1 UDB એફેસસના આગેવાનોથી વિદાય લીધા બાદ, અમે વહાણમાં બેસીને જળમાર્ગે કોસ ટાપુ પહોંચ્યા, ત્યાં વહાણ એક રાત માટે રોકાયું. બીજે દિવસે વહાણ દ્વારા અમે કોસથી રોદેસ ગયા, જ્યાં વહાણ એક રાત માટે રોકાયું. બીજે દિવસે અમે પતારા ગયા, જ્યાં વહાણ ફરી થંભ્યુ. BSB BSB: After we had torn ourselves away from them, we sailed directly to Cos, and the next day on to Rhodes, and from there to Patara.
2 UDB પતારામાં અમે તે વહાણ બદલ્યું, અને કોઈકે અમને કહ્યું કે ફિનીકિયા પ્રાંતમાં જતું વહાણ ત્યાં છે. તેથી અમે તેમાં બેઠા અને તે પ્રદેશ છોડ્યો. BSB BSB: Finding a ship crossing over to Phoenicia, we boarded it and set sail.
3 UDB અમેં સાયપ્રસ ટાપુ જોઈ શક્યા ત્યાં સુધી અમે સમુદ્ર માર્ગે મુસાફરી કરી. અમે ટાપુની દક્ષિણ તરફથી પસાર થઈને ફિનીકિયા પ્રાંતના, સિરિયાના તૂર શહેરમાં પહોંચતા સુધી મુસાફરી ચાલુ રાખી. વહાણ ત્યાં કેટલાક દિવસ રોકાવાનું હતું કારણ કે તેના કામદારોએ સામાન ઉતારવાનો હતો. BSB BSB: After sighting Cyprus and passing south of it, we sailed on to Syria and landed at Tyre, where the ship was to unload its cargo.
4 UDB તૂરમાં વિશ્વાસીઓ ક્યાં રહેતા હતા તે કોઈકે અમને જણાવ્યું, તેથી અમે ત્યાં ગયા અને સાત દિવસ રોકાયા કારણ કે પ્રભુના આત્માએ ત્યાંના લોકોને જણાવ્યું હતું કે યરુશાલેમમાં લોકો દ્વારા પાઉલની સતાવણી કરવામાં આવશે, તેઓએ પાઉલને ત્યાં જવા મના કરી. BSB BSB: We sought out the disciples in Tyre and stayed with them seven days. Through the Spirit they kept telling Paul not to go up to Jerusalem.
5 UDB પણ જ્યારે વહાણ ફરીથી ઉપડવાનો સમય થયો, ત્યારે અમે યરુશાલેમ જવા તૈયાર થયા. જ્યારે અમે તૂરથી પાછા જવા વળ્યા ત્યારે બધા પુરુષો અને તેમની પત્નીઓ અને બાળકો સમુદ્ર કિનારા સુધી અમારી સાથે આવ્યાં. અમે બધા રેતી પર ઘૂંટણે પડ્યા અને પ્રાર્થના કરી. BSB BSB: But when our time there had ended, we set out on our journey. All the disciples, with their wives and children, accompanied us out of the city and knelt down on the beach to pray with us.
6 UDB ત્યાર પછી અમે બધાને સલામ કહી. પાઉલ અને અમે તેના સાથીદારો વહાણમાં ગયાં અને બીજા વિશ્વાસીઓ પોતાને ઘરે પાછા ફર્યા. BSB BSB: And after we had said our farewells, we went aboard the ship, and they returned home.
7 UDB તૂરથી વિદાય થયા પછી, અમે વહાણ દ્વારા ટોલેમાઈસ શહેરમાં આવ્યાં. ત્યાં વિશ્વાસીઓ હતા, અને અમે તેમને સલામ કહી અને તેઓની સાથે તે રાતે ત્યાં રહ્યા. BSB BSB: When we had finished our voyage from Tyre, we landed at Ptolemais, where we greeted the brothers and stayed with them for a day.
8 UDB બીજા દિવસે અમે ટોલેમાઈસ છોડયું અને કાઇસારિયા આવી પહોંચ્યા, ત્યાં અમે ફિલિપના ઘરે રોકાયા, જે પોતાનો સમય, લોકોને ઈસુના શિષ્યો કઈ રીતે બની શકાય તે શીખવવામાં વિતાવતો હતો. તે પસંદ કરાયેલા સાતમાંનો એક હતો જેને યરુશાલેમમાં વિશ્વાસીઓ દ્વારા, વિધવાઓની સંભાળ રાખવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. BSB BSB: Leaving the next day, we went on to Caesarea and stayed at the home of Philip the evangelist, who was one of the Seven.
