1 UDB આપણે સાથે કામ કરનારા છીએ, અને તમને વિનંતી કરીએ છીએ કે ઈશ્વરના પ્રેમનું જે દાન તમે સ્વીકાર્યું છે તે વ્યર્થ જાય એવું ન કરશો. BSB BSB: As God’s fellow workers, then, we urge you not to receive God’s grace in vain.
2 UDB કેમ કે ઈશ્વર કહે છે, "મારી પ્રેમાળ કૃપા તારા પ્રત્યે દર્શાવી ત્યારે મેં તારું સાંભળ્યું, અને જ્યારે મેં ઉધ્ધારનું કાર્ય સંપૂર્ણ કર્યું ત્યારે મેં તને સહાય કરી." જુઓ, ઈશ્વર તમારા ઉપર દયા દર્શાવે તે માટેનો દિવસ આ જ છે; તમારા ઉદ્ધાર માટેનો દિવસ પણ આજે જ છે. BSB BSB: For He says: “In the time of favor I heard you, and in the day of salvation I helped you.” Behold, now is the time of favor; now is the day of salvation!
3 UDB અમે ચોક્કસ કોઈને પણ ખોટું કરવાનું કારણ આપવા ચાહતા નથી, કારણ કે શુભ સંદેશનો ઉપદેશ કરતા અમે દુષ્ટતાને ઉત્તેજન આપીએ છીએ તેવો આરોપ કોઈ મૂકે તેમ અમે ઇચ્છતા નથી. BSB BSB: We put no obstacle in anyone’s way, so that no one can discredit our ministry.
4 UDB અમે વારંવાર એ પુરવાર કર્યું છે કે અમે ઈશ્વરના સેવકો છીએ. અમે ભારે દુઃખ ઉઠાવીએ છીએ, જેઓ અમને દુઃખ પહોંચાડે છે તેઓનો અમે હિંમતથી સામનો કરીએ છીએ અને મુશ્કેલ સમયોમાં થઈને અમે જીવીએ છીએ. BSB BSB: Rather, as servants of God we commend ourselves in every way: in great endurance; in troubles, hardships, and calamities;
5 UDB લોકોએ અમને સખત માર માર્યો છે, કેટલાકે અમને કેદમાં પૂર્યા છે; લોકોને માટે અમે હુલ્લડનું કારણ બન્યા છીએ; અમે સખત શારીરિક શ્રમ કર્યો છે; અમે ઘણી રાત્રિઓ ઊંઘ વગર વિતાવી છે, અને ઘણીવાર અમને પૂરતો ખોરાક મળ્યો નથી. BSB BSB: in beatings, imprisonments, and riots; in labor, sleepless nights, and hunger;
6 UDB પણ આ સર્વમાં અમારાં જીવનો નિર્દોષ રહ્યાં છે, અમારી સમજણ ઊંડી થઇ છે, અને ઈશ્વર અમારાં દુઃખોનો અંત લાવે ત્યાં સુધી ધીરજ રાખવા અમે સમર્થ થયા છીએ. અમે જાણીએ છીએ કે ખ્રિસ્ત અમારા પ્રત્યે કેવા દયાળુ છે; અમે પવિત્ર આત્માથી ભરપૂર થયા છીએ, અને અમે બીજાઓને પ્રેમ કરીએ છીએ. BSB BSB: in purity, knowledge, patience, and kindness; in the Holy Spirit and in sincere love;
7 UDB અમે ઈશ્વરના સત્ય વચન અનુસાર જીવીએ છીએ, અને અમારી પાસે ઈશ્વરનું સામર્થ્ય છે. ખ્રિસ્તને લીધે ઈશ્વરે તેમની પોતાની સાથે અમારું સમાધાન કરાવ્યું છે. આ સત્ય પર અમે સતત વિશ્વાસ કરીએ છીએ; એ તો સૈનિકના બખ્તર જેવું અને તેના બન્ને હાથનાં શસ્ત્રો જેવું છે. BSB BSB: in truthful speech and in the power of God; with the weapons of righteousness in the right hand and in the left;
8 UDB કેટલીક વાર લોકો અમને માન આપે છે; પણ કેટલીક વાર તેઓ અમારું અપમાન પણ કરે છે. ક્યારેક તેઓ અમારે વિષે ઘણું ભૂંડું બોલે છે; તો ક્યારેક તેઓ અમારાં વખાણ પણ કરે છે. અમે સત્ય બોલીએ છીએ છતાં તેઓનો આરોપ છે કે અમે જૂઠ્ઠું બોલીએ છીએ. BSB BSB: through glory and dishonor, slander and praise; viewed as imposters, yet genuine;
9 UDB અમે અજાણ્યા લોકોની માફક જીવીએ છીએ, પણ કેટલાક લોકો અમને બહુ સારી રીતે ઓળખે છે. જો કે અમને કાયદેસર રીતે મરણદંડને માટે કદી દોષિત ઠરાવાયા નથી તોપણ ખ્રિસ્તની વાત પ્રગટ કરવાને લીધે કેટલાક લોકો અમને મારી નાખવાની કોશિશ કરે છે. BSB BSB: unknown, yet well-known; dying, and yet we live on; punished, yet not killed;
10 UDB અમે ઘણા દુઃખમાં છીએ તોપણ અમે હંમેશાં આનંદ કરીએ છીએ. અમે અતિ ગરીબ લોકો જેવા છીએ છતાં, અમારી પાસે શુભસંદેશનો ખજાનો છે જે ઘણાને ધનવાન કરે છે. તમે જોઈ શકો છો કે અમારી પાસે કંઈ નથી, પણ સત્ય એ છે કે સઘળું અમારું છે. BSB BSB: sorrowful, yet always rejoicing; poor, yet making many rich; having nothing, and yet possessing everything.
