1 UDB હું કેવી રીતે કાર્ય કરું છું તેની જેઓ ટીકા કરે છે તેઓને, હું આ પ્રમાણે પ્રત્યુત્તર આપું છું: હું પ્રેરિત છું. મેં ઈસુ આપણા પ્રભુને જોયા છે. હું સ્વતંત્ર છું. મેં જે કાર્ય કર્યું છે તેનું તમે પરિણામ છો, તમે મારા કામનું ફળ છો. BSB BSB: Am I not free? Am I not an apostle? Have I not seen Jesus our Lord? Are you yourselves not my workmanship in the Lord?
2 UDB હું ખરો પ્રેરિત છું તેવું બીજાઓ ન સ્વીકારે તો પણ, હું તમારે માટે ખરો પ્રેરિત છું. પ્રભુની સંમતિની મહોર દ્વારા, હું ખરો પ્રેરિત છું તેની સાબિતી તમે છો. BSB BSB: Even if I am not an apostle to others, surely I am to you. For you are the seal of my apostleship in the Lord.
3 UDB મારી સેવાના બદલા સ્વરૂપે તમે વિશ્વાસીઓ મને જે નાણાં આપો છો તે ન વાપરવાના લીધે હું ખરો પ્રેરિત નથી એવું જેઓ કહે છે તેઓને મારો એ જ જવાબ છે. BSB BSB: This is my defense to those who scrutinize me:
4 UDB ચોક્કસ એવા નાણાં પર જીવવાનો અમારો અધિકાર છે. BSB BSB: Have we no right to food and to drink?
6 UDB અમારા પોષણને માટે માત્ર બાર્નાબાસ અને મારે જ કામ કરવું એવો નિયમ કોઈએ બનાવ્યો નથી. BSB BSB: Or are Barnabas and I the only apostles who must work for a living?
7 UDB કોઈ પણ સિપાઈ સૈન્યમાં પોતાના ખર્ચે સેવા આપતો નથી. કોઈ પણ માણસ દ્રાક્ષ ન ખાઈ શકે કે દ્રાક્ષરસ ન પી શકે માટે દ્રાક્ષાવાડી રોપતો નથી. પોતે પાળેલાં પ્રાણીઓમાંથી મળતું કેટલુંક દૂધ પીધા વિના કોઈ પણ વ્યક્તિ પશુઓ પાળતી નથી. BSB BSB: Who serves as a soldier at his own expense? Who plants a vineyard and does not eat of its fruit? Who tends a flock and does not drink of its milk?
8 UDB આ તો સામાન્ય સમજ છે. પરંતુ નિયમ પણ તેમ જ કહે છે. BSB BSB: Do I say this from a human perspective? Doesn’t the Law say the same thing?
9 UDB કારણ કે મૂસાનો નિયમ કહે છે, "જ્યારે બળદ અનાજ પર ચાલતો હોય, ત્યારે તેમાંનું થોડુંક ખાવાથી તેને રોકીશ નહિ." આ નિયમમાં એવું કંઇક છે જેની ઈશ્વર વધુ કાળજી રાખે છે. BSB BSB: For it is written in the Law of Moses: “Do not muzzle an ox while it is treading out the grain.” Is it about oxen that God is concerned?
10 UDB આ નિયમ આપણા માટે છે. મૂસા કહે છે કે જેમ બળદ જેના પર તે ચાલે છે તે અનાજ ખાય છે તેમ જેઓ કોઈ પણ નોકરીમાં કામ કરે છે તેઓને તે કામના ફળથી લાભ થવો જોઈએ. BSB BSB: Isn’t He actually speaking on our behalf? Indeed, this was written for us, because when the plowman plows and the thresher threshes, they should also expect to share in the harvest.
11 UDB જો અમે તમારામાં શુભ સમાચારનાં બીજ વાવ્યાં છે, તો અમારા પાલન-પોષણ માટે તમારી પાસેથી નાણાં મેળવવાં તે શું વધારે પડતું કહેવાય? BSB BSB: If we have sown spiritual seed among you, is it too much for us to reap a material harvest from you?
12 UDB બીજાઓ તમારી પાસેથી આ પ્રકારની સહાય મેળવે છે, અને અમે ચોક્કસ સાબિત કર્યું છે કે તેઓના કરતાં અમે તે વધારે મેળવવાપાત્ર છીએ. તોપણ, અમે તેના દાવેદાર હોવા છતાં, અમે તમારી પાસેથી કશું જ સ્વીકાર્યું નથી. તેના બદલે, અમે દરેક પ્રકારની મુશ્કેલી સહન કરીએ છીએ કે જેથી અમે લોકોને ખ્રિસ્ત વિષેના શુભ સમાચાર પર વિશ્વાસ કરવાનું વધારે મુશ્કેલ ન બનાવીએ. BSB BSB: If others have this right to your support, shouldn’t we have it all the more? But we did not exercise this right. Instead, we put up with anything rather than hinder the gospel of Christ.
