1 UDB હવે પવિત્ર આત્મા સ્પષ્ટ રીતે કહે છે કે પાછલા સમયમાં, કેટલાક લોકો ખ્રિસ્ત વિષેના સત્ય પર વિશ્વાસ કરવાનું બંધ કરશે અને આત્માઓ જે વિશ્વાસીઓને છેતરે છે અને દુષ્ટાત્માઓ જે ખોટું શિક્ષણ આપે છે તેઓ પર ધ્યાન આપશે. BSB BSB: Now the Spirit expressly states that in later times some will abandon the faith to follow deceitful spirits and the teachings of demons,
2 UDB જેમ ગરમ લોખંડે બાળી અને તેમના મનોનો નાશ કરી દીધો હોય તેમ આ લોકો એક બાબત કહેશે પરંતુ પોતાની ઇચ્છા પ્રમાણેની બીજી કંઇક ખરાબ બાબત કરશે. BSB BSB: influenced by the hypocrisy of liars, whose consciences are seared with a hot iron.
3 UDB તેઓ વિશ્વાસીઓને લગ્ન કરતા રોકવા પ્રયત્ન કરશે. જો કે ઈશ્વરે વસ્તુઓને ઉત્પન્ન કરી છે કે જેથી વિશ્વાસીઓ કે જેઓએ સત્ય જાણ્યું છે તેઓ ઈશ્વરનો અભાર માનતા તે વસ્તુઓને એક બીજા સાથે વહેંચી શકે તો પણ તેઓ તેમને અમુક વસ્તુઓ ન ખાવા માટે કહેશે. BSB BSB: They will prohibit marriage and require abstinence from certain foods that God has created to be received with thanksgiving by those who believe and know the truth.
4 UDB હું આ કહું છું કારણ કે ઈશ્વરે જે સર્વ બનાવ્યું છે તે સારું છે. ઈશ્વર તરફથી જે આપણને પ્રાપ્ત થયું છે તેને માટે તેમનો આભાર માનતાં તેનો અસ્વીકાર ન કરીએ. BSB BSB: For every creation of God is good, and nothing that is received with thanksgiving should be rejected,
5 UDB ઈશ્વરને પ્રાર્થના કરવા દ્વારા અને તેમના વચન પર વિશ્વાસ કરવા દ્વારા આપણે તે તેમના માટે અલગ કરીએ છીએ. BSB BSB: because it is sanctified by the word of God and prayer.
6 UDB જો તું આ સત્ય ભાઇઓ અને બહેનોને કહેવાનું ચાલુ રાખીશ તો, તું ઈસુ ખ્રિસ્તનો સારો સેવક થઈશ. તું તેમની સારી સેવા કરી શકીશ, કારણ કે જેમ જે સારી બાબતો ઈશ્વરે તને શીખવી છે અને જેમનું તું પાલન કરે છે તેઓ પણ તને તાલીમ આપી રહી છે તેમ જે સંદેશ પર આપણે વિશ્વાસ કર્યો છે તે તને તાલીમ આપી રહ્યો છે. BSB BSB: By pointing out these things to the brothers, you will be a good servant of Christ Jesus, nourished by the words of faith and sound instruction that you have followed.
7 UDB પણ જે બાબતોનો કોઈ અર્થ નથી અને જે કાલ્પનિક વાર્તાઓ માત્ર વૃદ્ધ સ્ત્રીઓ કહે છે તે તું ન સાંભળ. તેને બદલે, તુ ઈશ્વરને માન આપવામાં તારી જાતને કેળવ. BSB BSB: But reject irreverent, silly myths. Instead, train yourself for godliness.
8 UDB શારીરિક કસરત માત્ર થોડી જ મદદરૂપ છે, પરંતુ જો તું ઈશ્વરને માન આપીશ તો, તે તને અત્યારે પૃથ્વી પરના જીવનની દરેક બાબતોમાં અને ભવિષ્યમાં ઈશ્વર સાથે જીવવામાં પણ મદદરૂપ થશે. BSB BSB: For physical exercise is of limited value, but godliness is valuable in every way, holding promise for the present life and for the one to come.
9 UDB મેં તને હમણાં જ જે લખ્યું છે તે સંપૂર્ણ ભરોસો રાખવા યોગ્ય છે. તે સંપૂર્ણ વિશ્વાસ કરવા યોગ્ય છે. BSB BSB: This is a trustworthy saying, worthy of full acceptance.
10 UDB આ કારણને લીધે અમે જેટલી કરી શકીએ તેટલી, સખત મહેનત કરીએ છીએ, કારણ કે અમારી આશા જીવંત ઈશ્વર પર છે, જે સર્વ મનુષ્યોના ઉધ્ધારક છે, પરંતુ ખાસ કરીને જેઓ તેના પર વિશ્વાસ કરે છે તેઓના ઉધ્ધારક છે. BSB BSB: To this end we labor and strive, because we have set our hope on the living God, who is the Savior of everyone, and especially of those who believe.
11 UDB આ બાબતો વિશ્વાસીઓને જાહેર કર અને શીખવ. BSB BSB: Command and teach these things.
12 UDB કોઈને એમ કહેવાની તક ન આપ કે તું જુવાન છે માટે તું તુચ્છ છે. તેને બદલે, બીજા વિશ્વાસીઓને તું જે રીતે બોલે છે, જે રીતે રહે છે, જે રીતે પ્રેમ કરે છે, જે રીતે ઈશ્વર પર વિશ્વાસ કરે છે, અને તુ જે રીતે ખોટી બાબતોથી પોતાને દૂર રાખે છે તે દ્વારા તેઓને બતાવ કે કેવી રીતે જીવન જીવવું. BSB BSB: Let no one despise your youth, but set an example for the believers in speech, in conduct, in love, in faith, in purity.
13 UDB જ્યાં સુધી હું તારી પાસે આવું નહી, ત્યાં સુધી ધ્યાન રાખ કે તું વિશ્વાસીઓની મધ્યે જાહેરમાં ઈશ્વરનાં વચનો વાંચે, અને તું વિશ્વાસીઓને ઈશ્વરનાં વચનો સમજાવે અને શીખવે. BSB BSB: Until I come, devote yourself to the public reading of Scripture, to exhortation, and to teaching.
14 UDB જ્યારે આગેવાનોએ તારા પર હાથ મૂક્યા અને તને ઈશ્વરનો સંદેશ આપ્યો ત્યારે ઈશ્વરે તને જે દાન આપ્યું, તે દાન જે તારામાં છે તેનો ઉપયોગ કરવાને ધ્યાન રાખ. BSB BSB: Do not neglect the gift that is in you, which was given you through the prophecy spoken over you at the laying on of the hands of the elders.
15 UDB આ બધી બાબતો કરવાને અને તે અનુસાર જીવવાને માટે ધ્યાન રાખ. આ રીતે, બધા વિશ્વાસીઓ જોશે કે તું તે બાબતોને સારી અને વધુ સારી રીતે કરી રહ્યો છે. BSB BSB: Be diligent in these matters and absorbed in them, so that your progress will be evident to all.
16 UDB તારી જાતને ખૂબ જ કાળજીપૂર્વક કાબૂમાં રાખ અને અમે જે બધું શીખવ્યુ છે તે કર. આ બાબતો કરવાનું ચાલુ રાખ. જો તું આમ કરે, તો તું તારી જાતને અને જે લોકો તને સાંભળે છે તેઓને બચાવશે. BSB BSB: Pay close attention to your life and to your teaching. Persevere in these things, for by so doing you will save both yourself and those who hear you.
Select verses for actions: Enter goes to them and Escape comes back.