3 UDB પણ જેઓ ઈસુ વિશેના તે સત્યને સમર્થન આપતા નથી તેઓ ઈશ્વર તરફથી આવતા સંદેશાને શીખવતા નથી. તેઓ એવા શિક્ષકો છે જે ખ્રિસ્તનો વિરોધ કરે છે. તમે સાંભળ્યું છે કે તેવા લોકો આપણામાં આવી રહ્યા છે. અત્યારે પણ તેઓ અહીંયાં છે જ. BSB BSB: and every spirit that does not confess Jesus is not from God. This is the spirit of the antichrist, which you have heard is coming and which is already in the world at this time.
4 UDB જેઓ મને ખૂબ વહાલા છો એવા તમારા માટે તો, તમે ઈશ્વરના છો અને તે લોકો જે શીખવે છે તે પર વિશ્વાસ કરવાનું તમે નકાર્યું છે, કારણ કે પોતે જે ચાહે તે કરવા તમને સક્ષમ કરનાર ઈશ્વર વધારે મહાન છે. BSB BSB: You, little children, are from God and have overcome them, because greater is He who is in you than he who is in the world.
5 UDB જે ખોટું છે તે જે લોકો શીખવી રહ્યા છે તેઓ માટે તો, તેઓ જગતમાંના એવા સર્વ લોકો સાથેના છે કે જેઓ ઈશ્વરને માન આપવાનું નકારે છે. એટલા માટે તેઓ જે કહે છે તે તેવા જ લોકોમાંથી આવે છે, અને તે જ લોકો તેમને સાંભળે છે. BSB BSB: They are of the world. That is why they speak from the world’s perspective, and the world listens to them.
6 UDB આપણા માટે તો, આપણે ઈશ્વરના છીએ. જે કોઈ ઈશ્વરને ઓળખે છે તેઓ અમે જે શીખવીએ છે તે સાંભળે છે, પણ જે કોઈ ઈશ્વરના નથી તેઓ અમે જે શીખવીએ છે તે સાંભળતા નથી. આ રીતે આપણે, ઈશ્વર વિષે સત્ય શીખવતા લોકો અને બીજાઓને છેતરતા લોકોની વચ્ચે તફાવત કરી શકીએ છીએ. BSB BSB: We are from God. Whoever knows God listens to us; whoever is not from God does not listen to us. That is how we know the Spirit of truth and the spirit of deception.
7 UDB વહાલા મિત્રો, આપણે એકબીજા પર પ્રેમ કરવો જ રહ્યો, કારણ કે ઈશ્વર આપણને એકબીજા પર પ્રેમ કરવા શક્તિમાન કરે છે અને જેઓ તેમના સાથી વિશ્વાસીઓ પર પ્રેમ કરે છે તેઓ ઈશ્વરનાં બાળકો બન્યા છે અને ઈશ્વરને ઓળખે છે. BSB BSB: Beloved, let us love one another, because love comes from God. Everyone who loves has been born of God and knows God.
10 UDB અને ઈશ્વરે આપણને બતાવ્યું છે કે બીજી વ્યક્તિ પર સાચે જ પ્રેમ કરવો એનો અર્થ શો છે: તેનો અર્થ એ નથી કે આપણે ઈશ્વરને પ્રેમ કર્યો, પરંતુ ખરેખર ઈશ્વરે આપણા પર પ્રેમ કર્યો. માટે તેમણે પોતાના પુત્રને બલિદાન થવા મોકલ્યા, કે જેથી જ્યારે આપણે પાપ કરીએ ત્યારે ઈશ્વર આપણને માફ કરે. BSB BSB: And love consists in this: not that we loved God, but that He loved us and sent His Son as the atoning sacrifice for our sins.
11 UDB વહાલા મિત્રો, ઈશ્વર આપણને આવો પ્રેમ કરે છે, માટે આપણે પણ નિશ્ચે એકબીજા પર પ્રેમ કરવો જોઈએ! BSB BSB: Beloved, if God so loved us, we also ought to love one another.
12 UDB કોઈએ કદી ઈશ્વરને જોયા નથી. તોપણ, જો આપણે એકબીજાને પ્રેમ કરીએ તો એ સ્પષ્ટ છે કે ઈશ્વર આપણી અંદર રહે છે અને જેવો ઈશ્વર ઇચ્છે છે તેવો પ્રેમ આપણે બીજાઓને કરીએ છીએ. BSB BSB: No one has ever seen God; but if we love one another, God remains in us, and His love is perfected in us.