9 UDB તેને ચાર દીકરીઓ હતી જેઓ કુંવારી હતી. તેઓમાંની દરેક જેમ પવિત્ર આત્મા તેમને દોરે તેમ અવારનવાર સંદેશ પ્રગટ કરતી હતી. BSB BSB: He had four unmarried daughters who prophesied.
10 UDB પછી અમે ફિલિપના ઘરે ઘણા દિવસો રોકાયા, ત્યાં આગાબાસ નામનો વિશ્વાસી યહૂદિયા જીલ્લામાંથી કાઇસારિયા આવ્યો. તે પવિત્ર આત્મા જેમ દોરવણી આપતા તેમ ઉપદેશ કરતો હતો. BSB BSB: After we had been there several days, a prophet named Agabus came down from Judea.
11 UDB અમે જ્યાં હતા ત્યાં આવીને, તેણે પાઉલનો કમરબંધ લઈ લીધો. અને તેનાથી પોતાના હાથ અને પગ બાંધીને કહ્યું, "પવિત્ર આત્મા કહે છે કે જેનો આ કમરબંધ છે તેને યરુશાલેમના યહૂદી આગેવાનો આજ રીતે બાંધશે અને બિનયહૂદીઓના હાથમાં કેદી તરીકે સોંપશે." BSB BSB: Coming over to us, he took Paul’s belt, bound his own feet and hands, and said, “The Holy Spirit says: ‘In this way the Jews of Jerusalem will bind the owner of this belt and hand him over to the Gentiles.’”
12 UDB જ્યારે અમે બાકીનાએ તે સાંભળ્યું ત્યારે, અમે બીજા વિશ્વાસીઓએ પાઉલને કહ્યું," મહેરબાની કરીને યરુશાલેમ સુધી જઈશ નહી!" BSB BSB: When we heard this, we and the people there pleaded with Paul not to go up to Jerusalem.
13 UDB પણ પાઉલે જવાબ આપ્યો, "મહેરબાની કરીને રડવાનુ બંધ કરો અને મને ત્યાં જવા વિષે નાહિંમત કરશો નહિ! તમે શા માટે રડો છો અને જવા માટે મને કેમ નિરાશ કરો છો? હું જેલમાં જવા તૈયાર છું અને યરુશાલેમમાં મરવા પણ તૈયાર છું કારણ કે હું પ્રભુ ઈસુની સેવા કરું છું." BSB BSB: Then Paul answered, “Why are you weeping and breaking my heart? I am ready not only to be bound, but also to die in Jerusalem for the name of the Lord Jesus.”
14 UDB જ્યારે અમને સમજાઈ ગયું કે તે યરુશાલેમ જશે, ત્યારે અમે તેને રોકવાનો પ્રયાસ બંધ કરી દીધો. અમે કહ્યું "ઈશ્વરની ઇચ્છા પૂર્ણ થાઓ!" BSB BSB: When he would not be dissuaded, we quieted down and said, “The Lord’s will be done.”
15 UDB થોડા દિવસ કાઇસારિયામાં પસાર કર્યાં પછી, અમે અમારો સરસામાન બાંધી જમીન માર્ગે યરુશાલેમ જવા નીકળ્યા. BSB BSB: After these days, we packed up and went on to Jerusalem.
16 UDB કાઇસારિયાના થોડા વિશ્વાસીઓ પણ અમારી સાથે આવ્યા. તેઓ અમને એક માણસ જેનું નામ મનાસોન હતું તેના ઘરે રહેવા માટે લઈ ગયાં. તે સાયપ્રસ ટાપુનો વતની હતો, અને તે શરૂઆતમાં ઈસુ વિશેના ઉપદેશ દ્વારા વિશ્વાસી બન્યો હતો. BSB BSB: Some of the disciples from Caesarea accompanied us, and they took us to stay at the home of Mnason the Cypriot, an early disciple.
17 UDB જ્યારે અમે યરુશાલેમ પહોંચ્યા, ત્યારે વિશ્વાસીઓના સમુદાયે પ્રેમથી અમારો આવકાર કર્યો. BSB BSB: When we arrived in Jerusalem, the brothers welcomed us joyfully.
