1 UDB માલિકો, તમારા દાસો સાથે ન્યાયથી અને સમાનતાથી વર્તો અને તેમને જેની જરૂર છે તે યોગ્ય રીતે આપો, કારણ કે તમે જાણો છો કે સ્વર્ગમાં તમારા પણ માલિક છે. BSB BSB: Masters, supply your slaves with what is right and fair, since you know that you also have a Master in heaven.
2 UDB અટક્યા વગર પ્રાર્થનામાં લાગુ રહો. આળસુ ન થાઓ, પણ તેને બદલે પ્રાર્થના અને ઈશ્વરની આભારસ્તુતિ કરો. BSB BSB: Devote yourselves to prayer, being watchful and thankful,
3 UDB સાથે મળીને અમારે માટે પણ પ્રાર્થના કરો, જેથી શુભ સમાચાર એટલે કે ખ્રિસ્ત વિશેની જે ગુપ્ત વાત ઈશ્વર હાલ દરેક જગ્યાએ પ્રગટ કરી રહ્યા છે તેને મુક્તપણે વહેંચવાનું ઈશ્વર અમારે માટે શક્ય બનાવે. તે શુભ સમાચાર પ્રગટ કરવાને લીધે જ હું અત્યારે જેલમાં છું. BSB BSB: as you pray also for us, that God may open to us a door for the word, so that we may proclaim the mystery of Christ, for which I am in chains.
4 UDB પ્રાર્થના કરો કે હું શુભ સમાચારને સંપૂર્ણપણે સમજાવી શકું. BSB BSB: Pray that I may declare it clearly, as I should.
5 UDB જેઓ વિશ્વાસી નથી તેઓની સાથે ડહાપણથી વર્તો, અને દરેક ક્ષણનો ડહાપણથી ઉપયોગ કરીને તેને કિંમતી બનાવો. BSB BSB: Act wisely toward outsiders, redeeming the time.
6 UDB હંમેશાં કૃપાયુક્ત અને સારું લાગે તેવું અને જેઓ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરતા નથી તેઓને પસંદ પડે તે પ્રકારે બોલો. પછી તમે જાણશો કે દરેકને પ્રભુ વિષે કેવી રીતે જણાવી શકાય. BSB BSB: Let your speech always be gracious, seasoned with salt, so that you may know how to answer everyone.
7 UDB મારી સાથે જે બની રહ્યું છે તેના વિષે તુખિકસ તમને બધું જણાવશે. તે સાથી વિશ્વાસી છે કે જેને હું પ્રેમ કરું છું, તે મને વિશ્વાસુપણે મદદ કરે છે, અને તે મારી સાથે પ્રભુ ઈસુની સેવા કરે છે. BSB BSB: Tychicus will tell you all the news about me. He is a beloved brother, a faithful minister, and a fellow servant in the Lord.
8 UDB આ પત્ર હું તુખિકસની સાથે મોકલાવી રહ્યો છું તેનું કારણ એ છે કે જેથી તમે અમારા સંબંધી જાણો અને તે તમને ઉત્તેજન આપે. BSB BSB: I have sent him to you for this very purpose, that you may know about us, and that he may encourage your hearts.
9 UDB હું તેને ઓનેસીમસ જે વફાદાર સાથી વિશ્વાસી છે, જેને હું પ્રેમ કરું છું અને જે તમારા નગરનો જ છે તેની સાથે તમારી પાસે મોકલું છું. અહીં જે બની રહ્યું છે તેના વિષે તેઓ તમને જણાવશે. BSB BSB: With him I am sending Onesimus, our faithful and beloved brother, who is one of you. They will tell you about everything here.
