1 UDB હું ઇચ્છું છું કે તુ આ જાણે: પ્રભુ પાછા આવે તે અગાઉનો અંતિમ સમયગાળો, ઘણો ભયંકર હશે. BSB BSB: But understand this: In the last days terrible times will come.
2 UDB લોકો બીજા બધા કરતાં પોતાને વધુ પ્રેમ કરશે. તેઓ નાણાં પર પ્રેમ રાખશે. તેઓ પોતાના વિષે બડાઈ કરશે. તેઓ ગર્વ કરશે. તેઓ બીજાઓનું અપમાન કરશે. તેઓ તેમના માતાપિતાની આજ્ઞા પાળશે નહીં. તેઓ કોઈ પણ બાબત માટે કોઇનો આભાર માનશે નહીં. તેઓ ઈશ્વરનું સન્માન કરશે નહીં. BSB BSB: For men will be lovers of themselves, lovers of money, boastful, arrogant, abusive, disobedient to their parents, ungrateful, unholy,
3 UDB તેઓ પોતાના કુટુંબને પણ પ્રેમ કરશે નહિ. તેઓ કોઈ પણની સાથે શાંતિમાં રહેવાનો ઇન્કાર કરશે. તેઓ એકબીજા સાથે શાંતિમાં રહેશે નહીં. તેઓ બીજાની નિંદા કરશે. તેઓ પોતાની જાતને નિયંત્રિત કરશે નહીં. તેઓ અન્ય લોકો પ્રત્યે ઘાતકી થશે. તેઓ જે સારું છે તે પર પ્રેમ કરશે નહીં. BSB BSB: unloving, unforgiving, slanderous, without self-control, brutal, without love of good,
4 UDB જે લોકોનું તેઓએ રક્ષણ કરવું જોઈએ તેમને તેઓ દગો દેશે. તેઓ વિચાર કર્યા વિના ખતરનાક બાબતો કરશે. તેઓ અભિમાન કરશે, અને ઈશ્વરને પ્રેમ કરવાને બદલે પોતે જે ઇચ્છે તે કરશે. BSB BSB: traitorous, reckless, conceited, lovers of pleasure rather than lovers of God,
6 UDB આ માણસો મૂર્ખ સ્ત્રીઓને તેમના ઘરોમાં પ્રવેશવા દેવા સમજાવશે. પછી તેઓ તે સ્ત્રીઓને છેતરશે જેથી તેઓ જે વિચારે છે તેનાથી તે સ્ત્રીઓને નિયંત્રિત કરે. આ એવી સ્ત્રીઓ છે જે હંમેશાં પાપ કરતી હોય છે, તેથી તેઓ તેમનાં બધાં ખરાબ કાર્યો કે જેમાં તેઓ આનંદ માણે છે તેમાં આ દુષ્ટ માણસોને અનુસરે છે. BSB BSB: They are the kind who worm their way into households and captivate vulnerable women who are weighed down with sins and led astray by various passions,
7 UDB જો કે આ સ્ત્રીઓ હંમેશા નવી બાબતો શીખવાની ઇચ્છા ધરાવે છે, તો પણ તેઓ જે સત્ય છે તેને ક્યારેય શીખી શકતી નથી. BSB BSB: who are always learning but never able to come to a knowledge of the truth.
8 UDB જે રીતે જાન્નેસ અને જામ્બ્રેસે મૂસાને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, તેવી જ રીતે હવે આ માણસો લોકોને સત્યનું પાલન કરતા અટકવાનો પ્રયત્ન કરે છે. આ માણસો જે વિચારે છે તેમાં તેઓ નાશ પામશે. તેઓ વિશ્વાસની બાબતોમાં છેતરનારા છે BSB BSB: Just as Jannes and Jambres opposed Moses, so also these men oppose the truth. They are depraved in mind and disqualified from the faith.
