1 UDB એ માટે, ખ્રિસ્તે તેમના શરીરમાં સહન કર્યું તે કારણે તમારે પણ સહન કરવા તૈયાર રહેવું જોઈએ. જેઓ શરીરમાં સહન કરે છે તેઓએ પાપ કરવાનું બંધ કર્યું છે. BSB BSB: Therefore, since Christ suffered in His body, arm yourselves with the same resolve, because anyone who has suffered in his body is done with sin.
2 UDB પરિણામે, તેમના પૃથ્વી પરના બાકી રહેલા સમયમાં,પાપી લોકો જે બાબતો કરવાનું ઇચ્છે છે તે તેઓ કરતા નથી, પણ તેને બદલે ઈશ્વર જે ઈચ્છે છે તે બાબતો તેઓ કરે છે. BSB BSB: Consequently, he does not live out his remaining time on earth for human passions, but for the will of God.
3 UDB હું તમને આ કહું છું કારણ કે, ઈશ્વરને નહીં ઓળખતા લોકોને ગમતી બાબતો કરવામાં તમે તમારો પૃથ્વી પરનો ઘણો બધો સમય ગાળી ચૂક્યા છો. ભૂતકાળમાં તમે સર્વ પ્રકારનાં જાતીય અનૈતિક કૃત્યો કર્યાં હતાં, તમે દારૂ પીતા હતા, અને મદ્યપાનમાં તથા મોજશોખમાં ભાગ લેતા હતા અને તમે મૂર્તિઓની પૂજા કરી કે જે ઈશ્વરને ધિક્કારપાત્ર લાગે છે. BSB BSB: For you have spent enough time in the past carrying out the same desires as the Gentiles: living in debauchery, lust, drunkenness, orgies, carousing, and detestable idolatry.
4 UDB હાલમાં તમારા મિત્રોને આશ્ચર્ય થાય છે કે જ્યારે તેઓ આ બાબતો કરે છે ત્યારે તમે તેઓની સાથે હવે સામેલ થતા નથી. પરિણામે તેઓ તમારા વિષે ખરાબ બોલે છે. BSB BSB: Because of this, they consider it strange of you not to plunge with them into the same flood of reckless indiscretion, and they heap abuse on you.
5 UDB પણ તેઓએ જે કંઈ કર્યું છે તે તેઓએ એક દિવસે ઈશ્વર પાસે કબૂલવું પડશે. ઈશ્વર જ તેમનો ન્યાય કરશે. BSB BSB: But they will have to give an account to Him who is ready to judge the living and the dead.
7 UDB પૃથ્વી પરની સર્વ બાબતોનો અંત જલદી આવવાનો છે. માટે, વિવેકપૂર્ણ રીતે વિચારો અને તમે જે વિચારો છો તે પર કાબૂ રાખો કે જેથી કરીને તમે યોગ્ય રીતે પ્રાર્થના કરી શકો. BSB BSB: The end of all things is near. Therefore be clear-minded and sober, so that you can pray.
8 UDB સૌથી અગત્યની બાબત એ છે કે તમે એકબીજા પર અંત:કરણપૂર્વક પ્રેમ કરો, કારણ કે જો આપણે બીજાઓને પ્રેમ કરીએ તો આપણે તેઓએ જે ખોટું કર્યું છે તે શોધવા પ્રયત્ન કરીશું નહિ. BSB BSB: Above all, love one another deeply, because love covers over a multitude of sins.
9 UDB તમારી મધ્યે આવતા ખ્રિસ્તી મુસાફરોને ખોરાક અને સૂવા માટેની જગ્યા પૂરી પાડો, અને ફરિયાદ કર્યા વિના તે કરો. BSB BSB: Show hospitality to one another without complaining.
10 UDB વિશ્વાસીઓએ ઈશ્વરે તેમને આપેલા સર્વ દાનોનો ઉપયોગ બીજાઓની સેવા કરવા માટે કરવો જોઈએ. ઈશ્વરે તેમને ઉદારતાથી આપેલાં વિવિધ દાનોનો તેઓએ સારો વહીવટ કરવો જોઈએ. BSB BSB: As good stewards of the manifold grace of God, each of you should use whatever gift he has received to serve one another.
11 UDB જેઓ વિશ્વાસીઓની સભામાં બોલે છે તેઓએ ઈશ્વરના જ શબ્દો બોલતા હોય તેમ બોલવું જોઈએ. જેઓ બીજાઓને માટે ભલાઈનાં કૃત્યો કરે છે તેઓએ ઈશ્વરે આપેલી શક્તિ પ્રમાણે કરવું જોઈએ, કે જેથી ઈસુ ખ્રિસ્ત દ્વારા તે પ્રમાણે કરતા તમે ઈશ્વરનું સન્માન કરો. આપણે બધા ઈશ્વરની સ્તુતિ કરીએ કારણ કે તેમની પાસે બધા પર સર્વકાળ રાજ કરવાની સત્તા છે. એ પ્રમાણે થાઓ! BSB BSB: If anyone speaks, he should speak as one conveying the words of God. If anyone serves, he should serve with the strength God provides, so that in all things God may be glorified through Jesus Christ, to whom be the glory and the power forever and ever. Amen.
