1 UDB પછી મુખ્ય યાજકે સ્તેફનને પૂછ્યું, "આ લોકો તારા વિષે જે બાબતો કહે છે તે સાચી છે?" BSB BSB: Then the high priest asked Stephen, “Are these charges true?”
2 UDB સ્તેફને ઉત્તર આપ્યો, "સાથી યહૂદીઓ અને માનવંત આગેવાનો, મહેરબાની કરીને મારું સાંભળો! આપણો પૂર્વજ ઇબ્રાહિમ હારાન શહેરમાં આવ્યો તે પહેલા, તે હજુ મેસોપોટેમિયાના પ્રદેશમાં રહેતો હતો ત્યારે મહિમાવાન ઈશ્વર જેમનું આપણે ભજન કરીએ છીએ તેમણે તેને દર્શન આપ્યું. BSB BSB: And Stephen declared: “Brothers and fathers, listen to me! The God of glory appeared to our father Abraham while he was still in Mesopotamia, before he lived in Haran,
3 UDB ઈશ્વરે તેને કહ્યું, 'તું અને તારા સગાઓ જે ભૂમિમાં રહો છો તે છોડી દે, અને હું તને જે ભૂમિ બતાવું ત્યાં જા.' BSB BSB: and told him, ‘Leave your country and your kindred and go to the land I will show you.’
4 UDB તેથી ઇબ્રાહિમ તે દેશ કે જે, ખાલદીઓનો દેશ પણ કહેવાતો હતો, ત્યાંથી નીકળી ગયો અને હારાનમાં આવી પહોંચ્યો અને ત્યાં રહ્યો. તેના પિતાના મરણ પછી, ઈશ્વરે તેને આ ભૂમિમાં આવવા કહ્યું જ્યાં તમે અને હું હાલમાં રહીએ છીએ. BSB BSB: So Abraham left the land of the Chaldeans and settled in Haran. After his father died, God brought him out of that place and into this land where you are now living.
5 UDB તે સમયે ઈશ્વરે ઇબ્રાહિમને કોઈ ભૂમિ વતન તરીકે આપી ન હતી, એ ભૂમિનો નાનો ટુકડો પણ નહિ. પણ ઈશ્વરે તેને વચન આપ્યું કે પછીથી તેઓ તેને અને તેના વંશજોને તે ભૂમિ આપશે, જે હમેશા તેમની રહેશે. જો કે, તે સમયે ઇબ્રાહિમને કોઈ સંતાન ન હતું કે જેને આ વારસો મળે. BSB BSB: He gave him no inheritance here, not even a foot of ground. But God promised to give possession of the land to Abraham and his descendants, even though he did not yet have a child.
6 UDB પછીથી ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, 'તારા વંશજો વિદેશમાં જશે અને ત્યાં રહેશે. તેઓ ત્યાં ચારસો વર્ષ સુધી રહેશે, અને તે સમય દરમ્યાન ત્યાંના આગેવાનો તારા વંશજોની સાથે ખરાબ રીતે વર્તશે અને તેમને ગુલામો જેવું કામ કરવા દબાણ કરશે. BSB BSB: God told him that his descendants would be foreigners in a strange land, and that they would be enslaved and mistreated four hundred years.
7 UDB 'પણ તેમને ગુલામો બનાવનાર લોકોને હું શિક્ષા કરીશ. તે પછી, તારા પૂર્વજો તે ભૂમિને છોડી દેશે, અને તેઓ આ ભૂમિમાં પાછા આવશે અને મારું ભજન કરશે.' BSB BSB: ‘But I will punish the nation that enslaves them,’ God said, ‘and afterward they will come forth and worship Me in this place.’
