2 UDB નમ્રતાપૂર્વક, માયાળુપણે અને ધીરજથી એકબીજાની જરૂરિયાતો પૂરી કરો કારણ કે તમે એકબીજાને પ્રેમ કરો છો. BSB BSB: with all humility and gentleness, with patience, bearing with one another in love,
5 UDB ઈસુ ખ્રિસ્ત એકલા જ પ્રભુ છે, અને એક જ વિશ્વાસ છે એટલે કે ઈશ્વરમાં આપણો ભરોસો છે તે, અને એક જ ખરું ખ્રિસ્તી બાપ્તિસ્મા છે. BSB BSB: one Lord, one faith, one baptism;
6 UDB એક જ ઈશ્વર છે, જે સર્વના ખરા પિતા છે. તેઓ સર્વ પર રાજ કરે છે અને તેઓ સર્વ પ્રસંગો દ્વારા કાર્ય કરે છે અને જે કંઈ બને છે તે સર્વ કાર્યોમાં તેઓ કાર્યરત છે. BSB BSB: one God and Father of all, who is over all and through all and in all.
7 UDB ઈશ્વરે દરેક વિશ્વાસીને ખ્રિસ્તની કૃપાના પ્રમાણમાં, પોતાની મરજી અનુસાર, ઉદારતાથી આપણને આત્મિક દાન આપ્યાં છે. BSB BSB: Now to each one of us grace has been given according to the measure of the gift of Christ.
8 UDB આ તો જેઓ પર ઈશ્વરે વિજય મેળવ્યો તેમની પાસેથી ખંડણીનાં નાણાં સ્વીકારતા ઈશ્વર વિષે જેમ ગીતકર્તા કહે છે તેના જેવું છે, જ્યારે તેઓ પર્વતની ટોચ પરથી તેમના શહેરમાં ચઢી ગયા ત્યારે, તેઓ બંદીવાનોને બંદીવાસમાં દોરી ગયા અને તેઓનાં ખંડણીનાં નાણાં પોતાના લોકોને આપ્યાં. BSB BSB: This is why it says: “When He ascended on high, He led captives away, and gave gifts to men.”
9 UDB "તેઓ ચઢી ગયા" તે શબ્દો આપણને જણાવે છે કે ખ્રિસ્ત પણ અગાઉ સ્વર્ગમાંથી પૃથ્વી પર ઊતરી આવ્યા હતા, જાણે ઈશ્વરના અભિષિક્ત રાજા યરુશાલેમમાંથી લડાઈ કરવા નીચે આવ્યા હોય તેમ. BSB BSB: What does “He ascended” mean, except that He also descended to the lower parts of the earth?
10 UDB ખ્રિસ્ત, જેઓ પૃથ્વી પર દુષ્ટતા પર વિજય મેળવવા ઊતર્યા, તેઓ એ જ છે જેઓ આપણા પાપોને માટે વધસ્તંભે જડાયા, સજીવન થયા, અને સ્વર્ગમાંના સૌથી મહિમાવંત સ્થાનમાં ચઢી ગયા કે જેથી તેઓ સર્વ બાબતો પર નિયંત્રણ રાખે. BSB BSB: He who descended is the very One who ascended above all the heavens, in order to fill all things.
11 UDB તેમણે કેટલાક વિશ્વાસીઓને પ્રેરિતો, કેટલાકને પ્રબોધકો, કેટલાકને સુવાર્તિકો અને કેટલાકને દોરવા અને બીજાઓને વિશ્વાસીઓના સમૂહને શીખવવાને સારુ નીમ્યા છે. BSB BSB: And it was He who gave some to be apostles, some to be prophets, some to be evangelists, and some to be pastors and teachers,
12 UDB આ તો ઈશ્વરના લોકોને ઈશ્વરનું કામ કરવા અને બીજાઓની સેવા કરવા તૈયાર કરવા માટે હતું, કે જેથી સર્વ લોકો જેઓ ખ્રિસ્તના છે તેઓ આત્મિક રીતે બળવાન થઈ શકે. BSB BSB: to equip the saints for works of ministry and to build up the body of Christ,
13 UDB તેઓ ઇચ્છે છે કે આપણે સર્વ વિશ્વાસીઓ એકબીજા સાથે એક થઈએ કે જેથી આપણે બધા તેમનામાં વિશ્વાસ કરીએ અને તેમને પૂર્ણ રીતે સમજવા માટે વૃદ્ધિ પામીએ. તેઓ ઇચ્છે છે કે આપણે પરિપક્વ વિશ્વાસીઓ બનીએ, અને એકસાથે, તેઓ જેવા સંપૂર્ણ છે તેવા બનવા વૃદ્ધિ પામીએ. BSB BSB: until we all reach unity in the faith and in the knowledge of the Son of God, as we mature to the full measure of the stature of Christ.
