1 UDB જે બધા વિશ્વાસ કરે છે કે ઈસુ એ જ ખ્રિસ્ત છે તેઓ ઈશ્વરથી જન્મેલાં ઈશ્વરનાં બાળકો છે. અને જે કોઈ તે પિતાને પ્રેમ કરે છે તે ચોક્કસપણે તેમના બાળકને પણ પ્રેમ કરે છે. BSB BSB: Everyone who believes that Jesus is the Christ has been born of God, and everyone who loves the Father also loves those born of Him.
2 UDB જ્યારે આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ અને તેઓ જે કરવાની આજ્ઞા કરે છે તે કરીએ છીએ ત્યારે આપણે ખાતરી પામી શકીએ છીએ કે આપણે સાચે જ ઈશ્વર પર પ્રેમ કરીએ છીએ. BSB BSB: By this we know that we love the children of God: when we love God and keep His commandments.
3 UDB હું આ કહી રહ્યો છું કારણ કે ઈશ્વર પર પ્રેમ કરવાનો ખરેખર અર્થ એ છે કે આપણે તેમની આજ્ઞાઓ પાળીએ. વળી, તેઓ જે આજ્ઞા કરે છે તે પ્રમાણે કરવું અઘરું નથી. BSB BSB: For this is the love of God, that we keep His commandments. And His commandments are not burdensome,
4 UDB આપણામાંના સર્વ જેમને ઈશ્વરે પોતાનાં બાળકો બનાવ્યાં છે તેઓને, અવિશ્વાસીઓ જે ઇચ્છે છે કે આપણે કરીએ તેનો નકાર કરવા શક્તિમાન કરવામાં આવ્યા છે. ઈશ્વરની વિરુદ્ધ જે બધું છે તેના કરતાં આપણે શક્તિમાન છીએ. આપણે ખોટું કરવાનું નકારવા સમર્થ છીએ કારણ કે આપણે ખ્રિસ્તમાં ભરોસો કરીએ છીએ. BSB BSB: because everyone born of God overcomes the world. And this is the victory that has overcome the world: our faith.
5 UDB એવી કઈ વ્યક્તિ છે કે જે ઈશ્વર વિરુદ્ધની બધી જ બાબતો કરતાં શક્તિમાન છે? તે એ જ વ્યક્તિ છે કે જે વિશ્વાસ કરે છે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે. BSB BSB: Who then overcomes the world? Only he who believes that Jesus is the Son of God.
6 UDB ઈસુ ખ્રિસ્ત વિષે વિચાર કરો. તેઓ એ જ છે કે જેઓ ઈશ્વર તરફથી પૃથ્વી પર આવ્યા. જ્યારે યોહાને ઈસુનું પાણીથી બાપ્તિસ્મા કર્યું ત્યારે ઈશ્વરે બતાવ્યું કે તેમણે સાચે જ ઈસુને મોકલ્યા છે, અને જ્યારે ઈસુ મરણ પામ્યા ત્યારે તેમના શરીરમાંથી જે રક્ત વહ્યું ત્યારે પણ ઈશ્વરે તે બતાવ્યું. અને ઈશ્વરનો આત્મા સત્યતાથી જાહેર કરે છે કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર તરફથી આવ્યા છે. BSB BSB: This is the One who came by water and blood, Jesus Christ—not by water alone, but by water and blood. And it is the Spirit who testifies to this, because the Spirit is the truth.
7 UDB આ ત્રણ, સાક્ષી પૂરનાર ત્રણ સાક્ષીઓ જેવા છે: BSB BSB: For there are three that testify:
8 UDB ઈશ્વરનો આત્મા, પાણી અને રક્ત. આ ત્રણેય એક જ બાબત કહે છે. BSB BSB: the Spirit, the water, and the blood—and these three are in agreement.
9 UDB સામાન્ય રીતે બીજા લોકો આપણને જે કહે છે તે પર આપણે વિશ્વાસ કરી લઈએ છીએ. પણ ઈશ્વર જે કહે છે તેમાં આપણે ચોક્કસપણે વધુ ભરોસો કરી શકીએ છીએ. BSB BSB: Even if we accept human testimony, the testimony of God is greater. For this is the testimony that God has given about His Son.
10 UDB જેઓ ઈશ્વરના પુત્રમાં ભરોસો કરે છે તેઓ પોતાના અંત:કરણમાં જાણે છે કે તેમના સબંધીનું સત્ય શું છે. પણ ઈશ્વર જે કહે છે તેમાં જેઓ વિશ્વાસ કરતા નથી તેઓ ઈશ્વરને જૂઠ્ઠા કહે છે, કારણ કે ઈશ્વરે તેમના પુત્ર વિષે જે સાક્ષી આપી છે તે પર વિશ્વાસ કરવાનું તેઓએ નકાર્યું છે. BSB BSB: Whoever believes in the Son of God has this testimony within him; whoever does not believe God has made Him out to be a liar, because he has not believed in the testimony that God has given about His Son.