8 UDB પછી ઈશ્વરે આજ્ઞા આપી કે તેઓ ઈશ્વરના છે એવું દર્શાવવા માટે ઇબ્રાહિમના ઘરના બધા જ પુરુષ તેમજ તેના વંશજોમાંના બધા જ પુરુષે સુન્નત કરાવવી. ત્યાર પછી ઇબ્રાહિમનો દીકરો, ઇસહાક, જન્મ્યો, અને જ્યારે તે આઠ દિવસનો હતો ત્યારે તેણે તેની સુન્નત કરાવી. પછી ઇસહાકનો દીકરો યાકૂબ જન્મ્યો. યાકૂબ તો બાર માણસો જેઓને આપણે યહૂદીઓના પૂર્વજો કે પિતૃઓ કહીએ છીએ, તેઓનો પિતા હતો. BSB BSB: Then God gave Abraham the covenant of circumcision, and Abraham became the father of Isaac and circumcised him on the eighth day. And Isaac became the father of Jacob, and Jacob of the twelve patriarchs.
9 UDB તમે જાણો છો કે યાકૂબના મોટા દીકરાઓએ તેમના નાના ભાઈની અદેખાઈ કરી કારણ કે તેઓનો પિતા નાના દીકરા યૂસફને વધારે પસંદ કરતો હતો. તેઓએ તેને વેપારીઓને વેચી દીધો, જેઓ તેને મિસરમાં લઇ ગયા, જ્યાં તે ગુલામ બન્યો. પણ ઈશ્વરે યૂસફની મદદ કરી; BSB BSB: Because the patriarchs were jealous of Joseph, they sold him as a slave into Egypt. But God was with him
10 UDB જ્યારે પણ લોકોએ તેને તકલીફમાં મૂક્યો ત્યારે ઈશ્વરે તેનું રક્ષણ કર્યું. તેમણે યૂસફને ડહાપણ આપ્યું, અને મિસરના રાજા ફારુનને યૂસફ વિષે ભલું વિચારવા પ્રેરણા આપી. તેથી ફારુને તેને મિસર પર તેમજ તેની સર્વ સંપતિ પર અધિકારી તરીકે નીમ્યો. BSB BSB: and rescued him from all his troubles. He granted Joseph favor and wisdom in the sight of Pharaoh king of Egypt, who appointed him ruler over Egypt and all his household.
11 UDB જ્યારે યૂસફ આ કાર્ય કરતો હતો, ત્યારે એવો સમય આવ્યો કે મિસરમાં અને કનાનમાં ખૂબ ઓછો ખોરાક બચ્યો હતો. લોકોને દુઃખ પડી રહ્યું હતું. તે સમયે કનાનમાં યાકૂબ અને તેના દીકરાઓને પણ ખાવાને પૂરતો ખોરાક મળતો ન હતો. BSB BSB: Then famine and great suffering swept across Egypt and Canaan, and our fathers could not find food.
12 UDB જ્યારે યાકૂબે લોકો પાસેથી સાંભળ્યું કે, મિસરમાં અનાજ છે કે જેને ખરીદી શકાય છે, એટલે તેણે યૂસફના મોટા ભાઈઓને તે અનાજ ખરીદવા ત્યાં મોકલ્યા. તેઓ ત્યાં ગયા અને યૂસફ પાસેથી અનાજ વેચાતું લાવ્યા, પણ તેઓએ તેને ઓળખ્યો નહિ. પછી તેઓ ઘરે પાછા આવ્યા. BSB BSB: When Jacob heard that there was grain in Egypt, he sent our fathers on their first visit.
13 UDB જ્યારે યૂસફના ભાઈઓ ફરીથી મિસરમાં ગયા ત્યારે, તેઓએ ફરીથી યૂસફ પાસેથી અનાજ વેચાતું લીધું. પણ આ વખતે તેણે તેઓને કહ્યું કે તે કોણ છે. અને તેથી ફારુને જાણ્યું કે યૂસફના માણસો હિબ્રૂઓ છે અને કનાનથી જે માણસો આવ્યા હતા તેઓ તેના ભાઈઓ છે. BSB BSB: On their second visit, Joseph revealed his identity to his brothers, and his family became known to Pharaoh.
