1 UDB વહાલાંઓ, ઈશ્વરે આપણા માટે આ સર્વ કરવાનું વચન આપ્યું છે તે કારણે ઈશ્વરનું ભજન કરવાથી આપણને દૂર રાખે તેવી બાબતો આપણા શરીર કે મનથી કરવાનું બંધ કરવું જોઈએ. આપણે પાપ કરવાનું ટાળવાની કોશિશ કરીએ; ઈશ્વરને માન આપવાનું અને તેમનો ભય રાખવાનું ચાલુ રાખીએ. BSB BSB: Therefore, beloved, since we have these promises, let us cleanse ourselves from everything that defiles body and spirit, perfecting holiness in the fear of God.
2 UDB અમારા પ્રત્યે તમારાં હૃદયો ખુલ્લાં કરો! તમે અમારા સંબધી જે કંઈ સાંભળ્યું હોય, પણ અમે તો કોઈનું ખોટું કર્યું નથી. અને અમે કોઈનો ફાયદો ઉઠાવ્યો નથી. BSB BSB: Make room for us in your hearts. We have wronged no one, we have corrupted no one, we have exploited no one.
3 UDB હું તમને દોષિત ઠરાવવા કહેતો નથી. અમે તમ સર્વને અમારા દિલથી ચાહીએ છીએ! અમે હેતુપૂર્વક તમારી સાથે જોડાયા છીએ અને તમારી સાથે જ જીવીશું અને મરીશું. BSB BSB: I do not say this to condemn you. I have said before that you so occupy our hearts that we live and die together with you.
4 UDB એથી વિશેષ, હું કેવળ તમને પ્રેમ જ નથી કરતો પણ બીજાઓની સમક્ષ હું તમારાં વખાણ પણ કરું છું અને જો કે અમે ઘણી વિપત્તિઓમાંથી પસાર થઈએ છીએ તોપણ, તમારા કારણે હું આનંદથી ભરપૂર છું. BSB BSB: Great is my confidence in you; great is my pride in you; I am filled with encouragement; in all our troubles my joy overflows.
5 UDB જ્યારે અમે મકદોનિયા આવ્યા ત્યારે અમે નિર્ગત થઇ ગયા હતા. અમારી ચારે બાજુ મુસીબતો હતી, બીજા લોકો તરફથી પણ અમે મુશ્કેલીઓ સહન કરી, અને ઘણી બાબતોને લઈને અમારાં ઘણો ડર હતો. BSB BSB: For when we arrived in Macedonia, our bodies had no rest, but we were pressed from every direction—conflicts on the outside, fears within.
6 UDB પણ, જ્યારે અમે નાહિંમત થઈએ છીએ ત્યારે ઈશ્વર હંમેશાં અમને દિલાસો આપે છે, અને તે સમયે તિતસને અમારી પાસે મોકલવા દ્વારા તેમણે અમને દિલાસો આપ્યો. BSB BSB: But God, who comforts the downcast, comforted us by the arrival of Titus,
7 UDB તિતસનું આવવું એક મોટો દિલાસો હતો, પણ જ્યારે તમે તેની સાથે હતા ત્યારે તમે પણ તેને દિલાસો આપ્યો. જ્યારે તે અમારી પાસે આવ્યો ત્યારે તેણે અમારા માટે તમારો જે ઊંડો પ્રેમ છે તે વિષે અને અમારા દુઃખોમાં તમે કેવી રીત દુઃખી હતા તે અમને જણાવ્યું, વળી, તમે મારી કેટલી કાળજી રાખતા હતા તે પણ તેણે અમને જણાવ્યું, તેથી તમારે લીધે મને બહુ આનંદ થયો. BSB BSB: and not only by his arrival, but also by the comfort he had received from you. He told us about your longing, your mourning, and your zeal for me, so that I rejoiced all the more.
8 UDB હું જાણું છું કે જે પત્ર મેં તમને લખ્યો તેણે તમને દુઃખી કર્યા છે, પણ મારે તે પત્ર લખવો પડ્યો. તે લખતી વખતે મને અફસોસ થતો હતો, પણ મેં જે લખ્યું તે મંડળીની સમસ્યાઓને હલ કરવામાં તમને મદદ કરવા માટે તે આવશ્યક હતું. હું જાણતો હતો કે તમારું દુઃખ થોડા સમય માટે જ રહેશે. BSB BSB: Even if I caused you sorrow by my letter, I do not regret it. Although I did regret it—for I see that my letter caused you sorrow, but only for a short time—
9 UDB અને તેથી હવે હું આનંદ કરી શકું છું, એટલા માટે નહીં કે મારો પત્ર વાંચ્યા પછી તમે દુઃખી થયા, પણ જે પાપ તમને ઘણું દુઃખી કરતું હતું, તેનાથી તમે પાછા વળ્યા, અને તે દુઃખે તમને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દુઃખી કર્યા, અને તે દુઃખે તમે જે ગુમાવ્યું હતું તેના કરતાં વિશેષ તમને આપ્યું તે માટે આનંદ કરું છું. BSB BSB: yet now I rejoice, not because you were made sorrowful, but because your sorrow led you to repentance. For you felt the sorrow that God had intended, and so were not harmed in any way by us.