9 UDB છતાં પણ, તેઓ જે કરે છે તેમાં તેઓ વધારે સફળ થશે નહીં, કારણ કે મોટા ભાગના લોકો સ્પષ્ટપણે જોશે કે આ લોકો કંઈ સમજી શકતા નથી. જે રીતે ઇઝરાયલી લોકોએ જાણ્યું કે જાન્નેસ અને જામ્બ્રેસ મૂર્ખ હતા તે જ રીતે તે થશે. BSB BSB: But they will not advance much further. For just like Jannes and Jambres, their folly will be plain to everyone.
10 UDB તિમોથી, મેં તને જે શીખવ્યું તેને તું અનુસર્યો છે. તેં મારી રહેણીકરણી જોઈ છે. હું કઈ રીતે ઈશ્વરની સેવા ઇચ્છું છું તે તેં જોયું છે. મેં તેમના પર કેવી રીતે વિશ્વાસ કર્યો તે તેં જોયું છે. જ્યારે મારી સતાવણી થતી હતી ત્યારે પણ હું શાંતિમા હતો. હું ઈશ્વરને અને વિશ્વાસીઓને કેટલો પ્રેમ કરુ છું તે તેં જોયું છે. જ્યારે ઈશ્વરની સેવા કરવી કઠિન હતી ત્યારે પણ મેં તે કઈ રીતે કરી છે તે તેં જોયું છે. BSB BSB: You, however, have observed my teaching, my conduct, my purpose, my faith, my patience, my love, my perseverance,
11 UDB લોકોએ મને કઈ રીતે સતાવ્યો છે તે તેં જોયું છે. જ્યારે અંત્યોખ, ઈકોનિયામાં અને લુસ્ત્રામાં મારી સાથે કેવી સતાવણી થઈ તે બધું જ તેં જોયું છે. તે દરેક સ્થળોએ મેં ઘણું સહ્યું, પરંતુ ઈશ્વરે મને તે દુઃખોમાંથી બહાર કાઢ્યો છે. BSB BSB: my persecutions, and the sufferings that came upon me in Antioch, Iconium, and Lystra. What persecutions I endured! Yet the Lord rescued me from all of them.
12 UDB ખરેખર, જે કોઈ ખ્રિસ્ત ઈસુને માન આપતું જીવન જીવવા ચાહતા હશે તેમની તેઓ સતાવણી કરશે. BSB BSB: Indeed, all who desire to live godly lives in Christ Jesus will be persecuted,
13 UDB દુષ્ટ અને છેતરનારા લોકો વધારે દુષ્ટ થતા જશે. તેઓ જે સત્ય છે તેનાથી લોકોને દૂર લઇ જશે, અને બીજાઓ તેમને દૂર ખેંચી જાય તેમ થવા દેશે. BSB BSB: while evil men and imposters go from bad to worse, deceiving and being deceived.
14 UDB પરંતુ તું તો, જે શીખ્યો છે તે પ્રમાણે કરવાનું ચાલુ રાખ, અને જે બાબતો પર તું વિશ્વાસ કરવાનું શીખ્યો છે તે યોગ્ય છે. મને યાદ રાખ, કેમ કે હું એ વ્યક્તિ છું જેણે તને આ બાબતો શીખવી છે. BSB BSB: But as for you, continue in the things you have learned and firmly believed, since you know from whom you have learned them.
15 UDB એ પણ યાદ રાખ કે જ્યારે તું બાળક હતો, ત્યારે તું પ્રભુ તેમના શાસ્ત્રવચનમાં શું કહે છે તે શીખ્યો હતો. આ બધું તને શીખવી શકે કે જ્યારે આપણે ખ્રિસ્ત ઈસુ ઉપર વિશ્વાસ કરીએ છીએ ત્યારે તેઓ કેવી રીતે આપણને બચાવે છે. BSB BSB: From infancy you have known the Holy Scriptures, which are able to make you wise for salvation through faith in Christ Jesus.
17 UDB આપણે આ બાબતો એ માટે કરવી જોઈએ કે જેથી ઈશ્વર દરેક વિશ્વાસીને શિક્ષણ આપે અને દરેક પ્રકારની સારી બાબતો કરવા વિશ્વાસીને જેની જરૂર છે તે આપે. BSB BSB: so that the man of God may be complete, fully equipped for every good work.
Select verses for actions: Enter goes to them and Escape comes back.