14 UDB તે પછી યૂસફે તેના ભાઈઓને ઘરે પાછા મોકલ્યા, તેઓએ તેમના પિતા યાકૂબને કહ્યું કે યૂસફ તેમને મળવા માગે છે અને તેમનું આખું કુટુંબ મિસરમાં આવે તેવું ઈચ્છે છે. તે સમયે યાકૂબના કુટુંબમાં પંચોતેર વ્યક્તિઓ હતી. BSB BSB: Then Joseph sent for his father Jacob and all his relatives, seventy-five in all.
15 UDB તેથી જ્યારે યાકૂબે તે સાંભળ્યું ત્યારે, તે અને તેનું કુટુંબ મિસરમાં રહેવા ગયા. તે પછી, યાકૂબ ત્યાં મરણ પામ્યો, અને આપણા બીજા પૂર્વજો, તેના દીકરાઓ, પણ ત્યાં મરણ પામ્યા. BSB BSB: So Jacob went down to Egypt, where he and our fathers died.
16 UDB તેમના મૃત શરીરોને આપણી ભૂમિમાં પાછા લાવવામાં આવ્યા અને ઇબ્રાહિમે જે કબર હમોરના પુત્રો પાસેથી શખેમ શહેરમાં વેચાતી લીધી હતી ત્યાં દફનાવ્યા. BSB BSB: Their bones were carried back to Shechem and placed in the tomb that Abraham had bought from the sons of Hamor at Shechem for a price he paid in silver.
17 UDB લાંબા સમય પહેલા ઈશ્વરે ઈબ્રાહિમને જે વચન આપ્યું હતું, તે મુજબ ઈશ્વર આપણા પૂર્વજોને મિસરમાંથી છોડાવે ત્યાં સુધીમાં તેમની સંખ્યા ઘણી વધી ગઈ હતી. BSB BSB: As the time drew near for God to fulfill His promise to Abraham, our people in Egypt increased greatly in number.
18 UDB બીજો એક રાજા મિસરમાં રાજ કરવા લાગ્યો. તેના સમય પહેલા, યૂસફે મિસરના લોકોને જે મોટી મદદ કરી હતી તે વિષે તે જાણતો ન હતો. BSB BSB: Then another king, who knew nothing of Joseph, arose over Egypt.
19 UDB તે રાજાએ આપણા પૂર્વજોને ભગાડવા માટે ક્રૂરતાપૂર્વક પ્રયત્ન કર્યો. તેણે તેઓને દુઃખ આપ્યું અને તેમને ખૂબ સહન કરવું પડ્યું. તેણે તેઓને તેમના નવા જન્મેલા બાળકોને, મરણ પામે માટે ઘરની બહાર નાંખી દેવાની પણ આજ્ઞા કરી. BSB BSB: He exploited our people and oppressed our fathers, forcing them to abandon their infants so they would die.
20 UDB તે સમય દરમ્યાન મૂસાનો જન્મ થયો, અને ઈશ્વરે જોયું કે તે ખૂબ સુંદર બાળક હતો. તેથી તેના માતા પિતાએ ત્રણ મહિના સુધી તેને ઘરમાં જ ગુપ્ત રીતે ઉછેર્યો. BSB BSB: At that time Moses was born, and he was beautiful in the sight of God. For three months he was nurtured in his father’s house.
21 UDB પછી તેઓએ તેને ઘરની બહાર તજી દેવો પડ્યો. પણ ફારુનની દીકરીને તે મળ્યો અને જાણે તે તેનો પોતાનો દીકરો હોય તે રીતે તેને ઉછેર્યો. BSB BSB: When he was set outside, Pharaoh’s daughter took him and brought him up as her own son.
22 UDB મિસરના લોકો જે શિક્ષણ જાણતા હતા તે બધું મૂસાને શીખવવામાં આવ્યું, અને જ્યારે તે મોટો થયો, ત્યારે તે બોલવામાં અને કાર્યો કરવામાં કુશળ બન્યો. BSB BSB: So Moses was educated in all the wisdom of the Egyptians and was powerful in speech and action.
