1 UDB અમારા સાથી વિશ્વાસીઓ, હવે બીજી કેટલીક બાબતો વિષે, જેમ તમે કર્યું છે તેમ અમારા માટે પ્રાર્થના કરો કે, વધુ અને વધુ લોકો આપણા પ્રભુ ઈસુ વિષેનો સંદેશ બહુ જલદી સાંભળે અને તેને માન આપે. BSB BSB: Finally, brothers, pray for us, that the word of the Lord may spread quickly and be held in honor, just as it was with you.
2 UDB અમારા માટે પણ પ્રાર્થના કરો કે ઈશ્વર પાપી અને દુષ્ટ માણસોને અમારું નુકસાન કરતા અટકાવે, કારણ કે દરેક વ્યક્તિ પ્રભુ પર વિશ્વાસ કરતી નથી. BSB BSB: And pray that we may be delivered from wicked and evil men; for not everyone holds to the faith.
3 UDB તેમ છતાં, પ્રભુ ઈસુ વિશ્વાસયોગ્ય છે! તેથી અમે ચોક્કસ છીએ કે તેઓ તમને દૃઢ રહેવા સમર્થ કરશે. અમને ખાતરી છે કે તેઓ શેતાન એટલે કે જે દુષ્ટ છે, તેનાથી તમને બચાવશે. BSB BSB: But the Lord is faithful, and He will strengthen you and guard you from the evil one.
4 UDB આપણે આપણા પ્રભુ ઈસુ સાથે જોડાયેલા છીએ તે કારણે અમને ખાતરી છે કે અમે તમને જે આજ્ઞાઓ આપી હતી તેને તમે પાળો છો, અને આ પત્રમાં અમે જે આજ્ઞાઓ આપી છે તેઓને તમે પાળશો. BSB BSB: And we have confidence in the Lord that you are doing and will continue to do what we command.
5 UDB અમે પ્રાર્થના કરીએ છીએ કે આપણા પ્રભુ ઈસુ તમને એ જાણવા મદદ કરે કે ઈશ્વર તમને કેટલો પ્રેમ કરે છે અને તમારા માટે ખ્રિસ્તે કેટલું સહન કર્યું છે. BSB BSB: May the Lord direct your hearts into God’s love and Christ’s perseverance.
6 UDB અમારા સાથી વિશ્વાસીઓ, અમે તમને આજ્ઞા આપીએ છીએ- અને જાણે ઈસુ ખ્રિસ્ત પોતે તમને આ કહી રહ્યા હોય તેમ- તમે સર્વ એવા સાથી વિશ્વાસીઓ કે જેઓ આળસુ છે અને કામ કરવાની ના પાડે છે તેમની સાથે ન જોડાઓ. એટલે કે, જેઓએ અમને શીખવ્યું અને પછી અમે તમને પણ શીખવ્યું તે રીતે જેઓ પોતાનો જીવન વ્યવહાર કરતા નથી તેઓથી તમારે દૂર રહેવું જોઈએ. BSB BSB: Now we command you, brothers, in the name of our Lord Jesus Christ, to keep away from any brother who leads an undisciplined life that is not in keeping with the tradition you received from us.
7 UDB અમે તમને આ પ્રમાણે કહીએ છીએ કારણ કે તમે પોતે જાણો છો કે જે રીતે અમે વર્ત્યા તે રીતે તમારે વર્તવું જોઈએ. જ્યારે અમે તમારી મધ્યે રહેતા હતા ત્યારે અમે કામ કર્યા વગર માત્ર બેસી રહેતા ન હતા. BSB BSB: For you yourselves know how you ought to imitate us, because we were not undisciplined among you,
8 UDB એટલે કે, પૈસા ચૂકવ્યા વગર અમે કોઈનો ખોરાક ખાધો નથી. તેના બદલે, અમે પોતાનું પોષણ કરવા દિવસ-રાત સખત મહેનત કરી છે, કે જેથી જે જરૂરનું છે તેના માટે અમારે તમારા કોઈના પર આધાર રાખવો ન પડે. BSB BSB: nor did we eat anyone’s food without paying for it. Instead, in labor and toil, we worked night and day so that we would not be a burden to any of you.
