1 UDB પરિણીત વિશ્વાસીઓએ કેવી રીતે જીવવું તે વિષે તમે કેટલાક પ્રશ્નો લખ્યા હતા. મારો જવાબ આ છે. લગ્નજીવનમાં કદાચ એવા કેટલાક સમયો હોય જ્યારે સાથે સૂઈ જવાથી દૂર રહેવું સારું છે. BSB BSB: Now for the matters you wrote about: It is good to abstain from sexual relations.
2 UDB પરંતુ જાતીય રીતે અનૈતિકતા આચરવા લોકો વારંવાર પરીક્ષણમાં પડે છે. તેથી દરેક પતિને તેની પોતાની પત્ની હોવી જોઈએ, અને દરેક પત્નીને તેનો પોતાનો પતિ હોવો જોઈએ. BSB BSB: But because there is so much sexual immorality, each man should have his own wife, and each woman her own husband.
3 UDB અને લગ્ન કરલા દરેક વિશ્વાસીને તેના પતિ કે પત્ની સાથે સૂઈ જવાનો હક છે. BSB BSB: The husband should fulfill his marital duty to his wife, and likewise the wife to her husband.
4 UDB પતિ પોતાના શરીરનું નિયંત્રણ તેની પત્નીને આપે. અને પત્ની પોતાના શરીરનું નિયંત્રણ તેના પતિને આપે. BSB BSB: The wife does not have authority over her own body, but the husband. Likewise the husband does not have authority over his own body, but the wife.
5 UDB તમે પ્રાર્થના કરી શકો તેથી, તમે બન્ને થોડા સમય માટે એકબીજાથી દૂર રહેવા માટે સંમત થાઓ તે સિવાય એકબીજાને સાથે સુવાથી વંચિત ન રાખો. કેમ કે તમે પોતાને નિયંત્રણમાં રાખવા અસમર્થ હોઈને, શેતાનને તમારું પરીક્ષણ કરવા ન દો. BSB BSB: Do not deprive each other, except by mutual consent and for a time, so you may devote yourselves to prayer. Then come together again, so that Satan will not tempt you through your lack of self-control.
6 UDB હું તમને લગ્ન કરી લેવા માટે આદેશ આપતો નથી, પરંતુ હું તમને છૂટ આપીશ કારણ કે તમારામાંના ઘણાએ લગ્ન કરેલા છે અથવા લગ્ન કરવાની ઇચ્છા રાખે છે. BSB BSB: I say this as a concession, not as a command.
8 UDB તમારામાંના જેઓએ ક્યારેય લગ્ન કર્યા નથી તેઓને તથા જેઓના પતિઓ મરણ પામ્યા છે તેઓને, હું કહું છું કે તમે મારી જેમ એકલાં રહો તે સારું છે. BSB BSB: Now to the unmarried and widows I say this: It is good for them to remain unmarried, as I am.
9 UDB પરંતુ પોતાને નિયંત્રણમાં રાખવાનું જો તમારે માટે અઘરું લાગતું હોય, તો તમારે લગ્ન કરી લેવાં જોઈએ. તમારા માટે તીવ્ર જાતીય ઇચ્છાઓને લીધે સહન કરવા કરતાં લગ્ન કરી લેવું સારું છે. BSB BSB: But if they cannot control themselves, let them marry. For it is better to marry than to burn with passion.
10 UDB જેઓએ પરિણીત છે તેઓને ઈશ્વર પોતાના આદેશો આપે છે: "પત્નીએ પોતાના પતિથી જુદા થવું નહિ." BSB BSB: To the married I give this command (not I, but the Lord): A wife must not separate from her husband.
11 UDB (પરંતુ જો તે પોતાનાં પતિથી જુદી થાય, તો તેણે ફરીથી લગ્ન કરવું નહિ, નહીં તો તેણે પોતાના પતિની સાથે સુલેહ કરીને રહેવું.) અને, "પતિએ પોતાની પત્નીને છૂટાછેડા આપવા નહિ." BSB BSB: But if she does, she must remain unmarried or else be reconciled to her husband. And a husband must not divorce his wife.
12 UDB મારે આ કહેવું છે, પણ આ પ્રભુનો આદેશ નથી, આ તો મારી સલાહ છે. જેઓની પત્ની અવિશ્વાસી છે તેઓને: જો તે તમારી સાથે રહેવા માટે રાજી હોય, તો તેને છૂટાછેડા આપવા નહિ. BSB BSB: To the rest I say this (I, not the Lord): If a brother has an unbelieving wife and she is willing to live with him, he must not divorce her.
13 UDB અને જો તમે એવી સ્ત્રી હો કે જેનો પતિ અવિશ્વાસી હોય, અને જો તે તમારી સાથે રહેવા માટે રાજી હોય, તો તેને છૂટાછેડા આપવા નહિ. BSB BSB: And if a woman has an unbelieving husband and he is willing to live with her, she must not divorce him.
