1 UDB હું સિમોન પિતર તમને આ પત્ર લખી રહ્યો છું. હું ખ્રિસ્તની સેવા કરું છું અને તેમણે નિમણૂંક કરેલો એક પ્રેરિત છું. હું આ પત્ર તમને એટલે કે જેમને ઈશ્વરે અમારી જેમ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા કર્યા છે તેઓને મોકલી રહ્યો છું. તમને અને અમને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાનું એક સરખું માન મળ્યું છે. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે, તેઓ સંપૂર્ણ ન્યાયી છે, જેમની આપણે આરાધના કરીએ છીએ તેઓ પણ તે જ છે અને તેઓ આપણા ઉધ્ધારનાર છે. BSB BSB: Simon Peter, a servant and apostle of Jesus Christ, To those who through the righteousness of our God and Savior Jesus Christ have received a faith as precious as ours:
2 UDB હું પ્રાર્થના કરું છું કે ઈશ્વર તમારા પ્રત્યે ઘણી ભલાઈ રાખે અને તમને ભરપૂર શાંતિ આપે, કારણ કે તમે સાચે જ ઈશ્વરને અને ઈસુ, જે આપણા પ્રભુ છે તેમને ઓળખો છો. BSB BSB: Grace and peace be multiplied to you through the knowledge of God and of Jesus our Lord.
3 UDB આપણને જેની જરૂર છે તે બધું જ ઈશ્વરે આપણને એટલા માટે આપ્યું છે કે આપણે સર્વકાળ જીવીએ અને તેમનું સન્માન કરીએ. ઈશ્વર તરીકે તેઓ પોતાના સામર્થ્ય દ્વારા આમ કરે છે અને આપણે તેમને ઓળખીએ છીએ માટે તેઓ આમ કરે છે. આપણે તેમને ઓળખીએ છીએ તેના પરિણામસ્વરૂપે પણ તેમણે આપણને તે બધુ આપ્યું છે. તેમણે આપણને તેમના લોકો થવા પસંદ કર્યા છે કારણ કે તેઓ પરાક્રમી અને ભલા છે. BSB BSB: His divine power has given us everything we need for life and godliness through the knowledge of Him who called us by His own glory and excellence.
5 UDB ઈશ્વરે તે સર્વ કર્યું છે તે કારણે, કેવળ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવા માટે જ નહીં પણ સારાં જીવનો જીવવા માટે પણ બને તેટલો શ્રેષ્ઠ પ્રયાસ કરો. અને ખાતરી કરો કે તમે કેવળ સારાં જીવનો જ જીવી રહ્યા નથી પણ ઈશ્વર વિષે વધુ ને વધુ શીખી પણ રહ્યા છો. BSB BSB: For this very reason, make every effort to add to your faith virtue; and to virtue, knowledge;
6 UDB તે ઉપરાંત, ઈશ્વર વિષે વધુ ને વધુ શીખવા માટે જ નહીં પણ તમે જે કહો અને કરો છો તેમાં પોતાના ઉપર કાબૂ રાખવા માટે પણ બને તેટલો શ્રેષ્ઠ પ્રયાસ કરો. અને ખાતરી કરો કે તમે જે કહો અને કરો છો તેમાં કેવળ પોતાના ઉપર કાબૂ રાખો છો એટલું જ નહીં પણ તમે તેમને વિશ્વાસુ પણ છો. અને ખાતરી કરો કે તમે કેવળ તેમને વિશ્વાસુ છો એટલું જ નહીં પણ તમે તેમને માન પણ આપો છો. BSB BSB: and to knowledge, self-control; and to self-control, perseverance; and to perseverance, godliness;
7 UDB અને ખાતરી રાખો કે તમે કેવળ તેમને માન આપો એટલું જ નહીં પણ જેમ ભાઈઓ અને બહેનોએ એકબીજાની કાળજી રાખવી જોઈએ તેમ તમે સાથી વિશ્વાસીઓની કાળજી રાખો. અને ખાતરી કરો કે તમે કેવળ સાથી વિશ્વાસીઓની કાળજી રાખો એટલું જ નહીં પણ તમે બીજાઓ પર પણ પ્રેમ કરો. BSB BSB: and to godliness, brotherly kindness; and to brotherly kindness, love.
8 UDB જો તમે આ સર્વ બાબતો કરો અને તેઓને વધુ ને વધુ પ્રેમ કરો તો તે દર્શાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવાથી તમારાં જીવનોમાં મહાન પરિણામો ઉત્પન્ન થાય છે. BSB BSB: For if you possess these qualities and continue to grow in them, they will keep you from being ineffective and unproductive in your knowledge of our Lord Jesus Christ.
9 UDB પણ જો લોકો વિષે આ બાબતો સાચી નથી તો તેનો અર્થ એ થાય છે કે જેમ કોઈ દ્રષ્ટિહીન માણસને પોતાની આસપાસ શું છે તે ખબર નથી તેમ તેઓને આ બાબતો અગત્યની છે તેની ખબર નથી. જેમ કોઈ ઝાંખી દ્રષ્ટિવાળો માણસ કેવળ જે નજીક છે તે જ બાબતો સ્પષ્ટ જોઈ શકે છે તેમ તેઓ માત્ર પૃથ્વી પરની બાબતો વિષે જ વિચારે છે. ઈશ્વરે તેઓને તેઓના અગાઉના પાપી જીવન માટે માફી આપી છે તે તેઓ ભૂલી ગયા હોય તેવું લાગે છે. BSB BSB: But whoever lacks these traits is nearsighted to the point of blindness, having forgotten that he has been cleansed from his past sins.