12 UDB જેઓ ઈશ્વરના પુત્ર સાથે જોડાયેલા છે તેઓ ઈશ્વર સાથે સદાકાળ જીવશે. જેઓ તેમની સાથે જોડાયેલા નથી તેઓ સદાકાળ જીવશે નહિ. BSB BSB: Whoever has the Son has life; whoever does not have the Son of God does not have life.
14 UDB આપણે તેમની સાથે જોડાયેલા છીએ તેથી, આપણે ખાતરીબદ્ધ છીએ કે તેમણે માન્ય કરેલું કશું પણ કરવા જ્યારે આપણે તેમને કહીએ ત્યારે તેઓ આપણું સાંભળે છે. BSB BSB: And this is the confidence that we have before Him: If we ask anything according to His will, He hears us.
15 UDB વળી, જો આપણે જાણીએ છીએ કે આપણે જે કંઈ માગીએ તેમાં તેઓ આપણું સાંભળે છે તો પછી આપણને ખાતરી થઈ શકે છે કે આપણે તેમની પાસેથી જે કઈ માગ્યું છે તે આપણે પ્રાપ્ત કરીશું. BSB BSB: And if we know that He hears us in whatever we ask, we know that we already possess what we have asked of Him.
16 UDB ધારો કે તમે આપણામાંના કોઈ સાથી વિશ્વાસીને એવું પાપ કરતાં જુઓ છો કે જે તેને ઈશ્વરથી અલગ નહિ કરે, અને જ્યારે તમે તેને પાપ કરતાં જુઓ ત્યારે, તમારે ઈશ્વર પાસે માગવું અને પ્રાર્થના કરવી કે ઈશ્વર તે વ્યક્તિને એટલે કે જે વ્યક્તિ ઈશ્વરથી તેને અલગ કરનારું પાપ નથી કરી રહી તેને જીવન આપે. પણ એવા કેટલાંક લોકો છે કે જેઓ એ રીતે પાપ કરે છે કે જે તેમને સદાકાળ માટે ઈશ્વરથી અલગ કરી દે છે. હું તમને એમ નથી કહેતો કે આવી રીતે પાપ કરતા લોકોને મદદ કરવા માટે તમારે ઈશ્વર પાસે માગવું જોઈએ. BSB BSB: If anyone sees his brother committing a sin not leading to death, he should ask God, who will give life to those who commit this kind of sin. There is a sin that leads to death; I am not saying he should ask regarding that sin.
17 UDB જે બધું ખોટું જ છે તે ઈશ્વર વિરુદ્ધનું પાપ છે, પણ દરેક ખરાબ બાબત જે આપણે કરીએ તે આપણને ઈશ્વરથી સદાકાળ અલગ પાડી શકતી નથી. BSB BSB: All unrighteousness is sin, yet there is sin that does not lead to death.
18 UDB આપણે જાણીએ છીએ કે જો કોઈ વ્યક્તિ ઈશ્વરનું બાળક છે તો તે વ્યક્તિ વારંવાર પાપ કરતી નથી. તેને બદલે, ઈશ્વરનો પુત્ર તેનું રક્ષણ કરે છે કે જેથી દુષ્ટ શેતાન તેને ઈજા ના કરે. BSB BSB: We know that anyone born of God does not keep on sinning; the One who was born of God protects him, and the evil one cannot touch him.
19 UDB આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરના છીએ, અને આપણે જાણીએ છીએ કે સમગ્ર વિશ્વ દુષ્ટ શેતાનના નિયંત્રણ હેઠળ છે. BSB BSB: We know that we are of God, and that the whole world is under the power of the evil one.
20 UDB આપણે એ પણ જાણીએ છીએ કે ઈશ્વરના પુત્ર આપણી મધ્યે આવ્યા છે અને સત્ય સમજવા તેમણે આપણને સમર્થ કર્યા છે; આપણે ઈશ્વરના પુત્ર, ઈસુ ખ્રિસ્ત, કે જે સાચા છે તેમની સાથે જોડાયા છીએ. ઈસુ ખ્રિસ્ત સાચે જ ઈશ્વર છે, અને તેઓ એ છે કે જે આપણને અનંતજીવન માટે સમર્થ કરે છે. BSB BSB: And we know that the Son of God has come and has given us understanding, so that we may know Him who is true; and we are in Him who is true—in His Son Jesus Christ. He is the true God and eternal life.
21 UDB મારા વહાલાંઓ, હું તમને કહું છું કે જેમની પાસે ખરેખર પરાક્રમ નથી એવા દેવોની આરાધના કરવાથી પોતાને બચાવો. BSB BSB: Little children, keep yourselves from idols.
Select verses for actions: Enter goes to them and Escape comes back.