10 UDB આરિસ્તાર્ખસ, જે મારી સાથે જેલમાં છે, અને માર્ક, જે બાર્નાબાસનો પિતરાઈ છે, તેઓ તમને શુભેચ્છા પાઠવે છે. મેં તમને માર્કના સંબંધી સૂચના આપેલી છે, જેથી તે જ્યારે તમારી પાસે આવે ત્યારે, તેનો આવકાર કરજો. BSB BSB: My fellow prisoner Aristarchus sends you greetings, as does Mark the cousin of Barnabas. You have already received instructions about him: If he comes to you, welcome him.
11 UDB ઈસુ, જેનું નામ યુસ્તસ પણ છે, તે પણ તમને શુભેચ્છા પાઠવે છે. માત્ર આ ત્રણ જ યહૂદી વિશ્વાસીઓ છે કે જેઓ ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરને રાજા તરીકે પ્રગટ કરવામાં મારી સાથે કાર્ય કરે છે. તેઓએ મને ઘણી મદદ કરી છે અને મને ઉત્તેજન આપ્યું છે. BSB BSB: Jesus, who is called Justus, also sends greetings. These are the only Jews among my fellow workers for the kingdom of God, and they have been a comfort to me.
12 UDB એપાફ્રાસ, જે તમારા નગરનો તમારો સાથી અને ઈસુ ખ્રિસ્તનો સેવક છે, તે તમને શુભેચ્છા પાઠવે છે. તે તમારે માટે ઘણીવાર આગ્રહથી પ્રાર્થના કરે છે કે તમે દ્રઢ થાઓ અને ઈશ્વરે આપણને જે શીખવ્યું છે અને વચન આપ્યું છે તે બધા પર તમે વિશ્વાસ કરો. BSB BSB: Epaphras, who is one of you and a servant of Christ Jesus, sends you greetings. He is always wrestling in prayer for you, so that you may stand mature and fully assured in the full will of God.
13 UDB હું કહી શકું છું કે તેણે તમારે માટે એટલે જેઓ લાઓદિકિયા શહેરમાં રહે છે, અને જેઓ હિયરાપોલિસમાં રહે છે તેઓને માટે ઘણી મહેનત કરી છે. BSB BSB: For I testify about him that he goes to great pains for you and for those at Laodicea and Hierapolis.
14 UDB જેને હું પ્રેમ કરું છું તે વૈદ લૂક અને દેમાસ તમને શુભેચ્છા પાઠવે છે. BSB BSB: Luke, the beloved physician, and Demas send you greetings.
15 UDB જે સાથી વિશ્વાસીઓ લાઓદિકિયામાં રહે છે તેઓને શુભેચ્છા પાઠવજો, અને નુમ્ફા અને તેના ઘરમાં સંગતમાં મળતા વિશ્વાસીઓના સમૂહને શુભેચ્છા પાઠવજો. BSB BSB: Greet the brothers in Laodicea, as well as Nympha and the church that meets at her house.
16 UDB આ પત્ર તમારી મધ્યે કોઈ વાંચે તે પછી, કોઈકને તે લાઓદિકિયામાંના સમૂહને માટે પણ વાંચવા જણાવજો. અને લાઓદિકિયાથી જે પત્ર આવે તેને પણ વાંચજો. BSB BSB: After this letter has been read among you, make sure that it is also read in the church of the Laodiceans, and that you in turn read the letter from Laodicea.
17 UDB આર્ખિપસને કહેજો કે ઈશ્વરે તેને જે કાર્ય સોંપ્યું છે તે એ પૂરું કરે. BSB BSB: Tell Archippus: “See to it that you complete the ministry you have received in the Lord.”
18 UDB હું, પાઉલ, મારા પોતાના હસ્તાક્ષરમાં તમને શાલોમ શુભેચ્છા પાઠવું છું. હું જેલમાં છું તે યાદ રાખજો અને મારા માટે પ્રાર્થના કરજો. હું પ્રાર્થના કરું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી સાથે કૃપાળુપણે વર્તવાનું જારી રાખે. BSB BSB: This greeting is in my own hand—Paul. Remember my chains. Grace be with you.
Select verses for actions: Enter goes to them and Escape comes back.