1 UDB તેના પરિણામ રૂપે, જ્યારે હું ઘણો લાંબો સમય તમારા વિષેની ચિંતા સહન કરી શક્યો નહીં, ત્યારે મેં નક્કી કર્યું કે સિલાસ અને હું એકલાં એથેન્સ શહેરમાં રહીશું, BSB BSB: So when we could bear it no longer, we were willing to be left on our own in Athens.
2 UDB અને અમે તિમોથીને તમારી પાસે મોકલ્યો. તમે જાણો છો કે તે અમારો અંગત સાથી છે અને ખ્રિસ્ત વિષેના શુભ સમાચાર પ્રગટ કરીને ઈશ્વર માટે કાર્ય કરે છે. સિલાસ અને મેં તેને તમારી પાસે મોકલ્યો કે તે તમને ખિસ્ત પર દૃઢપણે વિશ્વાસ કરવા પ્રેરે. BSB BSB: We sent Timothy, our brother and fellow worker for God in the gospel of Christ, to strengthen and encourage you in your faith,
3 UDB અમે નથી ઇચ્છતા કે તમે જે સહન કરો છો એના ડરને કારણે તમારામાંનો કોઈપણ ખ્રિસ્તથી દૂર જાય. તમે સારી રીતે જાણો છો કે ઈશ્વરને ખબર છે કે ખ્રિસ્તના લીધે બીજાઓ આપણી સાથે અયોગ્ય વ્યવહાર કરશે. BSB BSB: so that none of you would be shaken by these trials. For you know that we are destined for this.
4 UDB યાદ રાખો કે જ્યારે અમે તમારી સાથે હતા, ત્યારે અમે તમને કહેતા હતા કે બીજાઓ તમારી સાથે અયોગ્ય રીતે વર્તશે. અને તે પ્રમાણે જ થયું, તે તમે જાણો છો! BSB BSB: Indeed, when we were with you, we kept warning you that we would suffer persecution; and as you know, it has come to pass.
5 UDB આ જ કારણથી મેં તિમોથીને તમારી પાસે મોકલ્યો છે, કારણ કે મારે તે ખરેખર જાણવું હતું કે શું તમે ખ્રિસ્ત પર હજુ પણ વિશ્વાસ કરો છો કે નહિ. હું ગભરાઈ ગયો હતો કે શેતાન, જે આપણને લલચાવે છે, તેણે તમને ખ્રિસ્તમાં વિશ્વાસ કરતા અટકાવ્યા હોય. હું ગભરાઈ ગયો હતો કે અમે જે સર્વ તમારી સાથે કર્યું તે બિનઉપયોગી થયું હોય. BSB BSB: For this reason, when I could bear it no longer, I sent to find out about your faith, for fear that the tempter had somehow tempted you and that our labor might have been in vain.
6 UDB પરંતુ હમણાં જ તિમોથી તમારી પાસેથી મારી અને સિલાસ પાસે આવ્યો, અને તેણે અમને સારા સમાચાર આપતાં કહ્યું કે તમે હજુ પણ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો અને તમે તેમને પ્રેમ કરો છો. તેણે અમને એ પણ કહ્યું કે તમે અમને આનંદથી યાદ કરો છો અને જેવી રીતે અમે તમારી મુલાકાત કરવાની ઇચ્છા રાખીએ છીએ, તેવી જ રીતે તમે પણ ઘણી જ ઇચ્છા રાખો છો કે અમે તમારી મુલાકાત કરીએ. BSB BSB: But just now, Timothy has returned from his visit with the good news about your faith, your love, and the fond memories you have preserved, longing to see us just as we long to see you.
7 UDB મારા સાથી વિશ્વાસીઓ, જો કે લોકો અમને જે કરે છે તે દ્વારા ભલે અમે ઘણું સહન કરીએ છીએ, તો પણ અમે આનંદિત થયા છીએ કારણ કે તિમોથીએ અમને કહ્યું કે તમે હજુ પણ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો. BSB BSB: For this reason, brothers, in all our distress and persecution, we have been reassured about you, because of your faith.
8 UDB હવે એ તો જાણે કે અમે નવી રીતે જીવતા હોઈએ તેવું છે, કારણ કે તમે પ્રભુ ઈસુ પર ઘણો વિશ્વાસ કરો છો. BSB BSB: For now we can go on living, as long as you are standing firm in the Lord.
9 UDB ઈશ્વરે તમારે માટે જે કર્યું છે તેના માટે અમે ઈશ્વરનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે! જ્યારે અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ ત્યારે અમે તમારા લીધે ઘણો આનંદ પામીએ છીએ! BSB BSB: How can we adequately thank God for you in return for our great joy over you in His presence?
10 UDB અમે સતત અને ઉત્સાહથી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે અમે તમારી મુલાકાત લઇ શકીએ અને તમને મદદ કરીએ કે તમે ખ્રિસ્ત પરના વિશ્વાસમાં વધુ દ્રઢ થાઓ! BSB BSB: Night and day we pray most earnestly that we may see you face to face and supply what is lacking in your faith.
11 UDB અમે ઈશ્વર, આપણા પિતા, અને પ્રભુ ઈસુને પ્રાર્થના કરીએ છીએ, કે તેઓ અમને તમારી પાસે આવવા સમર્થ કરે. BSB BSB: Now may our God and Father Himself, and our Lord Jesus, direct our way to you.
12 UDB વળી તમારા માટે, અમે પ્રાર્થના કરીએ છીએ કે જેમ અમે તમારા પર વધારે અને વધારે પ્રેમ કરીએ છીએ, તેમ પ્રભુ ઈસુ એકબીજાને પ્રેમ કરવા અને બીજા લોકોને વધુ અને વધુ પ્રેમ કરવા તમને મદદ કરે. BSB BSB: And may the Lord cause you to increase and overflow with love for one another and for everyone else, just as our love for you overflows,
13 UDB અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ ઈસુ તમને તેવા બનવા મદદ કરે કે તમે તેમને વધુ અને વધુ પ્રસન્ન કરી શકો. અમે પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર આપણા પિતા તમને તેમના જેવા બનવા સક્ષમ બનાવે, અને કોઈ તમારી ટીકા ન કરી શકે. અમે આ પ્રાર્થના કરીએ છીએ, કે જેથી જ્યારે ઈસુ પૃથ્વી પર પાછા આવે અને જે તેમના છે તેઓ પણ તેમની સાથે પાછા આવે, ત્યારે તેઓ તમારાથી પ્રસન્ન થાય. BSB BSB: so that He may establish your hearts in blamelessness and holiness before our God and Father at the coming of our Lord Jesus with all His saints. Amen.
Select verses for actions: Enter goes to them and Escape comes back.