1 UDB તું મારા માટે દીકરા જેવો છે. તેથી હું એ પણ વિનંતી કરું છું કે તું ઈસુ ખ્રિસ્તની દયાને પરિણામે ઈશ્વર તને સામર્થ્યવાન કરે તેમ થવા દે. BSB BSB: You therefore, my child, be strong in the grace that is in Christ Jesus.
2 UDB વિશ્વાસુ વ્યક્તિઓ પર ભરોસો કરીને આજ્ઞા કર કે મારી પાસેથી તેં જે સાંભળ્યું અને બીજા ઘણા જેઓએ તે જ રીતે બીજાઓને સાક્ષી આપી તે વિષે તેઓ બીજાઓને શીખવે. BSB BSB: And the things that you have heard me say among many witnesses, entrust these to faithful men who will be qualified to teach others as well.
3 UDB જેમ એક સારો સૈનિક ધીરજથી સહન કરે છે, તેમ અને જેમ હું ખ્રિસ્ત માટે ધીરજથી સહન કરું છું તેમ તું પણ કર. BSB BSB: Join me in suffering, like a good soldier of Christ Jesus.
4 UDB તું જાણે છે કે સૈનિકો, તેમના કપ્તાનને ખુશ કરવા માટે, સાંસારિક બાબતોમાં સામેલ થતા નથી. BSB BSB: A soldier refrains from entangling himself in civilian affairs, in order to please the one who enlisted him.
5 UDB તેવી જ રીતે, રમતવીરો જ્યાં સુધી નિયમોનું પાલન ન કરે ત્યાં સુધી જીતી શકતા નથી. BSB BSB: Likewise, a competitor does not receive the crown unless he competes according to the rules.
6 UDB અને ખેડૂત જે સખત મહેનત કરે છે તેને પ્રથમ પાકનો હિસ્સો મળવો જ જોઈએ. BSB BSB: The hardworking farmer should be the first to partake of the crops.
7 UDB મેં જે લખ્યું છે તે વિશે વિચાર કર, કારણ કે, જો તું એમ કરે, તો ઈશ્વર તને તારે જે સમજવાની જરૂર છે તે દરેક બાબત સમજવા માટે સામર્થ્ય આપશે. BSB BSB: Consider what I am saying, for the Lord will give you insight into all things.
8 UDB જ્યારે તું મુશ્કેલીઓ સહન કરે છે, ત્યારે ઈસુ ખ્રિસ્ત જે દાઉદ રાજાના વંશજ કે જેમને ઈશ્વરે મરણમાંથી ઉઠાડ્યા તેમને યાદ કર. આ તે જ શુભ સમાચાર છે જેનો હું ઉપદેશ કરું છું. BSB BSB: Remember Jesus Christ, raised from the dead, descended from David, as proclaimed by my gospel,
9 UDB આ શુભ સમાચાર માટે હું ગુનેગાર તરીકે જેલમાં જવાની હદ સુધી સહન કરું છું. પરંતુ ઈશ્વરનું વચન જેલના બંધનમાં નથી. BSB BSB: for which I suffer to the extent of being chained like a criminal. But the word of God cannot be chained!
10 UDB તેથી, જે લોકોને ઈશ્વરે પસંદ કર્યા છે તેઓની ખાતર હું સ્વેચ્છાએ આ બધું ધીરજથી સહન કરું છું. ખ્રિસ્ત ઈસુ તેઓને બચાવી લે તે ઈરાદાથી પણ હું આ કરું છું, અને ઈસુ જ્યાં છે તે ભવ્યસ્થાને તેઓ તેમની સાથે સદાકાળ રહેશે. BSB BSB: For this reason I endure all things for the sake of the elect, so that they too may obtain the salvation that is in Christ Jesus, with eternal glory.