18 UDB બીજે દિવસે પાઉલ અને અમે બધા યાકૂબ, જે મંડળીનો આગેવાન હતો તેને મળવા ગયા. મંડળીના બીજા આગેવાનો પણ યરુશાલેમમાં હાજર હતા. BSB BSB: The next day Paul went in with us to see James, and all the elders were present.
19 UDB પાઉલે તેઓને સલામ પાઠવી, અને ત્યારપછી તેણે પોતાની મારફતે બિનયહૂદીઓમાં ઈશ્વરે જે કાર્યો કરાવ્યાં હતાં તે વિગતવાર કહ્યું. BSB BSB: Paul greeted them and recounted one by one the things that God had done among the Gentiles through his ministry.
21 UDB પરંતુ આપણા સાથી વિશ્વાસી યહૂદીઓએ અમને જણાવ્યું છે કે તું જ્યારે બિનયહૂદીઓ મધ્યે હોય છે ત્યારે, તું યહૂદી વિશ્વાસીઓને કહે છે કે તેઓએ મુસાના નિયમો પાળવા જોઈએ નહી. લોકો કહે છે કે તું યહૂદી વિશ્વાસીઓને તેમના છોકરાઓને સુન્નત નહિ કરાવવા અને બીજા વિધિઓ નહિ પાળવા કહે છે. અમે જાણતા નથી કે તેઓ તારા વિષે જે કહે છે તે સાચું છે. BSB BSB: But they are under the impression that you teach all the Jews who live among the Gentiles to forsake Moses, telling them not to circumcise their children or observe our customs.
22 UDB પરંતુ જ્યારે આપણા સાથી યહૂદી વિશ્વાસીઓ સાંભળશે કે તું આવ્યો છે, ત્યારે તેઓ તારા પર ગુસ્સે ભરાશે. તારે કઈક એવું કરવું જોઈએ કે તેઓને એ દર્શાવી શકાય કે તેઓએ તારા વિષે જે સાંભળ્યું છે તે સાચું નથી. BSB BSB: What then should we do? They will certainly hear that you have come.
23 UDB તેથી અમે તને જે સૂચવીએ છીએ તે કૃપા કરીને કર. અમારામાંના ચાર માણસોએ ઈશ્વર સમક્ષ માનતા લીધી છે. BSB BSB: Therefore do what we advise you. There are four men with us who have taken a vow.
24 UDB તે માણસોને લઈને ભક્તિસ્થાનમાં જા અને તારે માટે અને તેઓ માટે જે જરૂરી વિધિ છે તે કરાવ, જેથી તું અને તેઓ ભક્તિસ્થાનમાં ભજન કરી શકે. ત્યારબાદ, જ્યારે તેઓને બલિદાન કરવાનો સમય આવે ત્યારે, તેઓનો ખર્ચ તું ચૂકવ. ત્યારપછી તેઓ પોતાના માથાનું મૂંડન કરાવે કે જેથી તેઓએ જે માનતા લીધી હતી તે પ્રમાણે કરે. જ્યારે લોકો ભક્તિસ્થાનના આંગણામાં તને તેઓની સાથે જુએ ત્યારે તેઓ જાણે કે લોકોએ તારા વિષે જે કહ્યું છે તે અસત્ય છે તેના બદલે તેઓ એવું જાણે કે તું બધા યહૂદી નિયમો પાળે છે. BSB BSB: Take these men, purify yourself along with them, and pay their expenses so they can have their heads shaved. Then everyone will know that there is no truth to these rumors about you, but that you also live in obedience to the law.
25 UDB બિનયહૂદી વિશ્વાસીઓ માટે, અમે આગેવાનોએ યરુશાલેમમાં એવું ઠરાવ્યું છે કે તેઓએ આપણા આ નિયમો પાળવા જોઈએ, અને અમે જે નક્કી કર્યું છે તે વિશે અમે પત્ર લખી મોકલાવ્યો છે. તેઓએ લોકો દ્વારા મૂર્તિને બલિ તરીકે અર્પણ કરેલો ખોરાક ખાવો જોઈએ નહીં, તેઓએ પશુઓનું લોહી પીવું ન જોઈએ અને માણસો દ્વારા ગૂંગળાવીને મારેલા પશુઓનું માંસ ખાવું ન જોઈએ. અમે તેઓને એવું પણ જણાવ્યું છે કે તેઓએ જેની સાથે લગ્ન કર્યું ન હોય તેની સાથે જાતીય સંબંધ બાંધવો જોઈએ નહીં." BSB BSB: As for the Gentile believers, we have written to them our decision that they must abstain from food sacrificed to idols, from blood, from the meat of strangled animals, and from sexual immorality.”
