1 UDB કોઈ વ્યક્તિ પોતાની પ્રશંસા કરે તે મૂર્ખતાભર્યું છે, પરંતુ હું તે પ્રમાણે કરું છું. મને થોડો સમય તેમ કરવાનું જારી રાખવા દો. BSB BSB: I hope you will put up with a little of my foolishness, but you are already doing that.
3 UDB પણ જ્યારે હું તમારા સંબંધી વિચારું છું ત્યારે, મને ડર લાગે છે કે જેમ શેતાને હવાને ભરમાવી તેમ, કોઈકે તમને ભરમાવ્યા છે. મને દહેશત લાગે છે કે કોઈકે તમને સમજાવ્યા છે કે તમે ખિસ્તને ખરા હૃદયથી પ્રેમ કરવાનું બંધ કરો. BSB BSB: I am afraid, however, that just as Eve was deceived by the serpent’s cunning, your minds may be led astray from your simple and pure devotion to Christ.
4 UDB હું આ જણાવું છું કેમ કે અમે ઈસુ સંબંધીની જે બાબતો તમને જણાવી છે તેના કરતાં અલગ બાબતો કોઈ તમને જણાવે, અથવા જો તે એવું ઇચ્છે કે તમે ઈશ્વરના આત્મા સિવાયના અન્ય આત્માનો, કે કોઈ બીજા પ્રકારના શુભ સંદેશનો સ્વીકાર કરો તો તેમાં તમને કોઈ વાંધો હોય તેવું લાગતું નથી. BSB BSB: For if someone comes and proclaims a Jesus other than the One we proclaimed, or if you receive a different spirit than the One you received, or a different gospel than the one you accepted, you put up with it very easily.
5 UDB લોકો તેવા શિક્ષકોને "ઉત્તમ-પ્રેરિતો," કહે છે, પરંતુ હું નથી માનતો કે તેઓ મારા કરતાં મહાન છે. BSB BSB: I consider myself in no way inferior to those “super-apostles.”
6 UDB તે કદાચ સાચું હોઈ શકે કે અદ્દભુત પ્રવચનો કેવી રીતે આપવા તે હું કદાપિ શીખ્યો નથી, પણ જ્યારે મેં તમારી સાથે વાત કરી ત્યારે તમે જે પ્રમાણે શીખ્યા છો તેમ, હું ચોક્કસ ઈશ્વર વિશેની કેટલીક બાબતો જાણું છું. BSB BSB: Although I am not a polished speaker, I am certainly not lacking in knowledge. We have made this clear to you in every way possible.
7 UDB એક નમ્ર વ્યક્તિ તરીકે મેં તમારી એવી સેવા કરી કે મારે બદલે બીજાઓએ તમારી પ્રશંસા કરી તો તેમ કરવામાં શું હું ખોટો હતો? કોઈપણ નાણાં લીધા સિવાય મેં તમને શુભ સંદેશ પ્રગટ કર્યો તેમાં શું હું ખોટો હતો? BSB BSB: Was it a sin for me to humble myself in order to exalt you, because I preached the gospel of God to you free of charge?
8 UDB હા, મેં અન્ય મંડળીઓના વિશ્વાસીઓ પાસેથી નાણાં મેળવ્યાં જેથી હું તમારી સેવા કરી શકું. કદાચ તમે એવું કહેશો કે હું તેઓને લૂંટી રહ્યો હતો. પરંતુ મેં તમારી પાસેથી કંઈ માગ્યું નથી. BSB BSB: I robbed other churches by accepting their support in order to serve you.
9 UDB એવો સમય હતો કે જ્યારે હું તમારી સાથે હતો અને મને ઘણી બાબતોની જરૂર હતી, પરંતુ મેં તમારી પાસેથી કોઈ જ નાણાં માગ્યાં ન હતાં. તેને બદલે, જે ભાઈઓ મકદોનિયાથી આવ્યા હતા તેઓએ મારી જરૂરિયાત પૂરી કરી હતી. મારા લીધે તમને કોઈ તકલીફ વેઠવી ન પડે તે માટે મેં બધું જ કર્યું, અને તેમ કરવાનું હું જારી રાખવાનો છું. BSB BSB: And when I was with you and in need, I was not a burden to anyone; for the brothers who came from Macedonia supplied my needs. I have refrained from being a burden to you in any way, and I will continue to do so.
10 UDB હું ખ્રિસ્ત વિશેનું સંપૂર્ણ સત્ય અને મેં તેમના માટે કેવી રીતે કામ કર્યું છે તે તમને જણાવું છું. તેથી હું અખાયાના આખા પ્રાંતના દરેક લોકોને આ જણાવવાનું જારી રાખીશ. BSB BSB: As surely as the truth of Christ is in me, this boasting of mine will not be silenced in the regions of Achaia.
11 UDB તમે ખરેખર એવું વિચારતા નથી કે હું તમને પ્રેમ કરતો નથી તેને લીધે તમારાં નાણાંની ના પાડું છું, શું તમે એવું વિચારો છો? તેથી વિશેષ! ઈશ્વર જાણે છે કે હું તમને પ્રેમ કરું છું. BSB BSB: Why? Because I do not love you? God knows I do!
