1 UDB ઈશ્વરે જ્યારે ઈસુને તેમના મરણ પછી સજીવન કર્યા ત્યારે તેમણે તમને પણ સજીવન કર્યા તેવું તેઓ ગણે છે. અને ખ્રિસ્ત સ્વર્ગમાં છે અને ઈશ્વરને જમણે હાથે, કે જે સ્થાન એવી વ્યક્તિને માટે છે કે જેની પાસે સૌથી વધારે માન અને સામર્થ્ય છે ત્યાં તે બિરાજમાન છે. તેથી તમારે પણ જાણે તમે ત્યાં છો તેવી રીતે અહીં જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. BSB BSB: Therefore, since you have been raised with Christ, strive for the things above, where Christ is seated at the right hand of God.
2 UDB ઈસુએ તમને આપવાને માટે સ્વર્ગમાં જે રાખી મૂક્યું છે તેની અપેક્ષા રાખો; પૃથ્વી પરની બાબતોની અપેક્ષા ન રાખો. BSB BSB: Set your minds on things above, not on earthly things.
3 UDB કેમ કે ઈશ્વર એવું ગણે છે કે તમે મરણ પામ્યા છો અને હવે તમે આ દુનિયાના નથી. તેઓ એવું ગણે છે કે તેમણે તમને સલામત રાખવાને માટે ખ્રિસ્તમાં ગુપ્ત રાખ્યા છે. BSB BSB: For you died, and your life is now hidden with Christ in God.
4 UDB જ્યારે ઈશ્વર ખ્રિસ્તને તેમના મહિમામાં પૃથ્વી પરનાં દરેકની સામે પ્રગટ કરશે ત્યારે, તેઓ તમને પણ તે જ મહિમામાં પ્રગટ કરશે, કારણ કે ખ્રિસ્ત તમને જીવન આપે છે! BSB BSB: When Christ, who is your life, appears, then you also will appear with Him in glory.
5 UDB તેથી, આ પૃથ્વી પરની દુષ્ટ બાબતો કરવાની તમારી ઇચ્છાઓને શત્રુઓ સમાન ગણો કે જેઓનો નાશ થવો જ જોઈએ. તમારે તેઓને મારી નાખવી જોઈએ: જાતીય દુરાચાર કરવાનો કે અશુદ્ધ કાર્યો કરવાનો પ્રયત્ન કરશો નહીં. લંપટતા અને દુષ્ટતાના માર્ગો વિષે વિચાર કરશો નહીં. અને લોભી થશો નહીં, કારણ કે તે મૂર્તિપૂજા કરવા જેવું છે. BSB BSB: Put to death, therefore, the components of your earthly nature: sexual immorality, impurity, lust, evil desires, and greed, which is idolatry.
6 UDB લોકો આવા પ્રકારની જે બાબતો કરે છે તેના લીધે જ ઈશ્વરનો કોપ તેઓના પર આવે છે અને તેઓના અનઆજ્ઞાંકિતપણાને લીધે ઈશ્વર તેઓને શિક્ષા કરશે. BSB BSB: Because of these, the wrath of God is coming on the sons of disobedience.
7 UDB જેઓ આ રીતે વર્તતા હતા તેઓની સાથે જ્યારે તમે ભાગ લેતા હતા ત્યારે તમે પોતે પણ અગાઉ આ પ્રમાણે જીવતા હતા. BSB BSB: When you lived among them, you also used to walk in these ways.
8 UDB પરંતુ હવે તમારે આ બાબતો કરવાનું બંધ કરવું જોઈએ. એકબીજા પર ગુસ્સે ન થાઓ; એકબીજાને તકલીફમાં મૂકવાનો પ્રયત્ન ન કરો. એકબીજાની નિંદા ન કરો કે બીભત્સ વાત ન કરો, ઘૃણાસ્પદ માર્ગો ત્યજી દો. BSB BSB: But now you must put aside all such things as these: anger, rage, malice, slander, and filthy language from your lips.