26 UDB તેથી પાઉલ તેઓએ જે કહ્યું હતું તે કરવા સંમત થયો. અને બીજા દિવસે તેણે તે ચાર માણસોને લીધા, અને તેઓએ પોતાને શુદ્ધ કર્યાં. ત્યારપછી, પાઉલ ભક્તિસ્થાનના આંગણામાં ગયો અને યાજકને કહ્યું કે કયા દિવસે તેઓ પોતાની શુધ્ધીકરણની ક્રિયા પૂર્ણ કરે અને દરેક માટે હલવાનનું અર્પણ કરે. BSB BSB: So the next day Paul took the men and purified himself along with them. Then he entered the temple to give notice of the date when their purification would be complete and the offering would be made for each of them.
27 UDB જ્યારે તેમની માટે શુધ્ધીકરણના સાત દિવસ પૂરા થવાની તૈયારીમાં હતા, ત્યારે પાઉલ ભક્તિસ્થાનના આંગણામાં ગયો. આસિયાના યહૂદીઓએ તેને ત્યાં જોયો, ત્યારે તેઓ તેના પર બહુ ગુસ્સે થયા. બીજા ઘણા યહૂદીઓ જેઓ ભક્તિસ્થાનના આંગણામાં હતા તેઓને તેમણે બોલાવ્યા કે જેથી તેઓ પાઉલને પકડી શકે. BSB BSB: When the seven days were almost over, some Jews from the province of Asia saw Paul at the temple. They stirred up the whole crowd and seized him,
29 UDB તેઓએ આમ કહ્યું કારણ કે તેમણે પાઉલેને ત્રોફીમસ સાથે યરુશાલેમમાં આમ તેમ ફરતો જોયો હતો, જે બિનયહૂદી હતો. તેઓના નિયમો બિનયહૂદીઓને ભક્તિસ્થાનમાં જવાની પરવાનગી આપતા નથી, અને તેઓએ વિચાર્યું કે પાઉલ ત્રોફીમસને તે દિવસે ભક્તિસ્થાનના આંગણામાં લાવ્યો હતો. BSB BSB: For they had previously seen Trophimus the Ephesian with him in the city, and they assumed that Paul had brought him into the temple.
30 UDB શહેરના બધા લોકોએ સાંભળ્યું કે ભક્તિસ્થાનના આંગણામાં કોઈ સમસ્યા ઉભી થઈ છે, તેથી તેઓ દોડતા ત્યાં આવ્યા. તેઓએ પાઉલને પકડ્યો અને તેને ઢસડીને ભક્તિસ્થાનના બહારના ચોકમાં લઈ ગયા. ભક્તિસ્થાનના આંગણાના દરવાજા બંધ કરવામાં આવ્યાં હતા, જેથી લોકો ભક્તિસ્થાનના વિસ્તારમાં ધાંધલ કરે નહિ. BSB BSB: The whole city was stirred up, and the people rushed together. They seized Paul and dragged him out of the temple, and at once the gates were shut.
31 UDB જ્યારે તેઓએ પાઉલને મારી નાખવાની તૈયારી કરતા હતા, ત્યારે કોઈ એક જણ ભક્તિસ્થાનની પાસે આવેલા કિલ્લામાં દોડી ગયો અને રોમન સેનાપતિને એવી ખબર આપી કે યરુશાલેમના લોકો ભક્તિસ્થાન માં ધાંધલ કરી રહ્યા છે. BSB BSB: While they were trying to kill him, the commander of the Roman regiment received a report that all Jerusalem was in turmoil.
32 UDB સેનાપતિ ઝડપથી પોતાની સાથે થોડા અધિકારીઓ અને સૈનિકોની મોટી ટુકડી લઈને ભક્તિસ્થાનના આંગણામાં દોડી ગયો જ્યાં લોકોનું ટોળુ જમા થયું હતું. જ્યારે લોકોનું ટોળું જે ચીસો પાડતું અને પાઉલને મારતું હતું તેઓએ સેનાપતિ અને સૈનિકોને જોયા ત્યારે, તેઓએ પાઉલને મારવાનું બંધ કર્યું. BSB BSB: Immediately he took some soldiers and centurions and ran down to the crowd. When the people saw the commander and the soldiers, they stopped beating Paul.