12 UDB હું આ જ પ્રમાણે તમારી સેવા કરતો રહીશ, જેથી જેઓ એવું કહે છે કે તેઓ અમારા જેવા જ છે તેઓને હું અટકાવું. તેઓ જે રીતે બડાશ મારે છે છે તેના સંબંધી તેઓની પાસે કોઈ બહાનું રહેશે નહીં. BSB BSB: But I will keep on doing what I am doing, in order to undercut those who want an opportunity to be regarded as our equals in the things of which they boast.
13 UDB આવા લોકો જૂઠ્ઠા પ્રેરિતો છે, જેઓ એવો દાવો કરે છે કે ઈશ્વરે તેઓને મોકલ્યા છે. તેઓ એવા કાર્યકરો છે જેઓ હંમેશાં જૂઠ્ઠું બોલે છે, અને તેઓ ખ્રિસ્તના પ્રેરિતો હોવાનો ડોળ કરે છે. BSB BSB: For such men are false apostles, deceitful workers, masquerading as apostles of Christ.
14 UDB તેઓથી આપણને આશ્ચર્ય થવું ન જોઈએ. શેતાન પણ ઈશ્વરની હજૂરમાંના પ્રકાશિત સ્વર્ગદૂત હોવાનો ઢોંગ કરે છે. BSB BSB: And no wonder, for Satan himself masquerades as an angel of light.
15 UDB તેના સેવકો પણ ઈશ્વરની સેવા કરતા હોવાનો દેખાવ કરે છે; તેઓ સારા હોવાનો દંભ કરે છે. તેઓ જેને યોગ્ય છે તે પ્રમાણે ઈશ્વર તેઓને શિક્ષા કરશે. BSB BSB: It is not surprising, then, if his servants masquerade as servants of righteousness. Their end will correspond to their actions.
16 UDB હું મૂર્ખ છું એમ કોઈએ વિચારવું જોઈએ નહીં. પણ જો તમે ખરેખર મને મૂર્ખ સમજતા હોય તો, પછી હું આગળ વધીને મારી પોતાની થોડી વધારે પ્રશંસા કરવાનું જારી રાખીશ. BSB BSB: I repeat: Let no one take me for a fool. But if you do, then receive me as a fool, so that I too may boast a little.
17 UDB જ્યારે હું આ પ્રમાણે બોલું છું ત્યારે, ઈશ્વર આ રીતે મારા વિષે વાત કરતા નથી; આ તો હું છું જે મૂર્ખની પેઠે બોલું છું. BSB BSB: In this confident boasting of mine, I am not speaking as the Lord would, but as a fool.
18 UDB ઘણા લોકો આ જીવનમાં તેઓ જેવા છે તેના સંબંધી ગર્વ કરે છે. વારુ, હું પણ તેઓના જેવો બની શકું છું. BSB BSB: Since many are boasting according to the flesh, I too will boast.
19 UDB તમે પોતે એટલા ડાહ્યા છો માટે તમે ચોક્કસ મારી મૂર્ખતાને સહર્ષ સ્વીકારી લેશો! BSB BSB: For you gladly put up with fools, since you are so wise.
20 UDB હું આ કહું છું કારણ કે તમને તો જે આગેવાનોએ ગુલામો જેવા ગણ્યા તેઓને પણ તમે સહન કર્યા; જેઓએ તમારી મધ્યે વિભાજન કર્યું તેઓને પણ તમે અનુસર્યા; તમે તમારા આગેવાનોને તમારો ફાયદો ઉઠાવવા દીધો; તમારા આગેવાનો બીજાઓ કરતાં પોતાને ઉત્તમ ગણે તેવી તમે તેમને રજા આપી; અને તેઓ તમને લપડાક મારે તેવી તમે તેમને રજા આપી, પરંતુ તમે આ વિષે કંઈ જ કરતા નથી. અને શું તમે પોતાને ખરેખર ડાહ્યા કહો છો? BSB BSB: In fact, you even put up with anyone who enslaves you or exploits you or takes advantage of you or exalts himself or strikes you in the face.
21 UDB મારે શરમાવું જોઈએ, કારણ કે જ્યારે અમે તમારી સાથે હતા ત્યારે, અમે તમારી સાથે આ રીતે વર્તવાને માટે ઘણા ડરપોક હતા. BSB BSB: To my shame I concede that we were too weak for that! Speaking as a fool, however, I can match what anyone else dares to boast about.
22 UDB શું તે લોકો હિબ્રૂ છે? તો હું પણ છું. શું તેઓ ઇઝરાયલીઓ છે? તો હું પણ છું. શું તેઓ ઇબ્રાહિમના વંશજો છે? તો હું પણ છું. BSB BSB: Are they Hebrews? So am I. Are they Israelites? So am I. Are they descendants of Abraham? So am I.
