1 UDB ત્યારબાદ આગ્રીપાએ પાઉલને કહ્યું, "હવે અમે તને તારા હકમાં બોલવાની પરવાનગી આપીએ છીએ." ત્યારે પાઉલે પોતાના હાથને ઉઠાવીને એવુ દર્શાવ્યું કે તે બોલવા જઈ રહ્યો છે, તેણે કહ્યું, BSB BSB: Agrippa said to Paul, “You have permission to speak for yourself.” Then Paul stretched out his hand and began his defense:
2 UDB "આગ્રીપા રાજા, હું આજે મારી જાતને આશીર્વાદિત ગણું છું કે હું આપને સમજાવી શકીશ કે જ્યારે યહૂદી આગેવાનો કહે છે કે મેં દુષ્ટ બાબતો કરી છે, ત્યારે તેઓ કેમ ખોટા છે. BSB BSB: “King Agrippa, I consider myself fortunate to stand before you today to defend myself against all the accusations of the Jews,
3 UDB હું ખરેખર આશીર્વાદિત છું કારણ કે તમે અમારા યહૂદી રીતરિવાજો અને જે વિશે અમે વાદવિવાદ કરીએ છીએ તે વિષે જાણો છો. તેથી હું તમને વિનંતી કરું છું કે તમે મને ધીરજથી સાંભળો." BSB BSB: especially since you are acquainted with all the Jewish customs and controversies. I beg you, therefore, to listen to me patiently.
4 UDB "હું બાળક હતો ત્યારથી મેં કેવું જીવન વિતાવ્યું છે તે વિષે મારા બધા સાથી યહૂદીઓ જાણે છે. તેઓ જાણે છે કે જ્યાં મારો જન્મ થયો હતો તે શહેરમાં અને ત્યાર બાદ યરુશાલેમમાં હું કઈ રીતે જીવ્યો છું. BSB BSB: Surely all the Jews know how I have lived from my earliest childhood among my own people, and also in Jerusalem.
5 UDB તેઓ મને શરૂઆતથી જાણે છે, અને જો તેઓ ઇચ્છે તો, તેઓ આપને કહી શકશે, કે જ્યારે હું જુવાન હતો ત્યારથી મેં રૂઢિચુસ્ત ધાર્મિક રિવાજોને ખૂબ કાળજીપૂર્વક પાળ્યા છે. બીજા ફરોશીઓની જેમ જ હું જીવ્યો છું. BSB BSB: They have known me for a long time and can testify, if they are willing, that I lived as a Pharisee, adhering to the strictest sect of our religion.
6 UDB આજે મારી તપાસ થઈ રહી છે, કારણ કે હું વિશ્વાસપૂર્વક અપેક્ષા રાખું છું કે ઈશ્વરે અમારા પૂર્વજોને જે વચન આપ્યું હતું તે પૂર્ણ કરશે. BSB BSB: And now I stand on trial because of my hope in the promise that God made to our fathers,
7 UDB અમારાં બાર યહૂદી કુળો પણ આતુરતાથી રાહ જુએ છે કે ઈશ્વરે અમને જે વચન આપ્યું છે તે તેઓ પૂર્ણ કરશે, કેમકે તેઓ તેમને માન આપે છે અને દિવસ રાત તેમનું ભજન કરે છે. માનનીય રાજા, હું વિશ્વાસસહિત અપેક્ષા રાખું છું કે ઈશ્વરે જે વચન આપ્યું છે તે પૂર્ણ કરશે અને તેઓ પણ તેમ માને છે! અને તેથી જ મેં ખોટું કર્યું છે એવું જે તેઓ કહે છે તે સંબંધી ઈશ્વર તેમ કરે એવુ હું ઇચ્છું છું. BSB BSB: the promise our twelve tribes are hoping to see fulfilled as they earnestly serve God day and night. It is because of this hope, O king, that I am accused by the Jews.
8 UDB તમે શા માટે એવુ વિચારો છો કે ઈશ્વર કોઈ મૃત્યુ પામેલાને સજીવન કરી ન શકે? BSB BSB: Why would any of you consider it incredible that God raises the dead?
9 UDB ભૂતકાળમાં એક સમય હતો જ્યારે હું, પણ ખાતરીપૂર્વક માનતો હતો કે, ઈસુ જે નાસરેથ નગરના હતા તેમના પર વિશ્વાસ કરતા લોકોને અટકાવવા મારે થાય તે બધું જ કરવું જોઈએ. BSB BSB: So then, I too was convinced that I ought to do all I could to oppose the name of Jesus of Nazareth.