33 UDB જ્યાં પાઉલ હતો ત્યાં સેનાપતિ આવી પહોંચ્યો અને તેની ધરપકડ કરી. સેનાપતિએ સૈનિકોને આજ્ઞા કરી કે પાઉલના બન્ને હાથો સાંકળથી બાંધવામાં આવે. ત્યારબાદ તેણે લોકોના ટોળાને પૂછ્યું, "આ માણસ કોણ છે, અને તેણે શું કર્યું છે?" BSB BSB: The commander came up and arrested Paul, ordering that he be bound with two chains. Then he asked who he was and what he had done.
34 UDB ત્યારે ટોળામાંના કેટલાક એક બાબત સંબંધી બૂમો પડતા હતા, અને કેટલાક બીજી બાબત વિષે બૂમો પડતા હતા. કારણ કે તેઓ ખૂબ જોરથી સતત ઘોંઘાટ કરી રહ્યા હતા, તેથી તેઓ શું કહેવા માંગે છે તે સેનાપતિ સમજી શક્યો નહિ. માટે સેનાપતિએ સૈનિકોને આજ્ઞા કરી કે પાઉલને કિલ્લામાં લઈ જવામાં આવે જેથી તે તેને પ્રશ્ન પુછી શકે. BSB BSB: Some in the crowd were shouting one thing, and some another. And since the commander could not get at the truth because of the uproar, he ordered that Paul be brought into the barracks.
35 UDB ત્યારે સૈનિકો પાઉલને કિલ્લાનાં પગથિયા તરફ લઈ જઈ રહ્યા હતા, પણ ઘણા લોકો પાઉલને મારી નાખવા માટે તેઓનો પીછો કરી રહ્યા હતા. તેથી સેનાપતિએ સૈનિકોને કહ્યું પાઉલને ઊંચકીને કિલ્લામાં લઈ જવામાં આવે. BSB BSB: When Paul reached the steps, he had to be carried by the soldiers because of the violence of the mob.
36 UDB જે ટોળું તેઓનો પીછો કરી રહ્યું હતું તે ટોળાના લોકો બૂમ પાડી રહ્યા હતા, "તેને મારી નાખો! તેને મારી નાખો!" BSB BSB: For the crowd that followed him kept shouting, “Away with him!”
37 UDB જ્યારે પાઉલને કિલ્લા તરફ લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે તેણે સેનાપતિને ગ્રીકમાં પૂછયું, "શું હું તમારી સાથે વાત કરી શકું?" સેનાપતિએ જવાબ આપ્યો, "મને આશ્ચર્ય થાય છે કે તુ ગ્રીક બોલી શકે છે! BSB BSB: As they were about to take Paul into the barracks, he asked the commander, “May I say something to you?” “Do you speak Greek?” he replied.
38 UDB મને એવું લાગ્યું કે તું એ મિસરી છે કે જેણે થોડા સમય પહેલાં સરકારની સામે બળવો કર્યો હતો અને જેણે ચાર હજાર બળવાખોરોને પોતાની સાથે રણમાં એકઠાં કર્યા હતા કે જેથી અમે તેને પકડી શકીએ નહીં." BSB BSB: “Aren’t you the Egyptian who incited a rebellion some time ago and led four thousand members of the Assassins into the wilderness?”
39 UDB પાઉલે જવાબ આપ્યો, "ના, હું તે નથી! હું યહૂદી છું. હું તાર્સસમાં જન્મ્યો છું, જે કિલીકિયા પ્રાંતનું મહત્વનું શહેર છે. હું તમને વિનંતી કરું છું કે મને લોકો સાથે વાત કરવા દેવામાં આવે." BSB BSB: But Paul answered, “I am a Jew from Tarsus in Cilicia, a citizen of no ordinary city. Now I beg you to allow me to speak to the people.”
40 UDB તેથી સેનાપતિએ પાઉલને લોકો સાથે વાત કરવાની પરવાનગી આપી. તેથી પાઉલ પગથિયા પર ઊભો રહ્યો અને તેણે ટોળાને પોતાના હાથથી શાંત રહેવાનો ઈશારો કર્યો. અને લોકોનું ટોળુ શાંત થયું ત્યાર પછી, પાઉલે તેમની સાથે તેમની પોતાની હિબ્રૂ ભાષામાં વાત કરી. BSB BSB: Having received permission, Paul stood on the steps and motioned to the crowd. A great hush came over the crowd, and he addressed them in Hebrew:
Select verses for actions: Enter goes to them and Escape comes back.