેની શરૂઆત કરી હતી તેના પર મારા પછી બીજો કોઈક બાંધશે. દરેક વ્યક્તિ બીજાઓએ અગાઉ જે કર્યું છે તેના પર બાંધે છે. પરંતુ દરેકે પોતે કેવી રીતે બાંધે છે તેના વિષે સાવચેત રહેવું જોઈએ. BSB BSB: By the grace God has given me, I laid a foundation as an expert builder, and someone else is building on it. But each one must be careful how he builds.
11 UDB કેમ કે જે નંખાયેલો પાયો છે તેના સિવાય અન્ય પાયો કોઈ નાખી શકતું નથી. તે પાયો તો ઈસુ ખ્રિસ્ત છે. BSB BSB: For no one can lay a foundation other than the one already laid, which is Jesus Christ.
12 UDB અમે બાંધનારાઓ જેવા છીએ કે જેઓ નિર્ણય કરે છે કે તે પાયાની ઉપર શું મૂકવું. શિલ્પીઓ સોનું, ચાંદી, અને કિંમતી પથ્થરો જેવી મૂલ્યવાન સામગ્રી, અથવા લાકડું, સૂકું ઘાસ અને પરાળ જેવી નકામી સામગ્રી વાપરવાનો નિર્ણય કરી શકે છે. BSB BSB: If anyone builds on this foundation using gold, silver, precious stones, wood, hay, or straw,
13 UDB ઈશ્વર આપણા કાર્યનો ન્યાય કરશે અને આપણામાંના દરેકે તેમના માટે શું કર્યું છે તે પ્રગટ કરશે. તેઓ આપણે જે કાર્ય કર્યું છે તેને ચકાસવા અગ્નિ મોકલશે. તે અગ્નિ આપણે તેમને માટે કરેલા કાર્યની ગુણવત્તાની સાબિતી આપશે. BSB BSB: his workmanship will be evident, because the Day will bring it to light. It will be revealed with fire, and the fire will prove the quality of each man’s work.
14 UDB વ્યક્તિએ જે બાંધ્યું છે તે જો અગ્નિની પરીક્ષા સામે ટકશે, તો તે તેના કાર્ય માટે ઇનામ મેળવશે, BSB BSB: If what he has built survives, he will receive a reward.
15 UDB પરંતુ જો અગ્નિ તેનાં સર્વ કાર્યને બાળી નાખે, તો તે તેનાં સર્વ ઇનામો ગુમાવશે, પણ જો કે તેણે જે કાર્ય કર્યું હતું તેને જ્વાળાઓ સંપૂર્ણપણે નષ્ટ કરી નાખે તે છતાં ઈશ્વર હજુ પણ તેને બચાવી શકે છે. BSB BSB: If it is burned up, he will suffer loss. He himself will be saved, but only as if through the flames.
16 UDB તમે ચોક્કસપણે જાણો છો કે તમે ઈશ્વરનું નિવાસસ્થાન છો કે જ્યાં તેઓ રહે છે અને તમે તેમનું ભક્તિસ્થાન છો. તમે નિશ્ચે જાણો છો કે ઈશ્વરનો આત્મા તમારામાં રહે છે. BSB BSB: Do you not know that you yourselves are God’s temple, and that God’s Spirit dwells in you?
17 UDB ઈશ્વર વચન આપે છે કે જે કોઈ તેમના ભક્તિસ્થાનનો નાશ કરવાનો પ્રયત્ન કરશે તેનો તેઓ નાશ કરશે. તેઓ એવું એટલા માટે કરશે કારણ કે તેમનું ભક્તિસ્થાન તે કેવળ તેમનું જ છે. અને હવે તમે તેમનું ભક્તિસ્થાન છો અને તમે કેવળ તેમના જ છો તે કારણે તેઓ તે જ વચન દ્વારા તમારું રક્ષણ કરે છે! BSB BSB: If anyone destroys God’s temple, God will destroy him; for God’s temple is holy, and you are that temple.
18 UDB સાવચેત રહો કે તમે પોતાને છેતરો નહિ. તમારામાંનો જો કોઈ વિચારે કે તેની પાસે મહાજ્ઞાન છે કે જેની અવિશ્વાસીઓ પ્રશંસા કરશે, તો તેણે સાવધાન રહેવું. અવિશ્વાસીઓ જે બાબતો ઇચ્છે છે તે સર્વ બાબતો જો તે છોડી દે તો તે તેના માટે વધુ સારું થશે. ભલે તેમ કરવાને લીધે તેઓ તેને મૂર્ખ ગણે તો પણ સારું રહેશે. જ્યારે તે તે બધી બાબતોને છોડી દેશે, ત્યારે તે ખરું જ્ઞાન શીખવાનું શરૂ કરશે. BSB BSB: Let no one deceive himself. If any of you thinks he is wise in this age, he should become a fool, so that he may become wise.
19 UDB જગત જેને મહાજ્ઞાન ગણે છે તે ખરેખર તો ઈશ્વર માટે મૂર્ખતા છે. કેમ કે શાસ્ત્ર કહે છે, "ઈશ્વર જ્ઞાનીને તેની પોતાની મૂર્ખ યોજનાઓમાં સપડાવે છે." BSB BSB: For the wisdom of this world is foolishness in God’s sight. As it is written: “He catches the wise in their craftiness.”
20 UDB અને ફરી શાસ્ત્ર શીખવે છે, "ઈશ્વર જ્ઞાનીઓની સર્વ યોજનાઓને જાણે છે, અને તેઓ જાણે છે કે અંતમાં, તેઓ સર્વ ગુમાવશે." BSB BSB: And again, “The Lord knows that the thoughts of the wise are futile.”
21 UDB તેથી એક ખ્રિસ્તી આગેવાન કે બીજો ખ્રિસ્તી આગેવાન કેટલો સારો છે તેના વિષે બડાઈ મારવાનું બંધ કરો. કેમ કે ઈશ્વરે તમને સર્વ બાબતો આપી છે. BSB BSB: Therefore, stop boasting in men. All things are yours,
22 UDB ઈશ્વરે તમને પાઉલ, આપોલાસ અને પિતર આપ્યા છે. અને ઈશ્વરે તમને આ જગત, તમારા જીવન અને મરણ પર વિજય આપ્યો છે. અને જેનું અસ્તિત્વ છે તથા ભવિષ્યમાં જે અસ્તિત્વમાં આવશે તે સર્વ ઈશ્વર તમને આપે છે- તે સર્વ તમારું છે; BSB BSB: whether Paul or Apollos or Cephas or the world or life or death or the present or the future. All of them belong to you,
23 UDB અને તમે ખ્રિસ્તના છો, અને ખ્રિસ્ત ઈશ્વરના છે. BSB BSB: and you belong to Christ, and Christ belongs to God.
Select verses for actions: Enter goes to them and Escape comes back.