1 UDB તમે બધા મને મુખ્ય વડીલ તરીકે જાણો છો. હું આ પત્ર તમ વિશ્વાસીઓને એટલે કે એ સમુદાય કે જેના પર હું ખૂબ પ્રેમ કરું છું તેઓને લખી રહ્યો છું. ઈશ્વરે તમને પસંદ કર્યા છે, અને હું તમને પ્રેમ કરું છું કારણ કે આપણે ખ્રિસ્ત વિષે જે જાણીએ છીએ તે સાચું છે! માત્ર હું જ તમને પ્રેમ કરું છું એમ નહીં, પણ જેઓ ખ્રિસ્તે શીખવેલો સાચો સંદેશ જાણે છે અને સ્વીકારે છે તેઓ સર્વ પણ તમને પ્રેમ કરે છે. BSB BSB: The elder, To the chosen lady and her children, whom I love in the truth—and not I alone, but also all who know the truth—
2 UDB એનું કારણ એ છે કે આપણામાંના બધા જ ઈશ્વરના સાચા સંદેશ પર વિશ્વાસ કરીએ છીએ. તે સંદેશો આપણા અંત:કરણમાં છે અને આપણે તે પર વિશ્વાસ કરવામાં હંમેશા લાગુ રહીશું! BSB BSB: because of the truth that abides in us and will be with us forever:
3 UDB ઈશ્વર પિતા અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત, આપણા પ્રત્યે માયાળુપણે અને દયાથી વર્તવાનું ચાલુ રાખશે કારણ કે તેઓ આપણને પ્રેમ કરે છે. તેઓ આપણને શાંતિ મેળવવા સમર્થ કરશે કારણ કે તેઓ સાચે જ આપણા પર પ્રેમ કરે છે. BSB BSB: Grace, mercy, and peace from God the Father and from Jesus Christ, the Son of the Father, will be with us in truth and love.
4 UDB મેં જાણ્યું છે કે તમારામાંના કેટલાક ઈશ્વરે આપણને શીખવેલા સત્ય અનુસાર જીવી રહ્યા છે તે કારણે હું આનંદિત છું. ઈશ્વરે આપણને જે કરવાની આજ્ઞા આપી છે તે આ જ છે. BSB BSB: I was overjoyed to find some of your children walking in the truth, just as the Father has commanded us.
5 UDB અને વહાલા વિશ્વાસીઓ, તેમણે આપણને જે કરવાની આજ્ઞા આપી છે તેને આધીન થવા હું તમને અરજ કરું છું. આ જ કારણે હું તમને લખી રહ્યો છું. તેમણે જે આજ્ઞા આપી કે આપણે એકબીજા પર પ્રેમ કરવો જોઈએ તે બિલકુલ નવી આજ્ઞા નથી; તેને બદલે, જ્યારે આપણે ખ્રિસ્તમાં પ્રથમ વિશ્વાસ કર્યો ત્યારે આપણે તે શીખ્યા હતા કે આપણે એકબીજા પર પ્રેમ કરવો જોઈએ. BSB BSB: And now I urge you, dear lady—not as a new commandment to you, but one we have had from the beginning—that we love one another.
6 UDB ઈશ્વર પર અને એકબીજા પર પ્રેમ કરવાનો જે અર્થ છે તે આ છે એટલે કે ઈશ્વર આપણને જે કરવાની આજ્ઞા કરે તેને આધીન થવું. તેઓ આપણને જે આજ્ઞા આપે છે તે એ છે કે આપણે ઈશ્વર પર અને એકબીજા પર પ્રેમ કરીએ. BSB BSB: And this is love, that we walk according to His commandments. This is the very commandment you have heard from the beginning, that you must walk in love.
7 UDB જેઓ બીજાઓને છેતરે છે તેવા ઘણા લોકોએ તમારી મંડળીનો ત્યાગ કર્યો છે અને તમારા વિસ્તારમાંના અન્ય લોકોમાં જતા રહ્યા છે. ઈસુ મનુષ્ય બન્યા તે પર વિશ્વાસ કરવાનો જેઓ ઇનકાર કરે છે તેઓ એ છે. તેઓ બીજાઓને છેતરે છે અને ખ્રિસ્તનો વિરોધ કરે છે. BSB BSB: For many deceivers have gone out into the world, refusing to confess the coming of Jesus Christ in the flesh. Any such person is the deceiver and the antichrist.
8 UDB માટે કાળજી રાખો કે એવા શિક્ષકો તમને છેતરે નહીં! જો તમે તેમને છેતરવા દો તો તમે ઇનામ ખોઈ બેસશો કે જેને માટે અમે તમારી સાથે કામ કરી રહ્યા છીએ, અને તમે ઈશ્વર સાથે સદાકાળ રહેવાનું પૂરું ઇનામ પ્રાપ્ત નહિ કરી શકો! BSB BSB: Watch yourselves, so that you do not lose what we have worked for, but that you may be fully rewarded.
9 UDB ખ્રિસ્તે જે શીખવ્યું તેને જેઓ બદલી નાખે છે અને તેમના શિક્ષણમાં વિશ્વાસ કરવામાં લાગુ રહેતા નથી તેઓ ઈશ્વર સાથે જોડાયેલા નથી. પણ ખ્રિસ્તે જે શીખવ્યું તેમાં વિશ્વાસ કરવામાં જેઓ લાગુ રહે છે તેઓ ઈશ્વર આપણા પિતા અને તેમના પુત્ર, એમ બંને સાથે જોડાયેલા છે. BSB BSB: Anyone who runs ahead without remaining in the teaching of Christ does not have God. Whoever remains in His teaching has both the Father and the Son.
10 UDB તેથી જ્યારે કોઈ તમારી પાસે આવે અને ખ્રિસ્તે જે શીખવ્યું છે તેનાથી કંઈક અલગ શીખવે, ત્યારે તમારા ઘરોમાં તેનો આવકાર ન કરો! તેને સલામ પાઠવીને કે કોઈપણ રીતે શુભેચ્છા પાઠવીને ઉત્તેજન ન આપો! BSB BSB: If anyone comes to you but does not bring this teaching, do not receive him into your home or even greet him.
11 UDB હું આ કહું છું કારણ કે જો તમે સાથી વિશ્વાસી સાથે કરતા હોય એવો વ્યવહાર તે લોકો સાથે કરો તો તમે તેઓને તેમનાં ખરાબ કૃત્યોમાં મદદ કરી રહ્યા છો. BSB BSB: Whoever greets such a person shares in his evil deeds.
12 UDB મારી પાસે તમને કહેવાનું ઘણું બધું છે છતાં પણ મેં નક્કી કર્યું છે કે તે પત્ર દ્વારા ન કહેવું. તેને બદલે, હું ટૂંક સમયમાં તમારી સાથે હોઈશ ત્યારે તમારી સાથે સીધી વાત કરીશ એવી અપેક્ષા હું રાખું છું. પછી આપણે સાથે મળીને સંપૂર્ણપણે આનંદિત થઈ શકીશું. BSB BSB: I have many things to write to you, but I would prefer not to do so with paper and ink. Instead, I hope to come and speak with you face to face, so that our joy may be complete.
13 UDB અહીંની મંડળીના તમારા સાથી વિશ્વાસીઓ કે જેઓ પણ ઈશ્વરથી પસંદ કરાયા છે, તેઓ સર્વ તમને સલામ પાઠવે છે. BSB BSB: The children of your elect sister send you greetings.
Select verses for actions: Enter goes to them and Escape comes back.