14 UDB એક વાર આપણે પરિપક્વ થયા, તેથી હવેથી આપણે નાનાં બાળકોની જેમ, જે સત્ય છે તેનાથી અજાણ રહીશું નહીં. જેમ હોડી પવન અને મોજાંથી આમતેમ હડસેલાય છે તેમ દરેક નવા શિક્ષણને અનુસરીશું નહીં. જે ખોટું છે તે શીખવીને જેઓ આપણને છેતરે છે તેવા લોકોને સ્થાન આપીશું નહિ. BSB BSB: Then we will no longer be infants, tossed about by the waves and carried around by every wind of teaching and by the clever cunning of men in their deceitful scheming.
15 UDB તેના બદલે, આપણે ઈશ્વરને પ્રેમ કરતાં અને તેમના સાચા શિક્ષણ પર વિશ્વાસ કરતાં જીવીશું, અને આપણે દરેક રીતે વિશેષ પ્રમાણમાં ખ્રિસ્ત જેવા બનતા જઈશું. જેમ વ્યક્તિનું શિર તેના શરીરને કાબૂમાં રાખે છે તેમ તેઓ પોતાના લોકોને કાબૂમાં રાખે છે. BSB BSB: Instead, speaking the truth in love, we will in all things grow up into Christ Himself, who is the head.
16 UDB જેમ વ્યક્તિનું શરીર એકસાથે ગોઠવાયેલું અને સાંધા કે જે શરીરને એકસાથે જોડે છે તેના દ્વારા જોડાયેલું રહે છે, કે જે શરીરને વધવા અને બાંધવા માટે સક્ષમ બનાવે છે કેમ કે શરીરના અવયવો એકબીજા પર આધાર રાખે છે, તેમ ખ્રિસ્ત દરેક સ્થળનાં સર્વ વિશ્વાસીઓને ભેગા મળીને વૃદ્ધિ પામવા અને એકબીજાને પ્રેમ કરવા સક્ષમ બનાવે છે. BSB BSB: From Him the whole body, fitted and held together by every supporting ligament, grows and builds itself up in love through the work of each individual part.
17 UDB પ્રભુ ઈસુના અધિકાર દ્વારા, હું ખાતરીપૂર્વક કહું છું કે તમે હવેથી અવિશ્વાસ કરનારા બિન-યહૂદીઓની જેમ જીવશો નહીં. તેઓનું વ્યર્થ રીતે વિચારવું તે તેમને તેવી રીતે જીવવા તરફ દોરે છે. BSB BSB: So I tell you this, and insist on it in the Lord, that you must no longer walk as the Gentiles do, in the futility of their thinking.
18 UDB તેઓ સાચું કે ખોટું શું છે તે વિષે સ્પષ્ટ રીતે વિચારવા અસમર્થ છે. તેઓ ઈશ્વરના સંદેશને સાંભળવાનો ઇનકાર કરે છે તે કારણે તેઓ ઈશ્વરની આજ્ઞા પાળવાને સંપૂર્ણ રીતે સમજી શકતા નથી, અને તેથી ઈસુ આપણને જે અનંતજીવન આપે છે તે તેમની પાસે નથી. BSB BSB: They are darkened in their understanding and alienated from the life of God because of the ignorance that is in them due to the hardness of their hearts.
19 UDB તેમનું શરીર ઇચ્છે તેવી શરમજનક બાબતો સતત કરવાનું તેમણે પસંદ કર્યું. તેઓ દરેક પ્રકારનાં અનૈતિક કાર્યો કરે છે અને વધારે પ્રમાણમાં તેનાં બંધાણી થતા જાય છે, અને જેની પણ તેઓ ઇચ્છા રાખે છે તેના માટે તેઓ લાલચુ છે. BSB BSB: Having lost all sense of shame, they have given themselves over to sensuality for the practice of every kind of impurity, with a craving for more.
20 UDB પરંતુ જ્યારે તમે ખ્રિસ્ત વિષે શીખ્યા ત્યારે તમે તે રીતે જીવવાનું શીખ્યા નહોતા. BSB BSB: But this is not the way you came to know Christ.
