1 UDB મારા સાથી વિશ્વાસીઓ, તમે જાણો છો કે તમારી સાથે વિતાવેલો અમારો સમય ઘણો યથાયોગ્ય હતો. BSB BSB: You yourselves know, brothers, that our visit to you was not in vain.
2 UDB જો કે, અગાઉ ફિલિપીના લોકોએ અમારી સાથે ખોટો વ્યવહાર કર્યો અને અમારું અપમાન કર્યું તોપણ, તમે જાણો છો તેમ, ઈશ્વરે અમને હિંમતવાન બનાવ્યા. પરિણામે, જો કે તમારા શહેરના અમુક લોકોએ અમારો ઘણો વિરોધ કર્યો, તોપણ ઈશ્વરે અમને જે શુભ સંદેશ કહેવા મોકલ્યા તે અમે તમને જણાવ્યો. BSB BSB: As you are aware, we had already endured suffering and shameful treatment in Philippi. But in the face of strong opposition, we were bold in our God to speak to you the gospel of God.
3 UDB જ્યારે અમે તમને ઈશ્વરના સંદેશને આધીન થવા ઉત્તેજન આપ્યું, ત્યારે અમે તમને કંઇ ખોટું કહ્યું ન હતું. અનૈતિક બાબતો દ્વારા અમે તમારી પાસેથી કંઈ મેળવવા ઇચ્છતા નથી. અમે તમને કે બીજા કોઈને છેતરવાનો પ્રયત્ન કર્યો નથી. BSB BSB: For our appeal does not arise from deceit or ulterior motives or trickery.
4 UDB તેનાથી ઊલટું, શુભ સંદેશ કહેવા માટે ઈશ્વરે અમારા પર વિશ્વાસ મૂક્યો, કારણ કે તેમણે અમારી કસોટી કરી અને આ કાર્ય માટે અમને યોગ્ય ગણ્યા. જ્યારે અમે લોકોને શીખવીએ છીએ, ત્યારે અમે તેમને જે સાંભળવાનું ગમે છે તે કહેતા નથી. તેના બદલે, ઈશ્વર અમારા દ્વારા જે કહેવડાવવાનું ઇચ્છે છે તે અમે કહીએ છીએ, કારણ કે આપણે જે વિચારીએ છીએ તે સર્વનો તેઓ ન્યાય કરે છે. BSB BSB: Instead, we speak as those approved by God to be entrusted with the gospel, not in order to please men but God, who examines our hearts.
5 UDB તમે જાણો છો કે તમારી પાસેથી કંઈ પ્રાપ્ત કરવા અમે કદી તમારી પ્રશંસા કરી નથી. અને અમે તમને કોઈ એવી બાબત કહી નથી અને સમજાવી નથી કે જેથી તમે અમને કંઈ આપો. ઈશ્વર જાણે છે કે આ સાચું છે. BSB BSB: As you know, we never used words of flattery or any pretext for greed. God is our witness!
6 UDB અમે તમારા કે બીજા કોઈ દ્વારા માન મેળવવા પ્રયાસ કર્યો નથી, જો કે જ્યારે અમે તમારી સાથે હતા ત્યારે જે કંઈ વસ્તુઓની અમને જરૂર હતી તે માગી શક્યા હોત કે ખ્રિસ્તે અમને તમારી પાસે મોકલ્યા છે માટે તમે અમને કંઇક આપો. BSB BSB: Nor did we seek praise from you or from anyone else, although as apostles of Christ we had authority to demand it.
7 UDB તેનાથી ઊલટું, જ્યારે અમે તમારી સાથે હતા ત્યારે એક માતા જેમ કોમળતાથી પોતાના બાળકની કાળજી લે, તેવા કોમળ અમે હતા. BSB BSB: On the contrary, we were gentle among you, like a nursing mother caring for her children.
8 UDB તેથી, અમે તમને પ્રેમ કરીએ છીએ માટે, અમે તમને વ્યક્તિગત રીતે આ શુભ સંદેશ જે ઈશ્વરે અમને આપ્યો છે તે કહેવા આનંદિત હતા. વળી અમે તમને જે મદદ કરી શકીએ તે કરવા આનંદિત હતા, કારણે કે અમે તમને ખૂબ પ્રેમ કરવા લાગ્યા હતા. BSB BSB: We cared so deeply that we were delighted to share with you not only the gospel of God, but our own lives as well. That is how beloved you have become to us.
9 UDB મારા સાથી વિશ્વાસીઓ, તમે યાદ રાખો કે અમે દિવસે અને રાત્રે પણ સખત મહેનત કરી છે. આ રીતે અમે નાણાં કમાયા, કે જેથી અમારે જેની જરૂર છે તે કંઈપણ અમારે તમારા કોઈ પાસેથી માગવું ન પડે. જ્યારે અમે ઈશ્વર વિષેનો શુભ સંદેશ તમને પ્રગટ કર્યો ત્યારે અમે આ પ્રમાણે કર્યું. BSB BSB: Surely you recall, brothers, our labor and toil. We worked night and day so that we would not be a burden to anyone while we proclaimed to you the gospel of God.
10 UDB તમે અને ઈશ્વર બંને જાણો છો કે અમે તમો વિશ્વાસીઓ સમક્ષ ઘણી જ સારી અને યોગ્ય રીતે રહ્યા- એવી રીતે કે કોઈ અમારી ટીકા ન કરી શકે. BSB BSB: You are witnesses, and so is God, of how holy, righteous, and blameless our conduct was among you who believed.