23 UDB એક દિવસે જ્યારે મૂસા ચાળીસ વર્ષનો થયો ત્યારે, તેણે નક્કી કર્યું કે ઇઝરાયલીઓ, જેઓ તેના સગાઓ છે તેમને તે મળવા જશે. BSB BSB: When Moses was forty years old, he decided to visit his brothers, the children of Israel.
24 UDB તેણે જોયું કે એક મિસરી ઇઝરાયલીઓમાંના એકની સાથે ખરાબ વર્તન કરી રહ્યો હતો. તેથી તે ઇઝરાયલી માણસને મદદ કરવા ગયો, અને તેણે તે મિસરીને મારી નાખીને તે ઇઝરાયલી માણસ સાથેના વર્તનનો બદલો લીધો. BSB BSB: And when he saw one of them being mistreated, Moses went to his defense and avenged him by striking down the Egyptian who was oppressing him.
25 UDB મૂસાએ વિચાર્યું કે તેના સાથી ઇઝરાયલીઓ એ સમજી શકશે કે ઈશ્વરે તેમને ગુલામીમાંથી છોડાવવા માટે તેને મોકલ્યો છે. પણ તેઓ સમજી ન શક્યા. BSB BSB: He assumed his brothers would understand that God was using him to deliver them, but they did not.
26 UDB બીજા દિવસે, મૂસાએ બે ઇઝરાયલી માણસોને એકબીજા સાથે લડતા જોયા. તેણે તેઓને લડતા અટકાવીને તેમને કહ્યું, 'ભાઈઓ, તમે બંને તો સાથી ઇઝરાયલીઓ છો! તમે શા માટે એકબીજાને નુકસાન કરો છો?' BSB BSB: The next day he came upon two Israelites who were fighting, and he tried to reconcile them, saying, ‘Men, you are brothers. Why are you mistreating each other?’
27 UDB પણ તે માણસ કે જે બીજાને મારી રહ્યો હતો તેણે મૂસાને ધક્કો મારીને કહ્યું, 'તને કોઈએ અમારા પર અધિકારી કે ન્યાયાધીશ ઠરાવ્યો નથી! BSB BSB: But the man who was abusing his neighbor pushed Moses aside and said, ‘Who made you ruler and judge over us?
28 UDB ગઈકાલે જેમ તેં પેલા મિસરીને મારી નાખ્યો તેમ શું તું મને પણ મારી નાખવા માગે છે? BSB BSB: Do you want to kill me as you killed the Egyptian yesterday?’
29 UDB જ્યારે મૂસાએ તે સાંભળ્યું, ત્યારે તે મિસરથી મિદ્યાન નાસી ગયો. તે ત્યાં થોડા વર્ષો સુધી રહ્યો. તેણે ત્યાં લગ્ન કર્યું, અને તેને અને તેની પત્નીને બે દીકરાઓ થયાં. BSB BSB: At this remark, Moses fled to the land of Midian, where he lived as a foreigner and had two sons.
30 UDB ચાલીસ વર્ષો પછી એક દિવસ, પ્રભુ ઈશ્વરે દૂતના સ્વરૂપમાં મૂસાને દર્શન આપ્યું. તેઓ રણમાં સિનાઈ પર્વત પાસે બળતા ઝાડવાની જ્વાળાઓમાં તેને દેખાયા. BSB BSB: After forty years had passed, an angel appeared to Moses in the flames of a burning bush in the desert near Mount Sinai.
31 UDB જ્યારે મૂસાએ તે જોયું, ત્યારે તેને આશ્ચર્ય થયું, કારણ કે તે ઝાડવું ભસ્મ થતું ન હતું. જ્યારે તે વધારે નજીકથી જોવા ગયો, ત્યારે પ્રભુ ઈશ્વરે તેને કહ્યું, BSB BSB: When Moses saw it, he marveled at the sight. As he approached to look more closely, the voice of the Lord came to him:
32 UDB 'હું ઈશ્વર છું જેનું તારા પૂર્વજો ભજન કરતા હતા. ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ જેનું ભજન કરતા હતા તે ઈશ્વર હું છું.' મૂસા એટલો ગભરાઈ ગયો હતો કે તે ધ્રૂજવા લાગ્યો. તે ઝાડવા તરફ વધુ સમય જોતાં બીધો. BSB BSB: ‘I am the God of your fathers, the God of Abraham, Isaac, and Jacob.’ Moses trembled with fear and did not dare to look.
