1 UDB આપણા પિતા આપણા પર કેટલો પ્રેમ કરે છે તે વિષે વિચાર કરો: આપણે તેમનાં બાળકો છીએ તે કહેવાની તેઓ આપણને પરવાનગી આપે છે. અને આ ખરેખર સાચું છે. પણ જે લોકો અવિશ્વાસીઓ છે તેઓ સમજ્યા નથી કે ઈશ્વર કોણ છે. તેથી તેઓ આપણે જે છીએ એટલે કે આપણે ઈશ્વરનાં બાળકો છીએ તે સમજતા નથી. BSB BSB: Behold what manner of love the Father has given to us, that we should be called children of God. And that is what we are! The reason the world does not know us is that it did not know Him.
2 UDB વહાલા મિત્રો, વર્તમાનમાં આપણે ઈશ્વરનાં બાળકો છીએ તેમ છતાં તેમણે આપણને હજુ બતાવ્યું નથી કે આપણે ભવિષ્યમાં કેવા થઈશું. તો પણ આપણે જાણીએ છીએ કે જ્યારે ખ્રિસ્ત ફરી પાછા આવશે ત્યારે આપણે તેમના જેવા થઈશું, કારણ કે આપણે તેમને નજરોનજર જોઈશું. BSB BSB: Beloved, we are now children of God, and what we will be has not yet been revealed. We know that when Christ appears, we will be like Him, for we will see Him as He is.
3 UDB માટે જેઓ ખ્રિસ્તને નજરોનજર જોવાની દ્રઢતાથી અપેક્ષા રાખે છે તેઓએ ખ્રિસ્ત કે જેઓ કદી પાપ નથી કરતા તેમની જેમ જ પોતાને પાપ કરવાથી દૂર રાખવા. BSB BSB: And everyone who has this hope in Him purifies himself, just as Christ is pure.
4 UDB પણ જે બધા પાપ કરવામાં લાગુ રહે છે તેઓ ઈશ્વરના નિયમોને આધીન થવાનું નકારે છે, કારણ કે ઈશ્વરના નિયમોને આધીન થવાનું નકારવું એ જ પાપ છે. BSB BSB: Everyone who practices sin practices lawlessness as well. Indeed, sin is lawlessness.
5 UDB તમે જાણો છો કે ખ્રિસ્ત આપણાં પાપોનો દોષ સંપૂર્ણપણે દૂર કરવાના હેતુસર આવ્યા. તમે એ પણ જાણો છો કે તેમણે કદી પાપ કર્યું નહોતું. BSB BSB: But you know that Christ appeared to take away sins, and in Him there is no sin.
6 UDB જેઓ ખ્રિસ્ત તેમની પાસે જે કરાવવા માગે છે તે કરવામાં લાગુ રહે છે તેઓ, વારંવાર પાપ કરતા નથી. પણ જેઓ સતત પાપ કરે છે તેઓ ખ્રિસ્ત કોણ છે તે સમજ્યા નથી, ન તો તેઓ સચ્ચાઈથી તેમની સાથે જોડાયા છે. BSB BSB: No one who remains in Him keeps on sinning. No one who continues to sin has seen Him or known Him.
7 UDB માટે મારા વહાલાઓ, હું તમને અરજ કરું છું કે તમે એવું થવા ન દો કે કોઈ તમને એમ કહેવા દ્વારા છેતરે કે પાપ કરવું યથાયોગ્ય છે. પણ તમે જે સારું છે તે કરવામાં લાગુ રહો તો જેમ ખ્રિસ્ત ન્યાયી છે તેમ તમે ન્યાયી છો BSB BSB: Little children, let no one deceive you: The one who practices righteousness is righteous, just as Christ is righteous.
8 UDB પણ જે કોઈ વારંવાર પાપ કર્યા કરે છે તે શેતાન જેવો છે, કારણ કે જગતની શરૂઆત થઈ ત્યારથી શેતાન પાપ કરી રહ્યો છે. અને ઈશ્વરના પુત્ર મનુષ્ય બન્યા તેનું કારણ એ હતું કે તેઓ શેતાને જે કર્યું હતું તેનો નાશ કરે. BSB BSB: The one who practices sin is of the devil, because the devil has been sinning from the very start. This is why the Son of God was revealed, to destroy the works of the devil.
