1 UDB ભાઈઓ અને બહેનો, મકદોનિયા પ્રાંતની મંડળીઓના લોકો મધ્યે ઈશ્વર કેટલા અદભુત અને માયાળુપણે વર્ત્યા છે તે વિષે તમે જાણો એવી અમારી ઇચ્છા છે. BSB BSB: Now, brothers, we want you to know about the grace that God has given the churches of Macedonia.
2 UDB જો કે ત્યાંના વિશ્વાસીઓ ઘણું સહન કરી રહ્યા છે, તો પણ તેઓ એટલા બધા આનંદિત હતા કે ગરીબ હોવા છતાં યરુશાલેમમાંના વિશ્વાસીઓને માટે તેઓએ ઘણાં નાણાં આપ્યાં છે BSB BSB: In the terrible ordeal they suffered, their abundant joy and deep poverty overflowed into rich generosity.
3 UDB તેઓ જેટલું આપી શકે તેમ હતા તેટલું તેઓએ આપ્યું છે અને હું તે વિષેની સાક્ષી આપું છું કે તે સાચું છે અને કેટલાકે તેમની જરૂરિયાતોનો ભોગ આપ્યો અને ઘણું આપ્યું. તેઓ આપવા ચાહતા હતા, BSB BSB: For I testify that they gave according to their ability and even beyond it. Of their own accord,
4 UDB અને તેઓએ અમને વારંવાર વિનંતી તથા આજીજી કરી કે અમે તેઓને આ ફાળા માટે આપવા દઈએ, જેથી જે વિશ્વાસીઓને ઈશ્વરે પોતાને માટે અલગ કરેલા છે તેઓને તેઓ મદદ કરી શકે. BSB BSB: they earnestly pleaded with us for the privilege of sharing in this service to the saints.
5 UDB અમે વિચાર્યું ન હતું કે તેઓ આ પ્રમાણે આપશે. પરંતુ પ્રથમ તો તેઓ પોતે પ્રભુને સોંપાયા અને પછી તેઓ અમને સોંપાયા. BSB BSB: And not only did they do as we expected, but they gave themselves first to the Lord and then to us, through the will of God.
6 UDB તિતસે તમને નાણાં આપવાનું ઉત્તેજન આપવાની શરૂઆત અગાઉથી જ કરી દીધી હતી, તેથી અમે તેને વિનંતી કરી કે તે ફાળો તેના યોગ્ય સ્થાને પહોંચે તે માટે તે તમારું માર્ગદર્શન કરે. BSB BSB: So we urged Titus to help complete your act of grace, just as he had started it.
7 UDB જેમ તમે બીજાઓના કરતાં વિશેષ કરો છો તેમ, માત્ર તમારા ઈશ્વર પરના વિશ્વાસમાં, તમારા ઉત્તેજનદાયક શબ્દોમાં, તમે જે શીખ્યા છો તેમાં, કાર્ય સંપાદન કરવામાં, અને તમારા અમારા પ્રત્યેના પ્રેમમાં જ નહીં પણ આ ફાળો સારી રીતે ઊભો કરવાની પણ ખાતરી રાખો. BSB BSB: But just as you excel in everything—in faith, in speech, in knowledge, in complete earnestness, and in the love we inspired in you—see that you also excel in this grace of giving.
8 UDB હું તમને હુકમ કરતો નથી, પણ બીજા લોકો જરૂરિયાતમંદ જેવા લોકોને આપે તેની સાથે તમે કેવી રીતે આપો છો તેની સરખામણી કરવા દ્વારા તમે પ્રભુને કેટલો બધો પ્રેમ કરો છો તે સાબિત કરો તેવું હું ઇચ્છું છું. BSB BSB: I am not giving a command, but I am testing the sincerity of your love through the earnestness of others.