33 UDB પછી પ્રભુ ઈશ્વરે તેને કહ્યું, 'તું મને માન આપે છે તે દર્શાવવા માટે તારા પગમાંથી ચંપલ ઉતાર. કારણ કે, હું અહીં છું, જે ભૂમિ પર તું ઊભો છે તે વિશેષ રીતે મારી છે. BSB BSB: Then the Lord said to him, ‘Take off your sandals, for the place where you are standing is holy ground.
34 UDB મેં નિશ્ચે જોયું છે કે કેવી રીતે મિસરના લોકો મારા લોકોને સતત હેરાન કરે છે. મારા લોક જ્યારે તેના લીધે વેદનાથી કણસે છે તે મેં જોયું છે. તેથી હું તેઓને મિસરમાંથી છોડાવવા માટે નીચે ઊતર્યો છું. હવે તૈયાર થા, કારણ કે હું તને મિસરમાં પાછો મોકલવાનો છું.' BSB BSB: I have indeed seen the oppression of My people in Egypt. I have heard their groaning and have come down to deliver them. Now come, I will send you back to Egypt.’
35 UDB આ એ મૂસા હતો કે જેણે આપણા ઇઝરાયલી લોકોને મદદ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેઓએ તેને એવું કહીને નકાર્યો કે, ''તને કોઈએ અમારા પર અધિકારી કે ન્યાયાધીશ ઠરાવ્યો નથી!' આ એ મૂસા હતો કે જેને ઈશ્વરે જ તેમના પર અધિકારી તરીકે મોકલ્યો હતો જેથી તેઓ ગુલામીમાંથી મુક્ત થાય. તે એ જ હતો જેને ઝાડવામાંથી દૂતે એમ કરવાનો આદેશ આપ્યો હતો. BSB BSB: This Moses, whom they had rejected with the words, ‘Who made you ruler and judge?’ is the one whom God sent to be their ruler and redeemer through the angel who appeared to him in the bush.
36 UDB જે આપણા પૂર્વજોને મિસરમાંથી બહાર દોરી લાવ્યો તે માણસ મૂસા હતો. ઈશ્વર તેની સાથે છે તે દર્શાવવાને માટે તેણે મિસરમાં ઘણા ચમત્કારો કર્યા, લાલ સમુદ્ર પાસે, અને ચાલીસ વર્ષો સુધી ઇઝરાયલી લોકો અરણ્યમાં રહ્યા. BSB BSB: He led them out and performed wonders and signs in the land of Egypt, at the Red Sea, and for forty years in the wilderness.
38 UDB આ મૂસા એ માણસ હતો કે જે તમો ઇઝરાયલીઓ મધ્યે અરણ્યમાં તમારી સાથે રહ્યો; સિનાઈ પર્વત પર જે દૂતે તેની સાથે વાત કરી તેની સાથે હતો. એ મૂસા છે કે જેને ઈશ્વરે સિનાઈ પર્વત પર દૂત દ્વારા આપણા નિયમો આપ્યા, અને એ તે જ માણસ હતો કે જેણે દૂતે કહેલી વાત આપણા પૂર્વજોને જણાવી. તેણે જ ઈશ્વર પાસેથી વચનો મેળવ્યા અને આપણે અનંતકાળ સુધી કેવી રીતે જીવવું તે જાણ્યું અને આપણને પણ કહ્યું. BSB BSB: He was in the assembly in the wilderness with the angel who spoke to him on Mount Sinai, and with our fathers. And he received living words to pass on to us.