14 UDB અવિશ્વાસી પતિ ખાસ રીતે અલગ કરાયેલો છે કારણ કે તેની પત્ની ઈશ્વરમાં વિશ્વાસ રાખે છે. અવિશ્વાસી સ્ત્રી કે જેનો પતિ ઈશ્વરમાં વિશ્વાસ રાખે છે તેના માટે પણ તેવું જ છે. તમારાં બાળકો માટે પણ તેવું જ છે: તેઓ ખાસ રીતે ઈશ્વર માટે અલગ કરાયેલાં છે, કારણ કે પતિ કે પત્ની ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે. BSB BSB: For the unbelieving husband is sanctified through his believing wife, and the unbelieving wife is sanctified through her believing husband. Otherwise your children would be unclean, but now they are holy.
15 UDB તેમ છતાં, જો અવિશ્વાસી પતિ કે પત્ની તમને છોડવા માગતા હોય, તો તમારે તેને જવા દેવા. આ પરિસ્થિતિમાં, લગ્ન કરતી વખતે તમે જે કરાર કર્યો હતો તે હવે પછી તમને બંધનકર્તા નથી. ઈશ્વરે આપણને શાંતિ માટે તેડું આપ્યું છે. BSB BSB: But if the unbeliever leaves, let him go. The believing brother or sister is not bound in such cases. God has called you to live in peace.
16 UDB તમે જાણતા નથી કે તમારા અવિશ્વાસી પતિ કે પત્ની આગળ તમે જે જીવન જીવો છો તે દ્વારા ઈશ્વર કેવી રીતે કાર્ય કરશે. અને તમે જાણતા નથી કે તમારું જીવન તમારા પતિ કે પત્નીને બચાવવાનું માધ્યમ બનશે કે નહિ. BSB BSB: How do you know, wife, whether you will save your husband? Or how do you know, husband, whether you will save your wife?
17 UDB ઈશ્વરે આપણને જે જીવન જીવવા માટે નીમ્યા છે તે આપણે જીવવું જ જોઈએ અને ઈશ્વરે આપણને આપેલા તેડાને આધીન થવું જોઈએ. બધી જ મંડળીઓમાં આ જ સિધ્ધાંત છે. BSB BSB: Regardless, each one should lead the life that the Lord has assigned to him and to which God has called him. This is what I prescribe in all the churches.
18 UDB તમે ખ્રિસ્તી બન્યા તે અગાઉ જો તમારી સુન્નત કરવામાં આવી હોય, તો તે સુન્નતનાં ચિહ્નો તમારે કાઢી નાખવાં જોઈએ નહિ. ઈશ્વરે જ્યારે તમને બચાવ્યા ત્યારે જો તમારી સુન્નત ન થઈ હોય, તો તમારે કોઈને પોતાને સુન્નત કરવા દેવા જોઈએ નહિ. BSB BSB: Was a man already circumcised when he was called? He should not become uncircumcised. Was a man still uncircumcised when called? He should not be circumcised.
20 UDB તેથી જ્યારે ઈશ્વરે તમને ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાનું તેડું આપ્યું ત્યારે તમે જેમ જીવતા અને કાર્ય કરતા હતા તેમ કરવાનું જારી રાખો. BSB BSB: Each one should remain in the situation he was in when he was called.
21 UDB જ્યારે ઈશ્વરે તમને બચાવ્યા ત્યારે જો તમે દાસ હતા, તો તમારે તેના વિષે ચિંતા કરવી નહિ. ચોક્કસ, જો તમને તમારી સ્વતંત્રતા મેળવવાની તક મળે, તો તે તકનો લાભ લો. BSB BSB: Were you a slave when you were called? Do not let it concern you—but if you can gain your freedom, take the opportunity.
22 UDB આ એ માટે છે કારણ કે જે દાસને પ્રભુએ તેડ્યો છે તે હવે સ્વતંત્ર વ્યક્તિ છે. તેવી જ રીતે, જ્યારે તેમણે તમને તેડ્યા ત્યારે જો તમે ક્યારેય કોઈના દાસ ન હતા તો પણ તમે ઈશ્વરના દાસ બની ગયા. BSB BSB: For he who was a slave when he was called by the Lord is the Lord’s freedman. Conversely, he who was a free man when he was called is Christ’s slave.
23 UDB ઈશ્વરે તમને પોતાના દીકરાના મૂલ્યથી ખરીદ્યા છે; તમારી સ્વતંત્રતા મૂલ્યવાન છે. તેથી માણસોના દાસ બનશો નહિ. BSB BSB: You were bought at a price; do not become slaves of men.
