1 UDB પ્રિય તિમોથી, હું પાઉલ તને લખું છું. ભવિષ્ય માટે જેમનામાં આપણો ભરોસો છે તેઓ એટલે કે ઈશ્વર આપણા ઉધ્ધારક અને ખ્રિસ્ત ઈસુ, તેઓએ મને પ્રેરિત થવા માટે આજ્ઞા આપી. મે જ્યારે તને ઈસુ ખ્રિસ્ત વિષે જણાવ્યુ ત્યારે તું ખ્રિસ્તી બન્યો અને તું પ્રભુમાં મારો ખરો દીકરો છે. ઈશ્વર પિતા અને ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તારા પર ભલાઈ દર્શાવો, તારા પર દયા રાખો અને તને શાંતિ આપો. BSB BSB: Paul, an apostle of Christ Jesus by the command of God our Savior and of Christ Jesus our hope,
3 UDB જ્યારે હું મકદોનિયા ગયો ત્યારે મેં તને એફેસસ રહેવાની વિનંતી કરી તેનું કારણ એ હતું કે તું કેટલાંક લોકોને આપણે જે શીખવીએ છીએ તેના કરતાં જુદું શિક્ષણ તેઓ ન આપે તેવી આજ્ઞા કર. BSB BSB: As I urged you on my departure to Macedonia, you should stay on at Ephesus to instruct certain men not to teach false doctrines
4 UDB તેઓને આજ્ઞા કર કે તેઓ તેમનો સમય અને ધ્યાન જૂની નકામી વાતો અને પૂર્વજોની વંશાવળી જેના વિશે લોકો ચર્ચાઓ કરવાનું બંધ કરતા જ નથી તે પર ન રાખે. આ બધી બાબતો લોકોને એકબીજા સાથે વાદવિવાદ કરાવે છે, પણ આપણા બચાવ માટેની ઈશ્વરની જે યોજના છે તેમાં મદદરૂપ થતી નથી- એ યોજના કે જે આપણને વિશ્વાસ દ્વારા પ્રાપ્ત થઈ છે. BSB BSB: or devote themselves to myths and endless genealogies, which promote speculation rather than the stewardship of God’s work, which is by faith.
5 UDB તેના બદલે, અમે તને આજ્ઞા આપી તેનો હેતુ એ છે કે તું લોકોને શુધ્ધ હૃદયથી, સારી વિવેકબુદ્ધીથી અને નિષ્ઠાવાન વિશ્વાસથી ઈશ્વર પર પ્રેમ રાખવાનું શીખવે. BSB BSB: The goal of our instruction is the love that comes from a pure heart, a clear conscience, and a sincere faith.
6 UDB કેટલાક લોકોએ આ સારી બાબતો કરવાની પડતી મૂકી છે; તેના બદલે અત્યારે, તેઓ નકામી બાબતો કહે છે. BSB BSB: Some have strayed from these ways and turned aside to empty talk.
7 UDB તેઓ નિયમ વિષેના ઉપદેશક થવા ચાહે છે પણ તેઓ તેને સમજતા નથી. છતાં પણ તેઓ આગ્રહ રાખે છે કે તેઓ જે શીખવે છે તે સાચું છે. BSB BSB: They want to be teachers of the law, but they do not understand what they are saying or that which they so confidently assert.
8 UDB પરંતુ નિયમ જે કહે છે તે રીતે જો આપણે તેનો ઉપયોગ કરીએ તો આપણે જાણીએ છીએ કે નિયમ સારો છે. BSB BSB: Now we know that the law is good, if one uses it legitimately.
9 UDB આપણે જાણીએ છીએ કે નિયમ એ સારા માણસોને કાબૂમાં રાખવા બનાવાયો નથી, પણ હઠીલા લોકો, અને જેઓ ઈશ્વરને માન આપતા નથી, પાપીઓ, અનાદર કરનાર વ્યક્તિઓ, હત્યારાઓ અને પોતાનાં મા-બાપના હત્યારાઓને પણ કાબૂમાં રાખવા માટે બનાવાયો છે. BSB BSB: We realize that law is not enacted for the righteous, but for the lawless and rebellious, for the ungodly and sinful, for the unholy and profane, for killers of father or mother, for murderers,
11 UDB આ બધું જ એ અદ્દભુત સુવાર્તા સાથે સહમત થાય છે કે જેને, ઈશ્વર કે જેમનું આપણે ભજન કરીએ છીએ, તેઓએ આપણને શીખવી છે અને હું બીજાઓને તે જાહેર કરું માટે તેઓ મારા પર વિશ્વાસ રાખે છે. BSB BSB: that agrees with the glorious gospel of the blessed God, with which I have been entrusted.