39 UDB તે છતાં, આપણા પૂર્વજો મૂસાને આધીન થવા માગતા ન હતા. તેને બદલે, તેઓએ તેને પોતાના આગેવાન તરીકે નકાર્યો અને મિસરમાં પાછા જવાની ઇચ્છા રાખી. BSB BSB: But our fathers refused to obey him. Instead, they rejected him and in their hearts turned back to Egypt.
40 UDB તેથી તેઓએ તેના મોટા ભાઈ હારુનને કહ્યું, 'અમારા માટે મૂર્તિઓ બનાવ કે જેઓ અમારા ઈશ્વર બને અને અમને દોરવણી આપે. કારણ કે મૂસા જે અમને મિસરમાંથી બહાર કાઢી લાવ્યો, તેનું શું થયું તે અમે જાણતા નથી!' BSB BSB: They said to Aaron, ‘Make us gods who will go before us! As for this Moses who led us out of the land of Egypt, we do not know what has happened to him.’
41 UDB તેથી તેઓએ વાછરડા જેવી દેખાતી એક પ્રતિમા બનાવી. પછી તેઓએ તે મૂર્તિને માન આપવાને માટે બલિદાન ચઢાવ્યાં, અને તેઓએ ગાયું અને નાચ્યા કારણ કે તેઓએ જાતે જ તેને બનાવી હતી. BSB BSB: At that time they made a calf and offered a sacrifice to the idol, rejoicing in the works of their hands.
42 UDB તેથી ઈશ્વરે તેમને સુધારવાનું છોડી દીધું. તેઓને તેમણે સૂર્ય, ચંદ્ર અને આકાશના તારાઓની પૂજા કરવા ત્યજી દીધા. પ્રબોધકોમાંના એકે કહેલા શબ્દો સાથે આ ખૂબ સુસંગત છે કે જેણે લખ્યું: ઈશ્વરે કહ્યું, 'તમે ઇઝરાયલી લોકો, ચાલીસ વર્ષો સુધી જ્યારે તમે અરણ્યમાં હતા ત્યારે, તમે વારંવાર પશુઓને મારી નાખ્યાં અને તેમને બલિદાન તરીકે ચઢાવ્યાં, ત્યારે શું તે મને અર્પણ કર્યાં હતાં? BSB BSB: But God turned away from them and gave them over to the worship of the host of heaven, as it is written in the book of the prophets: ‘Did you bring Me sacrifices and offerings forty years in the wilderness, O house of Israel?
43 UDB તેથી વિરુદ્ધ, તમે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ તંબુમાં મૂર્તિ કે જે મોલેખ દેવને દર્શાવતી હતી જેનું તમે ભજન કરતા હતા તેને તમારી સાથે લઈને ચાલ્યા. તમે તમારી સાથે રંફા કે જે તારાની પ્રતિમા હતી તેને પણ સાથે લીધી. તે મૂર્તિઓ તમે બનાવી, અને તમે મારા સ્થાને તેઓનું ભજન કર્યું. તેથી હું તમને તમારા ઘરોમાંથી બાબિલ દેશના કરતા પણ દૂરના પ્રદેશોમાં હાંકી કાઢીશ.' BSB BSB: You have taken along the tabernacle of Molech and the star of your god Rephan, the idols you made to worship. Therefore I will send you into exile beyond Babylon.’
44 UDB "જ્યારે આપણા પૂર્વજો અરણ્યમાં હતા ત્યારે, તેઓ ઈશ્વરનું ભજન એક પવિત્ર તંબુમાં કરતા હતા જે દર્શાવતો હતો કે તેઓ તેમની સાથે છે. ઈશ્વરે મૂસાને જેમ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તે આબેહૂબ બનાવેલો હતો. જ્યારે મૂસા પર્વત પર હતો ત્યારે તેણે જે જોયો હતો તેના જેવો જ તે હતો. BSB BSB: Our fathers had the tabernacle of the Testimony with them in the wilderness. It was constructed exactly as God had directed Moses, according to the pattern he had seen.