13 UDB તમે ચોક્કસ જાણો છો કે જેઓ ભક્તિસ્થાનમાં ઈશ્વરને બલિદાન ચઢાવવામાં મદદ કરે છે તેઓ તેમની જરૂરિયાત માટે તે અર્પણોમાંથી થોડુંક મેળવે છે. તેઓ ઈશ્વરને અર્પણ કરેલો થોડો ખોરાક પણ મેળવે છે. BSB BSB: Do you not know that those who work in the temple eat of its food, and those who serve at the altar partake of its offerings?
14 UDB તેવી જ રીતે, ઈશ્વરે આદેશ આપ્યો છે કે જેઓ શુભ સમાચારનો પ્રચાર કરે છે તેઓ શુભ સમાચારમાંથી રોજી મેળવવાપાત્ર છે. ઈશ્વરને જે આપેલું છે તેમાંનો કેટલોક ભાગ તેઓ પોતાની જરૂરિયાત માટે મેળવે છે. BSB BSB: In the same way, the Lord has prescribed that those who preach the gospel should receive their living from the gospel.
15 UDB પરંતુ મેં મારા માટે આમાંની કોઈ પણ બાબત માગી નથી. અને હું આ તમને એટલા માટે લખતો નથી. હું ક્યારેય તમારી પાસેથી આ બાબતો માગતો નથી તે માટે હું ગર્વ કરું છું, અને જો તમે મને ચૂકવતા હોત તો મારે ગર્વ કરવાનું બંધ કરવું પડત, તેથી તમે મને ચૂકવો તેના કરતાં કદાચ હું મરવાનું પસંદ કરું છું. BSB BSB: But I have not used any of these rights. And I am not writing this to suggest that something be done for me. Indeed, I would rather die than let anyone nullify my boast.
16 UDB જો હું શુભ સમાચારનો પ્રચાર કરું, તો હું એવું કશું નથી કરતો કે જેમાં મારે ગર્વ કરવો જોઈએ. શુભ સમાચારનો ઉપદેશ કરવો તેને હું મારી ફરજ માનું છું. ઈશ્વરે મને જે કરવા માટે તેડ્યો છે તે જો હું ન કરી શકું તો હું ઘણાં આંસુ સાથે શોક કરતો હોત. BSB BSB: Yet when I preach the gospel, I have no reason to boast, because I am obligated to preach. Woe to me if I do not preach the gospel!
17 UDB જ્યારે હું મારી ઈચ્છાથી શુભ સમાચારનો ઉપદેશ કરુ છું, ત્યારે મારો બદલો મોટો છે. પરંતુ કોઈએ મને ઉપદેશ કરવાની ફરજ પાડ્યાના કારણે જો હું ઉપદેશ કરું, તો મારે ઉપદેશ તો કરવો જ પડશે, કારણ કે ઈશ્વરે મારા પર વિશ્વાસ કર્યો છે કે તે કાર્ય હું તેમના માટે કરું. BSB BSB: If my preaching is voluntary, I have a reward. But if it is not voluntary, I am still entrusted with a responsibility.
18 UDB તેથી ઈશ્વર મને શો બદલો આપશે? તે એ છે કે જ્યારે હું શુભ સમાચારનો ઉપદેશ કરું, ત્યારે કોઈ મને તે માટે નાણાં ચૂકવે તે વગર હું કરું. તેના બદલે, હું કોઇ પણ કિંમત વગર તે કરું કે જેથી પ્રભુ મને જે ચૂકવણી લેવા માટે મંજૂરી આપે છે તે લીધા વગર હું તે કરું. BSB BSB: What then is my reward? That in preaching the gospel I may offer it free of charge, and so not use up my rights in preaching it.
19 UDB હું કોઈના અહેસાન હેઠળ નથી, પરંતુ હું બધાનો સેવક છું, કે જેથી હું વધારે અને વધારે લોકોને ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા માટે સમજાવું. BSB BSB: Though I am free of obligation to anyone, I make myself a slave to everyone, to win as many as possible.