24 UDB ખ્રિસ્તમાં મારા ભાઈઓ અને બહેનો, ઈશ્વરે જ્યારે તમને તેડ્યાં ત્યારે તમે જે કંઈ પણ હતાં, તમે દાસ હતાં કે સ્વતંત્ર હતાં, તે જ દરજ્જામાં રહો. BSB BSB: Brothers, each one should remain in the situation he was in when God called him.
25 UDB જેઓએ ક્યારેય લગ્ન કર્યા નથી તેઓના પ્રશ્ન વિષે, હું મારો મત જણાવીશ, પરંતુ આ પ્રશ્ન પર પ્રભુ તરફથી મારી પાસે કોઈ ચોક્કસ આજ્ઞા નથી. પરંતુ મારા પ્રત્યુત્તરમાં તમે ભરોસો રાખી શકો છો કારણ કે ઈશ્વર મારા પ્રત્યે દયાળુ રહ્યા છે અને લોકો જેના પર વિશ્વાસ કરી શકે તેવો બનવા ઈશ્વર મને સક્ષમ કર્યો છે. BSB BSB: Now about virgins, I have no command from the Lord, but I give a judgment as one who by the Lord’s mercy is trustworthy.
26 UDB તેથી, જે સંકટનો સમય આપણા બધા પર આવી રહ્યો છે તેના કારણે, ઈશ્વરે જ્યારે તમને તેડ્યા ત્યારે તમે જેવા હતા તેવા જ રહો તે તમારા માટે સારું છે તેમ મારું માનવું છે. BSB BSB: Because of the present crisis, I think it is good for a man to remain as he is.
27 UDB તમે જેઓએ લગ્ન કરેલા છે તેઓને, હું આ કહું છું: તમારા કરારથી મુક્ત થવાનો પ્રયાસ કરશો નહિ. તમે જેઓએ લગ્ન કરેલા નથી તેઓ માટે, પત્ની મેળવવાનો પ્રત્યત્ન કરશો નહિ. BSB BSB: Are you committed to a wife? Do not seek to be released. Are you free of commitment? Do not look for a wife.
28 UDB પરંતુ લગ્ન ન કરેલા પુરુષો માટે હું કહું છું કે જો તમે લગ્ન કરો, તો તમે કોઈ પાપ કર્યું નથી. આ જ સલાહ હું લગ્ન ન કર્યા હોય એવી સ્ત્રીઓને પણ આપું છું: જો તમે લગ્ન કરો છો, તો તમે કોઈ પાપ કર્યું નથી. તેમ છતાં, જો તમે લગ્ન કરો, તો તમને ઘણી સંસારિક મુશ્કેલીઓ પડશે, અને તેવા પ્રકારની મુશ્કેલીઓથી હું તમને બચાવવા માગું છું. BSB BSB: But if you do marry, you have not sinned. And if a virgin marries, she has not sinned. But those who marry will face troubles in this life, and I want to spare you this.
29 UDB ભાઈઓ અને બહેનો, આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ તે વિષે મારી આ માન્યતા છે: આપણી પાસે થોડો જ સમય રહ્યો છે. જે સર્વ મુશ્કેલીઓ આવી રહી છે તેના કારણે, જેઓ લગ્ન કરેલા છે તેઓએ હવે પછીથી જાણે તેઓ લગ્ન ન કર્યા હોય તેમ જીવવું. BSB BSB: What I am saying, brothers, is that the time is short. From now on those who have wives should live as if they had none;
30 UDB જેઓ શોકથી ભરેલા છે તેઓએ રડવું જોઈએ નહિ. જેઓ કેટલાક અદ્દભુત બનાવોને લીધે હર્ષ પામે છે તેઓએ પોતાનાં મુખો પર આનંદ લાવવો નહિ. જેઓએ કંઇક ખરીદવા માટે નાણાં ખર્ચ્યાં છે તેઓએ તેમાં હર્ષ પામવો નહિ; તેઓ જાણે કશાના માલિક ન હોય તેમ તેમણે જીવવું. BSB BSB: those who weep, as if they did not; those who are joyful, as if they were not; those who make a purchase, as if they had nothing;
31 UDB અને જેઓ આ જગતની વસ્તુઓ સાથે વ્યવહાર કરે છે તેઓએ પોતાને તે વસ્તુઓમાં સંપૂર્ણપણે સામેલ કરવા નહિ. કેમ કે આ જગતના વ્યવસ્થાતંત્રનો નાશ થવાનો છે. BSB BSB: and those who use the things of this world, as if not dependent on them. For this world in its present form is passing away.