10 UDB તેથી જ્યારે હું યરુશાલેમમાં રહેતો હતો ત્યારે મેં એમ જ કર્યું. મુખ્ય યાજકો મને જે સત્તા આપી હતી તે પ્રમાણે મેં એ ઘણા વિશ્વાસીઓને જેલમાં પૂર્યા હતા. અને જ્યારે લોકો વિશ્વાસીઓને મારી નાખતા હતા, ત્યારે હું તેઓની તરફેણમાં હતો. BSB BSB: And that is what I did in Jerusalem. With authority from the chief priests I put many of the saints in prison, and when they were condemned to death, I cast my vote against them.
11 UDB દરેક સભાસ્થાનોમાં જ્યાં જે યહૂદીઓ મને મળ્યા તેઓને મેં શિક્ષા કરી. હું મારા પૂર્ણ ગુસ્સામાં તેઓને દબાણ કરતો કે, તેઓ ઈશ્વરનું અપમાન કરે કે જેથી તેઓને મૃત્યુ દંડ આપી શકાય. હું પરદેશના શહેરમાં પણ તેઓને શોધવા ગયો હતો કે જેથી હું મારા સંપૂર્ણ અધિકારથી તેઓને અટકાવી શકું. BSB BSB: I frequently had them punished in the synagogues, and I tried to make them blaspheme. In my raging fury against them, I even went to foreign cities to persecute them.
12 UDB "મુખ્ય યાજકોએ મને દમસ્કસમાંથી વિશ્વાસીઓની ધરપકડ કરવાની સત્તા આપી હતી અને તેથી હું ત્યાં ગયો હતો. પરંતુ જ્યારે હું મારા માર્ગમાં હતો, BSB BSB: In this pursuit I was on my way to Damascus with the authority and commission of the chief priests.
13 UDB ત્યારે આશરે બપોરે મેં આકાશમાં તેજસ્વી પ્રકાશ જોયો. તે સૂર્ય કરતાં પણ વધારે પ્રકાશિત હતો! તે પ્રકાશ મારી અને મારી સાથે મુસાફરી કરી રહેલા સર્વની આસપાસ પ્રકાશિત થયો. BSB BSB: About noon, O king, as I was on the road, I saw a light from heaven, brighter than the sun, shining around me and my companions.
14 UDB અને અમે બધા જમીન પર પડી ગયા. પછી કોઈક વાણી મારી સાથે હિબ્રૂ ભાષામાં વાત કરતી મેં સાંભળી. તેણે કહ્યું, 'શાઉલ, શાઉલ, તુ મને કેમ સતાવે છે? આરને લાત મારવી અઘરી છે.' BSB BSB: We all fell to the ground, and I heard a voice say to me in Hebrew, ‘Saul, Saul, why do you persecute Me? It is hard for you to kick against the goads.’
15 UDB પછી મેં કહ્યું, 'પ્રભુ, તમે કોણ છો?' તેમણે કહ્યું, 'હું ઈસુ છું! જેની વિરુદ્ધ તું લડી રહ્યો છે.' BSB BSB: ‘Who are You, Lord?’ I asked. ‘I am Jesus, whom you are persecuting,’ the Lord replied.
16 UDB પણ ઊઠ, અને તારા પગ પર ઊભો રહે! તને મારો સેવક બનાવવા માટે અને અત્યારે તેં જે જોયું છે તે, અને તું મારા વિષે જે જાણે છે તેમ જ હવે પછી હું તને જે બતાવીશ, તે બન્ને વિષે સાક્ષી બનવા માટે મેં તને દર્શન આપ્યું છે. BSB BSB: ‘But get up and stand on your feet. For I have appeared to you to appoint you as a servant and as a witness of what you have seen from Me and what I will show you.
17 UDB હું લોકોથી અને જે બિનયહૂદી લોકો મધ્યે હું તને મોકલીશ તેઓથી તારું રક્ષણ કરીશ, BSB BSB: I will rescue you from your own people and from the Gentiles. I am sending you to them
18 UDB કે જેથી તું તેઓની આંખો ઉઘાડે, જેથી તેઓ અંધકારમાંથી પ્રકાશમાં આવે, અને તેઓ ઈશ્વરના શત્રુના અધિકારથી છૂટા થાય. આ રીતે ઈશ્વર તેઓના પાપ માફ કરશે અને જે વસ્તુઓ હંમેશ માટે મારા લોકની છે તે તેઓને પ્રાપ્ત થશે. BSB BSB: to open their eyes, so that they may turn from darkness to light and from the power of Satan to God, that they may receive forgiveness of sins and an inheritance among those sanctified by faith in Me.’
19 UDB તેથી રાજા આગ્રીપા, ઈશ્વરે મને દર્શનમાં જે કહ્યું તે મેં કર્યું. BSB BSB: So then, King Agrippa, I was not disobedient to the heavenly vision.