9 UDB હું આ કહું છું, કારણ કે ઈસુ ખ્રિસ્ત તમારા પ્રત્યે કેટલા દયાળુ રહ્યા છે તે તમે જાણો છો. તેઓ ધનવાન હોવા છતાં, તેમણે સઘળું ત્યજી દીધું અને નિર્ધન બન્યા. તમને ધનવાન કરવાને માટે તેમણે આ પ્રમાણે કર્યું. BSB BSB: For you know the grace of our Lord Jesus Christ, that though He was rich, yet for your sake He became poor, so that you through His poverty might become rich.
10 UDB અને આ બધામાં તમને આપવા માટે એક ઉત્તેજનની બાબત મારી પાસે છે: તમે આ મદદ કરવાની સેવાની શરૂઆત એક વર્ષ અગાઉ કરી હતી, અને જ્યારે તમે તે શરૂ કર્યું ત્યારે જે ધગશ તમે તેના પ્રત્યે ધરાવતા હતા. BSB BSB: And this is my opinion about what is helpful for you in this matter: Last year you were the first not only to give, but even to have such a desire.
11 UDB તે જ પ્રમાણે, તમારે આ કાર્ય પૂર્ણ કરવું જોઈએ. જેમ તમે તેની શરૂઆત કરવા માટે આતુર હતા, તેમ જ તમારે તેને પૂર્ણ કરવા માટે પણ આતુર થવું જોઈએ, અને બની શકે તેટલી ઝડપથી તમારે તે કરવું જોઈએ. BSB BSB: Now finish the work, so that you may complete it with the same eager desire, according to your means.
12 UDB જો તમે આ કાર્ય કરવામાં આતુર છો તો ઈશ્વર તેનો સ્વીકાર કરશે. તમારી પાસે જે નાણાં છે તે આપવા દ્વારા તમારે તે કાર્ય પૂર્ણ કરવું જોઈએ. તમારી પાસે જે નથી તે તમે આપી શકતા નથી. BSB BSB: For if the eagerness is there, the gift is acceptable according to what one has, not according to what he does not have.
13 UDB અમે આ બોજો તમારા પર એટલા માટે નથી મૂકતા કે અમારી એવી ઇચ્છા નથી કે બીજાઓને પોતપોતાને સહાય કરવી પડે. પરંતુ તમે તેઓને મદદ કરો તે વાજબી છે. BSB BSB: It is not our intention that others may be relieved while you are burdened, but that there may be equality.
14 UDB આ સમયે તમને જે જોઈએ તેના કરતાં તમારી પાસે વધારે છે; તમારું જે વધેલું છે તે તેઓને માટે પણ પૂરતું થશે. ભવિષ્યમાં, તેઓની પાસે જરૂરિયાત કરતાં વધારે હશે તો પછી કદાચ તેઓ તમને મદદ કરવા શક્તિમાન થશે. આ બધાને માટે વાજબી છે. BSB BSB: At the present time, your surplus will meet their need, so that in turn their surplus will meet your need. This way there will be equality.
15 UDB આ, જેમ શાસ્ત્રમાં લખેલું છે તેના જેવું છે: "જેની પાસે ઘણું હતું તેની પાસે વહેંચવાને માટે કશું વધ્યું નહીં; પણ જેની પાસ બહુ થોડું હતું તેને વધારે કશાની જરૂર પડી નહીં." BSB BSB: As it is written: “He who gathered much had no excess, and he who gathered little had no shortfall.”
16 UDB અમે ઈશ્વરનો આભાર માનીએ છીએ કે હું તમારી જેટલી કાળજી રાખું છું તેટલી જ તિતસ તમારી કાળજી રાખે તેવું ઈશ્વરે કર્યું. BSB BSB: But thanks be to God, who put into the heart of Titus the same devotion I have for you.
17 UDB જ્યારે અમે તિતસને તમારી મદદ કરવા વિનંતી કરી ત્યારે, તે તે પ્રમાણે કરવા માટે સંમત થયો. તે તમારી મદદ કરવા માટે એટલો આતુર હતો કે તેણે પોતે જ તમારી મુલાકાત લેવાનું નક્કી કર્યું. BSB BSB: For not only did he welcome our appeal, but he is eagerly coming to you of his own volition.