9 UDB અને એકબીજાની સાથે જૂઠું ન બોલો. આમાંની કોઈ બાબતો ન કરો, કારણ કે તમે હવે નવી વ્યક્તિ એટલે કે જેઓ આ દુષ્ટ બાબતો હવે કરતા નથી તેવા બન્યા છો. BSB BSB: Do not lie to one another, since you have taken off the old self with its practices,
10 UDB તમે હવે એક નવી વ્યક્તિ છો, અને ઈશ્વર હંમેશાં તમે તેઓને વધારે અને વધારે જાણો અને તેમના જેવા બનો, કે જેવા બનવાને માટે તેમણે તમને ઉત્પન્ન કર્યા છે, તેવું કરી રહ્યા છે. BSB BSB: and have put on the new self, which is being renewed in knowledge in the image of its Creator.
11 UDB ઈશ્વરે આપણને ખ્રિસ્તમાં જોડીને નવી વ્યક્તિઓ બનાવ્યા છે, અને તેઓ આપણને હંમેશાં નવા બનાવી રહ્યા છે. તેથી હવે કોઈ બિનયહૂદી હોય કે યહૂદી, અથવા સુન્નતી હોય કે બેસુન્નતી, અથવા કોઈ પરદેશી હોય કે બર્બર હોય, અથવા કોઈ દાસ હોય કે દાસ ન હોય એ વધારે મહત્વનું નથી. પરંતુ તેના કરતાં જે મહત્વનું છે તે તો ખ્રિસ્ત છે કે જેઓ તમ સર્વમાં સર્વસ્વ છે. BSB BSB: Here there is no Greek or Jew, circumcised or uncircumcised, barbarian, Scythian, slave, or free, but Christ is all and is in all. 12 UDB ઈશ્વરે તમને પસંદ કર્યા છે અને તેમના લોકો તરીકે અલગ કર્યા છે તે કારણે, અને તેઓ તમને પ્રેમ કરે છે તે કારણે કરુણા, દયા અને ભલાઈથી બીજાઓની સેવા કરો. નમ્રતાથી અને વિનયથી એકબીજાની ધીરજપૂર્વક કાળજી રાખો BSB BSB: Therefore, as the elect of God, holy and beloved, clothe yourselves with hearts of compassion, kindness, humility, gentleness, and patience.
13 UDB અને એકબીજાનું સહન કરો. જો કોઈને બીજાની સામે કોઈ ફરિયાદ હોય તો, એકબીજાને માફ કરો. જેમ પ્રભુ ઈસુએ તમને માફ કર્યા છે તેમ, તમારે પણ એકબીજાને માફ કરવા જોઈએ. BSB BSB: Bear with one another and forgive any complaint you may have against someone else. Forgive as the Lord forgave you.
14 UDB અને સૌથી મહત્વનું જે છે તે એ છે કે એકબીજાને પ્રેમ કરો, કેમ કે તેમ કરવા દ્વારા તમે એકબીજા સાથે પોતાને સંપૂર્ણ રીતે જોડો છો. BSB BSB: And over all these virtues put on love, which is the bond of perfect unity.
15 UDB તમને ઈશ્વરની સાથે અને બીજાઓની સાથે શાંતિથી રહેવાને માટે ખ્રિસ્ત તૈયાર કરે છે, તેથી શાંતિમાં રહેવા માટે હંમેશાં યત્ન કરો. તેમણે તમને સાથે રહેવાને માટે આ જ કારણસર બોલાવ્યા છે. BSB BSB: Let the peace of Christ rule in your hearts, for to this you were called as members of one body. And be thankful.
16 UDB જ્યારે તમે ઈશ્વરને માટે જીવો છો અને સેવા કરો છો ત્યારે, જે ખ્રિસ્તે તમને શીખવ્યું છે તેને હંમેશાં સાથે મળીને આધીન થાઓ. એકબીજાને ડહાપણ સાથે શીખવો અને બોધ આપો; જ્યારે તમે ગીતશાસ્ત્રનાં ગીતો, સ્તોત્રો, અને તેમને મહિમા આપતાં ગીતો ગાઓ ત્યારે ઈશ્વરની સ્તુતિ કરીને આભાર માનો. BSB BSB: Let the word of Christ richly dwell within you as you teach and admonish one another with all wisdom, and as you sing psalms, hymns, and spiritual songs with gratitude in your hearts to God.