10 UDB આ પ્રકારનું દુઃખ વ્યક્તિને પાપથી દૂર લઈ જાય છે જેથી ઈશ્વર તેનો બચાવ કરી શકે; આવા પ્રકારના દુઃખનો અનુભવ કરવાથી અંતમાં લોકો આનંદિત થાય છે. બીજી તરફ, દુન્યવી દુઃખ એટલે કે પાપ કરતાં તમને પકડી પાડવામાં આવ્યા તેના કારણે થતું દુઃખ, કેવળ મરણ તરફ જ દોરી શકે. BSB BSB: Godly sorrow brings repentance that leads to salvation without regret, but worldly sorrow brings death.
11 UDB ઈશ્વરે તમને આ દુઃખ આપ્યું તે કારણે તમે કેટલું સારું કરવાનું ચાહતા હતા તે વિષે હવે વિચારો. તમે મને એવું દર્શાવવા માગતા હતા કે તમે નિર્દોષ છો. તમે પાપના તે દોષારોપણ સંબંધી ઘણા ચિંતિત હતા, અને તે વ્યક્તિએ જે રીતે પાપ કર્યું હતું તેના વિષે તમે ઘણી ચિંતામાં હતા. તમે ન્યાય કરવામાં આવે તેવી ઇચ્છા રાખતા હતા. સરવાળે, તમે પ્રદર્શિત કર્યું કે તમે નિર્દોષ હતા. BSB BSB: Consider what this godly sorrow has produced in you: what earnestness, what eagerness to clear yourselves, what indignation, what alarm, what longing, what zeal, what vindication! In every way you have proved yourselves to be innocent in this matter.
12 UDB મેં તમને જે લખ્યું તે ખોટું કરનારને માટે ન હતું, અને જેની સાથે અન્યાય થયો તેને માટે પણ ન હતું, પરંતુ તે તમારા માટે લખ્યું હતું જેથી તમે સમજી શકો કે તમે અમારા પ્રત્યે કેટલા વિશ્વાસુ છો. ઈશ્વર જાણે છે કે તમે અમારા પ્રત્યે વિશ્વાસુ છો. BSB BSB: So even though I wrote to you, it was not on account of the one who did wrong or the one who was harmed, but rather that your earnestness on our behalf would be made clear to you in the sight of God.
13 UDB આ બધાના દ્વારા અમે ખૂબ ઉત્તેજન પામ્યા છીએ! તિતસે અમને જે કહ્યું તેના સંબંધી અમે ઘણા ખુશ છીએ, અને તમે તેને આરામ આપ્યો અને તેની મદદ કરી તે માટે પણ અમે ખુશ છીએ. BSB BSB: On account of this, we are encouraged. In addition to our own encouragement, we were even more delighted by the joy of Titus. For his spirit has been refreshed by all of you.
14 UDB મેં તેને તમારા વિશેની ઘણી સારી બાબતો જણાવી હતી, કે હું તમારા માટે કેટલું ગૌરવ અનુભવું છું, અને જ્યારે તે તમારી પાસે આવ્યો ત્યારે, તમે મારી મર્યાદા રાખી. અમે તિતસની આગળ તમારી ખૂબ પ્રશંસા કરી હતી, અને તમે તેને સાચું પુરવાર કર્યું! BSB BSB: Indeed, I was not embarrassed by anything I had boasted to him about you. But just as everything we said to you was true, so our boasting to Titus has proved to be true as well.
15 UDB હવે તેનો તમારા પ્રત્યેનો પ્રેમ વૃદ્ધિ પામ્યો છે કારણ કે તેણે પોતે જોયું છે કે તમે ઈશ્વરને કેટલું અનુસરો છો, અને તે જાણે છે કે તમે તમારી મધ્યે તેનો કેવો આવકાર કર્યો હતો. ઈશ્વર પવિત્ર છે તે કારણે તમે તેનો આવકાર ભયથી, અને તમે જાણો છો કે ઈશ્વર મહાન છે તે કારણે તમે તેનો આવકાર ધ્રુજારીસહિત કર્યો. BSB BSB: And his affection for you is even greater when he remembers that you were all obedient as you welcomed him with fear and trembling.
16 UDB મને સર્વ બાબતે તમારા પર પૂરો ભરોસો છે એ માટે હું આનંદિત છું. BSB BSB: I rejoice that I can have complete confidence in you.
Select verses for actions: Enter goes to them and Escape comes back.