18 UDB અમે તિતસને બીજા એક વિશ્વાસી ભાઈની સાથે મોકલ્યો છે. મંડળીઓમાંના બધા વિશ્વાસીઓ તેની પ્રશંસા કરે છે કારણ કે તે શુભ સંદેશનો પ્રચાર ખૂબ સારી રીતે કરે છે. BSB BSB: Along with Titus we are sending the brother who is praised by all the churches for his work in the gospel.
19 UDB તે અમારી સાથે યરુશાલેમમાંના વિશ્વાસીઓને માટે તમે અને બીજાઓએ જે આપ્યું છે તે તેઓને આપવા માટેની મદદ કરવા જાય તેવું મંડળીઓમાંના વિશ્વાસીઓ કહે છે. આપણે બધા જ આ ફાળો આપવા માગીએ છીએ કે જેથી પ્રભુને માન મળે અને દરેકને એ જણાવી શકાય કે આપણે વિશ્વાસીઓ એકબીજાની કેટલી મદદ કરીએ છીએ. BSB BSB: More than that, this brother was chosen by the churches to accompany us with the gracious offering we administer to honor the Lord Himself and to show our eagerness to help.
20 UDB જે નાણાં તમે ઉદારતાથી આપો છો તે અમે કેમ ઉઘરાવીએ છીએ તેના સંબંધી લોકો કોઈ સવાલ ના ઉઠાવે તે માટે અમે જે બધું કરી શકીએ તે કરીએ છીએ. BSB BSB: We want to avoid any criticism of the way we administer this generous gift.
21 UDB અમે આ બધું પ્રામાણિક અને ખુલ્લી રીતે કરવા માટે કાળજી રાખીએ છીએ. અમે આ કેવી રીતે કરીએ છીએ તે દરેક લોકો જાણે એવું અમે ઇચ્છીએ છીએ, અને અમે જાણીએ છીએ કે પ્રભુ પણ અમને જુએ છે. BSB BSB: For we are taking great care to do what is right, not only in the eyes of the Lord, but also in the eyes of men.
22 UDB અને અમે તમારી પાસે જે ભાઈઓને મોકલીએ છીએ તેઓમાં એક બીજા ભાઈનો વધારો કરીએ છીએ. અમે જોયું છે કે આ ભાઈ અગત્યનું કામ ખૂબ વિશ્વાસુપણે કરે છે. તે હવે તમારી વધારે મદદ કરવા ઇચ્છે છે કારણ કે તે તમારા પર ઘણો ભરોસો રાખે છે. BSB BSB: And we are sending along with them our brother who has proven his earnestness to us many times and in many ways, and now even more so by his great confidence in you.
23 UDB તિતસ વિષે કહું તો, તે મારો સહકાર્યકર્તા છે; તે મારી સાથે કામ કરે છે. બીજા ભાઈઓ વિષે કહું તો, અમારા પ્રદેશની મંડળીઓએ તેઓને અમારી સાથે યરુશાલેમ જવા માટે પસંદ કર્યા છે. જ્યારે બીજા લોકો તેઓને જુએ ત્યારે, તેઓ તેઓને લીધે ખ્રિસ્તની ઘણી સ્તુતિ કરશે. BSB BSB: As for Titus, he is my partner and fellow worker among you. As for our brothers, they are messengers of the churches, the glory of Christ.
24 UDB તેથી તમે આ ભાઈઓને બતાવો કે તમે તેઓને કેટલો પ્રેમ કરો છો; તેઓને બતાવો કે અમે તમારે વિષે આટલું સારું કેમ બોલ્યા હતા અને શા માટે અમે બધી મંડળીઓને એવું કહેતા અટકતા નથી કે અમે તમારે માટે કેટલો ગર્વ અનુભવીએ છીએ. BSB BSB: In full view of the churches, then, show these men the proof of your love and the reason for our boasting about you.
Select verses for actions: Enter goes to them and Escape comes back.