1 UDB હું, પાઉલ, આ પત્ર લખું છું. સિલાસ અને તિમોથી મારી સાથે છે. થેસ્સાલોનિકા શહેરમાં તમે જેઓ ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાયેલા વિશ્વાસી જૂથના છો તેઓને અમે આ પત્ર મોકલીએ છીએ. ઈશ્વર તમારા પ્રત્યે માયાળુપણે વર્તો અને તમને શાંતિ આપો. BSB BSB: Paul, Silvanus, and Timothy, To the church of the Thessalonians in God the Father and the Lord Jesus Christ: Grace and peace to you.
2 UDB જ્યારે અમે પ્રાર્થનામાં તમારાં નામ લઈએ છીએ ત્યારે અમે હંમેશાં તમારા માટે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ. BSB BSB: We always thank God for all of you, remembering you in our prayers
3 UDB અમે સતત યાદ રાખીએ છીએ કે તમે ઈશ્વર કે જેઓ આપણા પિતા છે તેમના પર વિશ્વાસ કરો છો તે કારણે તમે તેમને માટે કામ કરો છો અને તમે લોકોને પ્રેમ કરો છો તે કારણે તમે આતૂરતાપૂર્વક તેઓની મદદ કરો છો. તમારી પાસે ભવિષ્ય માટે દૃઢ આશા છે, કારણ કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખો છો. BSB BSB: and continually recalling before our God and Father your work of faith, your labor of love, and your enduring hope in our Lord Jesus Christ.
4 UDB ઈશ્વર જેમને પ્રેમ કરે છે તે મારા સાથી વિશ્વાસીઓ, તેમણે તમને પોતાના લોક બનવા પસંદ કર્યા છે તે અમે જાણીએ છીએ માટે અમે તેમનો આભાર માનીએ છીએ. BSB BSB: Brothers who are beloved by God, we know that He has chosen you,
5 UDB અમે જાણીએ છીએ કે તેમણે તમને પસંદ કર્યા છે કારણ કે જ્યારે અમે તમને શુભ સમાચાર કહ્યા, તે માત્ર શબ્દો કરતાં વધારે હતા. પવિત્ર આત્માએ સામર્થ્ય સાથે તમારી મધ્યે કાર્ય કર્યું, અને તેમણે દૃઢપણે અમને ખાતરી આપી કે તમને આપેલો અમારો સંદેશ ખરો છે. એવી જ રીતે, તમે જાણો છો કે જ્યારે અમે તમારી સાથે હતા ત્યારે અમે કેવી રીતે બોલ્યા અને અમારું વર્તન કેવું હતું, કે જેથી અમે તમને મદદરૂપ થઈ શકીએ. BSB BSB: because our gospel came to you not only in word, but also in power, in the Holy Spirit, and with great conviction—just as you know we lived among you for your sake.
6 UDB અમે હવે સાંભળ્યું છે કે જેમ અમે જીવ્યા તેમ તમે જીવો છો અને અમારું અનુકરણ કરો છો. પરંતુ વધારે અગત્યનું તો એ છે કે તમે જેવી રીતે આપણા પ્રભુ જીવ્યા તેમ જીવો છો. તમારે ઘણી મુશ્કેલીઓ અને કસોટીમાંથી પસાર થવું પડ્યું, છતાં પણ તમે ઈશ્વરના પ્રેમનો સંદેશ ઘણા જ આનંદ કે જે માત્ર પવિત્ર આત્મા દ્વારા જ પ્રાપ્ત થાય છે, તેની સાથે સ્વીકાર્યો. BSB BSB: And you became imitators of us and of the Lord when you welcomed the message with the joy of the Holy Spirit, in spite of your great suffering.
7 UDB મકેદોનિયા અને અખાયા પ્રાંતમાં રહેતા સર્વ વિશ્વાસીઓએ તમે કેવી દૃઢતાથી ઈશ્વર પર વિશ્વાસ કરો છો તે વિષે સાંભળ્યું છે. તેથી તેઓએ જાણ્યું કે તેમણે પણ તમારી જેમ દૃઢતાથી ઈશ્વર પર વિશ્વાસ રાખવો જોઈએ. BSB BSB: As a result, you have become an example to all the believers in Macedonia and Achaia.
8 UDB બીજા લોકોએ તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સંદેશ કહેતા સાંભળ્યા છે. પછી તેઓએ પણ મકેદોનિયા અને અખાયા પ્રાંતમાં રહેતા લોકોને તે શુભ સંદેશ જાહેર કર્યો. એટલુ જ નહિ, પરંતુ ઘણે દૂર રહેતા લોકોએ પણ સાંભળ્યું છે કે તમે ઈશ્વર પર વિશ્વાસ કરો છો. તેથી અમારે લોકોને કહેવાની જરૂર નથી કે ઈશ્વરે તમારા જીવનમાં શું કર્યું છે. BSB BSB: For not only did the message of the Lord ring out from you to Macedonia and Achaia, but your faith in God has gone out to every place, so that we have no need to say anything more.
9 UDB જે લોકો તમારાથી દૂર રહે છે તેઓ બીજાઓને કહે છે કે જ્યારે અમે તમારી પાસે આવ્યા ત્યારે તમે કેવો ઉષ્માભર્યો આવકાર અમને આપ્યો. તેઓ એવો પણ અહેવાલ આપે છે કે તમે કેવી રીતે ખોટા દેવોને ભજવાનું બંધ કર્યું અને હવે તમે તે ઈશ્વર કે જેઓ એકલા જ જીવંત છે, અને તે ખરા અને એકમાત્ર ઈશ્વર છે તેમની સેવા અને સ્તુતિ કરો છો. BSB BSB: For they themselves report what kind of welcome you gave us, and how you turned to God from idols to serve the living and true God
10 UDB તેઓ અમને એવું પણ કહે છે કે તમે અપેક્ષાપૂર્વક તેમના દીકરા કે જેઓ સ્વર્ગમાંથી પૃથ્વી પર આવનાર છે તેમની રાહ જુઓ છો. તમે દૃઢતાપૂર્વક વિશ્વાસ કરો છો કે તેમના મરણ પછી ઈશ્વરે તેમને ફરી સજીવન કર્યા છે. તમે એ પણ વિશ્વાસ કરો છો કે જ્યારે ઈશ્વર આખી દુનિયાના લોકોને શિક્ષા કરશે, ત્યારે ઈસુ આપણ સર્વ જેઓ તેમના પર વિશ્વાસ કરીએ છીએ, તેઓને બચાવશે. BSB BSB: and to await His Son from heaven, whom He raised from the dead—Jesus our deliverer from the coming wrath.
Select verses for actions: Enter goes to them and Escape comes back.