1 UDB અમે જાણીએ છીએ કે આ શરીરો કામચલાઉ નિવાસસ્થાનો છે, એટલે કે તંબુઓ જેવાં છે કે જે ક્ષણભંગુર છે. પણ અમે જાણીએ છીએ કે જ્યારે અમે મરણ પામીશું ત્યારે, ઈશ્વર તેમણે બનાવેલાં, અનંતકાળ સુધી ટકનારાં કાયમી શરીરો અમને આપશે. BSB BSB: For we know that if the earthly tent we live in is dismantled, we have a building from God, an eternal house in heaven, not built by human hands.
2 UDB જ્યારે આપણે આ ભૌતિક શરીરોમાં રહીએ છીએ ત્યારે, ઈશ્વર પાસેથી પ્રાપ્ત થનાર શરીરોની આશા રાખતાં નિસાસા નાખીએ છીએ BSB BSB: For in this tent we groan, longing to be clothed with our heavenly dwelling,
3 UDB કારણ કે જ્યારે ઈશ્વર અમને નવાં શરીરો ધારણ કરાવશે, ત્યારે તે અમારે માટે આચ્છાદિત કરનાર વસ્ત્રો સમાન હશે. BSB BSB: because when we are clothed, we will not be found naked.
4 UDB કેમ કે અમે જે શરીરોમાં છીએ તે એક દિવસે મરણ પામશે, અને અમે એ દિવસની રાહ જોઈએ છીએ કે જ્યારે અમે આ શરીરોને ત્યાગી દઈશું. અમે મરવા માટે આતુર છીએ એમ નહીં પણ જેમ કહેવત છે કે, "જેઓ બધા મરણ પામે છે તેઓ જીવનમાં ગરક થઇ જશે" તેમ અમે અનંતકાળિક શરીરો ધારણ કરવા આતુર છીએ. BSB BSB: For while we are in this tent, we groan under our burdens, because we do not wish to be unclothed but clothed, so that our mortality may be swallowed up by life.
5 UDB ઈશ્વર પોતે અમારા માટે નવાં શરીરો તૈયાર કરી રહ્યા છે, અને પોતાનો આત્મા આપવા દ્વારા તેઓએ અમને ખાતરી આપી છે કે અમે તે શરીરો મેળવીશું. BSB BSB: And it is God who has prepared us for this very purpose and has given us the Spirit as a pledge of what is to come.
6 UDB તેથી તમારે હંમેશાં ખાતરી રાખવાની જરૂર છે કે, જ્યાં સુધી અમે આ પૃથ્વી પર જીવીએ છીએ, ત્યાં સુધી અમે સ્વર્ગીય પ્રભુથી દૂર છીએ. BSB BSB: Therefore we are always confident, although we know that while we are at home in the body, we are away from the Lord.
7 UDB (અમે અમારાં જીવનો તેમના પર વિશ્વાસ રાખતાં જીવીએ છીએ, દ્રષ્ટિથી નહીં). BSB BSB: For we walk by faith, not by sight.
9 UDB તેથી, અમે અહીં હોઈએ કે સ્વર્ગમાં હોઈએ, અમે તેમને આધીન થવાની ઇચ્છા રાખીએ છીએ. BSB BSB: So we aspire to please Him, whether we are at home in this body or away from it.
10 UDB કેમ કે, જ્યારે તેઓ સર્વના ન્યાયાધીશ તરીકે બિરાજશે, ત્યારે આપણે સર્વ ખ્રિસ્તની સમક્ષ ઊભા રહીશું. જ્યારે આપણે આ જીવનમાં હતા ત્યારે આપણે જે કર્યું તેનો તેઓ ન્યાય કરશે. ખ્રિસ્ત આપણને યોગ્ય બદલો આપશે, અને જે કંઈ સારું છે કે ખરાબ, તેનો તેઓ ન્યાય કરશે. BSB BSB: For we must all appear before the judgment seat of Christ, that each one may receive his due for the things done in the body, whether good or bad.
11 UDB તેથી, પ્રભુને માન આપવું તે શું છે તે અમે જાણીએ છીએ, તેથી, ઈશ્વર કેવા છે તે અમે લોકોને જણાવવાની કાળજી રાખીએ છીએ. આપણે કેવા પ્રકારના લોકો છીએ તે ઈશ્વર જાણે છે, અને અમે જે સારું કે ખોટું કરીએ છીએ તે તમે સમજો એવી હું અપેક્ષા રાખું છું. BSB BSB: Therefore, since we know what it means to fear the Lord, we try to persuade men. What we are is clear to God, and I hope it is clear to your conscience as well.