20 UDB પ્રથમ, મેં દમસ્કસમાંના યહૂદીઓને અને જેઓ યરુશાલેમમાં હતા તેઓને જણાવ્યું, અને પછી યહૂદિયાની દરેક જગ્યાએ, અને ત્યાંના બિનયહૂદીઓને જણાવ્યું. મેં તેઓને કહ્યું કે તેઓએ પાપથી પાછા ફરવા ઈશ્વરની પાસે મદદ લેવી જોઈએ. મેં તેમને એ પણ જણાવ્યું કે તેઓએ એવાં કાર્યો કરવાં જોઈએ કે જે એવું દર્શાવે કે તેઓ પાપથી પાછા ફર્યા છે. BSB BSB: First to those in Damascus and Jerusalem, then to everyone in the region of Judea, and then to the Gentiles, I declared that they should repent and turn to God, performing deeds worthy of their repentance.
21 UDB મેં આ સુવાર્તાનો ઉપદેશ આપ્યો, જેના કારણે યહૂદીઓએ મને ભક્તિસ્થાનના આંગણામાં પકડ્યો અને મને મારી નાખવાની કોશિષ કરી. BSB BSB: For this reason the Jews seized me in the temple courts and tried to kill me.
22 UDB તેમ છતાં, ઈશ્વર મને મદદ કરી રહ્યા છે, તેથી આજ દિવસ સુધી હું તે બાબતો પ્રગટ કરી રહ્યો છું. પ્રબોધકો અને મૂસાએ જે બનશે તે જણાવ્યું છે અને તે મેં સાધારણ તેમ જ ખાસ લોકોને બન્નેને કહેવાનું ચાલુ રાખ્યું છે. BSB BSB: But I have had God’s help to this day, and I stand here to testify to small and great alike. I am saying nothing beyond what the prophets and Moses said would happen:
23 UDB તેમણે કહ્યું હતું કે ખ્રિસ્ત સહન કરશે અને મરણ પામશે, કે જેથી તેઓ મૃત્યુમાંથી પાછા ઊઠનાર થાય. તેઓએ એમ પણ કહ્યું હતું કે તે તેના પોતાના લોકોને અને બિનયહૂદીઓને એ બન્નેને પ્રગટ કરશે, કે ઈશ્વર ખરેખર તેઓને બચાવવાને સમર્થ છે." BSB BSB: that the Christ would suffer, and as the first to rise from the dead, would proclaim light to our people and to the Gentiles.”
26 UDB હું જે કહું છું તે આગ્રીપા રાજા જાણે છે, અને હું છૂટથી તેમની સાથે એ બધાની વાત કરી શકું છું. હું ચોક્કસ રીતે માનું છું કે આમાંની કોઈ પણ વાત તેમના ધ્યાનમાં ન આવી હોય એવું બની શકે નહી, કેમ કે કોઈ પણ વાત ગુપ્તમાં બની નથી.'' BSB BSB: For the king knows about these matters, and I can speak freely to him. I am confident that none of this has escaped his notice, because it was not done in a corner.
27 UDB "રાજા આગ્રીપા, શું તમે પ્રબોધકોએ જે લખ્યું છે તેમાં વિશ્વાસ કરો છો? હું જાણું છું કે તમે એ બધા પર વિશ્વાસ કરો છો." BSB BSB: King Agrippa, do you believe the prophets? I know you do.”
28 UDB પછી આગ્રીપાએ પાઉલને જવાબ આપ્યો, "આટલા ટૂંકા સમયમાં તેં મને ખ્રિસ્તી બનવા સમજાવવા પ્રયત્ન કર્યો છે!" BSB BSB: Then Agrippa said to Paul, “Can you persuade me in such a short time to become a Christian?”
29 UDB પાઉલે જવાબ આપ્યો, "થોડો સમય કે લાંબો સમય હોય એ મહત્વનું નથી. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમે અને બીજા બધા જેઓ આજે મને સાંભળી રહ્યા છે તેઓ, સાંકળો સિવાય મારા જેવા થાય!" BSB BSB: “Short time or long,” Paul replied, “I wish to God that not only you but all who hear me this day may become what I am, except for these chains.”
30 UDB ત્યારબાદ રાજા ઊભો થયો. રાજ્યપાલ, બેરનીકે અને બીજા બધા ઊભા થયા BSB BSB: Then the king and the governor rose, along with Bernice and those seated with them.
31 UDB અને ઓરડામાંથી બહાર ગયા. તે પછી, તેઓએ એકબીજાને કહ્યું, "આ માણસે દેહાતદંડ કે સાંકળોને યોગ્ય એવું કશું કર્યું નથી." BSB BSB: On their way out, they said to one another, “This man has done nothing worthy of death or imprisonment.”
32 UDB આગ્રીપાએ ફેસ્તસને કહ્યું, "જો તેણે સમ્રાટની પાસે દાદ માગી ન હોત, તો તે છૂટો થઇ શક્યો હોત." BSB BSB: And Agrippa said to Festus, “This man could have been released if he had not appealed to Caesar.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.