13 UDB આપણે કેવી રીતે ખાતરી કરી શકીએ કે આપણે ઈશ્વર સાથે જોડાયા છીએ અને ઈશ્વર આપણી સાથે જોડાયેલા છે તે હું તમને જણાવીશ: તેમણે પોતાનો આત્મા આપણી અંદર મૂક્યો છે. BSB BSB: By this we know that we remain in Him, and He in us: He has given us of His Spirit.
14 UDB અમે પ્રેરિતોએ ઈશ્વરના પુત્રને જોયા છે, અને અમે ગંભીરતાપૂર્વક બીજાઓને કહીએ છીએ કે લોકોને તેઓના પાપોને લીધે અનંતકાળિક પીડાથી બચાવવા માટે પિતાએ ઈસુને જગતમાં મોકલ્યા છે. BSB BSB: And we have seen and testify that the Father has sent His Son to be the Savior of the world.
15 UDB માટે જેઓ ઈસુ વિષે સત્ય કહે છે તેઓની સાથે ઈશ્વર જોડાયેલા રહે છે. તેઓ કહે છે, "તેઓ ઈશ્વરના પુત્ર છે.' અને એમ તેઓ ઈશ્વર સાથે જોડાયેલા રહે છે. BSB BSB: If anyone confesses that Jesus is the Son of God, God abides in him, and he in God.
17 UDB આપણે બીજાઓ પર સંપૂર્ણપણે પ્રેમ કરવો જોઈએ. અને જો આપણે તે કરીએ, તો જ્યારે ઈશ્વર આપણો ન્યાય કરશે ત્યારે આપણને ભરોસો રહેશે કે તેઓ આપણને દોષિત નહિ ઠરાવે. આપણેને તે વિષે ભરોસો રહેશે કારણ કે જેમ ખ્રિસ્ત પોતે ઈશ્વરને જોડાયેલા છે તેમ આપણે આ જગતમાં ઈશ્વરને જોડાયેલા રહીને જીવીએ છીએ. BSB BSB: In this way, love has been perfected among us, so that we may have confidence on the day of judgment; for in this world we are just like Him.
18 UDB જો આપણે સાચે જ ઈશ્વરને પ્રેમ કરીએ છીએ તો આપણને તેમની બીક લાગશે નહિ, કારણ કે જેઓ ઈશ્વરને સંપૂર્ણપણે પ્રેમ કરે છે તેઓને તેમની બીક લાગતી નથી. જો આપણે વિચારીએ કે તેઓ આપણને શિક્ષા કરશે તો જ આપણને બીક લાગશે. માટે જેઓને ઈશ્વરની બીક લાગે છે તેઓ નિશ્ચિતરૂપે ઈશ્વરને સંપૂર્ણપણે પ્રેમ કરતા નથી. BSB BSB: There is no fear in love, but perfect love drives out fear, because fear involves punishment. The one who fears has not been perfected in love.
19 UDB આપણે ઈશ્વરને અને આપણા સાથી વિશ્વાસીઓને પ્રેમ કરીએ છીએ કારણ કે ઈશ્વરે પ્રથમ આપણને પ્રેમ કર્યો છે. BSB BSB: We love because He first loved us.
20 UDB માટે જેઓ કહે છે કે "હું ઈશ્વરને પ્રેમ કરું છું" પણ સાથી વિશ્વાસીને ધિક્કારે છે તેઓ જૂઠ્ઠું બોલે છે. જેઓ પોતાના એક સાથી વિશ્વાસી કે જેને તેમણે જોયો છે તેના પર પ્રેમ કરતા નથી, તો તેઓ ચોક્કસપણે ઈશ્વર પર પ્રેમ કરી શકતા નથી કે જેમને તેઓએ જોયા નથી. BSB BSB: If anyone says, “I love God,” but hates his brother, he is a liar. For anyone who does not love his brother, whom he has seen, cannot love God, whom he has not seen.
21 UDB ઈશ્વરે આપણને આ જે આજ્ઞા કરી છે તે તમારા મનમાં રાખો: જો આપણે તેમના પર પ્રેમ કરીએ છીએ તો આપણે આપણા સાથી વિશ્વાસીઓ પર પ્રેમ કરવો જ જોઈએ. BSB BSB: And we have this commandment from Him: Whoever loves God must love his brother as well.
Select verses for actions: Enter goes to them and Escape comes back.