10 UDB તેવા લોકો જેવો વ્યવહાર કરવાને બદલે, એવું કરવાનો પ્રયત્ન કરો કે જેથી લોકો જાણે કે ઈશ્વરે તમને તેમના લોકો થવા પસંદ કર્યા છે. જો તમે તેમ કરો તો તમે ચોક્કસપણે કદી ઈશ્વરથી વિખૂટા પડશો નહિ. BSB BSB: Therefore, brothers, strive to make your calling and election sure. For if you practice these things you will never stumble,
11 UDB અને જ્યાં આપણા પ્રભુ અને ઉધ્ધારનાર ઈસુ ખ્રિસ્ત પોતાના લોકો પર સદાકાળ રાજ કરનાર છે ત્યાં ઈશ્વર પૂરા હૃદયથી તમારો આવકાર કરશે. BSB BSB: and you will receive a lavish reception into the eternal kingdom of our Lord and Savior Jesus Christ.
12 UDB આ બાબતો તમે જાણો છો અને તેઓ સાચી છે તેની તમને દ્રઢ ખાતરી છે તોપણ હું તેઓ વિષે તમને વારંવાર યાદ અપાવતો રહું એવો મારો ઈરાદો છે. BSB BSB: Therefore I will always remind you of these things, even though you know them and are established in the truth you now have.
13 UDB હું જીવું છું ત્યાં સુધી આ બાબતો તમને યાદ કરાવીને તેઓ વિષે તમે નિરંતર વિચારતા રહો માટે મારે તમારી મદદ કરવી જોઈએ એ હું યોગ્ય ગણું છું, BSB BSB: I think it is right to refresh your memory as long as I live in the tent of my body,
14 UDB કારણ કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને સ્પષ્ટ પ્રગટ કર્યું છે તેમ હું જાણું છું કે હું જલદી મરણ પામવાનો છું. BSB BSB: because I know that this tent will soon be laid aside, as our Lord Jesus Christ has made clear to me.
15 UDB તે ઉપરાંત, મારા મરણ પછી આ બાબતોને તમે સર્વ સમયે યાદ રાખો માટે તેઓને લખીને તમને શક્તિમાન કરવા હું બધી જ કોશિશ કરીશ. BSB BSB: And I will make every effort to ensure that after my departure, you will be able to recall these things at all times.
17 UDB જ્યારે તેમની આસપાસ ઈશ્વરનો મહાન પ્રકાશ ઘેરાઈ વળ્યો ત્યારે ઈશ્વર આપણા પિતાએ તેમને મોટું માન આપ્યું અને તેમણે કહ્યું "આ મારો પુત્ર છે, જેને હું ખૂબ જ પ્રેમ કરું છું; હું તેનાથી પ્રસન્ન છું." BSB BSB: For He received honor and glory from God the Father when the voice came to Him from the Majestic Glory, saying, “This is My beloved Son, in whom I am well pleased.”
18 UDB અમે જ્યારે ખ્રિસ્ત સાથે તે પવિત્ર પર્વત પર હતા ત્યારે અમે પોતે ઈશ્વરને સ્વર્ગમાંથી એવું કહેતાં સાંભળ્યા હતા. BSB BSB: And we ourselves heard this voice from heaven when we were with Him on the holy mountain.
19 UDB અમને તેથી પણ વધારે ખાતરી છે કે ખ્રિસ્ત વિષે પ્રબોધકોએ ઘણા સમય અગાઉ જે લખ્યું હતું તે સંપૂર્ણ આધારભૂત છે. તેઓએ જે લખ્યું હતું તે પર ધ્યાન કેન્દ્રિત કરો કારણ કે તે અંધારી જગ્યાએ પ્રકાશતા દીવા જેવું છે કે જે લોકોને પોતે ક્યાં જઈ રહ્યા છે તે જોવા સહાય કરે છે. દિવસ ઊગે અને સવારનો તારો તમારા હૃદયોમાં ઊગે ત્યાં સુધી તે પ્રકાશ ચમકશે. BSB BSB: We also have the word of the prophets as confirmed beyond doubt. And you will do well to pay attention to it, as to a lamp shining in a dark place, until the day dawns and the morning star rises in your hearts.
20 UDB તમારે એ સમજવું અગત્યનું છે કે કોઈ પણ પ્રબોધક પોતાની કલ્પનાથી અર્થઘટન કરી શકતો નથી. BSB BSB: Above all, you must understand that no prophecy of Scripture comes from one’s own interpretation.
21 UDB કોઈ પણ પ્રબોધવાણી મનુષ્યના નિર્ણયથી આવતી નથી. જેઓ ઈશ્વર તરફથી સંદેશાઓ બોલ્યા તેઓએ જ્યારે પવિત્ર આત્માએ તેઓને તેમ કરવા સહાયતા કરી ત્યારે જ બોલ્યા. એ માટે પવિત્ર આત્માએ આપણને તેનો અર્થ સમજવા મદદ પણ કરવી જોઈએ. BSB BSB: For no such prophecy was ever brought forth by the will of man, but men spoke from God as they were carried along by the Holy Spirit.
Select verses for actions: Enter goes to them and Escape comes back.