1 UDB હવે તમારામાં જેઓ વડીલો છે કે જેઓ વિશ્વાસીઓની મંડળીઓને આગેવાની આપે છે, તેઓને હું આ પ્રમાણે કહીશ: હું પણ એક વડીલ છું. જેમણે ખ્રિસ્તને સહન કરતા જોયા છે તેઓમાંનો હું પણ એક છું, સ્વર્ગમાં જે મહિમા ખ્રિસ્તની પાસે છે તેમાં હું પણ ભાગીદાર થવાનો છું. BSB BSB: As a fellow elder, a witness of Christ’s sufferings, and a partaker of the glory to be revealed, I appeal to the elders among you:
2 UDB હું તમ વડીલોને અપીલ કરું છું કે તમારી મંડળીઓમાં જે લોકો છે તેઓની તમે કાળજી લો. જેમ ઘેટાંપાળકો પોતાનાં ઘેટાંના ટોળાની કાળજી રાખે છે તેમ તમે પણ કરો. તમારે તે કરવું પડે છે તે કારણે નહિ પણ તેને બદલે જેમ ઈશ્વર ઈચ્છે છે તેમ રાજીખુશીથી કરો. તે કરવાને લીધે પૈસા મેળવવા લોભી ન થાઓ, પરંતુ તેને બદલે ઉત્સાહપૂર્વક તે કરો. BSB BSB: Be shepherds of God’s flock that is among you, watching over them not out of compulsion, but willingly, as God would have you; not out of greed, but out of eagerness;
3 UDB ઈશ્વરે તમને સોંપેલા લોકો ઉપર અંકુશ રાખનાર ઉપરીની જેમ ન વર્તો, પણ તેને બદલે, તમારા જીવનોની વર્તણૂકથી તેઓને ઉદાહરણરૂપ થાઓ. BSB BSB: not lording it over those entrusted to you, but being examples to the flock.
4 UDB જો તમે આ પ્રમાણે કરો તો જ્યારે ઈસુ જે આપણા મુખ્ય ઘેટાંપાળક છે તેઓ આવશે ત્યારે તેઓ તમને દરેકને ભવ્ય બદલો આપશે. હરિફાઇ જીતનાર રમતવીરોને જેવી રીતે ચંદ્રકો પહેરાવવામાં આવે છે તેવો તે બદલો હશે, પણ તમારો બદલો તે ચંદ્રકો જેમ જીર્ણ થાય છે તેમ કદી જીર્ણ નહિ થાય. BSB BSB: And when the Chief Shepherd appears, you will receive the crown of glory that will never fade away.
5 UDB જુવાન માણસો હવે હું તમને આ કહીશ. સભામાં તમારે વૃદ્ધ માણસોને આધીન થવું. તમારામાંના સર્વ વિશ્વાસીઓએ એકબીજા પ્રત્યે નમ્રતાથી વર્તવું કારણ કે એ સત્ય છે કે જેઓ અભિમાની છે તેઓનો ઈશ્વર વિરોધ કરે છે, પણ જેઓ નમ્ર છે તેઓની સાથે ઈશ્વર ભલાઈથી વર્તે છે. BSB BSB: Young men, in the same way, submit yourselves to your elders. And all of you, clothe yourselves with humility toward one another, because, “God opposes the proud, but gives grace to the humble.”
6 UDB એ માટે, ઈશ્વર પાસે અભિમાની લોકોને શિક્ષા કરવાનું સામર્થ્ય છે તેનો ખ્યાલ રાખતાં પોતાને નમ્ર બનાવો કે જેથી તેઓ તમને તેમણે નિર્ધારિત કરેલા સમયે માન આપે. BSB BSB: Humble yourselves, therefore, under God’s mighty hand, so that in due time He may exalt you.
7 UDB તેઓ તમારી કાળજી રાખે છે તે કારણે જે સર્વ બાબતો વિષે તમે ચિંતા કરો છો તેની કાળજી ઈશ્વરને લેવા દો. BSB BSB: Cast all your anxiety on Him, because He cares for you.
8 UDB હંમેશા સાવચેત રહો અને ધ્યાન આપો કારણ કે શેતાન, જે તમારો શત્રુ છે, તે લોકોનો નાશ કરવા આમતેમ શોધતો ફરે છે. તે કોઈકને મારીને ગળી જવા માટે આમતેમ ભટકતા ગર્જના કરતા સિંહ જેવો છે. BSB BSB: Be sober-minded and alert. Your adversary the devil prowls around like a roaring lion, seeking someone to devour.
9 UDB તમારે ખ્રિસ્ત અને તેમના સંદેશામાં દ્રઢ ભરોસો રાખીને એવું યાદ રાખતા તેનો પ્રતિકાર કરવો કે સમગ્ર જગતના તમારા સાથી વિશ્વાસીઓ આવી જ મુશ્કેલીઓ સહન કરે છે. BSB BSB: Resist him, standing firm in your faith and in the knowledge that your brothers throughout the world are undergoing the same kinds of suffering.
10 UDB જેઓ આપણને સર્વ પરિસ્થિતિમાં માયાળુપણે મદદ કરે છે તે તો ઈશ્વર જ છે, અને આપણે ખ્રિસ્ત સાથે જોડાયા છીએ તે કારણે આપણને સ્વર્ગમાં પોતાના મહિમાના ભાગીદાર થવા પસંદ કર્યા તે પણ ઈશ્વર જ છે. અને લોકો તમને નુકસાન કરે છે તે કારણે થોડી વાર સહન કર્યા પછી તેઓ તમારી આત્મિક ક્ષતિઓને દૂર કરશે, તેઓ તમને તેમના પર વધુ ભરોસો કરવા બળવાન કરશે અને તેઓ તમને દરેક રીતે ટેકો આપશે. BSB BSB: And after you have suffered for a little while, the God of all grace, who has called you to His eternal glory in Christ, will Himself restore you, secure you, strengthen you, and establish you.
11 UDB હું પ્રાર્થના કરું છું કે તેઓ સર્વકાળ પરાક્રમથી રાજ કરે. એ પ્રમાણે થાઓ! BSB BSB: To Him be the power forever and ever. Amen.
12 UDB મેં આ પત્ર સિલાસ પાસે બોલીને લખાવ્યો છે. તે એક વિશ્વાસુ સાથી વિશ્વાસી છે એમ હું માનું છું. મેં આ એક નાનો પત્ર તમને ઉત્તેજન આપવા માટે લખ્યો છે અને હું તમને ખાતરી આપવા માગું છું કે જેને આપણે લાયક નથી તે બાબતો ઈશ્વર આપણા માટે ભલાઈથી કરે છે, તે વિશેનો જે સંદેશો મેં લખ્યો તે સાચો છે. આ સંદેશામાં દ્રઢતાથી વિશ્વાસ કરતા રહો. BSB BSB: Through Silvanus, whom I regard as a faithful brother, I have written to you briefly, encouraging you and testifying that this is the true grace of God. Stand firm in it.
14 UDB તમે એકબીજા પર પ્રેમ કરો છો તે દર્શાવવા દરેકને ગાલ પર ચુંબન કરીને સલામ પાઠવજો. હું પ્રાર્થના કરું છું કે, ખ્રિસ્ત સાથે જોડાયેલા તમ સર્વને ઈશ્વર શાંતિ આપે. BSB BSB: Greet one another with a kiss of love. Peace to all of you who are in Christ.
Select verses for actions: Enter goes to them and Escape comes back.