9 UDB જો લોકો ઈશ્વરનાં બાળકો બન્યા છે તો તેઓ વારંવાર પાપ કરવાનું ચાલુ રાખતા નથી. તેઓ સતત પાપ કરી શકતા નથી કારણ કે ઈશ્વરે તેમને પોતાના બાળકો બનાવ્યા છે અને તેઓ પોતે જે છે તે જ બાબતોને તેમનામાં મૂકી છે. BSB BSB: Anyone born of God refuses to practice sin, because God’s seed abides in him; he cannot go on sinning, because he has been born of God.
10 UDB જેઓ ઈશ્વરનાં બાળકો છે તેઓ સ્પષ્ટપણે શેતાનનાં બાળકોથી જુદા છે. શેતાનનાં બાળકો કોણ છે તે આપણે આ રીતે જાણી શકીએ છીએ: જે ખરું છે તે જેઓ કરતા નથી તેઓ ઈશ્વરનાં બાળકો નથી. અને જેઓ તેમના સાથી વિશ્વાસીઓને પ્રેમ કરતા નથી તેઓ ઈશ્વરનાં બાળકો નથી. BSB BSB: By this the children of God are distinguished from the children of the devil: Anyone who does not practice righteousness is not of God, nor is anyone who does not love his brother.
11 UDB તમે પ્રથમ વખતે જે સંદેશ સાંભળીને ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યો તે એ છે કે આપણે એકબીજાને પ્રેમ કરીએ. BSB BSB: This is the message you have heard from the beginning: We should love one another.
12 UDB જેમ આદમનો પુત્ર કાઈન, કે જે દુષ્ટ શેતાનનો હતો તેણે કર્યું તેમ આપણે બીજાઓનો તિરસ્કાર ન કરવો જોઈએ. કાઈનને તેના નાના ભાઈ પ્રત્યે તિરસ્કાર હતો તેથી તેણે એની હત્યા કરી. તેણે તેના ભાઈની હત્યા કેમ કરી તેના વિષે હું તમને કહીશ. તેનું કારણ એ હતું કે કાઈન પોતાની આદત પ્રમાણે દુષ્ટતાથી વર્તતો હતો, અને તે તેના નાના ભાઈનો તિરસ્કાર કરતો હતો કારણ કે તેનો નાનો ભાઈ ન્યાયી રીતે વર્તતો હતો. BSB BSB: Do not be like Cain, who belonged to the evil one and murdered his brother. And why did Cain slay him? Because his own deeds were evil, while those of his brother were righteous.
13 UDB અવિશ્વાસીઓ તમારો તિરસ્કાર કરે ત્યારે તમારે આશ્ચર્ય પામવું જોઈએ નહિ. BSB BSB: So do not be surprised, brothers, if the world hates you.
15 UDB જે કોઈ પોતાના સાથી વિશ્વાસીઓને ધિક્કારે છે તેઓને ઈશ્વર એવા ગણે છે જાણે તેઓએ કોઈકની હત્યા કરવા સમાન કૃત્ય કર્યું હોય. જે કોઈ પોતાના ભાઈને પ્રેમ કરતો નથી તે જીવન માટે નહિ પણ મરણ માટે જીવી રહ્યો છે. BSB BSB: Everyone who hates his brother is a murderer, and you know that eternal life does not reside in a murderer.
16 UDB આપણા સાથી વિશ્વાસીઓને સાચે જ પ્રેમ કેવી રીતે કરવો તે આપણે ખ્રિસ્ત તેમની પોતાની સ્વતંત્ર ઈચ્છાથી આપણે માટે મરણ પામ્યા એ યાદ કરવા દ્વારા જાણી શકીએ છીએ. તેથી એ જ રીતે આપણે આપણા સાથી વિશ્વાસીઓ માટે બધું જ કરવું જોઈએ, તેમને માટે મરવું પણ જોઈએ. BSB BSB: By this we know what love is: Jesus laid down His life for us, and we ought to lay down our lives for our brothers.