23 UDB શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? હું મૂર્ખની માફક બોલું છું! મેં તેઓમાંના કોઈના પણ કરતાં વધારે કામ કર્યું છે; મેં તેઓના કરતાં વધારે વાર કેદ ભોગવી છે; મેં તેઓના કરતાં વધારે માર ખાધો છે, અને મેં તેઓના કરતાં વધારે વાર મરણનો સામનો કર્યો છે. BSB BSB: Are they servants of Christ? (I am speaking as if I were out of my mind.) I am so much more: in harder labor, in more imprisonments, in worse beatings, in frequent danger of death.
24 UDB યહૂદીઓએ પાંચ વાર મને ઓગણ ચાળીસ ફટકા માર્યા, દરેક વખતે હું લગભગ મરી જાઉં ત્યાં સુધી માર માર્યો. BSB BSB: Five times I received from the Jews the forty lashes minus one.
25 UDB મને પકડનારાઓ દ્વારા મને ત્રણવાર ડંડા વડે માર મારવામાં આવ્યો. એકવાર તેઓએ મને મારી નાખવાને માટે મારા પર પથ્થરો ફેંક્યા. એવા ત્રણ અલગ અલગ વહાણો જેમાં હું હતો તેઓ તોફાનમાં નાશ પામ્યાં અને મેં રાતદિવસ ખુલ્લા સમુદ્રમાં બચાવની આશામાં ગાળ્યા. BSB BSB: Three times I was beaten with rods, once I was stoned, three times I was shipwrecked. I spent a night and a day in the open sea.
26 UDB મેં ઘણી મુસાફરીઓ કરી છે અને નદીઓનાં જોખમ અનુભવ્યાં છે, મેં લૂંટારાઓનાં જોખમ, મારા પોતાના યહૂદી લોકો તરફનાં જોખમ, બિનયહૂદીઓ તરફનાં જોખમ, શહેરોમાં જોખમ, અરણ્યમાં જોખમ, સમુદ્રમાં જોખમ અને જુઠ્ઠા ભાઈઓ જેઓએ અમને દગો દીધો તેઓના તરફનાં જોખમો અનુભવ્યાં છે. BSB BSB: In my frequent journeys, I have been in danger from rivers and from bandits, in danger from my countrymen and from the Gentiles, in danger in the city and in the country, in danger on the sea and among false brothers,
27 UDB મેં ઘણો શ્રમ કર્યો છે અને નુકસાન વેઠ્યાં છે, ઘણીવાર ઉજાગરા વેઠ્યાં છે; હું ભૂખ્યો અને તરસ્યો રહ્યો છું. મેં ઠંડી અને વસ્ત્રોની અછત વેઠી છે. BSB BSB: in labor and toil and often without sleep, in hunger and thirst and often without food, in cold and exposure.
28 UDB તે બધા ઉપરાંત, મંડળીઓ કેટલી સારી રીતે વધી રહી છે તેની કાળજી હું દરરોજ કરું છું. BSB BSB: Apart from these external trials, I face daily the pressure of my concern for all the churches.
29 UDB એવો કોઈ સાથી વિશ્વાસી નથી કે જે નબળો હોય અને જેની સાથે હું નબળો થયો ન હોઉં. એવો કોઈ સાથી વિશ્વાસી નથી કે જેણે બીજી વ્યક્તિને પાપ કરવા તરફ દોરી હોય, અને હું તે સંબંધી ઘણો ગુસ્સે થયો ના હોઉં. BSB BSB: Who is weak, and I am not weak? Who is led into sin, and I do not burn with grief?
30 UDB જો મારે અભિમાન કરવું પડશે તો, એવી બાબતો કે જે એવું દર્શાવે છે કે હું કેટલો નિર્બળ છું માત્ર તેવી બાબતો વિષે હું અભિમાન કરીશ. BSB BSB: If I must boast, I will boast of the things that show my weakness.
31 UDB ઈશ્વર અને ઈસુ ખ્રિસ્તના પિતાની-દરેક વ્યક્તિ અને દરેક બાબત તેમની સ્તુતિ કરો! તેઓ જાણે છે કે હું જૂઠ્ઠું કહેતો નથી! BSB BSB: The God and Father of the Lord Jesus, who is forever worthy of praise, knows that I am not lying.
32 UDB દમસ્કસ શહેરમાં, અરિતાસ રાજાના રાજ્યપાલે મને પકડવા માટે, શહેરની આસપાસ ચોકીદારો મૂક્યા હતા. BSB BSB: In Damascus, the governor under King Aretas secured the city of the Damascenes in order to arrest me.
33 UDB પરંતુ મારા મિત્રોએ મને ટોપલીમાં મૂકીને બારીમાં થઈને કોટ પરથી શહેરની બહાર ઉતારી દીધો, અને હું તેઓની પાસેથી નાસી છૂટ્યો. BSB BSB: But I was lowered in a basket through a window in the wall and escaped his grasp.
Select verses for actions: Enter goes to them and Escape comes back.