1 UDB લોકોએ અમને એમ પણ કહ્યું છે કે તમારી મંડળીમાં એવો કોઈક છે કે જે જાતીય અનૈતિકતામાં જીવે છે, એવા પ્રકારની અનૈતિકતા કે જેને અવિશ્વાસીઓ પણ માન્ય ન રાખે. એક વ્યક્તિ તેના પિતાની બીજી પત્ની સાથે જાતીય સબંધ રાખે છે! BSB BSB: It is actually reported that there is sexual immorality among you, and of a kind that is intolerable even among pagans: A man has his father’s wife.
2 UDB અને તમે, તમે ગર્વિષ્ઠતામાં રાચો છો! તેના કરતાં તમારે આ પાપને લીધે રુદન કરવું જોઈતું હતું, અને તમારી સભામાંથી તે માણસને કાઢી મૂકવો જોઈતો હતો. BSB BSB: And you are proud! Shouldn’t you rather have been stricken with grief and have removed from your fellowship the man who did this?
3 UDB હું દૈહિક રીતે તમારી સાથે નથી, પરંતુ મને તમારા સર્વની ઘણી ચિંતા છે, અને હું મારા આત્મામાં તમારી સાથે છું. અને જાણે હું તમારી સાથે હોઉં તેમ એ કામ કરનારનો ન્યાય કરી ચૂક્યો છું. BSB BSB: Although I am absent from you in body, I am present with you in spirit, and I have already pronounced judgment on the one who did this, just as if I were present.
4 UDB જ્યારે તમે પ્રભુ ઈસુના આધિપત્ય હેઠળ ભજન કરવા એકઠા થાઓ અને હું તમારી સાથે આત્મામાં ભજન કરું છું ત્યારે BSB BSB: When you are assembled in the name of our Lord Jesus and I am with you in spirit, along with the power of the Lord Jesus,
5 UDB તમારે આ માણસને બહાર જગતમાં શેતાનને સોંપી દેવો જોઈતો હતો, જેથી તેનું દૈહિક શરીર કદાચ નાશ પામે, પણ પ્રભુના પાછા ફરવાના દિવસે ઈશ્વર તેનો આત્મા બચાવે. BSB BSB: hand this man over to Satan for the destruction of the flesh, so that his spirit may be saved on the Day of the Lord.
6 UDB તમે તમારાં પોતાનાં વખાણ કરો છો તે સારું નથી. તમે ચોક્કસ જાણો છો કે દુષ્ટતા ખમીર જેવી છે: થોડું ખમીર આખા લોટને ફુલાવે છે. BSB BSB: Your boasting is not good. Do you not know that a little leaven works through the whole batch of dough?
8 UDB તેથી ચાલો આપણે પાસ્ખાપર્વનો તહેવાર ઊજવીએ, અને શુદ્ધિકરણના સર્વ નિયમોને અનુસરીએ. આપણે જૂનું ખમીર કે જે અનઆજ્ઞાંકિતપણું અને દુષ્ટતા દર્શાવે છે, તેને ફેંકી જ દેવું જોઈએ, અને ઈશ્વરની આજ્ઞા પાળવા દ્વારા અને એકબીજા સાથે સત્ય બોલવા દ્વારા આપણે આ તહેવાર ઊજવવો જ જોઈએ. જો આપણે તેમ કરીએ, તો આપણે ખમીર વગરની રોટલી જેવા બનીશું. BSB BSB: Therefore let us keep the feast, not with the old bread, leavened with malice and wickedness, but with the unleavened bread of sincerity and of truth.
9 UDB મેં તમને લખ્યું છે, કે તમારે જાતીય રીતે અનૈતિક લોકોની સંગતમાં રહેવું જ નહિ. BSB BSB: I wrote you in my letter not to associate with sexually immoral people.
10 UDB સીધી વાત છે કે, મારા કહેવાનો અર્થ એ નથી કે જેઓ અનૈતિક છે અથવા સ્વાર્થી રીતે ઘણી બાબતોની ઇચ્છા રાખે છે અથવા જેઓ કુયુક્તિથી કે છેતરીને બીજાઓનું પડાવી લે છે અથવા જેઓ મૂર્તિઓની પૂજા કરે છે તેવા અવિશ્વાસીઓ સાથે તમારે સહયોગી ન બનવું. એવા સર્વ લોકોથી દૂર રહેવા માટે તો તમારે આ જગત છોડવું પડે. BSB BSB: I was not including the sexually immoral of this world, or the greedy and swindlers, or idolaters. In that case you would have to leave this world.
11 UDB તેના બદલે, મારો કહેવાનો અર્થ એ છે કે જાતીય અનૈતિકતામાં જીવતા સાથી વિશ્વાસી સાથે તમારે ગાઢ મિત્ર બનવું નહિ. આપણે લાલચ, કે મૂર્તિપૂજા, કે કોઈ જે રીતે બીજાઓ સાથે વાત કરે તેમાં અપમાનજનક હોય, કે દારૂનો વ્યસની, કે ઠગનાર જેવા બીજા પાપો કરનારાને પણ આમાં સામેલ કરવા જોઈએ. જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાનો દાવો કરે છે, તેમ છતાં આ બધી ભયંકર બાબતો કરે છે તેવા લોકો સાથે તમારે જમવું પણ નહિ. BSB BSB: But now I am writing you not to associate with anyone who claims to be a brother but is sexually immoral or greedy, an idolater or a verbal abuser, a drunkard or a swindler. With such a man do not even eat.
12 UDB કેમ કે જેઓ ખ્રિસ્તની મંડળીની બહાર છે તેઓનો ન્યાય કરવાની મારી જવાબદારી નથી. જેઓ મંડળીમાં છે તેઓનો ન્યાય કરવાની તમારી ફરજ છે. BSB BSB: What business of mine is it to judge those outside the church? Are you not to judge those inside?
13 UDB જેઓ ખ્રિસ્તની મંડળીની બહાર છે તેઓનો ન્યાય ઈશ્વર જ કરશે. શાસ્ત્ર આપણને આદેશ આપે છે, "તમારી મધ્યે જે દુષ્ટ વ્યક્તિ છે તેને તમારે દૂર કરવી જ જોઈએ!" BSB BSB: God will judge those outside. “Expel the wicked man from among you.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.