1 UDB ઈશ્વરે આ સેવાકાર્ય આગળ વધારવાની જવાબદારી અમને સોંપી છે, અને તેમની દયા પણ અમારી ઉપર હતી. અને તેથી અમે નાહિંમત થયા નથી. BSB BSB: Therefore, since God in His mercy has given us this ministry, we do not lose heart.
2 UDB કંઈપણ શરમજનક કામ કરવાથી અમે સાવધ રહીએ છીએ, અને અમારી પાસે કોઈ પણ વ્યક્તિથી સંતાડવા જેવુ કંઈ નથી. ઈશ્વર જે આપવાના નથી તેનું વચન અમે આપતા નથી, અને અમે ઈશ્વરના સંદેશને અમે જે કહેવા માગીએ છીએ તે અનુસાર બદલતા નથી. અમે કેવળ સત્ય પ્રગટ કરીએ છીએ. અમે ઈશ્વરની સમક્ષ છીએ ત્યારે તમે અમને પારખો માટે અમે આ રીતે પોતાને પ્રસ્તુત કરીએ છીએ. BSB BSB: Instead, we have renounced secret and shameful ways. We do not practice deceit, nor do we distort the word of God. On the contrary, by open proclamation of the truth, we commend ourselves to every man’s conscience in the sight of God.
3 UDB જો શુભ સંદેશ પડદાથી ઢંકાયેલો હોય તો, જેઓ ઈશ્વર વગર મરણ પામે છે તેઓને માટે તે ઢંકાયેલ છે. BSB BSB: And even if our gospel is veiled, it is veiled to those who are perishing.
4 UDB તેઓ માટે તો, આ જગતના દેવે તેઓને સત્ય પ્રતિ દ્રષ્ટિહીન કર્યા છે, કારણ કે તેઓ ખ્રિસ્તના અદ્દભુત મહિમા સંબંધીના શુભ સમાચાર પર વિશ્વાસ કરતા નથી, કેમ કે ઈશ્વર કેવા છે તે તો ખ્રિસ્ત જ આપણને બતાવે છે. BSB BSB: The god of this age has blinded the minds of unbelievers, so they cannot see the light of the gospel of the glory of Christ, who is the image of God.
5 UDB અમે પોતાને તમારી આગળ એવી રીતે પ્રગટ કરતા નથી કે જે તમને કોઈ પણ દુષ્ટતાથી બચાવી શકે. તેથી ઊલટું, ખ્રિસ્ત ઈસુને અમે અમારા માલિક તરીકે અને અમને તમારા દાસો તરીકે પ્રગટ કરીએ છીએ, કેમ કે અમે ઈસુ ખ્રિસ્ત સાથે જોડાયેલા છીએ. BSB BSB: For we do not proclaim ourselves, but Jesus Christ as Lord, and ourselves as your servants for Jesus’ sake.
6 UDB પણ એ તો ઈશ્વરે જ કહ્યું કે, "અજવાળું અંધારા પર પ્રકાશે." તેમણે તે અજવાળું આપણા હૃદયોમાં પ્રકાશવા દીધું છે, કે જેથી, જ્યારે આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ ત્યારે આપણે જોઈ શકીએ કે ઈશ્વર કેટલા મહાન છે. BSB BSB: For God, who said, “Let light shine out of darkness,” made His light shine in our hearts to give us the light of the knowledge of the glory of God in the face of Jesus Christ.
7 UDB હવે ઈશ્વર તરફની આ મૂલ્યવાન ભેટો અમે અમારા શરીરો જે નિર્બળ માટીનાં પાત્રો છે, તેમાં ઊંચકીને ફરીએ છીએ. અમારું સામર્થ્ય ક્યાંથી આવે છે તે સબંધી કોઈ ભૂલ થવી ન જોઈએ: તે કેવળ ઈશ્વર પાસેથી જ આવે છે. BSB BSB: Now we have this treasure in jars of clay to show that this surpassingly great power is from God and not from us.
8 UDB અમે ઘણા પ્રકારની મુશ્કેલીઓ સહન કરી છે. પણ તેથી અમે નાશ પામ્યા નથી. અમારે શું કરવું તે સંબંધી અમે કદાચ ગૂંચવાઈ ગયા હોઈએ, પણ અમે કદી પડતું મૂક્યું નથી. BSB BSB: We are hard pressed on all sides, but not crushed; perplexed, but not in despair;
9 UDB કેટલાક લોકો અમને નુકસાન કરવા ઇચ્છે છે, પણ અમે કદી એકલવાયા નથી; જાણે અમને કોઈએ નીચે પાડી દીધા હોય તેમ લાગે, પણ અમે હંમેશાં પાછા ઊઠીએ છીએ. BSB BSB: persecuted, but not forsaken; struck down, but not destroyed.