21 UDB હવે તમે ઈસુ વિષે સાંભળ્યું છે અને તેમણે તમને શીખવ્યું છે, માટે તમે જાણો છો કે તેમનો માર્ગ એ જ જીવનનો સાચો માર્ગ છે. BSB BSB: Surely you heard of Him and were taught in Him—in keeping with the truth that is in Jesus—
22 UDB ઈસુએ શીખવ્યું છે કે તમે જેમ અગાઉ જીવતા હતા તે પ્રમાણે જીવવાનું તમારે બંધ કરવું જ પડશે. તમે જાણે સડી રહેલાં મૂડદા જેવા હતા કારણ કે તમે તમારી જાતને તમે જેની ઇચ્છા રાખો છો તે દ્વારા છેતરી રહ્યા હતા. BSB BSB: to put off your former way of life, your old self, which is being corrupted by its deceitful desires;
23 UDB તમારે ઈશ્વરને તમારા આત્મા અને તમે કેવી રીતે વિચારો છો તે બદલવા દેવું જ જોઈએ. BSB BSB: to be renewed in the spirit of your minds;
24 UDB તમારે નવી વ્યક્તિની જેમ જીવવાનું શરૂ કરવું જ જોઈએ. ઈશ્વરે તમને નવી વ્યક્તિ તરીકે ઉત્પન્ન કર્યા છે. તમે તેમના માટે અલગ કરાયેલા છો. તેમણે તમને યોગ્ય રીતે જીવવા ઉત્પન્ન કર્યા છે, જેથી તમે ઈશ્વરને ખરેખર સમર્પિત થાઓ. BSB BSB: and to put on the new self, created to be like God in true righteousness and holiness.
25 UDB તેથી, એકબીજા સાથે જુઠ્ઠું બોલવાનું છોડી દો. જેમ શાસ્ત્રવચન કહે છે, "એકબીજા સાથે સત્યતાથી વાત કરો કારણ કે હવે આપણે એકબીજાના સાથી વિશ્વાસીઓ છીએ." હવે આપણે ઈશ્વરના કુટુંબમાં એકબીજા સાથે સંબંધિત છીએ. BSB BSB: Therefore each of you must put off falsehood and speak truthfully to his neighbor, for we are all members of one another.
26 UDB જો તમે ગુસ્સે થાઓ, તો તમારા ગુસ્સાને પાપ બનવા દેશો નહીં. દિવસ પૂરો થાય તે પહેલાં, ગુસ્સે થવાનું બંધ કરો BSB BSB: “Be angry, yet do not sin.” Do not let the sun set upon your anger,
27 UDB કે જેથી તમે શેતાનને તમારા પર હુમલો કરવાની છૂટ ન આપો. BSB BSB: and do not give the devil a foothold.
28 UDB જેઓ ચોરી કરતા હોય તેમણે હવે પછીથી ચોરી કરવી નહિ. તેના બદલે, તેઓએ સખત મહેનત કરીને તેમના પોતાના પ્રયત્નો દ્વારા પોતાની રોજી કમાવવી, કે જેથી તેઓની પાસે જેઓ જરૂરિયાતમંદ છે તેમને આપવા માટે કંઇક હોય. BSB BSB: He who has been stealing must steal no longer, but must work, doing good with his own hands, that he may have something to share with the one in need.
29 UDB અશુદ્ધ ભાષાનો ઉપયોગ ન કરો. તેના બદલે, સારી બાબતો બોલવી કે જે લોકોને યોગ્ય સમયે સહાય કરે અને સાંભળનારને સહાયરૂપ બને. BSB BSB: Let no unwholesome talk come out of your mouths, but only what is helpful for building up the one in need and bringing grace to those who listen.
30 UDB તમારા જીવન દ્વારા ઈશ્વરના પવિત્ર આત્માને દુઃખી કરશો નહિ. તેમણે વચન આપ્યું છે કે ઈશ્વર એક દિવસે આપણને આ દુષ્ટ જગતમાંથી છોડાવશે. BSB BSB: And do not grieve the Holy Spirit of God, in whom you were sealed for the day of redemption.
31 UDB બીજાઓ પ્રત્યે થોડો પણ અણગમો ન રાખો. કોઈપણ રીતે ગુસ્સે ન થાઓ કે બીજાઓને મોટે અવાજે અપશબ્દ ન બોલો. બીજાઓની નિંદા ન કરો. બીજાઓ વિરુદ્ધ દુષ્ટ યોજના ન બનાવો. BSB BSB: Get rid of all bitterness, rage and anger, outcry and slander, along with every form of malice.
32 UDB એકબીજાઓ પ્રત્યે દયાળુ થાઓ. પરસ્પર ભલાઈથી વર્તો. ખ્રિસ્તે તમારા માટે જે કર્યું તેના લીધે જેમ ઈશ્વરે તમને માફ કર્યા, તેમ એકબીજાને માફ કરો. BSB BSB: Be kind and tenderhearted to one another, forgiving each other just as in Christ God forgave you.
Select verses for actions: Enter goes to them and Escape comes back.