1 UDB વિશ્વાસી સ્ત્રીઓ, તમારે તમારા પતિઓને સમર્પિત થવું જોઈએ. એ માટે કે જો તેઓમાંનો કોઈ ખ્રિસ્ત વિષેના સંદેશા પર વિશ્વાસ કરતો ન હોય તો પણ તમારા કશું કહ્યા વિના તેઓ વિશ્વાસી બની જાય. BSB BSB: Wives, in the same way, submit yourselves to your husbands, so that even if they refuse to believe the word, they will be won over without words by the behavior of their wives
2 UDB જ્યારે તેઓ જોશે કે તમે તેમનું સન્માન કરો છો અને તેમને સંપૂર્ણપણે વિશ્વાસુ છો ત્યારે તેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરશે. BSB BSB: when they see your pure and reverent demeanor.
3 UDB આ પ્રમાણે કરવાના પ્રયત્ન રૂપે તમે તમારા શરીરોને બહારની સજાવટથી, એટલે કે વાળ ગૂંથીને કે સોનાનાં ઘરેણાં અને સારાં વસ્ત્રો પહેરીને ન શણગારો. BSB BSB: Your beauty should not come from outward adornment, such as braided hair or gold jewelry or fine clothes,
4 UDB તેને બદલે, તમે તમારા આંતરિક વ્યક્તિત્વને ઝાંખું ન પડે એવી રીતે સુંદર બનાવો. મારો અર્થ એ છે નમ્ર અને શાંત વલણ રાખો કે જે એવી બાબત છે જેને ઈશ્વર અતિ મૂલ્યવાન ગણે છે. BSB BSB: but from the inner disposition of your heart, the unfading beauty of a gentle and quiet spirit, which is precious in God’s sight.
5 UDB જે સ્ત્રીઓ વર્ષો અગાઉ થઈ ગઈ અને જેઓ ઈશ્વરનું સન્માન કરતી હતી, તેઓ આ પ્રમાણે પોતાને સુંદર બનાવતી હતી. તેઓ ઈશ્વર પર ભરોસો રાખતી હતી અને પોતાના પતિઓને આધીન થતી હતી. BSB BSB: For this is how the holy women of the past adorned themselves. They put their hope in God and were submissive to their husbands,
6 UDB ઉદાહરણ તરીકે, સારા પોતાના પતિ ઇબ્રાહિમને આધીન થતાં તેને સ્વામી કહીને બોલાવતી હતી. જો તમે જે ખરું છે તે કરશો અને તમે વિશ્વાસી છો તે કારણે તમારા પતિઓ કે બીજા કોઈ તમને કશું કરે તેથી ડરતી નથી તો ઈશ્વર તમને પોતાની દીકરીઓ ગણશે. BSB BSB: just as Sarah obeyed Abraham and called him lord. And you are her children if you do what is right and refuse to give way to fear.
7 UDB તમે પુરુષો કે જેઓ વિશ્વાસીઓ છો, જેમ તમારી પત્નીઓએ તમને માન આપવું જોઈએ તેમ તમારે પણ તમારા જીવનોમાં તેઓની સાથે યોગ્ય વર્તણુંક રાખવી જોઈએ. તેઓ સામાન્ય રીતે તમારા કરતાં વધારે નાજુક હોય છે એમ સમજીને તેઓની સાથે સન્માનપૂર્વક વ્યવહાર કરો. પણ સાથે એ પણ ખ્યાલ રાખો કે ઈશ્વર, તમારી જેમ તેઓને પણ સદાકાળ જીવવાને માટે તૈયાર કરી રહ્યા છે. આ પ્રમાણે કરો કે જેથી તમને પ્રાર્થના કરવામાં કશું અડચણરૂપ થાય નહીં. BSB BSB: Husbands, in the same way, treat your wives with consideration as a delicate vessel, and with honor as fellow heirs of the gracious gift of life, so that your prayers will not be hindered.
8 UDB મારા પત્રના આ ભાગનો અંત લાવતાં હું તમ સર્વને કહું છું કે તમે જે વિચારો છો તેમાં એકબીજા સાથે સંમત થાઓ. એકબીજા પ્રત્યે લાગણીશીલ થાઓ. એક જ કુટુંબના સભ્યો જેવો પ્રેમ એકબીજાને કરો. એકબીજા પ્રત્યે કરુણાભાવથી વર્તો. નમ્ર થાઓ. BSB BSB: Finally, all of you, be like-minded and sympathetic, love as brothers, be tenderhearted and humble.
9 UDB જ્યારે લોકો તમારી સાથે ખરાબ બાબતો કરે અથવા તમને અપમાનિત કરે ત્યારે તેઓની સાથે તે જ પ્રમાણે ન વર્તો. તેને બદલે, ઈશ્વરને કહો કે તેઓને સહાય કરે, કારણ કે તમને આ પ્રમાણે કરવાને માટે ઈશ્વર દ્વારા પસંદ કરવામાં આવ્યા છે કે જેથી તેઓ તમને મદદ કરે. BSB BSB: Do not repay evil with evil or insult with insult, but with blessing, because to this you were called so that you may inherit a blessing.