10 UDB જેમ ઈસુ મરણ પામ્યા તેમ અમે ઘણીવાર મરણના જોખમમાં હોઈએ છીએ, પણ અમારાં શરીરો પાછાં સજીવન થશે, કેમ કે ઈસુ જીવંત છે. BSB BSB: We always carry around in our body the death of Jesus, so that the life of Jesus may also be revealed in our body.
11 UDB કેમ કે આપણામાંના જેઓ જીવતા છીએ તેઓને ઈશ્વર હંમેશાં મરણના અનુભવમાં દોરી જાય છે, કારણ કે આપણે ઈસુની સાથે જોડાયેલા છીએ, કે જેથી જ્યારે લોકો આપણા તરફ જુએ ત્યારે તેઓ જાણી શકે કે ઈસુ જીવંત છે. BSB BSB: For we who are alive are always consigned to death for Jesus’ sake, so that the life of Jesus may also be revealed in our mortal body.
12 UDB તેથી તમે જોઈ શકો છો કે, અમારામાં મરણ તેનું કાર્ય કરે છે, પણ તમારામાં જીવન કાર્ય કરે છે. BSB BSB: So then, death is at work in us, but life is at work in you.
13 UDB જેમ શાસ્ત્રવચન કહે છે: "મને ઈશ્વર પર વિશ્વાસ છે માટે હું બોલું છું" તેમ અમે ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ. અમે પણ ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ, અને તેમણે અમારા માટે શું કર્યું છે તે વિષે અમે પણ બોલીએ છીએ. BSB BSB: And in keeping with what is written, “I believed, therefore I have spoken,” we who have the same spirit of faith also believe and therefore speak,
14 UDB અમે જાણીએ છીએ કે ઈશ્વર, જેમણે પ્રભુ ઈસુને મરણમાંથી ઉઠાડ્યા તેઓ અમને પણ ઈસુની સાથે ઉઠાડશે, અને ઈસુ અમને પણ તમારી સાથે જ્યાં ઈશ્વર છે ત્યાં લઇ જશે. BSB BSB: knowing that the One who raised the Lord Jesus will also raise us with Jesus and present us with you in His presence.
15 UDB મેં જે કંઈ સહન કર્યું તે તમને મદદ કરવા માટે કર્યું છે, જેથી વધુને વધુ લોકો જાણી શકે કે ઈશ્વર તેમને કેટલા વધુ ચાહે છે, કે જેથી તેઓ તેમની વિશેષ પ્રમાણમાં સ્તુતિ કરે. BSB BSB: All this is for your benefit, so that the grace that is extending to more and more people may cause thanksgiving to overflow, to the glory of God.
16 UDB અમે નાહિંમત થતા નથી. જ્યારે અમારાં શરીર દરરોજ બાહ્ય રીતે ક્ષય પામતાં જાય છે, ત્યારે ઈશ્વર દરરોજ અમને આંતરિક રીતે નવા બનાવતા જાય છે. BSB BSB: Therefore we do not lose heart. Though our outer self is wasting away, yet our inner self is being renewed day by day.
17 UDB કેમ કે, આ ક્ષણિક અને નજીવી વિપત્તિઓ અમને એ દિવસને માટે તૈયાર કરે છે જ્યારે ઈશ્વર અમને હંમેશને માટે મહિમાવાન, કોઈ માપી કે સમજાવી ન શકે તેવા અદ્દભુત મહિમાવાન બનાવશે. BSB BSB: For our light and momentary affliction is producing for us an eternal weight of glory that is far beyond comparison.
18 UDB કેમ કે અમે દ્રશ્ય નહિ પણ અદ્રશ્ય બાબતોની રાહ જોઈએ છીએ. જે બાબતોને અમે હાલ જોઈ શકીએ છીએ તે ક્ષણિક છે, પણ જે બાબતોને અમે જોઈ શકતા નથી તે અનંતકાળિક છે. BSB BSB: So we fix our eyes not on what is seen, but on what is unseen. For what is seen is temporary, but what is unseen is eternal.
Select verses for actions: Enter goes to them and Escape comes back.