11 UDB જે વચનો અમે કેટલીક વાર કહીએ છીએ તે પર તું આધાર રાખી શકે છે કે: "જો આપણે ઈસુ સાથે મૃત્યુ પામ્યા હોય, તો તેમની સાથે જીવીશું પણ ખરા. BSB BSB: This is a trustworthy saying: If we died with Him, we will also live with Him;
12 UDB જો આપણે સહન કરીએ છીએ, તો આપણે તેમની સાથે રાજ પણ કરીશું. પરંતુ જો આપણે તેમને નકારીએ, તો તેઓ પણ આપણને નકારશે. BSB BSB: if we endure, we will also reign with Him; if we deny Him, He will also deny us;
13 UDB જો આપણે ઈસુને વિશ્વાસુ ન રહીએ, તોપણ તે આપણને વિશ્વાસુ રહે છે; કેમકે તેઓ પોતાને નકારી શકતા નથી." BSB BSB: if we are faithless, He remains faithful, for He cannot deny Himself.
14 UDB ઈશ્વરનું સત્ય શીખવવા તેં જેઓની નિમણૂક કરી છે, તેઓને મેં આ જે બાબતો વિષે કહ્યું છે તે યાદ કરાવતો રહેજે. ઈશ્વર સમક્ષ તેઓને ચેતવણી આપ કે મૂર્ખતાભર્યા શબ્દો માટે ન લડે, કારણ કે આમ કરવાથી કંઈ પણ મદદ થતી નથી અને જે લોકો તે સાંભળે છે તેમનું પતન થઇ શકે છે. BSB BSB: Remind the believers of these things, charging them before God to avoid quarreling over words, which succeeds only in leading the listeners to ruin.
15 UDB જેને શરમાવાનું કોઈ કારણ ન હોય, જેને ઈશ્વર માન્ય કરે અને જે ઈશ્વરના વચનને યોગ્ય રીતે શીખવે છે તેવો સેવક બનવા તારો શ્રેષ્ઠ પ્રયત્ન કર, કે જેથી તે સાચું કહે છે તે હકીકત પર સર્વ લોકો આધાર રાખી શકે. BSB BSB: Make every effort to present yourself approved to God, an unashamed workman who accurately handles the word of truth.
16 UDB જે લોકો ઈશ્વરનું અપમાન થાય તેવી વાત કરતા હોય તેમનાથી તારે દૂર રહેવું, કારણ કે આ પ્રકારની વાત ઈશ્વરને વધુ અને વધુ અપમાનિત કરે છે. BSB BSB: But avoid irreverent, empty chatter, which will only lead to more ungodliness,
17 UDB આ પ્રકારના શબ્દો ચેપી રોગ જેવા ફેલાશે. હુમનાયસ અને ફિલેતસ એ એવા પુરુષોનાં બે ઉદાહરણો છે જેઓ આવી વાતો કરે છે. BSB BSB: and the talk of such men will spread like gangrene. Among them are Hymenaeus and Philetus,
18 UDB તે માણસોએ વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું છે. તેઓ કહે છે કે મરણ પામેલા લોકોનું પુનરુત્થાન થઈ ગયું છે. આ રીતે તેઓ કેટલાક ખ્રિસ્તીઓને ખ્રિસ્તમાં વિશ્વાસ કરતા રોકે છે. BSB BSB: who have deviated from the truth. They say that the resurrection has already occurred, and they undermine the faith of some.
19 UDB જો કે, ઈશ્વર વિષેનું સત્ય હજુ અસ્તિત્વમાં છે. તે એક મકાનના મજબૂત પાયાની જેમ છે, જેના પર કોઈએ આ લખ્યું છે: "જેઓ પ્રભુના છે તેમને તેઓ જાણે છે," અને, "જે દરેક વ્યક્તિ કહે છે કે તે પ્રભુનો છે તેણે ખોટાં કામ કરવાનું બંધ કરવું જ જોઈએ." BSB BSB: Nevertheless, God’s firm foundation stands, bearing this seal: “The Lord knows those who are His,” and, “Everyone who calls on the name of the Lord must turn away from iniquity.”