9 UDB હું એક પ્રેરિત હોવાને કારણે નાણાં માટે તમારા પર આધાર રાખવાનો અમને અધિકાર હતો, પરંતુ તેના બદલે, અમે સખત મહેનત કરી કે જેથી અમે તમારા માટે સારા ઉદાહરણરૂપ થઈએ, કે જેથી જેમ અમે વર્ત્યા તેમ તમે પણ વર્તો. BSB BSB: Not that we lack this right, but we wanted to offer ourselves as an example for you to imitate.
10 UDB યાદ રાખો કે જ્યારે અમે તમારી સાથે હતા, ત્યારે અમે તમને આજ્ઞા આપતા રહ્યા કે જો કોઈ સાથી વિશ્વાસી કામ કરવાની ના પાડે, તો તમારે તેને જમવા માટે ભોજન આપવું નહીં. BSB BSB: For even while we were with you, we gave you this command: “If anyone is unwilling to work, he shall not eat.”
11 UDB હવે અમે તમને આ ફરીથી કહીએ છીએ, કારણ કે કોઈકે અમને કહ્યું છે કે તમારામાંના કેટલાંક આળસુ છે અને કંઈ જ કામ કરતા નથી. એટલું જ નહિ, તમારામાંના બીજા કેટલાક લોકો, જેઓ કામ કરે છે તેઓને ખલેલ પહોંચાડે છે. BSB BSB: For we hear that some of you are leading undisciplined lives, accomplishing nothing, but being busybodies.
12 UDB એવા સાથી વિશ્વાસીઓ જેઓ કામ નથી કરતા, તેઓને, જાણે પ્રભુ જ તેમને જણાવતા હોય તેમ અમે આજ્ઞા કરીએ છીએ કે તેઓએ પોતાના જ કાર્યમાં ધ્યાન આપવું, જીવવા માટે તેમને જે જરૂરી છે તેના માટે કમાવું અને પોતાનું પોષણ કરવું. BSB BSB: We command and urge such people by our Lord Jesus Christ to begin working quietly to earn their own living.
13 UDB સાથી વિશ્વાસીઓ! જે યોગ્ય છે તે કરતાં તમારે ક્યારેય થાકવું નહીં! BSB BSB: But as for you, brothers, do not grow weary in well-doing.
14 UDB અમે આ પત્રમાં જે લખ્યું છે તે જો કોઈ સાથી વિશ્વાસી પાળે નહિ તો તેવી વ્યક્તિને જાહેરમાં ખુલ્લી પાડવી. તેની સાથે સંબંધ ન રાખો, કે જેથી તે શરમાઈ જાય. BSB BSB: Take note of anyone who does not obey the instructions we have given in this letter. Do not associate with him, so that he may be ashamed.
15 UDB તેમ છતાં તેને તમારો શત્રુ ન ગણશો; તેના બદલે, જેમ તમે તમારા સાથી વિશ્વાસીને ચેતવો તેમ તમે તેને ચેતવો. BSB BSB: Yet do not regard him as an enemy, but admonish him as a brother.
16 UDB હું પ્રાર્થના કરું છું કે પ્રભુ ઈસુ પોતે, જેઓ તેમના લોકોને શાંતિ આપે છે, તેઓ તમને હંમેશાં અને સર્વ પરિસ્થિતિમાં શાંતિ આપે. હું પ્રાર્થના કરું છું કે આપણા પ્રભુ ઈસુ તમને સહાય કરવાનું ચાલુ રાખે. BSB BSB: Now may the Lord of peace Himself give you peace at all times and in every way. The Lord be with all of you.
17 UDB હવે મારા લહિયા પાસેથી મેં કલમ લીધી છે, અને હું, પાઉલ, પોતે તમને આ સલામ લખી મોકલું છું. હું મારા દરેક પત્રમાં આ પ્રમાણે કરું છું કે જેથી તમે જાણો કે તે ખરેખર હું પોતે જ છું કે જેણે તમને આ પત્ર લખ્યો છે. હું મારા પત્રોની સમાપ્તિ હંમેશાં આ રીતે જ કરું છું. BSB BSB: This greeting is in my own hand—Paul. This is my mark in every letter; it is the way I write.
18 UDB હું પ્રાર્થના કરું છું કે આપણા પ્રભુ ઈસુ તમ સર્વ પ્રત્યે દયાભાવથી વર્તવાનું ચાલુ રાખે. BSB BSB: The grace of our Lord Jesus Christ be with all of you.
Select verses for actions: Enter goes to them and Escape comes back.