12 UDB જેઓને હું પ્રેમ કરું છું એવા તમે, ખ્રિસ્તના હોવાને કારણે જે પીડાકારક બાબતો સહન કરો છો તે વિષે આશ્ચર્યચકિત ન થાઓ. લોકો જેમ અગ્નિથી ધાતુની કસોટી કરે છે તેમ તે બાબતો તમારી કસોટી કરે છે. એવું ન વિચારો કે તમારી સાથે કશું વિચિત્ર બની રહ્યું છે. BSB BSB: Beloved, do not be surprised at the fiery trial that has come upon you, as though something strange were happening to you.
13 UDB તેને બદલે, ખ્રિસ્તે જે બાબતો સહન કરી તે જ તમે સહન કરી રહ્યા છો તેને લીધે તમે આનંદ કરો. જ્યારે તમે સહન કરો ત્યારે તમે આનંદ કરો, એટલા માટે કે જ્યારે ખ્રિસ્ત આવે અને પોતે કેટલા મહિમાવંત છે તે બતાવે ત્યારે તમે પણ ઘણા આનંદિત થાઓ. BSB BSB: But rejoice that you share in the sufferings of Christ, so that you may be overjoyed at the revelation of His glory.
14 UDB તમે ખ્રિસ્તમાં વિશ્વાસ કરો છો માટે જો બીજાઓ તમને અપમાનિત કરે તો ઈશ્વર તમારાથી પ્રસન્ન થાય છે, કારણ કે તે દર્શાવે છે મહાન ઈશ્વરનો આત્મા, તમારામાં વસે છે. BSB BSB: If you are insulted for the name of Christ, you are blessed, because the Spirit of glory and of God rests on you.
15 UDB હત્યા કરવાના કારણસર, કે ચોરી કરવાને લીધે, કોઈ ખરાબ બાબત કરવાને લીધે અથવા કોઈના કામમાં માથું મારવાને લીધે તમારે સહન કરવું પડે એવું ના થવા દો. BSB BSB: Indeed, none of you should suffer as a murderer or thief or wrongdoer, or even as a meddler.
16 UDB પણ જો તમે ખ્રિસ્તી હોવાને કારણે સહન કરો છો તો તે બાબતે શરમાશો નહિ. તેને બદલે, ઈશ્વરની સ્તુતિ કરો કે તમે સહન કરી રહ્યા છો કારણ કે તમે ખ્રિસ્તના છો. BSB BSB: But if you suffer as a Christian, do not be ashamed, but glorify God that you bear that name.
17 UDB હું આ કહું છું, કારણ કે ઈશ્વર લોકોનો ન્યાય કરવાનું શરૂ કરે એ સમય હવે આવી ગયો છે, અને સૌથી પ્રથમ ઈશ્વર જેઓ તેમના છે તેમનો ન્યાય કરશે. તેઓ સૌ પ્રથમ આપણ વિશ્વાસીઓનો ન્યાય કરવાના છે માટે જેઓ ઈશ્વર તરફથી આવતા શુભ સંદેશને આધીન થતા નથી તેઓની સાથે જે ભયંકર બાબતો થશે તે વિષે વિચાર કરો! BSB BSB: For it is time for judgment to begin with the family of God; and if it begins with us, what will the outcome be for those who disobey the gospel of God?
18 UDB તે તો શાસ્ત્રમાં લખ્યું છે તે પ્રમાણે થશે કે: ઘણા ન્યાયી લોકોને સ્વર્ગમાં જતા અગાઉ ઘણી અઘરી કસોટીઓ સહન કરવી પડશે. માટે અધર્મી અને પાપી લોકોને તો ઈશ્વર તરફથી ચોક્કસપણે વધારે કઠોર શિક્ષા સહન કરવી પડશે!" BSB BSB: And, “If it is hard for the righteous to be saved, what will become of the ungodly and the sinner?”
19 UDB એ માટે, જેઓ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે સહન કરે છે તેઓએ ઈશ્વર પર ભરોસો કરવો જોઈએ કે ઈશ્વર તેઓને બચાવશે, ઈશ્વરે જ તેઓનું સર્જન કર્યું અને ઈશ્વર જ પોતે આપેલા વચન પ્રમાણે હંમેશા કરે છે. અને તેથી તેઓએ જે યોગ્ય છે તે કરવાનું ચાલુ રાખવું જોઈએ. BSB BSB: So then, those who suffer according to God’s will should entrust their souls to their faithful Creator and continue to do good.
Select verses for actions: Enter goes to them and Escape comes back.