20 UDB ધનવાન વ્યક્તિના ઘરમાં માત્ર સોના અને ચાંદીથી બનાવેલ પાત્રો જ નથી હોતાં, પણ લાકડાનાં અને માટીનાં પાત્રો પણ હોય છે. સોના અને ચાંદીના પાત્રો ખાસ પ્રસંગોએ ઉપયોગમાં લેવાય છે. પરંતુ લાકડા અને માટીના પાત્રો સામાન્ય સમયમાં ઉપયોગમાં લેવાય છે. BSB BSB: A large house contains not only vessels of gold and silver, but also of wood and clay. Some indeed are for honorable use, but others are for common use.
21 UDB તેથી, જે લોકો પોતે પોતાના જીવનમાંથી દુષ્ટતા દૂર કરે છે, તેઓ પ્રભુને માટે સારું કામ કરી શકશે. તેઓ કોઈપણ પ્રકારના સારા કામ માટે તૈયાર કરેલા પાત્રો જેવા થશે. તેઓ તેમના માલિક માટે, વિશેષ પ્રકારનું કામ કરવા, હકીકતમાં તો કરેક સારું કામ કરવા ખૂબ જ ઉપયોગી થશે. BSB BSB: So if anyone cleanses himself of what is unfit, he will be a vessel for honor: sanctified, useful to the Master, and prepared for every good work.
22 UDB યુવાન લોકો સામાન્ય રીતે જે ઇચ્છા કરે છે તેવી પાપી બાબતોની ઇચ્છા ન રાખ. તેના બદલે, યોગ્ય બાબતો કરવાનો પ્રયત્ન કર. ઈશ્વરમાં વિશ્વાસ રાખ અને તેમને પ્રેમ કર. શાંતિમાં રહેવાનો પ્રયત્ન કર. જે લોકો ઈશ્વરનું અંત:કરણપૂર્વક ભજન કરતા હોય તેઓ સાથે રહે. BSB BSB: Flee from youthful passions and pursue righteousness, faith, love, and peace, together with those who call on the Lord out of a pure heart.
23 UDB જે બાબતો અગત્યની નથી તેના વિશે મૂર્ખતાપૂર્વક દલીલ કરવા માગતા હોય તેવાઓની સાથે વાત ન કર. તેમની સાથે વાત કરીશ નહીં, કારણ કે તું જાણે છે કે જ્યારે લોકો મૂર્ખતા ભરેલી બાબતો વિશે વાત કરે છે, ત્યારે તેઓ ઝઘડો કરવાનું શરૂ કરે છે. BSB BSB: But reject foolish and ignorant speculation, for you know that it breeds quarreling.
24 UDB પરંતુ જેઓ પ્રભુની સેવા કરે છે તેઓએ ઝઘડવું ન જોઈએ. તેના બદલે, તેઓએ બધા લોકો પ્રત્યે દયાળુ થવું જોઈએ, તેઓએ ઈશ્વરના સત્યને સારી રીતે શીખવનારા બનવું જોઈએ, અને તેઓએ લોકો સાથે ધીરજથી વર્તવું જોઈએ. BSB BSB: And a servant of the Lord must not be quarrelsome, but must be kind to everyone, able to teach, and forbearing.
25 UDB તેથી, જેઓ તેમની સામે દલીલ કરે છે તેઓને તેઓએ નમ્રતાપૂર્વક શીખવવું જોઈએ. કદાચ ઈશ્વર તેમને પસ્તાવો કરવાની તક આપે અને તેઓ સત્ય જાણે. BSB BSB: He must gently reprove those who oppose him, in the hope that God may grant them repentance leading to a knowledge of the truth.
26 UDB આ રીતે તેઓ યોગ્ય રીતે વિચારે અને શેતાને બિછાવેલી જાળમાંથી છૂટી ગયા હોય તેવા લોકો થાય. તે શેતાન જ છે જેણે તેઓને તે જે કરાવવા ઇચ્છે છે તે કરાવી શકે તે માટે છેતર્યા હતા. BSB BSB: Then they will come to their senses and escape the snare of the devil, who has taken them captive to his will.
Select verses for actions: Enter goes to them and Escape comes back.