12 UDB અમે ઈશ્વરના પ્રામાણિક સેવકો છીએ તેવું સાબિત કરવાની ફરીથી કોશિશ કરતા નથી. અમે કેવા પ્રકારના લોકો છીએ તે તમે જાણો એ જ ઇચ્છા અમે રાખીએ છીએ, અને અમારા વિષે તમને અભિમાન કરવાનું કારણ આપવા માગીએ છીએ. આમ કરવાનું કારણ એ છે કે, જેઓ પોતાના કામનાં વખાણ કરે છે, પણ તેઓ પોતે તેમનાં આંતરિક જીવનોમાં કેવા છે તેની કાળજી રાખતા નથી, તેઓને તમે પ્રત્યુત્તર આપી શકો. BSB BSB: We are not commending ourselves to you again. Instead, we are giving you an occasion to be proud of us, so that you can answer those who take pride in appearances rather than in the heart.
13 UDB જો લોકો વિચારે કે અમે ધૂની છીએ તો વાંધો નહીં, અમે તો ઈશ્વરની સેવા કરીએ છીએ. પણ જો અમે સજાગ છીએ તો તે તમારી મદદને માટે છે. BSB BSB: If we are out of our mind, it is for God; if we are of sound mind, it is for you.
14 UDB ખ્રિસ્ત પ્રત્યેનો અમારો પ્રેમ અમારું પ્રેરકબળ છે. અમને ખાતરી છે કે: ખ્રિસ્ત સર્વને માટે મરણ પામ્યા, તેથી આપણે સર્વ તેમની સાથે મરણ પામ્યા છીએ. BSB BSB: For Christ’s love compels us, because we are convinced that One died for all, therefore all died.
15 UDB ખ્રિસ્ત સર્વને માટે મરણ પામ્યા, કેમ કે જેઓ જીવે છે તેઓ હવે પોતાને માટે ન જીવે, પણ ખ્રિસ્તને માટે જીવે, જે તેઓનાં પાપોને માટે મરણ પામ્યા, તેમને અર્થે જીવે, અને જેમને ઈશ્વરે મરણમાંથી સજીવન કર્યા તે તેઓ જ છે. BSB BSB: And He died for all, that those who live should no longer live for themselves, but for Him who died for them and was raised again.
16 UDB અમે અમારા પોતાને માટે જીવતા નથી તે માટે, અમે અવિશ્વાસીઓની માફક કોઈનો ન્યાય કરતા નથી. અમે એક વાર ખ્રિસ્તને પણ માનવીય માપદંડથી તપાસ્યા, પણ હવે ખ્રિસ્તીઓ તરીકે અમે એવી રીતે કોઈનો ન્યાય કરતા નથી. BSB BSB: So from now on we regard no one according to the flesh. Although we once regarded Christ in this way, we do so no longer.
17 UDB જ્યારે કોઈ ખ્રિસ્તની સાથે જોડાય છે અને તેમના પર વિશ્વાસ રાખે છે, ત્યારે તે નવી વ્યક્તિ બને છે. જે ભૂતકાળનું હતું તે બધું જતું રહ્યું છે, જુઓ! ઈશ્વર તમારામાં સઘળું નવું બનાવે છે. BSB BSB: Therefore if anyone is in Christ, he is a new creation. The old has passed away. Behold, the new has come!
20 UDB તેથી, ઈશ્વરે અમને ખ્રિસ્તના પ્રતિનિધિ ઠરાવ્યા છે. ઈશ્વર અમારી મારફતે તમને આજીજી કરે છે. તેથી અમે ખ્રિસ્ત વતી તમને આજીજી કરીએ છીએ: ખ્રિસ્ત દ્વારા ઈશ્વરને તમારી સાથે શાંતિ કરવા દો અને પોતાની સાથે સંબંધમાં લાવવા દો. BSB BSB: Therefore we are ambassadors for Christ, as though God were making His appeal through us. We implore you on behalf of Christ: Be reconciled to God.
Select verses for actions: Enter goes to them and Escape comes back.