11 UDB કરિંથના અમારા સાથી વિશ્વાસીઓ, અમે તમારી સાથે મોકળાશથી અને નિખાલસતાથી બોલ્યા છીએ. અમે તમને મુક્તપણે દર્શાવ્યું છે કે અમે તમને પ્રેમ કરીએ છીએ. BSB BSB: We have spoken freely to you, Corinthians. Our hearts are open wide.
12 UDB અમે તે છુપાવતા નથી, પણ તમે અમને પ્રેમ કરો છો તે દર્શાવવામાં સંકોચ અનુભવતા લાગો છો. BSB BSB: It is not our affection, but yours, that is restrained.
13 UDB બાળકો જેવા ગણીને હું તમને કહું છું બદલામાં તમે પણ અમને પ્રેમ કરો તે વાજબી હશે. BSB BSB: As a fair exchange—I speak as to my children—open wide your hearts also.
14 UDB જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા નથી તેઓ સાથે અઘટિત રીતે કામ ન કરો. જેઓ ઈશ્વરનાં ધોરણો અનુસાર જીવે છે તેઓએ, જેઓ ઈશ્વરના નિયમોનો ભંગ કરીને પોતાની ઇચ્છા પ્રમાણે વર્તે છે તેઓની સાથે શા માટે સંબંધ રાખવો જોઈએ? અંધકાર અને પ્રકાશ બન્ને સાથે રહી શકે નહિ. BSB BSB: Do not be unequally yoked with unbelievers. For what partnership can righteousness have with wickedness? Or what fellowship does light have with darkness?
15 UDB ખ્રિસ્ત કોઈ પણ બાબતમાં કેવી રીતે બલિયાલના આત્માની સાથે સંબંધ રાખી શકે? ઈશ્વરમાં વિશ્વાસ કરનાર વ્યક્તિને ઈશ્વરમાં વિશ્વાસ નહિ કરનારની સાથે કેવી રીતે સંબંધ હોઈ શકે? BSB BSB: What harmony is there between Christ and Belial? Or what does a believer have in common with an unbeliever?
16 UDB ઈશ્વરના ભક્તિસ્થાનમાં મૂર્તિઓને સ્થાન આપવું કેટલું યોગ્ય ગણી શકાય? કારણ કે જેમ ઈશ્વરે કહ્યું તેમ આપણે જીવંત ઈશ્વરનું ભજનસ્થાન છીએ: "હું મારા લોકોમાં વાસ કરીશ. હું તેઓની મધ્યે રહીશ. હું તેઓનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા લોકો થશે." BSB BSB: What agreement can exist between the temple of God and idols? For we are the temple of the living God. As God has said: “I will dwell with them and walk among them, and I will be their God, and they will be My people.”
17 UDB તેથી શાસ્ત્ર વચન જણાવે છે: "અવિશ્વાસીઓ મધ્યેથી બહાર આવો અને તેઓથી અલગ થાઓ," એમ ઈશ્વર કહે છે. "જે તમને અશુદ્ધ બનાવે છે અને મારું ભજન કરવા અસમર્થ બનાવે છે તેનાથી દૂર રહો; અને હું મારા હાથોને ખુલ્લા કરીને તમારો આવકાર કરીશ, BSB BSB: “Therefore come out from among them and be separate, says the Lord. Touch no unclean thing, and I will receive you.”
18 UDB અને હું તમારો પિતા થઈશ, વળી તમે મારા દીકરાઓ અને દીકરીઓ થશો" એવું સર્વસમર્થ પ્રભુ કહે છે. BSB BSB: And: “I will be a Father to you, and you will be My sons and daughters, says the Lord Almighty.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.