17 UDB આપણામાંના ઘણાઓ પાસે આ જગતમાં જીવવા માટેની આવશ્યક બાબતો છે. જો આપણને ખબર પડે કે આપણા કોઈ સાથી વિશ્વાસીઓની પાસે જે જરૂરનું છે તે નથી અને જો આપણે તેમને માટે પૂરું પાડવાનો નકાર કરીએ, તો તે સ્પષ્ટ છે કે આપણે દાવો કરીએ છીએ તેમ આપણે ઈશ્વરને પ્રેમ કરતા નથી. BSB BSB: If anyone with earthly possessions sees his brother in need, but withholds his compassion from him, how can the love of God abide in him?
18 UDB જેમને હું વહાલથી પ્રેમ કરું છું એવા તમને હું કહું છું કે આપણે માત્ર બોલીએ જ નહી કે આપણે એકબીજા પર પ્રેમ કરીએ છીએ; પણ આપણે એકબીજાને મદદ કરીને એકબીજા પર પ્રેમ કરીએ. BSB BSB: Little children, let us love not in word and speech, but in action and truth.
19 UDB જો આપણે સાચે જ આપણા સાથી વિશ્વાસીઓ પર પ્રેમ કરીએ, તો આપણને ખાતરી થઈ શકે છે કે આપણે ખ્રિસ્ત વિષેના સાચા સંદેશ અનુસાર જીવી રહ્યા છીએ. પરિણામે, આપણે ઈશ્વરની હાજરીમાં દોષિતપણું નહિ અનુભવીએ. BSB BSB: And by this we will know that we belong to the truth, and will assure our hearts in His presence:
20 UDB જો કે ખોટું કર્યાને કારણે આપણને દોષિતપણું લાગતું હોય તોપણ ઈશ્વર આપણે માટે ભરોસાપાત્ર છે તે કારણે આપણે આત્મવિશ્વાસથી પ્રાર્થના કરી શકીએ છીએ. ઈશ્વર આપણા વિષે બધું જ જાણે છે. BSB BSB: Even if our hearts condemn us, God is greater than our hearts, and He knows all things.
21 UDB વહાલા મિત્રો, જો આપણાં મનો આપણને પાપ કર્યાને બાબતે દોષિત ન ઠરાવે તો પછી આપણે આત્મવિશ્વાસથી ઈશ્વરને પ્રાર્થના કરી શકીએ છીએ. BSB BSB: Beloved, if our hearts do not condemn us, we have confidence before God,
22 UDB જ્યારે આપણે તેમને આત્માવિશ્વાસથી પ્રાર્થના કરીએ છીએ અને કોઈ બાબતને માટે તેમને વિનંતી કરીએ છીએ ત્યારે આપણે તે પ્રાપ્ત કરીએ છીએ કારણ કે આપણને તેઓ જે કરવાની આજ્ઞા કરે છે તે આપણે કરીએ છીએ અને તેમને જે બાબતો પ્રસન્ન કરે છે તે આપણે કરીએ છીએ. BSB BSB: and we will receive from Him whatever we ask, because we keep His commandments and do what is pleasing in His sight.
23 UDB તેઓ આપણને જે કરવાની આજ્ઞા કરે છે તે હું તમને કહીશ: આપણે વિશ્વાસ કરવો જ રહ્યો કે ઈસુ ખ્રિસ્ત તેમના પુત્ર છે. જેમ ઈશ્વરે આપણને આજ્ઞા આપી છે તેમ આપણે એકબીજાને પ્રેમ કરવો જોઈએ. BSB BSB: And this is His commandment: that we should believe in the name of His Son, Jesus Christ, and we should love one another just as He commanded us.
24 UDB ઈશ્વરની આજ્ઞા પ્રમાણે જેઓ કરે છે તેઓ ઈશ્વર સાથે જોડાયા છે અને ઈશ્વર તેઓની સાથે જોડાયા છે. અને તેમણે જે આત્મા આપણને આપ્યો, તે આપણી સાથે છે માટે આપણને ખાતરી થઈ શકે છે કે ઈશ્વર આપણી સાથે જોડાયા છે. BSB BSB: Whoever keeps His commandments remains in God, and God in him. And by this we know that He remains in us: by the Spirit He has given us.
Select verses for actions: Enter goes to them and Escape comes back.