32 UDB હું ઇચ્છું છું કે તમે ચિંતા પમાડે તેવી બાબતોથી દૂર રહો. તમે જાણો છો તેમ, લગ્ન કર્યું ન હોય તે પુરુષ પ્રભુને માટે મહત્વની બાબતો વિષે ચિંતા કરે છે. તે પ્રભુની સેવા કરવા અને તેઓ જે ઇચ્છે છે તે કરવા ઇચ્છે છે. BSB BSB: I want you to be free from concern. The unmarried man is concerned about the work of the Lord, how he can please the Lord.
33 UDB પરંતુ પરિણીત પુરુષે પોતે દુનિયાની સામાન્ય બાબતો વિષે તેમ જ તેની પત્નીની સેવા કરવા અને તેને ખુશ કરવા વિષે પણ ચિંતા કરવી પડે છે. BSB BSB: But the married man is concerned about the affairs of this world, how he can please his wife,
34 UDB તેથી પરિણીત પુરુષો તેમણે જે કરવાની જરૂર છે તેમાંથી માત્ર થોડી જ બાબતો કરી શકે છે. વિધવાઓ અને કુમારિકાઓ જેઓએ લગ્ન કર્યું નથી તેઓ માટે પણ તેવું જ છે: વિશ્વાસી સ્ત્રીઓ તરીકે તેઓ પોતાની સંપૂર્ણ જાતથી, પોતાની શારીરિક ક્ષમતાઓથી અને પોતાના આત્માથી પોતાનો સમય પ્રભુની સેવા માટે વાપરવાની ચિંતા રાખે છે. પરંતુ પરિણીત સ્ત્રીઓ આ જગતની દૈનિક બાબતો જેવી કે પોતાના પતિઓને કેવી રીતે ખુશ કરવા તે વિષે ચિંતા કરે છે. BSB BSB: and his interests are divided. The unmarried woman or virgin is concerned about the work of the Lord, how she can be holy in both body and spirit. But the married woman is concerned about the affairs of this world, how she can please her husband.
35 UDB હું તમને સહાય કરવા માટે આ કહું છું. હું તમને નિયંત્રિત કરવા માગતો નથી. જો તમે મારી સલાહ માનશો, તો લગ્ન કરેલા લોકો કરે છે તેવી બાબતો વિષે ચિંતા કર્યા વિના પ્રભુની સેવા કરવી સરળ લાગશે. BSB BSB: I am saying this for your own good, not to restrict you, but in order to promote proper decorum and undivided devotion to the Lord.
36 UDB જો કોઈ પુરુષે કોઈ કન્યા સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હોય, પરંતુ જો તે કન્યાની લગ્ન માટેની યોગ્ય ઉંમર વીતી ગઈ હોવાને લીધે તે કન્યા સાથે માનથી વર્તે નહિ, તો તેણે લગ્ન કરી લેવાં. તે પાપ નથી. BSB BSB: However, if someone thinks he is acting inappropriately toward his betrothed, and if she is beyond her youth and they ought to marry, let him do as he wishes; he is not sinning; they should get married.
37 UDB પરંતુ જો તે નક્કી કરે કે તે વર્તમાન સમયે લગ્ન કરવા ઇચ્છતો નથી, અને જો પરિસ્થિતિ તેના નિયંત્રણમાં હોય, તો લગ્ન ન કરવાનો તેનો નિર્ણય સારો છે. BSB BSB: But the man who is firmly established in his heart and under no constraint, with control over his will and resolve in his heart not to marry the virgin, he will do well.
38 UDB તેથી જેની સાથે તેની સગાઈ થયેલી છે તેની સાથે તે લગ્ન કરે છે તો તે યોગ્ય કરે છે અને પાપ કરતો નથી; અને જે લગ્ન ન કરવાનો નિર્ણય કરે છે તે તેનાં કરતા પણ વધારે સારો નિર્ણય કરે છે. BSB BSB: So then, he who marries the virgin does well, but he who does not marry her does even better.
39 UDB સ્ત્રીએ તેનો પતિ જીવે ત્યાં સુધી તેની સાથે રહેવું જોઈએ; જો તેનો પતિ મરણ પામે, તો તે જેની સાથે ઇચ્છે તેની સાથે લગ્ન કરવા માટે મુક્ત છે, પરંતુ જે વ્યક્તિ પ્રભુ પર વિશ્વાસ કરે છે તેની સાથે જ તેણે લગ્ન કરવાં જોઈએ. BSB BSB: A wife is bound to her husband as long as he lives. But if her husband dies, she is free to marry anyone she wishes, as long as he belongs to the Lord.
40 UDB તેમ છતાં, મારા ધાર્યા પ્રમાણે, જો વિધવા ફરીથી લગ્ન ન કરે તો તે વધારે ખુશ રહેશે. અને હું માનું છું કે મારી પાસે પણ ઈશ્વરનો આત્મા છે. BSB BSB: In my judgment, however, she is happier if she remains as she is. And I think that I too have the Spirit of God.
Select verses for actions: Enter goes to them and Escape comes back.