11 UDB તમે એ પણ જાણો છો કે જેમ પ્રેમ કરનાર પિતા પોતાના બાળકો સાથે વર્તે છે તેમ અમે તમ પ્રત્યેક સાથે વર્ત્યા છીએ. BSB BSB: For you know that we treated each of you as a father treats his own children—
12 UDB ઈશ્વરના લોકોએ જેમ જીવવું જોઈએ તેમ જીવવા માટે અમે તમને દૃઢપણે બોધ અને ઉત્તેજન આપ્યું, કારણ કે તેમણે તમને પોતાના લોક થવા બોલાવ્યા છે કે જેમને તેઓ પોતાને રાજા તરીકે સૌથી અદ્દભુત પરાક્રમ સહિત બતાવશે. BSB BSB: encouraging you, comforting you, and urging you to walk in a manner worthy of God, who calls you into His own kingdom and glory.
13 UDB એ માટે અમે હંમેશાં ઈશ્વરનો આભાર માનીએ છીએ, કારણ કે જે સંદેશો તમે અમારી પાસેથી સાંભળ્યો, જે શુભ સંદેશ ઈશ્વરે અમને આપ્યો, તેને તમે સાચા સંદેશ તરીકે સ્વીકાર કર્યો. અમે પોતે તેને ઉપજાવી કાઢ્યો ન હતો. વળી અમે ઈશ્વરનો આભાર માનીએ છીએ કે તમે આ સંદેશ પર વિશ્વાસ કરો છો તે કારણે તેઓ તમારું જીવન બદલી રહ્યા છે. BSB BSB: And we continually thank God because, when you received the word of God that you heard from us, you accepted it not as the word of men, but as it truly is, the word of God, which is also now at work in you who believe.
14 UDB અમે આ બાબતો માટે ચોક્કસ છીએ, કારણ કે જેમ યહૂદિયાના વિશ્વાસીઓએ કર્યું તે જ પ્રમાણે તમે પણ કર્યું. તેઓ પણ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાયેલા છે, અને, જેવી રીતે તેમના સાથી રહેવાસીઓએ ખ્રિસ્તના લીધે તેમની સાથે અયોગ્ય વ્યવહાર કર્યો અને તેઓએ સહન કર્યું, એવી જ રીતે તમે પણ જ્યારે તમારા સાથી રહેવાસીઓએ ખ્રિસ્તના લીધે તમારી સાથે અયોગ્ય વ્યવહાર કર્યો ત્યારે તમે તે સહન કર્યું. BSB BSB: For you, brothers, became imitators of the churches of God in Judea that are in Christ Jesus. You suffered from your own countrymen the very things they suffered from the Jews,
15 UDB તે યહૂદિઓએ પ્રભુ ઈસુ અને ઘણા પ્રબોધકોને પણ મારી નાખ્યા. બીજા અવિશ્વાસી યહૂદિઓએ અમને ઘણાં નગરોમાંથી બળજબરીથી નસાડ્યા. તેઓ ખરેખર ઈશ્વરને ગુસ્સે કરે છે અને જે દરેક માણસો માટે ઉત્તમ છે તેના વિરુદ્ધ તેઓ કાર્ય કરે છે! BSB BSB: who killed both the Lord Jesus and their own prophets and drove us out as well. They are displeasing to God and hostile to all men,
16 UDB ઉદાહરણ તરીકે, બિન-યહૂદિઓને શુભ સમાચાર કહેતા અમને રોકવાનો તેઓએ પ્રયત્ન કર્યો; તેઓ ઇચ્છતા નથી કે ઈશ્વર તેઓને બચાવે! ઈશ્વર આખરે તેમને શિક્ષા કરે તે પહેલાં તેઓએ બની શકે એટલાં પાપો કર્યાં છે! BSB BSB: hindering us from telling the Gentiles how they may be saved. As a result, they continue to heap up their sins to full capacity; the utmost wrath has come upon them.
17 UDB મારા સાથી વિશ્વાસીઓ, જ્યારે ટૂંક સમય માટે અમારે તમારાથી દૂર જવું પડ્યું, ત્યારે અમને જાણે માં-બાપ કે જેઓએ પોતાના બાળકો ગુમાવ્યાં હોય તેવી લાગણી થઈ. અમે તમારી સાથે રહેવા માટે દૃઢ ઇચ્છા રાખી. BSB BSB: Brothers, although we were torn away from you for a short time (in person, not in heart), our desire to see you face to face was even more intense.
18 UDB ખરેખર હું, પાઉલ, અનેકવાર પ્રયત્ન કરી ચૂક્યો છું કે હું તમને જોવા પાછો આવું. પરંતુ દરેક વખતે શેતાને અમને પાછા આવતા રોક્યા. BSB BSB: For we wanted to come to you—indeed I, Paul, tried again and again—but Satan obstructed us.
19 UDB ખરેખર, તમારા લીધે જ અમે ઈશ્વરનું કાર્ય સારી રીતે કરવા આશા રાખીએ છીએ; તમારા લીધે જ અમે અભિમાન કરીએ છીએ; તમારા લીધે જ અમે ઈશ્વરની સેવામાં સફળ થવાની આશા રાખીએ છીએ. તમારા અને બીજાઓના લીધે જ અમે આશા રાખીએ છીએ કે જ્યારે પ્રભુ ઈસુ પૃથ્વી પર આવશે ત્યારે તેઓ અમને બદલો આપશે. BSB BSB: After all, who is our hope, our joy, our crown of boasting, if it is not you yourselves in the presence of our Lord Jesus at His coming?
20 UDB ખરેખર, તમારા કારણે અત્યારે પણ અમે ખુશ છીએ અને આનંદિત છીએ! BSB BSB: You are indeed our glory and our joy.
Select verses for actions: Enter goes to them and Escape comes back.