45 UDB પછી, જ્યારે યહોશુઆએ તેમને આ ભૂમિમાં દોર્યા ત્યારે આપણા જ બીજા પૂર્વજો તે તંબુને પોતાની સાથે ત્યાં લાવ્યા. આ તે સમય હતો જ્યારે ઈશ્વરે ત્યાં પહેલેથી રહેનારા લોકોને ત્યાંથી હાંકી કાઢ્યા ત્યારે તેઓએ તે ભૂમિને પોતાની કરી લીધી. તેથી ઇઝરાયલીઓ તે ભૂમિને પોતાની બનાવી શક્યા. તે તંબુ આ ભૂમિમાં રહ્યો અને દાઉદના શાસનમાં પણ તે હજુ અહીં હતો. BSB BSB: And our fathers who received it brought it in with Joshua when they dispossessed the nations God drove out before them. It remained until the time of David,
46 UDB દાઉદે ઈશ્વરને પ્રસન્ન કર્યા, અને તેણે ઈશ્વર પાસે માગ્યું કે તેઓ તેને તેમનું ઘર એટલે ભક્તિસ્થાન બનાવવા દે કે જ્યાં તે અને આપણા બધા ઇઝરાયલી લોકો તેમનું ભજન કરી શકે. BSB BSB: who found favor in the sight of God and asked to provide a dwelling place for the God of Jacob.
47 UDB પણ તેના કરતા, ઈશ્વરે દાઉદના દીકરા સુલેમાનને પ્રભુનું ઘર બાંધવાનું કહ્યું જ્યાં લોકો તેમનું ભજન કરી શકે." BSB BSB: But it was Solomon who built the house for Him.
48 UDB "જો કે, આપણે જાણીએ છીએ કે ઈશ્વર બધી જ બાબતો કરતા મહાન છે, અને લોકોએ બનાવેલા ઘરમાં તેઓ રહેતા નથી. યશાયા પ્રબોધકે જેમ લખ્યું છે તે પ્રમાણે: BSB BSB: However, the Most High does not dwell in houses made by human hands. As the prophet says:
49 UDB ઈશ્વરે કહ્યું, "સ્વર્ગ મારું રાજ્યાસન અને પૃથ્વી મારું પાયાસન છે. સ્વર્ગમાં અને પૃથ્વી પર સઘળું મેં જ બનાવ્યું છે. તેથી તમે માણસજાત મારા રહેવા માટે પૂરતી થાય તેવી કોઈ જગ્યા બનાવી શકો નહિ!" BSB BSB: ‘Heaven is My throne and the earth is My footstool. What kind of house will you build for Me, says the Lord, or where will My place of repose be?
51 UDB તમે તેમના પ્રત્યે ખૂબ હઠીલા લોકો છો! તમે આબેહૂબ તમારા પૂર્વજો જેવા જ છો! તેઓએ જેમ કર્યું તેમ, તમે હંમેશાં પવિત્ર આત્માની સામા થયા છો! BSB BSB: You stiff-necked people with uncircumcised hearts and ears! You always resist the Holy Spirit, just as your fathers did.
52 UDB તમારા પૂર્વજોએ બધા પ્રબોધકોને દુઃખ આપ્યું. જેઓએ ઘણા સમય પહેલાં એમ પ્રગટ કરેલું કે ખ્રિસ્ત આવશે, જેઓએ હંમેશાં ઈશ્વરને પ્રસન્ન કરે તેવું કર્યું તેઓને પણ તેમણે મારી નાખ્યા. અને ખ્રિસ્ત આવ્યા! તેઓ એ જ છે જેમને હાલમાં જ તમે તેમના દુશ્મનોને સોંપીને તેઓ તેમને મારી નાંખે તેવી ફરજ પાડો છો! BSB BSB: Which of the prophets did your fathers fail to persecute? They even killed those who foretold the coming of the Righteous One. And now you are His betrayers and murderers—
53 UDB તમે એ લોકો છો જેઓ ઈશ્વરના નિયમો પામ્યા છો. તે એ નિયમો હતા જેને ઈશ્વરે તેમના દૂત દ્વારા આપણા પૂર્વજોને આપ્યા. જો કે, તમે તે પાળ્યા નહિ!" BSB BSB: you who received the law ordained by angels, yet have not kept it.”