12 UDB હું ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુનો આભાર માનું છું, કારણ કે તેમણે મને તેમની સેવા કરવાનું સામર્થ્ય આપ્યું છે. હું તેમની સેવા કરુ માટે પણ તેઓ મારા પર આધાર રાખે છે. BSB BSB: I thank Christ Jesus our Lord, who has strengthened me, that He considered me faithful and appointed me to service.
13 UDB ભૂતકાળમાં, મેં વિશ્વાસીઓને અપમાનિત કર્યા અને તેમને સતાવ્યા. મેં હિંસક કાર્યો કર્યાં હતાં, પણ ઈશ્વરે મારા પર દયા કરી, કારણ કે હું વિશ્વાસ કરતો ન હતો, અને મને ખબર ન હતી કે હું શું કરી રહ્યો હતો. BSB BSB: I was formerly a blasphemer, a persecutor, and a violent man; yet because I had acted in ignorance and unbelief, I was shown mercy.
14 UDB ઈશ્વર મારા પર અત્યંત કૃપાળુ હતા, કેમકે તેમણે મને ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ કરવા અને પ્રેમ કરવા સક્ષમ કર્યો કારણ કે તેમણે મને તેમની સાથે જોડ્યો. BSB BSB: And the grace of our Lord overflowed to me, along with the faith and love that are in Christ Jesus.
15 UDB દરેક વ્યક્તિએ આ હકીકત સ્વીકારવી જોઈએ, કારણ કે આપણે તેના પર સંપૂર્ણ રીતે આધાર રાખી શકીએ છીએ: ઈસુ ખ્રિસ્ત પાપીઓને બચાવવાને માટે દુનિયામાં આવ્યા. તે સાચું છે કે સર્વ લોકોમાં હું સૌથી વધારે પાપી છું. BSB BSB: This is a trustworthy saying, worthy of full acceptance: Christ Jesus came into the world to save sinners, of whom I am the worst.
16 UDB પરંતુ હું સૌથી મુખ્ય પાપી હોવાને લીધે, ઈશ્વરે ઘણા લોકો અગાઉ મારા પર દયા કરી, કે જેથી તેઓ જોઈ શકે કે ઈશ્વર કેટલા ધીરજવાન છે. જેઓ ઈશ્વરમાં વિશ્વાસ કરશે તે લોકોને અનંતજીવન આપવા માટે ઈશ્વર ધીરજથી રાહ જોઈ રહ્યા છે. BSB BSB: But for this very reason I was shown mercy, so that in me, the worst of sinners, Christ Jesus might display His perfect patience as an example to those who would believe in Him for eternal life.
17 UDB સનાતન રાજાને જોઈ શકાતા નથી, અને તેઓ મરણ પામી શકતા નથી. તેઓ એકલા જ ઈશ્વર છે. તેઓ એક જ છે કે જેમને સદાકાળ માન અને મહિમા હો. આમેન. BSB BSB: Now to the King eternal, immortal, and invisible, the only God, be honor and glory forever and ever. Amen.
18 UDB તિમોથી, મારા દીકરા, હું તને આજ્ઞા આપું છું: કેટલાક વિશ્વાસીઓએ તારા માટે જે પ્રબોધ કર્યો હતો તે યાદ કર. જ્યારે તું પ્રભુ માટે સખત મહેનત કરે છે ત્યારે તે બાબતોનું અનુસરણ કરવા માટે આમ કર. BSB BSB: Timothy, my child, I entrust you with this command in keeping with the previous prophecies about you, so that by them you may fight the good fight,
19 UDB ઈશ્વર પર વિશ્વાસ અને યોગ્ય વિવેકબુધ્ધી રાખ. કેટલાક લોકોએ પોતાની વિવેકબુધ્ધિ તરફ ધ્યાન આપ્યું નથી. તેથી તેમનો વિશ્વાસ નાશ પામ્યો છે. BSB BSB: holding on to faith and a good conscience, which some have rejected and thereby shipwrecked their faith.
20 UDB હુમનાયસ અને એલેકઝાન્ડર બે તેવા પ્રકારના માણસો છે. શેતાન તેમના પર હુમલો કરે માટે મેં તેઓને શેતાનને સોંપી દીધા છે, કે જેથી તેઓ શીખે કે ઈશ્વરનું અપમાન ન થાય. BSB BSB: Among them are Hymenaeus and Alexander, whom I have handed over to Satan to be taught not to blaspheme.
Select verses for actions: Enter goes to them and Escape comes back.