20 UDB યહૂદી લોકો સાથે કામ કરતી વખતે હું યહૂદી જેવો થાઉં છું, કે જેથી હું તેમને ખ્રિસ્ત માટે જીતી શકું. જેઓ નિયમને આધીન હતા તેઓને માટે તેઓ જેમ જીવતા હતા જેમ જ હું જીવ્યો, કે જેથી જેમ મેં ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો તેમ જેઓ નિયમને આધીન થાય છે તેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે. હું મારું જીવન નિયમની માગણીઓ પ્રમાણે ન જીવતો હોવા છતાં, તેઓ જેમ જીવતા હતા તેમ જ હું જીવ્યો. BSB BSB: To the Jews I became like a Jew, to win the Jews. To those under the law I became like one under the law (though I myself am not under the law), to win those under the law.
21 UDB જ્યારે હું બિન-યહૂદીઓ કે જેઓ મૂસાના નિયમરહિત જીવન જીવે છે તેઓ સાથે હોઉં છું, ત્યારે હું તેમના જેવો થાઉં છું (જો કે હું પોતે ઈશ્વરના નિયમરહિત નથી, અને હું ખ્રિસ્તના નિયમનો પાળનાર છું તેમ છતાં), કે જેથી હું જેઓ નિયમરહિત છે તેઓને ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા માટે સમજાવી શકું. BSB BSB: To those without the law I became like one without the law (though I am not outside the law of God but am under the law of Christ), to win those without the law.
22 UDB જેઓ નિયમો અને કાયદાઓ વિષે નિર્બળ છે તેઓને માટે, હું તેઓની જેમ જીવ્યો, કે જેથી ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા માટે હું તેઓને સમજાવી શકું. હું કાયદાઓ હેઠળ અને ઘણી જીવનશૈલીઓ અનુસાર અને દરેક પ્રકારના લોકો સાથે જીવ્યો છું કે જેથી જે કોઈ રીતે ઈશ્વર કાર્ય કરવા ચાહે તે દ્વારા તેઓ તેમાંના કેટલાકને બચાવી લે. BSB BSB: To the weak I became weak, to win the weak. I have become all things to all people so that by all possible means I might save some.
23 UDB હું આ સઘળું કરું છું જેથી હું ખ્રિસ્ત વિષેના શુભ સમાચારનો પ્રચાર કરી શકું, કે જેથી શુભ સમાચાર જે સારી બાબતો આપણી પાસે લાવે છે તેનો અનુભવ હું પણ કરી શકું. BSB BSB: I do all this for the sake of the gospel, so that I may share in its blessings.
24 UDB તમે જાણો છો કે જ્યારે લોકો દોડની હરીફાઈમાં દોડે છે, ત્યારે તેઓ બધા જ દોડે છે, પરંતુ તેમાંનો એક જ ઇનામ જીતે છે. તેથી તમારે પણ ઇનામ જીતવા દોડવું જોઈએ. BSB BSB: Do you not know that in a race all the runners run, but only one receives the prize? Run in such a way as to take the prize.
25 UDB દરેક રમતવીર જે તાલીમ લે છે તે વિષે સાવચેત રહે છે. તેઓ દોડે છે કે જેથી તેઓમાંનો એક વિજયનો મુગટ મેળવી શકે કે જે તેમના માથા પર મૂકવામાં આવશે; પરંતુ તે તો જૈતૂનના પાંદડાનો બનેલો છે અને ઝડપથી નાશ પામે છે તથા ચીમળાઈ જાય છે. પરંતુ આપણે તો સદાકાળ ટકે એવો મુગટ મેળવવા દોડીએ છીએ. BSB BSB: Everyone who competes in the games trains with strict discipline. They do it for a crown that is perishable, but we do it for a crown that is imperishable.
26 UDB તેથી, હું જે સર્વ કરું છું, તે એક હેતુને માટે કરું છું. હું મારા પ્રયત્નોને વેડફતો નથી કે પ્રતિસ્પર્ધી વગરના મુક્કેબાજની જેમ હવામાં મુક્કીઓ મારીને પોતાને થકવતો નથી. BSB BSB: Therefore I do not run aimlessly; I do not fight like I am beating the air.
27 UDB હું મારા શરીરને શિસ્તમાં રાખું છું અને તેને મારા આદેશો પાળવા નિયંત્રિત કરું છું. ઈશ્વરે મને જે કરવાનો આદેશ આપ્યો છે તે પૂરો કરવા હું નિષ્ફળ નીવડયો હોઉં તેના લીધે બીજાઓને શુભ સમાચારનો પ્રચાર કરવા છતાં મારો બદલો ખોઉં તેવું હું ઇચ્છતો નથી. BSB BSB: No, I discipline my body and make it my slave, so that after I have preached to others, I myself will not be disqualified.
Select verses for actions: Enter goes to them and Escape comes back.