54 UDB જ્યારે યહૂદી ન્યાયસભાના સભ્યો અને બીજાઓ જેઓએ સ્તેફ્નને આ કહેતાં સાંભળ્યો ત્યારે, તેઓ સર્વ ખૂબ ગુસ્સે થયા. તેઓ તેમના દાંત પીસતા હતા કારણ કે તેઓ તેના પર ખૂબ ક્રોધે ભરાયા! BSB BSB: On hearing this, the members of the Sanhedrin were enraged, and they gnashed their teeth at him.
55 UDB પણ પવિત્ર આત્માએ સ્તેફનનો સંપૂર્ણ કાબૂ લીધો. સ્તેફને સ્વર્ગ તરફ જોયું અને ઈશ્વર પાસેથી આવતો ભરપૂર પ્રકાશ જોયો, અને તેણે ઈસુને ઈશ્વરના જમણા હાથે ઊભેલાં જોયા. BSB BSB: But Stephen, full of the Holy Spirit, looked intently into heaven and saw the glory of God and Jesus standing at the right hand of God.
56 UDB "જુઓ," તેણે કહ્યું, "હું સ્વર્ગ ખુલ્લું થયેલું જોઉં છું, અને હું માણસના દીકરા ઈસુને ઈશ્વરની જમણી બાજુએ ઊભેલા જોઉં છું!" BSB BSB: “Look,” he said, “I see heaven open and the Son of Man standing at the right hand of God.”
57 UDB જ્યારે યહૂદી ન્યાયસભાના સભ્યો અને બીજાઓએ તે સાંભળ્યું ત્યારે, તેઓએ મોટો પોકાર કર્યો. તેઓએ તેમના કાનને હાથથી ઢાંકી દીધા કે તેઓ તેને સાંભળી ના શકે, અને તરત તેઓ તેની તરફ ધસી ગયા. BSB BSB: At this they covered their ears, cried out in a loud voice, and rushed together at him.
58 UDB તેઓ તેને યરુશાલેમ શહેરની બહાર ઘસડી ગયા અને ત્યાં તેને પત્થર મારવાનું શરૂ કર્યું. જે લોકો તેના પર આરોપ મૂકી રહ્યા હતા તેઓએ તેનાં બાહ્ય કપડાં કાઢી લીધા કે જેથી તેઓ તેને ખુલ્લા દેહ પર પત્થર મારે, અને તેઓએ બાજુમાં ઊભા રહેલા એક જુવાન માણસ જેનું નામ શાઉલ હતું તેના પર તેનાં કપડાં નાખ્યાં, કે તે તેને સાચવે. BSB BSB: They dragged him out of the city and began to stone him. Meanwhile the witnesses laid their garments at the feet of a young man named Saul.
59 UDB જ્યારે તેઓએ સતત સ્તેફન તરફ પત્થર મારવાનું ચાલું રાખ્યું, ત્યારે સ્તેફને પ્રાર્થના કરી," હે પ્રભુ ઈસુ, મારા આત્માને સ્વીકારો!" BSB BSB: While they were stoning him, Stephen appealed, “Lord Jesus, receive my spirit.”
60 UDB પછી સ્તેફને ઘૂંટણે પડીને પોકાર્યું, "પ્રભુ, તેમના પાપ માટે તેઓને શિક્ષા કરશો નહિ!" આવું કહ્યા પછી, તે મરણ પામ્યો. BSB BSB: Falling on his knees, he cried out in a loud voice, “Lord, do not hold this sin against them.” And when he had said this, he fell asleep.
Select verses for actions: Enter goes to them and Escape comes back.