17 UDB તમે જે કંઈ બોલો, જે કંઈ કરો, તે સઘળું પ્રભુ ઈસુને મહિમા આપવા માટે કરો, અને ખ્રિસ્તે તમારે માટે જે કર્યું છે તેના માટે તમે ઈશ્વરનો આભાર માનો ત્યારે આવું કરો. BSB BSB: And whatever you do, in word or deed, do it all in the name of the Lord Jesus, giving thanks to God the Father through Him.
18 UDB પત્નીઓ, તમારા પતિઓને આધીન થાઓ; પ્રભુ ઈસુએ જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તેમ કરવું યોગ્ય છે. BSB BSB: Wives, submit to your husbands, as is fitting in the Lord.
19 UDB પતિઓ, તમારી પત્નીઓને પ્રેમ કરો અને તેઓના પ્રત્યે નિષ્ઠુર ન થાઓ. BSB BSB: Husbands, love your wives and do not be harsh with them.
20 UDB બાળકો, દરેક પ્રકારે તમારાં માતા-પિતાને આધીન થાઓ, કારણ કે જ્યારે તમે તે પ્રમાણે કરો છો ત્યારે તે બાબત પ્રભુ ઈશ્વરને પ્રસન્ન કરે છે. BSB BSB: Children, obey your parents in everything, for this is pleasing to the Lord.
21 UDB પિતાઓ, તમારાં બાળકોને ગુસ્સે કરશો નહીં, જેથી તેઓ નિરાશ થાય નહીં. BSB BSB: Fathers, do not provoke your children, so they will not become discouraged.
22 UDB દાસો, પૃથ્વી પરના તમારા માલિકોને દરેક રીતે આધીન થાઓ. જેઓ માત્ર એવું ઇચ્છે છે કે તેઓના માલિકો માને કે તેઓ હંમેશાં આજ્ઞાધીન છે તેઓની જેમ જ્યારે તમારા માલિકો તમને જોતા હોય ત્યારે જ તેમને આધીન ન થાઓ. તેને બદલે, પ્રામાણિકતાથી તમારા માલિકોને આધીન થાઓ કારણ કે તમે પ્રભુ ઈસુને મહિમા આપો છો. BSB BSB: Slaves, obey your earthly masters in everything, not only to please them while they are watching, but with sincerity of heart and fear of the Lord.
23 UDB જે કંઈ કામ તમે કરો, તે માણસોને માટે નહીં પણ પ્રભુ ઈસુને માટે પૂરા હૃદયથી કરો. જે લોકો માત્ર પોતાના દુન્યવી માલિકોને માટે જ કામ કરે છે તેઓની જેમ કામ ન કરો, BSB BSB: Whatever you do, work at it with your whole being, as for the Lord and not for men,
24 UDB કારણ કે તમે જાણો છો કે ઈશ્વર તમને બદલો આપશે; પ્રભુએ તમને જે આપવાનું વચન આપ્યું છે તેનો ભાગ તમે મેળવશો. જે ખરા માલિકની તમે સેવા કરી રહ્યા છો તે ઈસુ ખ્રિસ્ત છે. BSB BSB: because you know that you will receive an inheritance from the Lord as your reward. It is the Lord Christ you are serving.
25 UDB પરંતુ ઈશ્વર તે જ પ્રમાણે દરેકનો ન્યાય કરશે; જેઓ ખોટું કરે છે તેઓ જે શિક્ષાને પાત્ર છે તેવી શિક્ષા ઈશ્વર તેમને કરશે. BSB BSB: Whoever does wrong will be repaid for his wrong, and there is no favoritism.
Select verses for actions: Enter goes to them and Escape comes back.