10 UDB ગીતકર્તાએ આપણા યોગ્ય જીવન વ્યવહાર વિષે શું લખ્યું છે તે પર ઘ્યાન આપો: "જેઓ જીવનને માણવા ઈચ્છે છે અને તેમની સાથે સારી બાબતો બને તેવું ઈચ્છે છે, તેઓએ, જે ખરાબ છે તે બોલવું જ નહિ અને બીજાઓને છેતરતી બાબતો કહેવી નહિ. BSB BSB: For, “Whoever would love life and see good days must keep his tongue from evil and his lips from deceitful speech.
11 UDB તેઓએ દુષ્ટ બાબતો કરવાનો સતત ઇનકાર કરવો, પણ તેને બદલે જે સારું છે તે કરવું. તેઓએ લોકો એકબીજા સાથે શાંતિપૂર્વક વર્તે માટે સહાય કરતા પ્રયત્નો કરવા; તેઓએ લોકોને શાંતિપૂર્વક વર્તવા આગ્રહપૂર્વક અરજ કરવી, BSB BSB: He must turn from evil and do good; he must seek peace and pursue it.
12 UDB કારણ કે ન્યાયી લોકો જે કરે છે તે ઈશ્વર સ્વીકારે છે. ન્યાયીઓ જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે તેઓ સાંભળે છે, અને તેમને ઉત્તર આપે છે. પણ જેઓ દુષ્કૃત્ય કરે છે તેઓનો ઈશ્વર નકાર કરે છે.' BSB BSB: For the eyes of the Lord are on the righteous, and His ears are inclined to their prayer. But the face of the Lord is against those who do evil.”
13 UDB જો તમે, જે સારું છે તે કરવા બધા જ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છો તો કોણ તમને નુકસાન કરશે? BSB BSB: Who can harm you if you are zealous for what is good?
14 UDB પણ જે સારું છે તે તમે કર્યું છતાં પણ તમારે સહન કરવું પડે છે તો ઈશ્વર તમને આશીર્વાદ આપશે. "બીજાઓ ડરે છે તેવી બાબતોથી તમે ન ડરો; અને લોકો તમારી સાથે દુર્વ્યવહાર કરે ત્યારે દુઃખી ન થાઓ." BSB BSB: But even if you should suffer for what is right, you are blessed. “Do not fear what they fear; do not be shaken.”
16 UDB અને ચોકસાઈ રાખો કે તમે કશું ખોટું ન કરો, જેથી જેઓ તમારા વિષે ખોટું બોલે છે તેઓ જ્યારે, ખ્રિસ્ત સાથેના સંબંધને કારણે જે રીતે તમે સારી વર્તણૂક રાખો છો તે જુએ ત્યારે તેઓ શરમાઈ જાય. BSB BSB: keeping a clear conscience, so that those who slander you may be put to shame by your good behavior in Christ.
17 UDB શક્ય છે કે ઈશ્વર ઇચ્છતા હોય કે તમે સહન કરો. જો એમ છે તો એ સારાં કામો કરવાથી સહન કરવું પડે તેમ હોય તો પણ, ખોટાં કૃત્યો કરવા કરતાં સારાં કામો કરવાં તે વધારે સારું છે. BSB BSB: For it is better, if it is God’s will, to suffer for doing good than for doing evil.
18 UDB હું આ કહું છું કારણ કે જે લોકોએ પાપ કર્યું હતું તેઓને માટે ખ્રિસ્ત એકવાર મરણ પામ્યા. તેઓ ન્યાયી માણસ હતા કે જે અન્યાયી માટે મરણ પામ્યા. તેઓ એટલા માટે મરણ પામ્યા કે જેથી તેઓ આપણને ઈશ્વર પાસે લાવી શકે. તેમની પાસે માનવીય શરીર હતું ત્યારે તેમને મારી નાખવામાં આવ્યા, પરંતુ ઈશ્વરના આત્માએ તેમને સજીવન કર્યા. BSB BSB: For Christ also suffered for sins once for all, the righteous for the unrighteous, to bring you to God. He was put to death in the body but made alive in the Spirit,
21 UDB એ પાણી તો, આપણે જે પાણીમાં બાપ્તિસ્મા પામ્યા તેને દર્શાવે છે કે જેના દ્વારા ઈશ્વર આપણને બચાવે છે, કારણ કે તેમણે ઈસુ ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડ્યા છે. આ પાણી, ખરેખર તો આપણાં શરીરોનો મેલ સાફ કરતું નથી. ઊલટું, તે એવું દર્શાવે છે કે, ઈશ્વરે આપણા પાપનો દોષ હટાવી દીધો છે તેની ખાતરી આપવા આપણે ઈશ્વરને વિનંતી કરીએ છીએ. BSB BSB: And this water symbolizes the baptism that now saves you also—not the removal of dirt from the body, but the pledge of a clear conscience toward God—through the resurrection of Jesus Christ,
22 UDB ખ્રિસ્ત સ્વર્ગમાં ગયા છે અને ઈશ્વરે સર્વ દુષ્ટ અને પરાક્રમી આત્માઓને તેમને હવાલે કર્યા બાદ તેઓ ઈશ્વર પછીના સર્વોચ્ચ માનવંત સ્થાનેથી રાજ કરે છે. BSB BSB: who has gone into heaven and is at the right hand of God, with angels, authorities, and powers subject to Him.
Select verses for actions: Enter goes to them and Escape comes back.